Pagrav - 13 books and stories free download online pdf in Gujarati

પગરવ - 13

પગરવ

પ્રકરણ – ૧૩

સમર્થે દરવાજો ખોલ્યો તો બહાર એક વ્યક્તિ બુકે લઈને ઉભો છે એણે કહ્યું, "તમારાં જીવનની શુભકામનાઓ માટે રિસોર્ટ તરફથી સુંદર ભેટ...."

સમર્થે હસીને એ સ્વીકારી લીધું અને "થેન્કયુ" કહ્યું એ માણસ ત્યાંથી નીકળી ગયો.

સમર્થ રૂમ બંધ કરીને અંદર આવ્યો. પછી બોલ્યો, " ધીસ ઈઝ ફોર યુ મેડમ..."

સુહાની : " થેન્કયુ... એકવાત કહું ?? આજે તું બહું ક્યુટ લાગે છે...મને છે ને..."

સમર્થ : " હું કંઈ નાનો છોકરો છું કંઈ ?? તને શું છે ?? " કહીને સમર્થે સુહાનીને પોતાની એકદમ નજીક લાવી દીધી...બે જણાં આજે પહેલીવાર એકબીજાંની આટલી નજીક આવ્યાં છે... સુહાનીનાં તો જાણે ધબકારા જ વધી ગયાં છે . ક્યાંય સુધી બેય જણાં એકબીજાંની નજદીકીને અનુભવી રહ્યાં છે...

સુહાની :" આપણે ક્યારેય જુદાં નહીં થઈએ ને ?? હું તારાં વિના નહીં રહી શકું..."

સમર્થ ( હસીને ) : " જોબ પર તો જવું પડશે ને ?? બધાં કહે કોઈ વિના થોડો સમય એવું લાગે બાકી એ તો થોડાં સમયમાં બધું ભૂલાઈ જાય એ જ માણસનો નિયમ છે..."

સુહાની : " પણ તને ખબર છે ને કે એ બાબતે હું બહું અલગ છું.... હું જેને પ્રેમ કરું છું એનાં માટે કંઈ પણ કરી છૂટું... એનાં માટે જીવ આપતાં પણ વાર નથી કરતી..."

સમર્થે પોતાનો હાથ સુહાનીનાં બે સુંદર માછલી જેવાં ગુલાબી હોઠો પર રાખી દીધાંને એનો ચહેરો પકડીને એની આંખોમાં જોતાં બોલ્યો, " સુહાની તું તો બહું સિરીયસ બની જાય છે મારી બાબતમાં...આટલી બધી પઝેસિવ ?? હું તો મજાક કરતો હતો... હું ક્યાં જઈ હવે તારાં વિના...તને જોયાં વિના એકદિવસ પણ કાઢવો મારાં માટે અઘરો હોય છે... હું તને છોડીને ક્યાં જવાનો...."

સુહાની : " આવી મજાક ન કરીશ પ્લીઝ...સમર્થ...બે ઘડી આવાં શબ્દો જાણે મારાં ધબકારા રોકી દેતા હોય એવું મને થવાં લાગ્યું હતું " કહેતાં જ સુહાનીનાં આંખોમાં આંસું આવી ગયાં.

સમર્થે "સોરી.." કહીને એને પ્રેમથી ચુમી લીધી...ને પોતાનાં બે અધરોને સુહાનીનાં કોમળ હોઠો પર લાવી દીધાં...આજે કદાચ બેમાંથી કોઈનું પોતાનાં પર નિયંત્રણ નથી રહ્યું. બે ય જણાં એકબીજાનાં સાનિધ્યને માણતાં જાણે એક તૃપ્તતાની લાગણીઓને અનુભવી રહ્યાં છે !!

*************

સાંજ પડતાં જ ચારેય જણાં ઘરે જવાં નીકળી ગયાં. કદાચ આજનો દિવસ ચારેય જણાં માટે એક બહું જ યાદગાર દિવસ બની ગયો છે...

પાયલ : " યાર હવે આપણે ફરી ક્યારે મળીશું...ફ્રેન્ડશીપને પ્રેમ બધુંય ફરી મળી શકશે...આ બધું આપણે યાદોને જ તસવીરોમાં માણવી પડશે..કે શું ?? "

સમર્થ : " એવું શું કામ કહે છે ?? હવે તો મોક્ષ પણ આપણી સાથે ભળી ગયો છે એને પણ આપણી સાથે ફાવે છે... મેરેજ પછી પણ આપણી ફ્રેન્ડશીપ આવી જ રહેશે..."

મોક્ષ : " હા એ તો છે જ... હું તો વિચારું છું કે દર વર્ષે ચાર પાંચ દિવસ તો સમય કાઢીને આપણે ફરી આવાનું જ ... પૈસા કમાવાનું તો જિંદગીભર રહેશે જ..."

સમર્થ (હસીને ) : " હમમમ..પણ અમારે તો મેડમ કહેશે તો જ...બાકી આપણો ઉધડો લઈ લે તો શું કરવું..."

સુહાની : " આજે તે મને હેરાન કરવાનું નક્કી કર્યું લાગે છે , નહીં સમર્થ ?? "

પાયલ : " મને લાગે છે આજે બપોરે સમર્થે સુહાનીને બહું હેરાન કરી લાગે છે..."

સુહાની : " બસ હવે....ચાલો કંઈ સોન્ગ ચાલું કરો..."

પાયલ હસતાં હસતાં બોલી, " સુહાની પોતાની વાત આવી કેવી શાણી સીતા બની ગઈ...ચાલ હું તમને બંનેને ઓળખું છું બહું સારી રીતે..."

ત્યાં જ સમર્થે સોન્ગસ ચાલું કરતાં ચારેય એની મજા માણવા લાગ્યાં...!!

***************

બે મહિના બાદ રિઝલ્ટ આવી ગયું. સુહાની અને સમર્થ બંનેને પ્લેસમેન્ટ માટેનું સ્થળ પણ નક્કી થઈ ગયું. બેય ને પુના જોબ લાગી.‌..

સુહાનીને એટલે દૂર મોકલવાની એનાં ઘરેથી ઈચ્છા ઓછી છે પણ પછી સમર્થ સાથે હોવાથી એ લોકોએ પણ સુહાનીને ભણતરનો એક ગ્રોથ મળે માટે હા પાડી. એટલે સુહાની અને સમર્થ બંને પૂના જોબ માટે જવાં તૈયારી કરવાં લાગ્યાં. થોડાં જ દિવસોમાં બંને નજીક નજીકમાં રૂમ રાખીને બેય જણાં પૂના પહોંચી ગયાં...

બંને ફૂરસદનાં સમયમાં બહું ફરે છે...શનિવરવિ તો બેય નીકળી પડે..‌આખરે બંનેને એકબીજાની સાથે સમય પસાર કરવો છે....સુહાની બીજી બે છોકરીઓ સાથે રહે છે જ્યારે સમર્થ તો એકલો જ‌...આથી બંનેને સમર્થનાં ત્યાં એકબીજાંને સમય આપવાં માટે જગ્યા મળી રહે છે. બંનેની જોબ એક જ કંપનીમાં છે પણ ડિપાર્ટમેન્ટ અલગ હોવાથી આખો દિવસ જોબ પર તો મળી શકતાં નથી...પણ આવાં જવાનું દૂર હોવાથી બે ય સાથે જ કરતાં.

આમને આમ સમય વીતવા લાગ્યો. લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું. આથી બંનેનાં ઘરેથી કહ્યું કે આમ આ રીતે સાથે હોવાં છતાં અલગ અલગ રહો છો એનાં કરતાં હવે લગ્ન કરીને સાથે જ રહોને‌..

સમર્થ અને સુહાની પણ તૈયાર થઈ ગયાં. એમનાં લગ્નનું મૂહુર્ત પણ નક્કી થઈ ગયું...છ મહિના પછીનું મુહૂર્ત મળ્યું. એ જ સમયે સમર્થને કંપનીઓથી પાંચ મહિના માટે યુએસએ જવાં માટેની ઓફર આવી... એક બાજુ લગ્નની તૈયારીને બીજી બાજું જવાનું...

સમર્થ અને સુહાનીનાં પરિવારજનોએ કહ્યું કે , " ભલે ભવિષ્યમાં તમારી ઈચ્છા હોય તો સેટલ અહીં જ થજો...પણ આટલી સારી તક ન ગુમાવાય...વળી છોકરાઓની તૈયારીમાં હોય શું ?? બાકી ઘરે તો બધાં છે જ ને...."

આખરે બધાંની સહમતિથી સમર્થે કંપનીમાં હા કહી દીધી. જતાં પહેલાં સમર્થ એકવાર ઘરે આવી ગયો... બધાંને મળી ગયો.

બધી તૈયારી થઈ ગઈ. ત્યારે સમર્થે સુહાનીને કહ્યું કે, " તને વાંધો ન હોય તો બે દિવસ મારી રૂમ પર આવી જા...ખબર નહીં હવે ક્યારેય મળીશું..."

સુહાની : " પાંચ મહિને મળીશું જ ને...તને આમ પણ તને મારા સિવાય રાખશે પણ કોણ ?? "

સમર્થ ( હસીને ) : " યેએસએ માં ઘણીય ગોરીઓ મળશે મને તો..."

સુહાની : " બસ હો...ચાલ હું આવું છું તું મને લેવા આવ...પણ ઘરે કહીશ નહીં કોઈને.."

સમર્થ : " હા હવે..."

ને સમર્થ સુહાનીને લેવાં માટે એની રૂમ પર પહોંચી ગયો. સુહાનીએ પણ પોતાની જોબમાંથી બે દિવસ રજા લઈ લીધી. બે દિવસ બે જણાં બહું ફર્યાં. એકબીજાંને જાણે સાચે જ ફરી મળવાનાં ન હોય એટલો ભરપૂર પ્રેમ આપ્યો‌.

આજે રાતની સમર્થની ફ્લાઈટ બોમ્બેથી હોવાથી એણે ત્યાં કંપનીની કાર દ્વારા રાત્રે ત્યાં જવાનું નીકળવાનું છે...

સુહાનીનો ઉદાસ ચહેરો જોઈને સમર્થ બોલ્યો, " શું થયું બકા ?? "

સુહાની : " તને ખબર છે આપણે મળ્યાં પછીથી પહેલીવાર આપણે એકબીજાથી આટલાં દૂર જઈ રહ્યાં છીએ એ પણ આટલા લાંબા સમય માટે...મને તો એ જ નથી સમજાતું કે હું કેવી રીતે રહીશ તારાં વિના...એક એક કદમ તને પૂછીને કરવાની આદત પડી ગઈ છે...જાણે તારાં વિના કોઈ ડિસીઝન લેવું પણ મારાં માટે બહું અઘરું બની ગયું છે..."

સમર્થ : " બકા...મારી પણ આ જ સ્થિતિ છે...ખબર છે ને તું થોડીવાર ફોન ના ઉપાડે તો પણ મારી બહું ખરાબ સ્થિતિ થઈ જાય છે....અનેક સવાલો ઘૂમવા માંડે છે શું થયું હશે ?? કેમ નહીં ઉપાડતી હોય ફોન...પછી જાતે મને એમ થવાં લાગે કે મારે એને એની રીતે જીવવાનો એને પોતાની રીતે સ્વતંત્ર શ્વાસ લેવાનો હક છીનવી ન લેવો જોઈએ... કદાચ એ પણ આપણી વચ્ચેની આત્મીયતા જ છે...પણ તું ચિંતા શું કામ કરે છે ?? આપણે વિડીયોકોલથી વાત કરીને એકબીજાંને જોઈ પણ શકીશું ને વાત પણ કરી શકીશું.... દુનિયા બહું નાની બની ગઈ છે‌.." આ બધું કહીને સમર્થ પોતાનાં દુઃખને પણ ઓછું કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

આખરે છ વાગ્યે સમર્થ સુહાનીને પોતાનાં રૂમ પર મુકવા ગયો એ પહેલાં સુહાની આને સમર્થ એકબીજાને ભેટીને બહું રડ્યાં. સમર્થે સુહાનીને પ્રેમભર્યુ આલિંગન આપીને ચુંબનોથી નવરાવી દીધી...ને પછી એ એને એની રૂમ પર મૂકી આવ્યો. ને પોતે પણ રાત્રે રેડી થઈને યુએસએ જવાં માટે નીકળી ગયો...!!

**************

સમય વીતતો ગયો. સુહાની માટે સમર્થ વિના ત્યાં પુનામાં એકલાં રહેવું થોડું અઘરું છે છતાં તે પણ પરિસ્થિતિ મુજબ એડજેસ્ટ થવાં લાગી...હવે તે એવી રૂમમેટ્સ સાથે પણ વધારે સમય પસાર કરતાં એને થોડું ગમવા લાગ્યું. વળી રોજ સવાર સાંજ સમર્થ સાથે થતી પ્રેમભરી વાતો એને જીવવાનો એક સહારો આપે છે અને એનાં વિના જીવવાનું એક જોમ પણ...

સાડાત્રણ મહિના પૂરાં થઈ જવાં આવ્યાં. સમર્થનાં કહેવા મુજબ ત્યાં રેન્ટ પર સારું ઘર મળવું થોડું મુશ્કેલ છે આથી એણે ઘર શોધવાની શરૂઆત કરી દીધી. આખરે થોડાં દિવસો બધું તપાસ કર્યાં બાદ કંપનીની નજીકના એરિયામાં એણે એક ઘર પણ નક્કી કરી દીધું. જેથી લગ્ન પછી બે ય જણાં તરત જ એકસાથે રહી શકે અને સમર્થે આવીને નવું ઘર પણ શોધવું ન પડે...પછી લગ્નની ધમાલમાં એ બધું કામ થોડું અઘરું થઈ જાય...!!

દરેક જણ આ લગ્ન માટે ખૂબ જ ઉત્સાહી છે....સવિતાબેનનાં તો ઉત્સાહ સમાતો નથી...આમ પણ પહેલેથી એ ટકોરાબંધ રહેવાવાળાં... જીવનશૈલી પહેલેથી જ એવી હતી ને વળી જોબનાં કારણે એમની પર્સનાલિટી જ એવી કે કોઈને પણ પસંદ પડી જાય પણ કોઈ એની આવવાનો પ્રયત્ન સુદ્ધાં ન કરી શકે !!

એક દિવસ જ એ બધું કરતાં હતાં એ દરમિયાન જ એમની પૂજા દરમિયાન હોલવાતા દિવડાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ દરમિયાન એમની સાડીનો છેડો એને અડી ગયો...ને એ બેભાન થઈને પડી ગયા...!!

શું થશે સવિતાબેનની સ્થિતિ ?? આ કોઈ આવનારી ઘટનાનો સંદેશ હશે ?? સૌનો લાડકો સમર્થ ફરી એનાં વ્હાલાં સ્વજનોને મળી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....