mann sambandh mitrata no - 6 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 6

મન : સંબંધ મિત્રતા નો - 6

નિયા બોલી, "happy birthday 🎂પર્સિસ"

પર્સિસ ને અંદર ની રૂમ માં લઇ ગઈ. પર્સિસ તો જોઈ ને એક દમ શોક થઈ ગઈ.

એને નિયા ને ગળે લગાવી ને બોલી, "thank you so much baby"

"આવું તો મે સપનાં માં પણ વિચાર્યું નઈ હતું કે કોઈ મારા માટે આવું કરશે. અને સવાર માં પૂછ્યું તને કાલે શું છે તો કીધું કેમ નઈ ? યાદ હતું તને?" પર્સિસ બોલી.

"ઈન્સ્ટાગ્રામ પર કોઈ સ્ટોરી મૂકતું હતું એટલે યાદ આવી ગયું. ચાલ હવે મને ભૂખ લાગી છે. કેક કાપવી છે કે પછી હું જ કાપી ને ખાઈ લેવ." નિયા બોલી.

"નિયા તને આ રૂમ સજાવવાનો ટાઈમ ક્યારે મળ્યો."

પર્સિસ અંદર નો રૂમ જોઈ ને પાગલ થઇ ગઇ હતી. આખી રૂમ માં ફુગ્ગા લગાવેલા હતાં. અને અમુક ઉપર ફુગ્ગા લગાવ્યા હતાં. એની નીચે પર્સિસ નાં ફોટો હતા. બેડ પર કેક હતી અને આજુબાજુ ગુલાબ હતા અને બે કંઇ ગિફ્ટ હોય એવું લાગતું હતું.

પર્સિસ તો એજ વિચારતી હતી કે એ સપનાં માં છે.

"ઓય હજી શું વિચારે છે ?" નિયા એ પર્સિસ ને મારતા કીધું.

"કંઇ નઈ. ચાલ મારા કેક સાથે નાં ફોટા ક્લિક કર." પર્સિસ કેક આગળ બેસી ને બોલી.

પછી એ લોકો એ કેક કાપી અને બોવ બધા ફોટો પડ્યા.

પછી નિયા એ એક બોક્સ આપ્યું, "આ ગિફ્ટ જીજુ એ આપી છે"

પર્સિસ એક દમ આશ્ર્ચર્ય થી બોલી, "કેમની ?ક્યારે?"

"ઓહ મહારાણી એ તારા જેનિસ બાબુ ને પૂછી લેજે પેહલા ગિફ્ટ ખોલ." નિયા એ કહ્યું.

"વાઉ મસ્ત છે આ 👗 ફ્રોક " પર્સિસ બોલી.

"આ મારું ગિફ્ટ" નિયા બીજું ગિફ્ટ આપતા બોલી.

પાંચ મિનિટ પછી પર્સિસ બોલી, "નિયા તું પાગલ નથી થઈ ગઈ ને આટલું બધું કર્યું અને હવે આ કાર્ડ. આટલા પૈસા કેમ બગાડ્યા"

"આ જાતે બનાવ્યું છે મે" નિયા બોલી.

"શું મઝાક કરે છે. સાચે આ જાતે બનાવ્યું છે તે?" પર્સિસ બોલી.

"હા કેમ"

"જેનિસ નાં કોઈ ફ્રેન્ડ એ આવું કાર્ડ મંગાવ્યું હતું 650 નું હતું અને એક દમ બકવાસ લાગતું હતું."

"એટલા રૂપિયા નાં થાય "

"તો" પર્સિસ બોલી.

"મટીરીયલ અને ફોટો થઈ ને 150 અને વધી ને 200 થાય. અને બાકી ની મહેનત" નિયા બોલી.

" તો તારે આ વેચવાનું શરૂ કરવું જોઈએ. તારો ખર્ચો તો નીકળી જ શકે આમાંથી" પર્સિસ બોલી.

"હા આવો વિચાર મને આવ્યો હતો પણ લેશે કોણ? " નિયા કેક ખાતા ખાતા બોલી.

"તું બનાવીશ ને આ ?" પર્સિસ બોલી.

"હા પણ કેમ?"

"એ શાંતિ થી બોલું" પર્સિસ બોલી.

"નિયા હવે તું કેક ખા શાંતિ થી હું ફોન જોવ."

ત્યાં પર્સિસ ફોન પર વાત કરતી હોય છે.

"જેનિસ thank you ગિફ્ટ મસ્ત છે તને ખબર છે નિયા એ મને મસ્ત ગિફ્ટ આપ્યું છે."

"મને કેમની ખબર હોય" જેનિસ બોલ્યો.

"એને એક બોક્સ ટાઈપ કાર્ડ આપ્યું છે એમાં અમારા બે નાં અત્યાર સુધી નાં બધાં જ ફોટો છે. એ મારા માટે કેક પણ લાવી અને રૂમ માં ફુગ્ગા લગાવ્યા હતા. જો ફોટો મોકલું તને."

"હા "


થોડી વાર પછી

"નિયા શું લખે છે ?" પર્સિસ બોલી.

"અરે બસ એમજ દરરોજ લખું છું એજ."

"એક વાત કહું નિયા" પર્સિસ એ પૂછ્યું.

"હા બોલ ને"

"મને અમુક વાર માઈન્ડ માં આવી જાય છે કે તું આ બધું લખે છે એ નું શું કરશે? મતલબ પછી પસ્તીમાં જસે ને?"
પર્સિસ બોલી.

"એ તો ખબર નઈ પણ મને એ કરવા થી દિલ ને શુકુન મલે છે. તું જેમ નાની નાની વાત જેનીશ ને બોલે છે એમ હું મારી બધી વાત મારી બુક સાથે શેર કરું છું." નિયા બોલી.

"ઓહ. તને કોઈ વાર લવ થયો છે?" પર્સિસ એ પૂછ્યું

"પર્સિસ મને આ લવ નો ફંડા સમજ માં ની આવતો. "

"ઓકે પણ કોક તો એવું હસે ને જેના વગર તને નાં ગમતું હોય એવું કોઈ" પર્સિસ એ પૂછ્યું.

"હા ચોકલેટ, અને મારી બુક"

"સૂઈ જા નઈ સમજાય તને."

"હા ગુડ નાઈટ" નિયા એ પર્સિસ ને ગુડ નાઈટ તો કહી દીધું પણ એના મગજ માં આજ સવાલ થતો હતો.

"જરૂરી છે લવ કરવો. કેમ હું મારી લાઈફ મારે જીવવી છે એમ નઈ જીવી શકું. " બસ આમ વિચારતી વિચારતી નિયા સૂઈ ગઈ.


બીજા દિવસે સવારે

નિયા ઊઠી ત્યારે બાજુ માં એનો બોર્નવિટા નો કપ પડેલો હતો. અને રૂમ પણ એક દમ ચોખ્ખો હતો. નિયા વિચાર કરે એ પેલા,

"નિયા તારું બોર્નવિટા ટેબલ પર મુક્યું છે. હું બાર જાવ છું. બપોરે જમવાનું હસે તો ફોન કરીશ. સાંજે મમ્મી આવવાના છે." પર્સિસ બોવ જલ્દી માં બોલી.

"ઓહ બર્થ ડે ગર્લ સવાર સવાર માં ડેટ પર જાવ છો."
નિયા બોલી.

"હા બીજું આવી ને કહીશ. તારા માટે એક પ્લાન છે. ચાલ બાય." ફ્લાઈંગ કિસ આપી ને પર્સિસ ગઈ.

"આ છોકરી પણ પાગલ છે." નિયા બારણું બંધ કરતી હતી ત્યાં પૂજા દીદી ને જોયા.

"હાઈ જાનેમન કોક વાર મને પણ યાદ કરી લો" નિયા બોલી.

"બેબી તને મળવા જ આવતી હતી. આવું 5 મિનિટ માં." પૂજા દીદી બોલ્યા.

નિયા એની બોર્નવિટા પી ને ફ્રેશ થઈ ને આગળ ની રૂમ માં બેસેલી હતી.

"બેબી કેમ આજે એકલી. " પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા.

"એ ગઈ જેનિસ સાથે."

"એ કોણ" પૂજા દીદી બોલ્યા.

"એનો બોયફ્રેન્ડ"

"નિયા જો એને પણ બોયફ્રેન્ડ છે તું કંઇ વિચાર હવે" પૂજા દીદી આગળ બોલે એ પેહલા નિયા બોલી.

"દીદી એના સિવાય કંઇ બીજી વાત કરો."

"નિયા કેમ આવું બોલે છે કઈ થયું."

"નાં દીદી કાલે રાતે પર્સિસ લવ નો ટોપિક લઇ ને બેસેલી હતી અને અત્યારે તમે?"

"સોરી. મને ખબર છે તું લવ માં નથી માનતી. એને બોલવા દે તારે કંઇ વિચારવાનું નઈ એનું."

"હા" નિયા બોલી.

"નિયા એક વાત કેવ. સાચે ખબર નથી પણ લાગ્યું એટલે "

"હા બોલો ને દીદી"

"નિયા 2 દિવસ પેલા હું કોલેજ ના ફ્રેન્ડ સાથે વડતાલ ગયેલી હતી ત્યાં પર્સિસ કોઈ છોકરા સાથે હતી. ચીપકી ને બેસેલા હતા બંને."

"જેનિસ હસે. જો ફોટો બતાવું એનો. એ ગયેલી કદાચ વડતાલ 2 દિવસ પેલા." નિયા બોલી.

નિયા ફોટો બતાવે છે જેનીસ નાં. " આ હતો ને?"

"નાં નિયા આ નઈ. કોઈ મોટો હતો."પૂજા દીદી બોલ્યા.

"એટલે🙄" નિયા એ પૂછ્યું.

"થોડો જાડિયો અને હાઇટ પણ વધારે હતી. પર્સિસ એની જોડે ચાલતી હતી તો મોટું પટલું લાગે"

"ઓહ . જે હસે એ આપડે શું." નિયા બોલી.

" હા . પણ તું ધ્યાન રાખજે. એના મમ્મી પેલા તને જ પૂછશે કંઇ થશે તો"

"હા દીદી."

"બોવ જતી નઈ. એની ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી જોવ છું. કેફે ની જ હોય છે એટલે એની કેમ પૈસા નાં બગાડતી" પૂજા દીદી નિયા ની ચિંતા કરતા હોય એમ બોલ્યા.

"દીદી હું કોલેજ પછી તરત અહીંયા જ આવી જાવ છું. કોક વાર નવા ફ્રેન્ડ બન્યા છે એમની સાથે જાવ."

"નિયા મને ખબર છે તું સમજ દાર છે . ચાલ ધ્યાન રાખજે. સાંજે મળીયે."નિયા ને ઘર ની યાદ આવતી હતી એટલે વિડિયો કૉલ કર્યો.

એના મમ્મી બોલ્યા , "નિયા તને અમારા કરતા દાદી વધારે યાદ આવે છે . અમે કોઇવાર યાદ કરો બેટા.".

"હા મમ્મી યાદ કરું જ છું. "

"નિયા જાનવી ની સગાઈ છે યાદ છે ને અમદાવાદ જવાનું છે.તું ક્યારે આવશે?" નિયા નાં મમ્મી બોલ્યા.

"અરે હા એતો ભૂલી જ ગઈ. તમે લોકો ક્યારે જવાનાં?"

"હજી નક્કી નથી પણ હું ને મમ્મી 2 દિવસ પેલા જવાનાં છે તારા પપ્પા પછી આવશે. તારા કપડાં તો ખુશી લઇ આવી છે તું વાત કરી લેજે એની જોડે "

"હા મમ્મી કંઇ લઈશ વાત એની સાથે. ચાલો મૂકું બાય. "

"ચાલુ રાખ દાદી ને કામ છે."

"બેટા કેમ છે. જમાય શું કરે ?" નિયા નાં દાદી બોલ્યા.

"તમે જ બાકી હતા. બોવ ઉતાવળ લાગે છે તમને મોકલવાની." નિયા બોલી.

"નાં પણ તારા નખરાં ઉઠાવશે કોણ એ ચિંતા થાય છે બેટા"

"દાદી હું કયાં નખરાં કરું છું."

"બેટા તું કંઇ બોલતી નથી એટલે જ ચિંતા થાય છે. કંઇ જોઈતું હોય તો પણ કેહતી નથી." દાદી રડવા જેવા થઈ ગયા એટલે નિયા એ કીધું,

"દાદી પછી કરીશ કૉલ. મૂકું જય શ્રી કૃષ્ણ"

નિયા ફોન મૂકી ને જે પેલા નાં assignment બાકી હતા એ લખતી હતી

પછી બપોરે ફોન કર્યો પર્સિસ એ,"નિયા તું જમી લેજે મને વાર લાગશે."

નિયા ટિફિન આવી ગયું એટલે જમવા બેસી.

જમી ને શું કરું એ વિચારતી હતી ત્યાં ફોન લઇ ને બેસી.

કોઈ ગ્રૂપ માં એને એડ કરી હતી એમાં બોવ બધા મેસેજ આવેલા હતા.

કોણ હસે આ.

ફ્રેન્ડ ફોરેવર નામ હતું નિયા એ જોયું તો એમાં આદિત્ય,નિશાંત, મનન , તેજસ, અને માનિક હતા.

એને લાગ્યું કાલે મળ્યા હતા એ જ છે જો કોઈ બીજું હોય તો મે નીકળી જાત.

નિયા બધા મેસેજ વાંચતી હતી . ત્યારે આદિત્ય એ નામ ચેન્જ કરી નાખ્યું ગ્રૂપ નું .

Crazy engineer's

નિયા ને નામ ગમ્યું એટલે એને લખ્યું ગ્રૂપ માં nice name.

પછી તો શું માનિક નાં મેસેજ આવ્યા ,"હવે ઓનલાઇન આવ્યા."

"કેટલા વ્યસ્ત હોય "

"તમને ખબર કોક ની બર્થડે છે એટલે ટાઈમ નાં હોય." માનિક એક જ બોલતો હતો બીજું કોઈ ગ્રૂપ માં મેસેજ નઈ કરતું હતું.

"ખબર છે પર્સિસ નો બર્થડે છે" નિશાંત બોલ્યો.

" તને બોવ ખબર" માનિક થી બોલ્યા વગર નાં રેહવાયુ

"નિયા નાં સ્ટેટ્સ પર પિક્સ હતા એટલે ખબર પડી." નિશાંત બોલ્યો.

"આદિત્ય આજે તો ડેટ પર જવાનું હસે ને બર્થડે છે એટલે" મનન બોલ્યો.

"પર્સિસ તો ગઈ ક્યારની " નિયા નાં મગજ માં ખબર નઈ શું ચાલતુ હતું.

"ઓહ પર્સિસ ગઈ" માનિક કંઇ વધારે રસ લેતા બોલ્યો.

"આદિ હવે શું કરે છે. જા રાહ કોની જોવે છે." નિશાંત બોલ્યો.

માનિક ને સમજ માં કંઇ નાં આવ્યું એટલે બોલ્યો "કેમ આદિ જાય."

"તારા સમજ માં નઈ આવે" નિયા બોલી.

"ઓહ તો સમજાઈ દેને. " માનિક બોલ્યો.

નિયા પછી મળીયે. એમ કરી ને નેટ ઓફ કરી ને સુવા ની તૈયારી કરતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"આ તે મન નામ કેમ રાખ્યુ છે એ કંઇ સમજ માં નઈ આવતું.?" માનિક બોલ્યો.

"MAN માં M એટલે માનિક, A એટલે આદિત્ય અને N એટલે નિયા" નિયા બોલી.

"વાહ બોવ વિચાર્યું તે. આવું તો મારા મગજ માં આવ્યું જ નહી."

"મગજ હોય તો આવે ને " નિયા બોલી.

"કંઇ બોલી તું"

"નાં કામ નાં હોય તો ફોન મૂક મને સૂઈ જવું છે."

"કેવી ફ્રેન્ડ છે વાત કરવા માટે નો ટાઇમ નથી. બડે લોગ."

"હા બાય"

નિયા ફોન કટ કરી ને સૂઈ જાય છે.


સાંજે 4.30 વાગે

પર્સિસ આવી .

"નિયા મે વિચાર્યુ છે તું એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ એમાં તું કાર્ડ બનાવે એ મૂકજે. એટલે તને સારું પડશે. અને મને આપ્યું એવા 2 કાર્ડ બનાવી આપજે.પેહલા ઓર્ડર મારો"

પર્સિસ અને નિયા બંને એકાઉન્ટ બનાવી કાર્ડ નાં ફોટો અપલોડ કરી આઇડી બધા ને શેર કરી રહ્યા હતા ત્યારે પર્સિસ બોલી,
"નિયા આ કોણ છે મને 20 મેસેજ આવ્યા છે."

"ઓહ આપ તો ફોન મને જોવા દે." નિયા પર્સિસ નાં હાથ માથી ફોન ખેંચતા બોલી.

નિયા ખુશ થતી હોય એમ બોલી,
"હેય પર્સિસ,
Happy birthday,
એક વાત કહું dear "

"નિયા શું બોલે છે તું " પર્સિસ બોલી.

"અરે ચૂપ કર તારા કોઈ આશિક એ લખ્યું છે મઝા લે પછી ડિલીટ કરી દેજે." નિયા બોલી.

"તું જ કરી દેજે ડિલીટ"

"હા સાંભળ આગળ.
તને કોલેજ માં પેલી વાર જોઈ ત્યાર થી તું મને ગમે છે.
પણ કોઈ દિવસ કેવા ની કે મેસેજ કરવાની હિંમત નથી થઈ.
આજે તારા બર્થડે નાં દિવસ પર મેસેજ કરી ને મારી લાગણી કહું છું તને.
મને વિશ્વાસ છે કે તું મારી લાગણી ને વ્યર્થ નહિ જવા દે.
તું મને બોવ ગમે છે.
I love you.
તારો ડેવિડ."

નિયા પ્રપોઝ કરતી હોય એમ બેસી ને પર્સિસ નો હાથ પકડી ને બોલી,
" તું મારી લાગણી ને વ્યર્થ નહિ જવા દે ને"

"નિયા તારું દિલ કોઈ દિવસ નાં તોડી" પર્સિસ પણ મસ્તી કરતાં બોલી.

"પર્સિસ લે તારો ફોન મે એના મેસેજ ડિલીટ કરી નાખ્યાં છે.
યાર આવું કોણ કરે. કેવું લખ્યું છે કઈ સમજ નાં પડે . શું હતું હા લાગણી ઓ." નિયા બોલી.

"એટલે તો તને આપ્યું ડિલીટ કરવા. ખબર નઈ શું સમજે છે આવા લોકો પોતાની જાત ને , છોકરી જોઈ નથી ને મેસેજ કર્યો નથી." પર્સિસ થોડી ગુસ્સે હોય એવી રીતે બોલી.

" ચિલ આંટી ક્યારે આવવાના છે." નિયા વાત બદલતા બોલી.

"4 વાગે જાવ જ છું લેવા એમને. સાંજે મામા આવવાના છે લેવા. એટલે રાતે તું એકલી કાલે આવી જઈશ હું." પર્સિસ એ કહ્યું.થોડી વાર પછી

"કેમ છો આંટી ?" નિયા બોલી.

"બસ મઝા તું કેમ છે? પર્સિસ નું બધું બરાબર છે ને?"

"હા આંટી" નિયા આગળ બોલે એ પેલા પર્સિસ એ રસોડાં માથી બૂમ પાડી.

"નિયા અહીંયા આવ તો"

"આ છોકરી કોઈ ને શાંતિ થી બેસવા નહિ દે" પર્સિસ નાં મમ્મી બોલ્યા.

"બોલ શું થયું" નિયા અંદર જઈ ને બોલી.

"પ્લીઝ નિયા જેનિસ નું કંઇ નાં બોલતી મમ્મી સામે. અને હું બાર ખાવ છું અને જાવ છું એવું પણ નાં કેહતી." પર્સિસ નિયા ને સમજાવતાં બોલી.

"હું શું કરવા કેવ એવું?"

"હા મને ખબર છે પણ મમ્મી નું કંઇ નક્કી નઈ. અને એવું પૂછે ને કેટલા દિવસ રજા છે તો કેજે Monday થી જવાનું છે. નઈ તો મારે ત્યાં રહવું પડશે. પ્લીઝ આટલું કરજે." પર્સિસ બોલી.

"હા પણ મામા નાં ઘરે રેહવામાં શું વાંધો?"

"નિયા વાંધો કંઇ નથી એ લોકો લગ્ન ની વાત કરશે કા તો કોઈ છોકરા ની એટલે"

"સારું આંટી ને કેવ હમણાં એક અઠવાડિયું કોલેજ માં રજા જ છે."

"ઓહ એવું" પર્સિસ નિયા નાં ગાલ ખેંચતા બોલી.

"પર્સિસ મામા આવતા જ હસે તે સમાન પેક કર્યો ને?" પર્સિસ નાં મમ્મી બોલ્યા.

"હા કરું જ છું"


7 વાગે

"બાય નિયા ધ્યાન રાખજે તારું અને ટાઈમ પર જમી લેજે."
પર્સિસ જતા જતા બોલી.

"હા બીજું કઈ"

"નાં જલ્દી પાછી આવું એવી પ્રેય કરજે" નિયા નાં કાન માં પર્સિસ એ કીધું.

થોડી વાર પછી
નિયા કંઇક કરતી હતી ત્યાં પૂજા દીદી આવી ને બોલ્યા.
"નિયા ની બચ્ચી આજે મે માસી ને નાં પાડી છે આજે મારે તારા હાથ નું ખાવું છે."

"હે🙄 મને કંઇ નઈ આવડતું?" નિયા બોલી.

"મને ભૂખ લાગી છે. મારા માટે આટલુું નાં કરી શકે? " પૂજા દીદી નિયા ને મસ્કા મારતા હોય એમ બોલ્યા.

"હા પણ એટલું બરાબર નઈ આવડતું"

"તો શું ટ્રાય તો કર"

"હમ "

"એક કામ કરીએ એક ડિશ તું બનાવ એક હું એટલે તને બોવ ટેન્શન નહિ. કંઇ જોઈતું હોય તો લઇ જજે." પૂજા દીદી બોલ્યા.

"ખાંડવી આવડે છે થોડી થોડી " નિયા બોલી.

"ઓહ મને બોવ ભાવે છે બનાવ તું. અને તારા માટે સરપ્રાઈઝ ."

નિયા ખાંડવી બનાવવા માં લાગી ગઈ and પૂજા દીદી એના કામ માં.

થોડી વાર પછી પૂજા દીદી આવ્યા.

"જો દીદી થઈ ગઈ કેવી છે?" નિયા ખાંડવી બતાવતાં બોલી.

"દેખાય તો મસ્ત છે ચાખી જોવ."

"ઓહ વાહ નિયા તું તો મસ્ત ખાંડવી બનાવે છે" નિયા નાં ગાલ ખેંચતા પૂજા દીદી બોલ્યા.

"ડોન્ટ ટચ માય ચિક" નિયા બોલી.

"ઓય કુડી , દિલ ખુશ કર દિયા તુને."

"પંજાબી છોકરો મળ્યો છે" નિયા બોલી.

"નિયા તને છોકરા સિવાય કઈ નઈ દેખાતું"

"દીદી મને છોકરી માં રસ નથી ખાલી છોકરા ઓ માં જ છે."

"હા સમજી ગઈ ચાલ હવે મને ભૂખ લાગી છે" પૂજા દીદી બહાર ની રૂમ માં આવતા બોલ્યા.

"હા પણ મારી સરપ્રાઈઝ" નિયા બોલી.

"આ રહી."

"ઓહ પિત્ઝા " નિયા બોલી .

"હા ઘરે બનાવ્યા છે એટલે તું એવું તો નાં બોલતી કે હું બાર નું નથી ખાતી"

"ઓહ હોમ મેડ "

"હા ખાવા લાગ હવે"મઝા આવી ગઈ. નિયા તને ખબર છે. તારી સાથે વાત કરું ને તો મને એવું લાગે છે . બધુ ટેન્શન જતું રહ્યું. તું અત્યાર નાં જમાના મુજબ જીવે છે. કોઈ શું કરે અને શું કહેશે એની કંઇ પડી નથી.

"એવું કંઇ નઈ. પણ દીદી એ લોકો નું સાંભળવા જઈએ તો આપડે જીવી જ નાં શકીએ."

હા ચાલ હવે તું સૂઈ જા. હું વાંચું એક્ઝામ આવે છે એટલે. આટલું કહી પૂજા દીદી ગયા.


નિયા દરરોજ ની જેમ ઘરે વાત કરી ને શાંતિ થી મૂવી જોતી હતી.

ત્યાં કોઈ નો ફોન આવ્યો.

નિયા નામ જોઈ ને એટલી ખુશ થઈ ગઈ કે જાણે આ ફોન ની એ રાહ જોતી હોય એમ.
કોનો ફોન આયો હસે?

પર્સિસ ને કોની સાથે જોઈ હસે વડતાલ ?

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Saniya Khedawala
Vivek Patel

Vivek Patel 2 years ago

👌👌

Sangita Patel

Sangita Patel 2 years ago

Bhavana Joshi

Bhavana Joshi 2 years ago