mann sambandh mitrata no - 1 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 1

1



છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે.

થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે?
છોકરી એ સાંભળ્યું પણ કંઇ જવાબ આપતી નથી.

થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે?

છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને.

છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ"

છોકરી બોલી મે પુછીયું જ નથી 😊

છોકરો મન માં હસે છે પછી બોલે છે,
"હાઈ, આદિત્ય"

છોકરી કંઇ બોલતી નથી ખાલી થોડી હસે છે. પછી બોલી,
"હાઈ, નિયા સુરતી"

આદિત્ય કહે છે, "અટક તો પુછી નથી?" ક્યાં રહે છે?

નિયા એ કીધું, "હા, મને ખબર છે નથી પૂછી પણ હું મારું નામ આ રીતે જ બોલું છું. અને તું પછી પાછું પૂછીશ એટલે કંઇ દીધું"

હજી નિયા બોલતી હતી ત્યાં આદિત્ય બોલ્યો, "ઓહ સારી વાત છે, હું આદિત્ય પટેલ. કૉલેજ, ડિપાર્ટમેન્ટ અને ક્લાસ એક જ છે આપડા તો પણ 3 જા સેમેસ્ટર માં મળ્યા"

નિયા બોલી, "હા, હું સુરત ની છું. અને અહીંયા પીજી માં રેવ છું"

નિયા બોલી ત્યાં આદિત્ય થોડું જોર માં હસે છે, પછી એને પૂછ્યું આ રેવ એટલે શું?

નિયા ને પણ થોડું હસું આવી ગયું.
એને કીધું અહીંયા રહું છું.

"તારી સુરતી મને સમજ માં આવતા વાર લાગશે" આદિત્ય એ કીધું.

બસ થોડી વાર બંને આમ ચૂપ જ બેઠા.

થોડી વાર રહી ને આદિત્ય એ પૂછ્યું, "હવે તો એક અઠવાડિયું રજા છે મતલબ બંક છે અમુક અને અમુક રજા છે એટલે તું રક્ષાબંધન પર સુરત જસે ને?"

"નાં, હું અહીંયા જ રેવાની છું"

"અરે, પણ રજા માં પીજી માં શું કરશે? ભાઈ ને રાખડી નઈ બાંધવાની?"

નિયા કંઇ પણ બોલી નઈ ચૂપ થઈ ગઈ.

આદિત્ય ને લાગ્યું કઈ ઊંધું તો નઈ પૂછ્યું ને. પછી એણે કીધું, " હેલ્લો, ક્યાં ખોવાઈ ગઈ"

"અરે કંઇ નઈ અહીંયા જ છું. મારે કોઈ ભાઈ બહેન નથી. હું એકલી જ છું"

"ઓહ, સોરી મને ખબર નઈ હતી." આદિત્ય એ કીધું.

"તારે પીજી પર નઈ જવાનું? કે અહીંયા કોઈ ની રાહ જોવે છે?" આદિત્ય એ પૂછ્યું.

"હા, મારી ફ્રેન્ડ પર્સિસ હમણાં આવતી જ હસે લેવા"નિયા બોલી.

"ઓહ, પર્સિસ. આપડા ક્લાસ માં છે એજ ને? " આદિત્ય બોલ્યો.

"હા, એજ કેમ ગમે છે?"

"હા, ના તને કેમની ખબર?" આદિત્ય મન માં વિચારતો હતો આ વાત તો ખાલી મે એક નેજ કીધી છે તો આને કેમની ખબર.

"તે એવી રીતે પૂછ્યું એટલે મને લાગ્યું કે ગમતી હસે"

હજી આદિત્ય કંઇ બોલે ત્યાં કોઈ બોલ્યું,
"યાર, સોરી મારા લીધે થોડું વધારે બેસવું પડ્યું."
પર્સિસ બોલી.

આદિત્ય તો બસ પર્સિસ ને જોઈ જ રહ્યો હતો. જોવે પણ કેમ નઈ પર્સિસ એને ક્લાસ મા પેલી ગમી ગયેલી.



પર્સિસ સુતરિયા અને નિયા સુરતી બંને સુરત નાં જ છે. એક જ ક્લાસ માં છે.

1 વર્ષ હોસ્ટેલ માં રહ્યા પણ ત્યાં ગમતું નઈ હતું એટલે એક પીજી માં બંને જોડે રેહતા.

કૉલેજ માં બધા એ બે ને ટ્વિન કહેતાં. બંને સુરત નાં હતાં અને બંને ચશ્મિશ 😎. શોખ બંને નાં અલગ હતા પણ એ બે ને થોડું વધારે બનતું હતું. એ બે ની દોસ્તી તોડવા માટે ક્લાસ ની બીજી છોકરીઓ હંમેશા તૈયાર રેતા પણ હજી સુધી એમની દોસ્તી માં કંઇ પણ ફરક નઈ પડ્યો હતો.

આદિત્ય એ લોકો નાં ગયા પછી વિચારતો હતો આ નિયા કેટલું ઓછું બોલે છે. અને પર્સિસ ની બેસ્ટ ફ્રેન્ડ છે. ચાલ ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરું.

હા શું નામ કીધું હતું. નિયા સુરતી આવું તો કોઈ ઈન્સ્ટાગ્રામ છે નઈ. ચાલ પર્સિસ માં ચેક કરું એતો છે જ મારા માં. હજી તો પર્સિસ ની આઇડી ખોલી ત્યાં જ કોઈ બોલ્યું, " આદિ ચાલ ને બોવ ભૂખ લાગી છે. ઓહ ભાઈ કોની આઇડી જોવે છે મને તો બતાવ"

બસ આમ કરી ને નિશાંત આદિ નો ફોન લઇ લે છે, "ઓહ ભાભી, શું કરતો હતો બોલ. મેસેજ કરું?"

આદિ એ ફોન લઇ લીધો ચાલ નીશું તને બોવ ભૂખ લાગી છે ને આપડે નાસ્તો કરવા જઈએ.

"હા ભૂખ તો લાગી છે પણ પેલા બધાં ક્યાં છે" નિશાંત બોલ્યો.

"મનન તો ઘરે ગયો, માનિક આવતો હસે."

"તું શું કરતો હતો લેબ માં નાં આયો અને અહીંયા શું કર્યું તે એકલા એ?"

"કંઇ નઈ બેઠો હતો"

"હા સમજી ગયો ભાભી સાથે હતો 😉"

"‍ નાં એ નઈ"

"કેમ શું થયું?"

"પેલી ચશ્મિશ હતી"

"કોણ?"

"અરે, પેલી તારી લેબ માં નથી. તું કેતો હતો કઈ બોલે નઈ ચૂપ હોય એ"

"ઓહ હા ચશ્મિશ , નિયા ને"

"હા એજ"

"પણ તું એની સાથે? 🤨 તું કેમનો? તું ઓળખે છે એને?"

"નાં, ઓળખતો નથી પણ ઓળખી જઇશ 😊"

"કોને ઓળખવાની વાત કરે છે?" માનિક બોલ્યો.

"જો આયા ભાઈ રેંકર લોકો" નિશાંત બોલ્યો.

આ 3 હજી વાતો કરતા હતા અને નાસ્તો કરવા જવાનું વિચારતા હતાં ત્યાં કોઈ બોલ્યું, " વાહ, મને મૂકી ને જશો?"

આ કોણ હસે નવું.

ત્યાં નિશાંત ને પાછળ થી કોઈ એ માર્યું. નિશાંત એને જોઈ ને બોલ્યો, "ક્યાં હતો લેક્ચર માં? કોઈ ને મળવા ગયેલો "

"ક્યાં તારા જેવા નસીબ?" તેજસ બોલ્યો.

પછી એ ચાર જોડે ગયા નાસ્તો કરવા. અને હંમેશા એક ની વાટ લાગી જાય એ હતો માનિક. બધાં જાણી જોઈને એને નઈ કહેતા પણ એ એવું કરતો કે કોઈ ને નાં કેહવું હોય તો પણ બોલાઈ જાય.


આ બાજુ નિયા એકલી હોય છે. એ પર્સિસ ને રેલવે સ્ટેશન પર મૂકી ને આવી હોય છે. હવે એક અઠવાડિયું એ એકલી જ છે. હજી એ એની ડાયરી લઇ ને બેસી ત્યાં દરવાજો ખખડ્યો. નિયા વિચારતી હતી કોણ હસે?

ત્યાં પાછો ખખડયો. નિયા એકલી એકલી બોલતી હતી. "પાગલ છે નિયા તું. દરવાજો ખોલે તો ખબર પડે ને" આમ બોલી ને માથા માં ટપલી મારે છે.

"ઓહ, પૂજા દીદી તમે. કેમ આટલું જલ્દી આજે? Date પર જવાનું છે?" નિયા દરવાજો ખોલતા જ બોલી.

"તું અંદર આવવા દેશે કે મારે અહીં બાર ઉભા ઉભા કેવાનું તને".

નિયા બોલી, " શું દીદી તમે પણ. આવો ને અંદર."

"કેમ એકલી. પર્સિસ ક્યાં?"

ખબર નઈ આજે નિયા નું ધ્યાન ક્યાં હતું.

"હા દીદી કંઇ કીધું તમે?" નિયા એની દુનિયા માંથી બાર આવી ને બોલી.

"ક્યાં ધ્યાન છે મેડમ આજે? કોઈ રાજકુમાર મળી નઈ ગયો ને?"

"દીદી હજી મેં બોવ નાની છું. મારો રાજકુમાર આવશે લેવા પણ વાર છે હજી" નિયા બોલી.

"પર્સિસ ક્યાં દેખાતી નથી?"

"એને હમણાંજ મૂકી ને આવી સ્ટેશન. સુરત ગઈ આજે. હવે અઠવાડિયું એકલી મે" નિયા બોલી.

"ઓહ એટલે તું એકલી. જલસા તને. શું પ્લાન છે Sunday નો?"

"કેમ. કંઇ છે Sunday?"

"ના, મારે રજા છે એટલે પૂછું છું?"

"ઓહ, ફિજિયો વાલા ને રજા કેમની આપી 😉😅" નિયા પૂજા દીદી ને હેરાન કરવા બોલી.

"બસ એન્જિનિયર. આપી છે રજા ખુશ"

"હા. ક્યાં પાર્ટી આપો છો? રજા આપી ને તમને એની" નિયા બોલી.

"બોલ ને જાન ક્યાં પાર્ટી જોઈએ છે?"

"ઓહ, આજે કેમ આટલા ખુશ. કોઈ ને..." હજી નિયા બોલતી હતી ત્યાં પૂજા દીદી બોલ્યા.

"નિયા, તારા જીજુ હજી નઈ આયા. આવશે તો કંઇ દઈશ તમારી સાળી માટે ચોકલેટ્સ લઇ ને આવજો"

નિયા ખુશ થઈ ને બોલી, "હા આ બરાબર છે 😅😅"

"હા, હવે નીયું મને ભૂખ લાગી છે ચાલ ને બાર."

"ઓહ આજે તમારી પેલી ચીપકલી જેવી ફ્રેન્ડ નથી તો મને કેવ છો. ઓહ હા ઘરે ગઈ હસે ને.😅😀" નિયા એ મસ્તી માં કીધું.

"બસ હવે તું બોલ શું ખાવું છે? "

" વડાપાવ😋" નિયા બોલી

"પાણીપુરી"

"નઈ એ નઈ" નિયા એ મોઢું મચકોડતાં કહ્યું 😖

"તું તૈયાર તૈયાર થઈ જા આપડે જઈએ વડપાવ ખાવા 😉"

નિયા બોલી," કેમના આટલું જલ્દી માની ગયા? 🤨"

"તારા માટે તો કંઇ પણ પાગલ"

"નક્કી આજે લેબ માં કોઈ ની જોડે ચક્કર ચલાવી ને આયા છો તમે?" નિયા મસ્તી માં બોલી.

"હા બીજુ કંઇ" હજી આગળ કંઇ બોલે એ પેહલા નિયા અંદર ની રૂમ માં જતી રહી.
અને પૂજા દીદી એમના રૂમ માં.



પૂજા દીદી જોડે મઝા આવી ગઈ . હવે તો મને ભૂખ પણ નઈ લાગી. અને એમ પણ આજે ટિફિન પણ નઈ આવવાનું. ભૂખ લાગશે તો મેગી ખાઈ લેવા રાતે.

અરે આજે શુક્રવાર છે. હમણાં પેલા નો ફોન આવશે. મે જલ્દી થી ફ્રેશ થઈ જાવ.

નિયા મેગી અને ચોકલેટ ની પાછળ પાગલ છે. એનો મૂડ સારો હોય કે ખરાબ બંને માં આ બે સાથે જ હોય.

હવે આ કોના ફોન ની વાત કરે છે?

ત્યાં તો નિયા નાં ફોન માં રિંગ વાગી.

"હાઈ. કેમ છે તું?" નિયા બોલી.

"તારી જેમ મસ્ત છું. તું કેમ નઈ આવવાની સુરત?"

"બસ એમજ" રિયા થોડું દુઃખી 🙁 થઈ ને બોલી

"સાચું બોલ નિયું. શું થયું છે"

" કંઇ નઈ" નિયા બોલી

"છેલ્લી વખત તું આવી હતી અને આંટી રડ્યા હતા એટલે તું નઈ આવતી ને"

" રિ..." નિયા એ જે આશું રોકી ને રાખ્યા હતા એ બહાર આઇ ગયા.

"પાગલ, અચ્છે બચ્ચે રોતે નઈ."

"હમ" નિયા એ કીધું.

" જમી લીધું કે નઈ?"

"હમણાં 2 વડાપાવ ખાઈ ને આવી એટલે હજી ભૂખ નઈ લાગી." નિયા એ ખુશ થઈ ને બોલી.

"મારવાનું મન થાય છે તને. આવું જ ખાવાનું હોય તારે . મારે વાત જ નઈ કરવી તારી જોડે "

"હમ. પરાણે ફોન કરે. મોટો ધંધો કરતો હોય એમ. એમાં પણ તારી આ કથા." નિયા ચિડવતી હોય એમ બોલી.

"એવું નઈ પણ તું જમતી નઈ તો શું કરું. મેગી ખાસે પછી. "

"હા વિચાર તો એવો જ છે. ચીઝ મેગી નો 😋"

"નાં બોલ. તારા વગર મેગી નઈ ખાવા ની ગમતી."

"ઓહ રિયાન શું તું પણ. ખાઈ લે ને એમાં શું નઈ ગમતું."

"નિયા તને ખબર છે ને મેગી ક્યારે ખાવ એ?"

"ઓકે. રિયા ક્યાં છે બોવ buzy હોય છે આજ કલ" નિયા બોલી.

"આપું. Wait"

"હાઈ નિયુ કેમ નાં આવી. આપડે ડુમસ જવાનું હતું યાદ છે ને. " રિયા બોલી

"હા પછી આવીશ. તું આવી જા" નિયા એ કીધું.

"સાચું, આવી જાવ ને"

" હા બોવ યાદ આવે છે સુરત અને તમારી લોકો ની. અહીંયા કોઈ એવું ફ્રેન્ડ નથી."

"પગલી. બની જસે અહીંયા કરતા પણ સારા ફ્રેન્ડ."

"હા જોઈએ" રિયા બોલી.

"ચાલ સૂઈ જા હવે. રડતી નઈ. " રિયા એ કીધું.

ફોન મુક્યા પછી નિયા મેગી બનાવવા ગઈ. ચીઝ મેગી થઈ ગઈ. એને snap મૂક્યો. કોઈ સિરીઝ જોતી હતી અને મેગી ખાતી હતી.

બોવ બધી notification આવી. આ કોણ હસે અત્યારે.? સૂઈ નાં જાય અને બીજા ને હેરાન કરે.

માનિક નાં મેસેજ. કોણ આટલા બધાં મેસેજ કરે. હજી તો મેસેજ જોવે એ પેલા ફોન આયો.

"હા બોલ. શું થયું?" નિયા એ પૂછ્યું.

"એટલી બધી ક્યાં buzy છે કે મેસેજ જોવાનો ટાઈમ નથી" માનિક એ પૂછ્યું.

"કામ હતું. " નિયા એ કીધું.

નિયા ને થોડો ગુસ્સો આવતો હતો કેમ કે એને એ શું કરે ક્યાં હતી એવી રીતે પૂછી ને લાઈફ માં દખલ કરે એ નઈ ગમતું હતું.

"તારે શું કામ . 10 મિનિટ માં ઘરે જતું રેવાય. અમારી જેમ થોડું હોય જલ્દી ઉઠવાનું. બસ માં આવવાનું."

માનિક આટલું બોલ્યો ત્યારે નિયા નો પિત્તો ગયો એને કીધું " ઘર થી દૂર કેમનું રેહવાય એ તને નઈ સમજાય."

"એવું કંઇ નાં હોય." માનિક બોલ્યો.

નિયા ને સુરત યાદ આવતું હતું અને આ આવું બોલ્યો એટલે પાછી sad થઈ ગઈ .

"તારે તો જલસા ને. શાંતિ થી રેવાનું. કોઈ કંઇ કહે નઈ. જે કરવું હોય એ કરવાનું" માનિક બોલ્યો.

"તને નઈ સમજાય. કંઇ કામ હતું? ફોન કેમ કર્યો હતો?" નિયા એ પૂછ્યું.

"નાં. હા assignment માટે."

"બાકી છે મારે."

"ઓકે"

કોઈ નો ફોન આવે છે એમ કહી નિયા ફોન મૂકે છે.

અરે મેગી પણ પતી ગઈ. કંઇ નઈ ચોકલેટ્સ તો છે 😉.

આમ તો બધા ને તમે મળી લીધું. હવે થોડું વધારે જાણી લઈએ.


નિયા : નિયા સુરતી
નિયા વિશે ધીમે ધીમે ખબર પડી જસે. ચોકલેટ લવર અને મેગી લવર છે એતો ખબર પડી ગઈ. બીજી આગળ પડી જસે.

આદિ: આદિત્ય પટેલ
Cool boy. કોઈ ને જોઈ ને જ ગમી જાય. સ્ટાઇલિશ 😎. હંમેશા ખુશ હોય. ફ્રેન્ડ ને હેરાન કરવા માં આગળ. ક્લાસ ની 3 -4 છોકરી ઓ ને ગમે છે આદિ 😉. બિન્દાસ છોકરો. બાકી નું આગળ ખબર પડી જસે.

પર્સિસ સુતરીયા
રિયા ની roommate. Classmate.
બંને જોડે જવાનું જોડે આવવાનું કોલેજ થી. બધાં એમની દોસ્તી થી જલે.

માનિક પટેલ
ચંબુ ટાઈપ. કોઈ જોડે બોવ બોલે નઈ. નિયા સાથે બુક્સ માટે વાત થાય. Fattu. ચમન ટાઈપ. ગાળ બોલતા આવડે નઈ. ભણવા સિવાય બીજું કંઈ નઈ

મનન પટેલ
એક દમ શાંત. હંમેશા તૈયાર હોય ફ્રેન્ડ ને હેલ્પ કરવા માટે. ગાળ વગર તો વાત નાં થાય. Coding master. આજ માં જીવવા વાલો.

નિશાંત પટેલ
Handsome boy.
ક્લાસ માં રેગ્યુલર નાં આવતો આવે તો પણ મોડું આવવાનું. આળસુ. સ્માર્ટ. Footboller. બેસ્ટ ફોટોગ્રાફર.

તેજસ પટેલ
ગોલુમોલું.
બેસ્ટ સિંગર અને શાયર.
ગિટાર🎸 પણ મસ્ત વગાડી લેતો.
મ્યુઝિક જેટલું ગમતું એટલો જ ખાવાનો શોખીન.

રિયા જરીવાલા
નિયા નાં પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ નાં ટ્વિંશ એટલે રિયા અને રિયાન જરીવાલા.
નિયા ની બેસ્ટ ફ્રેન્ડ.

રિયાન જરીવાલા
હંમેશાં નિયા જોડે ઝગડો કરવા વાલો પણ નિયા વગર એને ગમતું નઈ. રિયા પેલા નિયા ને કંઇ દેતો.
એક મિકેનિકલ એન્જિનિયર. ગરબા ક્લાસ કરાવતો.
ડાન્સ એની જાન હતી.

પૂજા દીદી
નિયા ની સામે વાળા.
ફિજીયો સ્ટુડન્ટ. નિયા ની સાથે વાત કરવી ગમતી એમને. ક્યાંક જાય તો નિયા ને લઇ ને જાય.




આટલી તો તમને ખબર પડી ગઈ.
હવે આગળ ની દોસ્તી કેમની થાય છે. એ જોઈએ....