Darek khetrama safdata - 24 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 24

ભાગ 24
પ્રકરણ 11

નેવર ગીવઅપ
માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા બનતા નથી જેથી બન્ને વ્યક્તીઓ નિરાશા અનુભવે છે. હવે બને છે એવુ કે એક વ્યક્તી નીરાશા ખંખેરી ચીત્ર બનાવવા માટેની ચારે બાજુથી માહિતીઓ મેળવે છે, તેનો અભ્યાસ કરે છે અને ચીત્ર બનાવવા પર પોતાનો હાથ બેસી જાય તે હદ સુધીની સતત પ્રેક્ટીસ કરે છે જ્યારે બીજો વ્યક્તી નિષ્ફળતાને કારણે એવુ વિચારવા લાગે છે કે આ કામ મારુ નથી અને તે હું ક્યારેય કરી શકીશ નહી જેથી તે બધુ પડતુ મુકી હાર માનીને બેસી જાય છે.

આ ઘટના પરથી હું આપને થોડાક પ્રશ્નો પુછવા માગુ છુ કે જે નીચે મુજબ છે.

૧) હવે જ્યારે આ બન્ને વ્યક્તી ફરી પાછા ચીત્રો દોરવાનુ શરુ કરશે ત્યારે તે બન્નેમાથી કોણ વધુ સારુ ચીત્ર દોરી શકશે ?

૨) આ બન્ને વ્યક્તી ચીત્ર ન દોરે તો પણ તમને શું લાગે છે કે ક્યો વ્યક્તી જીવનમા વધારે સફળ થઈ શકશે, કઈ વ્યક્તીના તમે વખાણ કરશો ?

૩) આ બન્ને વ્યક્તીમાથી તમે કોના પક્ષમા રહેવાનુ પસંદ કરશો, કોને ફોલો કરશો, કઈ વ્યક્તીમાથી તમે પ્રેરણા મેળવશો ?

૪) શું તમે માનો છો કે પુરતા પ્રયત્નો કર્યા વગર ક્વીટ કરી દેવાથી વ્યક્તી સમાજમા સારા લાગતા હોય છે ? તેના પ્રત્યે તમને સહાનુભૂતિ કે સમ્માન અનુભવાતુ હોય છે ? તમે આ વાતનો વિચાર કરશો તો ગીવઅપ શા માટે ન કરવુ જોઈએ તે આપોઆપ સમજાઈ જશે.

આજે જેટલા પણ સફળ લોકોને તમે જોઇ રહ્યા છો તેઓની સફળતા મેળવવા માટેની યાત્રાનો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓએ અનેક નિષ્ફતાઓ મળ્યા પછી પણ અનેક પ્રયત્નો કરેલા હોય છે એટલેકે એક બે નિષ્ફળતાઓથી દુ:ખી થઈ પ્રયત્નો છોળી દેવાને બદલે વારંવાર પછડાટો સહન કરીને પણ પાછા બેઠા થઈ શક્તીઓ ભેગી કરીને અનેક પ્રકારની અડચણો પાર કરી હોય છે ત્યારે જતા તેઓને ઉદાહરણરૂપ સફળતા મળી હોય છે. જો તેઓએ અધવચ્ચેથીજ હાર માની લીધી હોત તો તેમના માટે સફળ થવુ ક્યારેય શક્ય બની શક્યુ ન હોત !

અબ્દુલ કલામતો એવુ કહેતા કે ક્યારેય પણ હાર ન માનો અને સમસ્યાઓને ક્યારેય તમને હરાવાની છુટ ન આપો. તમે તેને તેમ કરવાની છુટ આપો છો ત્યારેજ તે તમને હરાવી જાય છે ને!
એક નાની એવી કિડી દિવાલ પર ચડતી વખતે અનેક વખત પડતી થતી હોય છે, તેમ છતા તે ફરી પાછા પ્રયત્નો કરતી હોય છે, વારંવાર પ્રયત્નો કરતી હોય છે અને અંતે તેની મંજીલ સુધી પહોચી બતાળતી હોય છે. જો એક કીડી આપણા કરતા અનેક ગણુ નાનુ કદ ધરાવતી હોવા છતા પણ ઉદાહરણરૂપ સફળતા મેળવી બતાવતી હોય તો આપણેતો માણસ છીએ, એવા માણસ કે જેને ઇશ્વરે અનંત શક્તીઓ અને અખુટ સામર્થ્ય આપેલુ છે, તેના દ્વારા જે ધારીએ તે કરી શકતા હોઈએ છીએ તો આટલા બધા સામર્થ્યવાન હોવા છતા આપણે પુરતા પ્રયત્નો વગર ગીવઅપ કરીજ કેમ શકીએ તેવુ ઇશ્વર આપણને પુછવા માગે છે. તેમણે આપેલી શક્તીઓનો આપણે ઉપયોગ નથી કરી શકતા તો શા માટે તેમની પાસે માંગણીઓજ કરીએ રાખીએ છીએ ? શા માટે ફર્યાદો અને રો કકડ કર્યે રાખીએ છીએ ? જે લોકો ખુબ જલ્દી હાર માની લેતા હોય છે,પરીસ્થિતીઓ કે સ્પર્ધાઓનો સામનો કરવા તૈયાર થતા હોતા નથી તેઓએ એક વાત બરોબર સમજી લેવી જોઇએ કે સફળતા એ અનેક પ્રયત્નોનો સરવાળો હોય છે એટલેકે જેટલા વધુ ગણતરીપુર્વકના વ્યવસ્થીત પ્રયત્નો કરવામા આવતા હોય છે તેટલીજ સફળ થવાની શક્યતા વધી જતી હોય છે. જો દરેક વ્યક્તી આ વાતને બરોબર સમજી જીવનમા ઉતારી લે તો તેઓ અશક્યને પણ શક્ય બનાવવાનુ સામર્થ્ય પ્રાપ્ત કરી શકતા હોય છે.

એક પર્વતારોહીને તેમની સફળતાનો રાઝ પુછવામા આવ્યો તો તેમણે જે જવાબ આપ્યો તેને આપણા દિલમા કોતરીને રાખવા જેવો છે. તેમણે આ પ્રશ્નના જવાબમા એટલુજ કહ્યુ હતુ કે હું ઊડવા માગુ છુ, ડુબવા માગુ છુ, હું પડવા માગુ છુ અને રડવા પણ માગુ છુ પણ ક્યારેય હાર માનવા નથી માગતો. જરા વિચારો જોઇએ કે તેનામા કેટલો ઉત્સાહ અને કેટલી હીંમત હશે પર્વત ચઢવાની !

સચીન તેંડુલકર જ્યારે સીયાલકોટ પાકિસ્તાનમા પોતાની ચોથી ટેસ્ટ મેચ રમવાની શરુઆત કરી હતી ત્યારે રમતની શરુઆતમાજ દડો નાક પર વાગ્યો અને પુશ્કળ લોહી નિકળવા લાગ્યુ. તેમને બધા તરફથી સ્પષ્ટ સુચના આપવામા આવતી હતી કે તમે આરામ કરો અને રમત છોડી દો. ત્યારે સચીને માત્ર એટલુજ કહેલુ કે “ નહી હું રમીશ“. પછી શું થયુ તે આપણે સૌ જાણીએજ છીએ કે તે મેચમા સચીને આક્રમક રીતે ૫૭ રનનો ઢગલો કર્યો અને તેમની સફળતાની શરુઆત થઈ. જે દિવસે તમારામા પણ એવો જુસ્સો ઉભરાવા લાગશે કે “ નહી હું આ કામ કરીશ “ કે “ તે કામ કરીનેજ રહીશ “ ત્યારે તમારી જીતવાની શરુઆત થઈ જશે. પછી તમને કોઈ રોકી શકશે નહી.

શા માટે લોકો ગીવ અપ કરી દેતા હોય છે ?

- ઇચ્છા શક્તી, સંઘર્ષશક્તી મજબુત ન હોય કે તેનો અભાવ હોય.
- કાર્ય કરવા માટે જરુરી સામર્થ્ય, ટેક્નીક્સ કે રીત જાણતા ન હોય.
- આ કામ કરવાનો કોઇ ફાયદો નથી તેવો ભ્રમ હોય.
- મુશ્કેલીઓના સમાધાન ગોતતા કે ક્યાં ધ્યાન કેન્દ્રીત કરવુ તે સમજતા ન આવળતુ હોય.
- એક સાથે અનેક કાર્ય કરવાના આવી પડે ત્યારે દરેક જગ્યાએ પહોચી વળવાની આવળત ન હોય.
- નકારાત્મક વિચારસરણી હોય, મુશ્કેલીઓમાથી પણ તક ગોતતા ન આવળતુ હોય.
- પુષ્કળ ડર નિરાશા, શંકા અને લઘુતાગ્રંથી અનુભવાતી હોય.
- ધીરજનો અભાવ કે તાત્કલીક પરીણામો મેળવી લેવાની લાલચ હોય.
- કાર્યમા મન ન લાગતુ હોય અથવાતો મન બીજી બાબતોમાજ ભટકતુ હોય.
- વારંવાર નિષ્ફળ થવાથી હીંમત હારી ગયા હોઇએ ત્યારે.
- ધીરજ અને આશા ગુમાવી દીધી હોય.
- કીંમત ચુકવવાની, બલીદાનો આપવાની તૈયારી ન હોય.
- મહેનત કરવી ગમતી ન હોય, શરીર આળસનુ ઘર બની ગયુ હોય, પરીશ્રમ કરવાની ઇચ્છા ન હોય વગેરે.

નિષ્ફળતા મળે ત્યારે શું કરવુ જોઈએ ?

નિષ્ફળતા એ બીજુ કંઈ નહી પણ એક નાનો એવો અલ્પવિરામ હોય છે કે જયાં પહોચીને આપણે આગળ કેવી રીતે વધવાનુ છે તેના પાઠ ભણવાના હોય છે. નિષ્ફળતા એ આપણને હરાવવા માટે નહી પણ જીતાળવા માટે, ભવિષ્યની લડાઈઓ લડવા તૈયાર કરવા માટે આવતી હોય છે એટલે જો નિષ્ફળતામાથી યોગ્ય બોધપાઠ મેળવી કામ કરવામા આવે તો આ દુનિયામા બધુજ શક્ય છે તેવો વિશ્વાસ પ્રાપ્ત કરી શકાતો હોય છે. બીલ ગેટ્ઝ, ધીરુભાઇ અંબાણી, જેક મા, વોરન બફેટ પાસે શરુઆતના જીવનમા કોઈજ સંપતી ન હતી તેમ છતા પણ તેઓ શુન્યમાથી મોટા સામ્રાજ્યનુ સર્જન કરી શક્યા. સમાજમા એવા ઘણા વ્યક્તીઓ છે કે જેઓના ખીસ્સા પહેલા બીલકુલ ખાલી હતા તેમ છતા તેઓ ઉચ્ચ કક્ષાએ પહોચી શક્યા છે. આવુ શક્ય બનવાનુ કારણ તેઓને ખરેખર શું જોઇએ છે અને પોતે તે કામ ખુબ સારી રીતે કરી શકે તેમ છે તેવો વિશ્વાસજ હોય છે. તેઓના આવા વિશ્વાસને કારણેજ સમાજ આજે તેઓની નોંધ લઈ રહ્યુ છે. આપણે આ બધામાથી શીખવાનુ એજ છે કે જો સાવ ખાલી ખીસ્સાવાળા લોકો પણ વિશ્વના અમીર વ્યક્તી બની શકતા હોય તો પછી આપણે કેમ નહી ? જો ગરીબમાથી પણ અમીર બની શકાતુ હોય તો તેનો મતલબ એમ થયો કે બાહરી પરીસ્થીતિઓ કરતા આપણી આંતરીક પરીસ્થીતિઓ સફળ થવા માટે વધારે મહત્વની છે, આ આંતરીક પરીસ્થીતિ એટલે વિશ્વાસ. જ્યારે તમે એમ માનતા થઈ જશો કે નહી, હું આ કામ કરી શકુ તેમ છુ, મારો જન્મજ અશક્યને શક્ય બનાવવા માટે થયો છે તો પછી ધીરે ધીરે તમારી વિચારસરણી તેવીજ બની જશે અને પછી તમને તેમ કરતા કોઈ રોકી શકશે નહી.

આજે વિશ્વમા જે મહાન સફળતાઓ મેળવનાર વ્યક્તીઓ છે તેઓના જીવનનો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ પણ અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો હોય છે, સમગ્ર જીવનને બર્બાદ કરી મુકે કે સમજ ન પડે કે હવે શું કરવુ તેવી બદતર પરીસ્થીતિઓ સામે સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા હોય છે. જરા વિચારો જોઇએ કે આવી વ્યક્તીઓએ અધવચ્ચેથીજ હાર માની લીધી હોત તો ? સચીન તેંડુલકર પણ ઘણી વખત ઝીરો રન પર આઉટ થયેલા છે તો તેમણે ત્યારથીજ રમવાનુ મુકી દીધુ હોત તો ? થોમસ આલ્વા એડીસને લેમ્પ બનાવવાના પ્રથમ પ્રયત્ને તો શું ૯૦૦ વખત પ્રયત્નો કરવા છતા પણ નિષ્ફળતા મળી હતી તો જો તેમણે પોતાનામા કંઇક ખામી છે તેમ સમજીને હાર માની લીધી હોત તો શું આજે આપણને રનોનો ઢગલો કરનાર સચીન તેંડ઼ુલકર કે પ્રકાશ આપનાર વિજળીનો લેમ્પ મળી શક્યો હોત ? અહી એક વાત ખાસ યાદ રાખજો કે નિષ્ફળતામાથી સફળતા એ વ્યક્તીજ મેળવી શકતા હોય છે કે જેઓ નિષ્ફળતામાથી કંઈક નવુ શીખી તેનો સીડીની માફક ઉપયોગ કરી આગળ વધતા હોય. માત્ર એક વખત પ્રયત્ન કરીને મોટા મોટા પરીણામોની અપેક્ષા રાખનાર વ્યક્તી નિષ્ફળ થતા તરતજ નિરાશા અને નિષ્ફળતાના વિચારોમા ગુંચવાઇને રહી જતા હોય છે. માટે નિષ્ફળતાને દુર કરવાની લડાઈ ક્યારેય ન છોળો, તેને અંત સુધી અવીરત ચાલુ રાખો. એક લડાઇ હારી જવાથી કંઈ સમગ્ર જીવન હારી જવાનુ ન હોય. એક દડો ચુકી જવાથી બીજા દડે રન નહીજ આવે તેવુ વિચારી શકાય નહી. એક વખત ઝીરો રને આઉટ થવાથી કાયમને માટે ઝીરો રનેજ આઉટ થશુ તેવુ માની લેવુ એ નરી મુર્ખતાજ કહેવાશે. જો ખરેખર તેવુજ થતુ હોત તો આ દુનિયામા ક્યાંય સફળ વ્યક્તીઓ હોતજ નહી કારણકે તેઓ પણ જીવનમા અનેક પ્રકારની નિષ્ફળતાઓ, ઠોકરોનો સમાનો કરીને અહી સુધી પહોચ્યા હોય છે. માટે નિષ્ફળતાથી હાર ન માનો પણ સતત પ્રયત્ન કરતા રહો, તેમ કરવાથી છેલ્લા દડે પણ છગ્ગો મારી નુક્શાનીની ભરપાઈ કરી શકાતી હોય છે.

ઘણી વખત જીવનમા એવી પણ પરીસ્થીતિઓ ઉપન્ન થતી હોય છે કે જ્યારે આપણને એવુ થવા લાગતુ હોય છે કે હવે બધુજ સમાપ્ત થઈ ગયુ છે, આનાથી આગળ હવે કશુજ હોઇ શકે નહી. મારુ બધુજ છીનવાઇ ગયુ છે એટલે હવે હું કશુંજ કરી શકુ તેમ નથી. હવે હું ક્યારેય સફળ થઈશ નહી કે ક્યારેય મારુ ભવિષ્ય સુધરશે નહી વગેરે જેવા વિચારોનો રીતસરનો મારો થવા લાગતો હોય છે. તો આવા સમયે માત્ર એટલુજ યાદ રાખવુ જોઇએ કે ક્યારેય કોઇ નિષ્ફળતા કાયમી હોતી નથી, ક્યારેય કોઇ લડાઇ અંતીમ હોતી નથી અને ક્યારેય કોઇ સમય એક સરખો હોતો નથી. સમય બદલાયજ છે, જરુર બદલાય છે અને જ્યારે બદલાય છે ત્યારે આપણા તમામ સપનાઓ સાકાર થઈ જતા હોય છે. આ વાત એ કંઈ કોરી કલ્પના કે સુફીયાણી વાત નથી, તે મને એવા વ્યક્તીઓ પાસેથી શીખવા મળી છે કે જેઓ જીવનમા બધુજ હારી ગયા હોવા છતા, શરીરના અંગો કપાઇ ગયા હોવા છતા કે કોઇ અકસ્માતમા પોતાનો સંપુર્ણ પરીવાર ગુમાવી દેવા છતા પણ આજે તેઓ ખેલદીલી, હીંમત, સાહસ અને પરાક્રમોથી જીવન જીવી રહ્યા છે. સમાજમા એવા ઘણા ઉદાહરણો છે કે જેમા શારીરીક ખોડખાપણો ધરાવતી વ્યક્તી સક્ષમ શરીર ધરાવતા વ્યક્તીઓ પણ ન કરી શકે તેવા કામ કરી બતાવતા હોય છે, જરા વિચારો જોઇએ કે જ્યારે આવી વ્યક્તીઓને ખબર પડી હશે કે તેઓ હવે કશુજ જોઇ શકશે નહી, સાંભળી શકશે નહી અથવાતો પોતાના શરીરનુ કોઇ અંગ ગુમાવી બેઠા છે ત્યારે તેઓને કેટલો આઘાત લાગ્યો હશે ! તેઓ કેટલા નિરાશ થઈ ગયા હશે ! તેઓનુ હ્રદય કેટલુ તડપતુ હશે કે હવે હું ક્યારેય જોઇ શકીશ નહી કે ક્યારેય મનગમતા કામ કરી હકીશ નહી ! જો આવા વ્યક્તીઓએ હાર માની લીધી હોત કે પોતાનુ જીવન ટુંકાવી લીધુ હોત તો શું આજે તેઓ સમાજમા સમ્માનભેર જીવન વિતાવી રહ્યા છે તેવુ જીવન જીવી શક્યા હોત ? શું તેઓ લોકોને અચરજમા નાખી દે, તેઓને પણ પ્રોત્સાહન આપી શકે તેવા કાર્યો કરી બતાવી શક્યા હોત ? આ વાત પરથી સાબીત થાય છે કે ઘોર નિષ્ફળતા અને નિરાશાઓમાથી પણ બેઠા થઈ સુખ, સફળતા, અને સમૃધ્ધી પાછી મેળવી શકાય છે, જો વ્યક્તી નિરાશાઓને ખંખેરી તેમાથી આગળ વધવાનો અને ધગશથી જીવન જીવવાનો નિર્ધાર કરે તો.

સીપાઇઓને અપાતી ટ્રેઈનીંગ તો તમે જોઇજ હશે, કેટલી ટ્ફ હોય છે. આગમાથી કુદવાનુ ને કિચળમા આળોટવાનુ અને અશક્ય લાગે તેવી અનેક બાધાઓ તેમણે પાર કરવાની હોય છે. આવી ટ્રેઈનીંગ પાર કર્યા પછીતો તેઓ એટલા બધા સક્ષમ બની જતા હોય છે કે ગમે તેવી સમસ્યાઓ, પરીસ્થીતિઓનો તેઓ કુશળતા પુર્વક સામનો કરી બતાવતા હોય છે. પછી આવા લોકોને ક્યારેય કોઇ સમસ્યા ડરાવી શકતી હોતી નથી. અહી સમજવા જેવી વાત એ છે કે જો સૈનીકોએ અધવચ્ચેથીજ પોતાની તાલીમ મુકી દીધી હોત તો ક્યારેય તેઓ સક્ષમ, નિડર જવાન બની શક્યા હોત ? તેઓએ કઠોર સમયનો સામનો કર્યો છે એટલા માટેજ તેઓ આજે આટલા ઉચા મુકામે પહોચી શક્યા હોય છે. આમ મુશ્કેલીઓ, તકલીફો, દુ:ખ, નિષ્ફળતાઓ એ જીવનની એવી તાલીમો છે કે જે વ્યક્તીને પોલાદ જેવા મજબુત બનાવી આપતી હોય છે. જો તમે પણ એવા બનવા માગતા હોવ તો અધવચ્ચેથીજ સંઘર્ષયાત્રા છોડી દેવાની ભુલ કરવાને બદલે મજબુત મન રાખી ટકી રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ, પરીસ્થીતિઓનો એક પરીક્ષા કે ચુનૌતી સમજીને સ્વીકાર કરવો જોઈએ પણ હારતો ન જ માનવી જોઈએ. જો તમે હાર માની લેવાનુ મન બનાવીજ લીધુ હોય તો તેમ કરતા પહેલા એક વખત એટલુ જરુર વિચારજો કે હુ અડધે સુધીતો પહોચીજ ગયો છુ. જો ત્યાંથી પાછો ફરીશ તો ત્યાથી મારે એટલુજ અંતર કાપવુ પડશે કે જેટલા અંતરમા હું આગળ વધ્યો હોત તો લક્ષ્ય સુધી પહોચી ગયો હોત.
જ્યારે પણ તમે દુ:ખી નિષ્ફળ થાવ ત્યારે આટલુ જરૂર વિચારો.

૧) હું અડધે સુધીતો પહોચી ગયો છુ, હવે થોડુકજ વધવાનુ બાકી છે, જો હું ધીમે ધીમે પણ ચાલતો રહીશ તો એકને એક દિવસતો મંજીલ સુધી પહોચીજ જઈશ.

૨) મારે ખુશ રહેવુ કે દુ:ખી તે માત્ર હુજ નક્કી કરીશ, મારા જીવનનુ કે સુખ દુ:ખનુ રીમોટ અન્ય કોઇ વ્યક્તીના હાથમા હોઇ શકે નહી એટલે મારે કોઇ પણ વ્યક્તીને કારણે દુખી થવાની કે હાર માની લેવાની જરુર નથી. હું શું કરી શકુ તેમ છુ તેની મને ખબર છે એટલે મારે પોતાને કોઇનાથીય ઉતરતી કક્ષાના સમજવાની જરૂર નથી. હું કોઇને પણ મને દુ:ખી કરવાની મંજુરી આપતોજ નથી.

૩) મને કંઈ જીંદગી રો કકડ કરવા કે નિરાશ થઈ ચારેયબાજુ ફર્યાદો કરવા માટે નથી મળી એટલે હું જે કંઈ પણ કરીશ તે રાજી ખુશીથીજ કરીશ. મારુ જીવન ખુબજ કીંમતી છે એટલે તેને હું આમને આમ વેડફાવાતો નહીજ દઉ.

૪) કોઇ એક કામ ન કરી શકાય તો તેની નાનપ અનુભવવાની જરુર નથી, દરેક વ્યક્તીને અલગ અલગ કામમા ફાવટ હોય છે, આપણે જે કરી શકતા હોઈએ તે બીજા લોકો ન પણ કરી શકાતા હોઇ શકે તો એ બધા ક્યાં નિરાશ થઈને બેસી ગયા છે ?

૫) સારુ થયુ કે મને આવો અનુભવ થઈ ગયો, હવે તો હું વધારે એક્ટીવ થઈને કામ કરીશ અને આ અનુભવનો પુરેપુરો લાભ ઉઠાવી બતાવીશ.

૬) નિષ્ફળતાતો મોટા મોટા વિજ્ઞાનીકોને પણ મળતી હોય છે તેમ છતા તેઓ વારંવાર પ્રયત્ન કરી પોતાની ભુલો સુધારી સફળતા મેળવી બતાવતા હોય છે તો હું પણ તેઓના નક્શાકદમ પર ચાલીને તેઓની જેમ સફળતા મેળવી બતાવીશ.

૭) અનેક સુખ, સમૃદ્ધીઓ અને સફળતા મારી રાહ જોઇને બેઠા છે, તેની સરખામણીમા કોઇ પણ પ્રકારની દેખાદેખી, લાલચ, અપમાન કે ગુસ્સો મહત્વના નથી. આવી બાબતોમા પડી મારે મારી જીંદગી સમય અને વિચારોને બર્બાદ કરવા જોઇએ નહી.

૮) મારા માટે લોકો-વિરોધીઓની ઈર્ષા કરવા કરતા કે તેઓને નુક્શાન પહોચાળવા કરતા મારો વિકાસ થાય એ વધારે મહત્વનુ છે એટલે મારે મારી શક્તીઓનો હંમેશા સદ્ઉપયોગ કરવો જોઈએ.

૯) નિષ્ફળતા મળે ત્યારે એમ વિચારો કે હું ક્યારેય હારતો નથી, કાંતો હું જીતુ છુ અને કાં પછી ભવિષ્યમા ઉપયોગી થાય તેવા બોધપાઠ શીખુ છુ. તેના સીવાય મારા માટે ત્રીજો કોઇ ઓપ્શન છેજ નહી.
ભુલ થાય ત્યારે શું કરવુ જોઈએ ?

પ્રથમ પ્રયત્નેજ બધુ મળી જશે તેવુ આ દુનિયાના કોઇ પણ પુસ્તકમા લખાયેલુ નથી, કોઇએ કીધુ પણ નથી અને તે દર વખતે શક્ય પણ નથી એટલે પ્રથમ પ્રયત્નેજ સફળતા મળી જશે તેવી વધુ પડતી અપેક્ષાઓ રાખીને પ્રયત્નો કરવા જોઈએ નહી. ઘણી વખત બધુજ આપણા હાથમા નથી હોતુ, અનેક પરીસ્થીતિઓ આપણી વિરુદ્ધમા હોય છે તો તેવા સમયે પ્રથમ પ્રયત્ને સફળતા મળી જશે તેવી અપેક્ષા રાખી શકાય નહી. કોઇ બાળક સૌ પ્રથમતો ઉભા રહેતા શીખતુ હોય છે, ત્યારબાદ ચાલતા શીખતુ હોય છે અને ત્યારબાદજ દોડતા શીખી શકતુ હોય છે. સીધુજ દોડવા લાગતુ હોતુ નથી. જીવનમા પણ આવુજ કંઈક હોય છે. એટલેકે બાળકની જેમ આપણે જ્યારે કોઇ નવુ કામ શરુ કરતા હોઈએ છીએ ત્યારે સૌ પ્રથમતો તેમા અનેક વખત પડતા થઈને ઉભા રહેતા શીખવુ જોઈએ, ત્યાર બાદ ઠોકરો ખાતા ખાતા ચાલતા શીખવુ જોઈએ અને ત્યાર બાદજ પુરપાટ જડપે દોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે કામ કરવાથી ભુલો થવાનુ દુ:ખ ઓછુ કરી શકાતુ હોય છે.

ભુલો થવી એ કોઇ ગંભીર અપરાધ નથી તે આપણે બીલકુલ ડઘાઇજ જઈએ. તેતો સફળતા મેળવવાની એક સામાન્ય પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાથી દરેક વ્યક્તીએ ગમે ત્યારે પસાર થવુજ પડતુ હોય છે તો પછી આપણેજ શા માટે નિરાશ થઈ ચીંતાઓનો બોજ ઉપાડીને ફર્યા કરીએ? શું આપણે નિરાશ થઈને ફરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે ? આપણે પણ અન્યોની માફક ભુલો કરી તેમાથી નવુ શીખી આગળ કેમ ન વધીએ ? આપણે પણ હળવાશથી સતત પ્રયત્નો કેમ ન કર્યે રાખીએ ?
રાઇટ બંધુઓ જ્યારે વિમાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે કંઈ પહેલાજ પ્રયત્નમા ઉંચે સુધી ઉડી શકે તેવુ વિમાન ન'તુ બનાવી લીધુ, તેઓનુ બનાવેલુ વિમાન અનેક ખામીઓ અને ભુલોથી ભરેલુ હતુ જેના લીધે તેઓએ ઘણુ સહન કરવુ પડ્યુ હતુ. ઘણી વખતતો તેઓ વિમાન ઉડાળતી વખતે પડતા થઈ શરીરે જખ્મી પણ થયા હતા તેમ છતાય તેઓએ પ્રયત્નો ચાલુ રાખીને સતત ભુલો સુધારતા રહ્યા હતા. આ રીત જો તેમણે વિમાન બનાવવાનો પ્રયત્નજ ન કર્યો હોત તો તેમને ખબર કેમ પડેત કે આ પ્લેનમા આટલી ભુલો છે જેને સુધારી લેવામા આવે તો ઉંચે સુધી ઉડી શકાય તેમ છે ? આમ તેઓ પોતાની ભુલોને ઓળખી તેનો એક પછી એક નિકાલ કરતા ગયા અને છેવટે અનેક ભુલોના સમાધાન કર્યા પછી વિમાન બનાવવામા અને તેને ઉડાળવામા સફળ થયા. કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે જો તમે પ્રયત્નો કરશો તોજ તમારા કાર્યો કોઇ સ્વરૂપ ધારણ કરશે અને તેમા રહેલી ખામીઓ દુર કરવાની તમને તક પ્રાપ્ત થશે. જો તમે ભુલોથી હાર માનીને બેસી જશો તો ક્યારેય તેને સુધારી તેની પાછળ છુપાયેલી સફળતા નહી મેળવી શકો. ભુલો કરવી એ ગીવઅપ કરવા કરતા કે પ્રયત્નો ન કરવા કરતાતો અનેક ગણી સારી બાબત છે, તે સર્વસ્વીકૃત છે કારણકે આવી ભુલોને સુધારીને હવેજતો આપણે સફળતા મેળવી બતાવાની છે.

ઘણી વખતતો આપણાથી કોઇ ભુલ થઈ ગઈ હોય
તો તેનો એટલો બધો પશ્ચાતાપ કરતા હોઇએ છીએ કે જાણે કોઇ મોટુ પાપજ ન કરી નાખ્યુ હોય ! કોઇ ભુલનો આટલો બધો પશ્ચાતાપ કરવો એ પણ વ્યાજબી નથી કારણકે ભુલ થવી એ સહજ અને સ્વાભાવીક પ્રક્રિયા છે, તે તો દરેક વ્યક્તી દ્વારા ક્યારેકને ક્યારેકતો થવાનીજ છે, તેનાથી કોઇ બચી શકવાનુ નથી, હવે જો ભુલો કરવાથી કોઈ બચી શકવાનુ નજ હોય તો પછી શા માટે ભુલોના રોદણા રોએ રાખવા જોઈએ? શા માટે તેનો સ્વીકાર કરી, તેમાથી શીખ મેળવીને આગળ ન વધીએ ? શું તેમ કરવુ એ બુદ્ધીમાની નથી !!
આ દુનિયામા કોઇ વ્યક્તી નિષ્ણાંત થઈને જનમતો નથી, તેણે ભુલો કરીનેજ નિષ્ણાંત બનવાનુ હોય છે. જો ભુલો કરીનેજ નિષ્ણાંત બનવાનુ હોય તો ભુલોતો થાય એમા વળી નવુ શું છે એમ માની પશ્ચાતાપમા વધુ સમય બર્બાદ કરવાને બદલે ફરીથી પ્રયત્નો શરુ કરી દેવા જોઇએ. જેટલો સમય આપણે પશ્ચાતાપ કરવામા કે રોકકડ કરવામા બગાળતા હોઈએ છીએ તેટલો સમય જો આપણે પ્રયત્નો કરતા રહીએ તો જેમ અરીસા પરથી ધુળ સાફ કરતા હોઈએ છીએ તેવીજ રીતે પોતાના કાર્યોમાથી ભુલોને દુર કરી સફળતા મેળવી શકાતી હોય છે. કેટલાક લોકોતો ભુલથી એટલો બધો આઘાત લગાળી જતા હોય છે કે પછીતો તેઓ પ્રયત્ન કરવાના વિચાર માત્રથીજ ડરી જતા હોય છે અને આખો દિવસ બહુ મોટી ભુલ થઈ ગઈ, હવે મારુ શું થશે તેવુ ગાણુ ગાયે રાખવામાજ સુનમુન થઈને બેસી જતા હોય છે. તો આવો વ્યવહાર પણ વ્યાજબી કહેવાય નહી કારણકે સુનમુન થઈને બેસી રહેવાથી કંઈ ઉપાયો મળી જવાના નથી કે નથી ભુલ સુધરી જવાની. આ રીતેતો આપણે ડિપ્રેશનમા આવી જતા હોઈએ છીએ અને જે કામ કરી શકતા હતા તે પણ કરી શકતા હોતા નથી. માટે ભુલ કરી પડતા થવાય તો જાતેજ બાજી હારી જવાને બદલે ફરી પાછા બેઠા થવાનો પ્રયત્ન કરવો જોઇએ. ફરી પાછી શક્તીઓ ભેગી કરવી જોઇએ અને જ્યાંથી અટવાયા હતા ત્યાંથીજ નવી બાજી શરુ કરવા લાગી જવુ જોઈએ. ભુલોતો શીક્ષક છે, તેતો આવે અને બોધપાઠ રુપી આશીર્વાદ આપી જતી રહે, તેમા કશુ ખોટુ નથી માટે ભુલોને સફળતા મેળવવા માટેનો સ્વાભાવીક અને સમર્થ ગુરુનુ માર્ગદર્શન સમજી આગળ વધતા રહેવુ જોઈએ. આ રીતે આગળ વધતા રહેવાથી પોતાના વિષયમા ૧૦૦ % પારંગત બની સફળતા મેળવી શકાતી હોય છે.
ક્રમશઃ