mann sambandh mitrata no - 9 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 9

5 મિનિટ સુધી એક દમ શાંતિ હતી કોઈ કંઇ નાં બોલ્યું.
"હવે આનો જવાબ નિયા જ આપશે" નક્ષ બોલ્યો.

નિયા બોલી, " અહીંયા કોઈ છોકરી અને છોકરા ને સાથે જોવે તો તરત જ ઊંધું સમજી લે છે. અને કોલોજ શરૂ થઈ ત્યારે આપડા ક્લાસ વાળી બધી છોકરી ને બીજા શું કરે એમાં રસ છે. મને નઈ ગમતું કે કોઈ ને ખબર ના હોય અને એ મારા અરે બોલે. "

"વાત તો સાચી " તેજસ બોલ્યો.

નિશાંત ને કોઈ નો ફોન આવે છે એટલે એ વાત કરવા જાય છે.

"પણ નિયા તને કેમની ખબર કે એ લોકો આવું વિચારે છે." નક્ષ એ પૂછ્યું.

"કૉલેજ સ્ટાર્ટ થઈ ને પછી એક મહિનો થયો હસે. અમે બધી છોકરી ઓ બ્રેક માં બેસી ને વાત કરતા હતા. ત્યાં એક એ મારું વોલપેપર જોયું અને બોલી બોયફ્રેન્ડ છે પણ કીધું નહિ. મને ગુસ્સો આવ્યો પણ કંઇ નાં કીધું. મે કીધું ફ્રેન્ડ છે મારો . તો એ માથી કોઈ બોલ્યું પેલા ફ્રેન્ડ હોય પછી બોયફ્રેન્ડ બની જાય."

"ઓહ જોરદાર think " ભૌમિક બોલ્યો.

"પણ વોલપેપર માં કોણ હતું?" તેજસ એ પૂછ્યું.

"ચાલ તેજસ ઘરે જવું પડશે. બાકી ની વાત કાલે કરીએ." નિશાંત આવી ને બોલ્યો.


રાતે 8 વાગે

"નિયા તું ડાન્સ માં રહી છે. સારી વાત છે. પણ આવડે છે તને? કે બસ એમજ રહી ગઈ." પર્સિસ જમતા જમતા બોલી.

"થોડો આવડે છે."

"જોજો કોલોજ માં તો ખરાબ થશે તો બધા તારા પર હસે નઈ." પર્સિસ બોલી.

"હા"

"મને તો ડાન્સ બોવ ગમે પણ લેક્ચર કોણ બગાડે"

"હા એ પણ છે." નિયા બોલી.


નિયા આજે જલ્દી સૂઈ ગઈ હતી ઘરે વાત કરી ને. અને પર્સિસ જેનિસ જોડે વાત કરતી હતી. ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ" નિયા આંખ ચોળતા બોલી.

"કંઇ નઈ એક વાત કેવી હતી." માનિક બોલ્યો.

"હા બોલ ને "

"પણ કેમનું કહું એ નઈ ખબર પડતી."

"સારું ખબર પડે ત્યારે કેજે" આટલુું બોલી ને નિયા ફોન કટ કરી ને સૂઈ ગઈ.


થોડી વાર પછી પાછો ફોન આવ્યો.
"તને કોઈ ની કદર કરતા જ નઈ આવડતી. હું કહું છું તો પૂછવાને બદલે ફોન કટ કરી ને સુઈ જાય છે. " માનિક ગુસ્સા માં બોલ્યો.

"શું છે બોલ ને. કાલે કેજે નીંદ આવે છે."

"ઓકે"

નિયા પછી સૂઈ ગઈ.


બીજે દિવસે કોલેજ માં

"આજે કોઈ 12 પછી લેક્ચર નથી તો જઈએ." પર્સિસ બોલી.

"પ્રેક્ટિસ કરવાની હસે. Wait ફોન કરી ને પૂછી જોવ." નિયા ફોન કરવા જતી હતી એ પેલા નક્ષ અને ભૌમિક સામે દેખાયા.

"હાઈ નિયા. લેક્ચર નથી ને હવે ? " નક્ષ બોલ્યો.

"નાં "

"તો જઈએ પ્રેક્ટિસ કરવા" ભૌમિક બોલ્યો.

"હા પર્સિસ તું જા હું આવી જવા." નિયા બોલી.

" સરખો કરજે . હાથ પગ તૂટશે તો કોણ સેવા કરશે? બોયફ્રેન્ડ તો નથી." પર્સિસ બોલી.

"હા જા તું"

ભૌમિક પર્સિસ ગઈ પછી એ લોકો જ્યારે ઉપર ડાન્સ ની પ્રેક્ટિસ કરવા ક્લાસ માં ગયા ત્યારે કીધું, " નિયા આ તારી સાથે રેહ છે એ છે ને?"

"હા તું ઓળખે છે એને?" નિયા બોલી.

"ઓળખતો નથી પણ એના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલા છે. બોવ વાર"

"ઓહ હો જલસા." નિયા બોલી.

"આને તો મે કેફે માં કેટલી વાર આવતા જોઈ છે પણ કોઈ ફિક્સ નાં હોય અલગ હોય. ખાલી એક હતો એની સાથે વધારે આવતી." નક્ષ બોલ્યો.

"તને કેમની ખબર?" નિયા એ પૂછ્યું.

"એ કેફે માં જોબ કરતો હતો 2 વર્ષ. એટલે" ભૌમિક એ કહ્યું.

"ઓહ હા યાદ આવ્યું. કીધું હતું નક્ષે મને."


પછી એ લોકો પ્રેક્ટિસ કરવા માં લાગી ગયા. આખો ડાન્સ 3 - 4 દિવસ માં complate થઈ ગયેલો તો પણ એ લોકો પ્રેક્ટિસ થોડી કરતાં

થોડી વાર પછી

નિશાંત, મનન, તેજસ અને આદિત્ય ક્લાસમાં આવ્યા.
"શું ચાલે થઈ ગયું બધું ?" તેજસ બોલ્યો.

"ઓહ ભાઈ આવો. નીશુ darling કેમ અપસેટ છે?" ભૌમિક બોલ્યો.

"ઓહ નિયા તું ડાન્સ કરવાની?" આદિત્ય એ પૂછ્યું.

"હા"

એક વાર ડાન્સ તો બતાવ ક્યો કરવાના છો એ. એ ચારે બોલ્યા.

"હા એક ડાન્સ તો બનતાં હે." ભૌમિક બોલ્યો.

"ચાલો તો રાહ કોની જોવો છો." નક્ષ બોલ્યો.

પાંચ મિનિટ પછી કરીએ. એટલું બોલી ને નિયા ફોન પર વાત કરવા દૂર જતી રહી. પછી આવી ને બોલી,"ચાલ હવે"

ડાન્સ જોયા પછી બધા થોડા શોક હતા.

"ક્યાં હુઆ ભાઈ લોગ. પેહલી બાર હોગા નાં યે અપની કોલેજ મે?" ભૌમિક બોલ્યો.

" હા યાર કપલ ડાન્સ તો કોઈ એ નઈ કર્યો." મનન બોલ્યો.

"પ્લીઝ ક્લાસ માં કોઈ ને નાં બોલતા હમણાં." નિયા થોડી ચિંતા માં હોય એમ બોલી.

"હા નઈ કહીએ પણ કેમ કઈ પ્રોબ્લેમ છે?" આદિત્ય બોલ્યો.

"એને આપડી જેમ ક્લાસ વાળા જોડે નઈ બનતી" નિશાંત બોલ્યો.

"What? Seriously" મનન અને આદિ એક સાથે બોલ્યા.

"હા "

ચાલો canteen પછી રસ્તા માં કહું કાલ ની સ્ટોરી. જતા જતા તેજસ બોલ્યો.

નક્ષ ચિપ્સ નાં પેકેટ લઇ આવ્યો. પછી સ્ટાર્ટ થઈ કાલ ની અધૂરી સ્ટોરી.

"નિયા હવે તો બોલ કોણ હતું એ." નિશાંત બોલ્યો.

નિયા એના ફોન માંથી પિક બતાયો. એમાં કોઈ એક છોકરો અને છોકરી હતા. નિયા નાં ગાલ ખેંચતો હોય એમ છોકરો ઊભો હતો અને છોકરી નિયા પર ગુસ્સે થઈ ને જોઈ હતી.

"ઓહ કોણ છે આ હિરો." આદિ એ પૂછ્યું.

"મારો ફ્રેન્ડ આવે છે. મને જવું પડશે ." એમ કહી ને ભૌમિક ત્યાં થી જતો રહ્યો.

"બોયફ્રેન્ડ છે?" તેજસ બોલ્યો.

"નાં મારો ફ્રેન્ડ છે. આ બંને twins છે. મારા પપ્પા ના ફ્રેન્ડ છે એમના છોકરા ઓ. એટલે જ્યારે થી સુરત ગઈ ત્યાર થી આ બંને મને બોવ હેલ્પ કરે છે. અમે 3 જોડે જ હોય ક્યાંય પણ જઈએ ત્યાં. " નિયા બોલી.

"સુરત ગઈ ત્યારે એટલે?" અત્યાર સુધી માં ચૂપ બેસેલો મનન બોલ્યો.

"મે પેલા નડિયાદ રેહતી હતી. અમુક પ્રોબ્લેમ નાં લીધે અમે લોકો સુરત જતા રહ્યા." નિયા બોલી.

"અચ્છા."

"નામ તો કેહ તારા ફ્રેન્ડ નું?" તેજસ બોલ્યો.

"રિયાન જરીવાલા" નિયા બોલી પછી એને યાદ આવ્યું આની અટક બોલી એટલે એને આદિ સામે જોયું તો એ હસતો હતો.

"ઓહ સુરતી છે." નક્ષ બોલ્યો.

"હા"

પછી નિયા રિયાન ની ઈન્સ્ટાગ્રામ આઇડી ખોલી ને બતાવતી હતી. આ છે એ.

"મસ્ત દેખાય છે નિયા હા પાડી દે" નક્ષ બોલ્યો.

"હા પાડી દેવા નક્ષ તરફ થી." નિયા બોલી.

"કેમ મારા તરફ થી." નક્ષ બોલ્યો.

"તને ગમે છે એટલે?"

"ભૌમિક ગયો એટલે તું મારી ખેંચશે એમ ને."

બધા હસવા લાગ્યા.

બસ આવી રીતે દરરોજ ની પ્રેક્ટિસ પછી જોડે canteen માં બેસવું. મસ્તી કરવી એવું બધું ચાલતું હતું.

હવે કાલે પાર્ટી હતી. નિયા આજે વધારે પ્રેક્ટિસ કરી હોવાથી સૂઈ ગયેલી.

બીજે દિવસે સાંજે


"Wah નિયા મસ્ત લાગે છે તું તો" પર્સિસ નિયા ને જોઈ ને બોલી.

"Thank you તું પણ આઇટમ લાગે છે"

પછી બંને એ થોડા ફોટોસ પડ્યા પછી કોલેજ ગયા. ત્યાં પણ બધા સેલ્ફી અને ફોટો પાડવાનું જ કામ કરતા હતા. નિયા ને આમ બોવ ઓછું બોલતી પણ ક્લાસ ની બધી છોકરી ને તો એવું જ લાગતું નિયા એની બેસ્ટ friend છે. નિયા એ બધા સાથે ફોટો પડાવ્યા પછી. થોડી મસ્તી પણ કરી એ લોકો સાથે.

પણ નિયા ને ક્યારનું એવું લાગતું હતું કોઈ એને જોવે છે. પણ ખબર નઈ પડતી હતી. એને પર્સિસ ને કીધું. પણ એને કીધું કઈ નથી.

થોડી વાર પછી નિયા ને ખબર પડી ગઈ એક છોકરો દૂર થી એને જ જોયા કરતો હતો. થોડી વાર નિયા એ ધ્યાન નઈ આપ્યું પણ પછી એને નોટીસ કર્યું તો એ છોકરો હજી એને જ જોયા કરતો હતો.

ત્યાં નિયા ને નક્ષ નો ફોન આવે છે અને નિયા બેક સ્ટેજ જાય છે. પણ ત્યાં પણ પાછળ કોઈ એનો પીછો કરતું હોય એવું લાગ્યું. અને નિયા એ જોયું તો એ જ હતો.

નિયા ફટાફટ નક્ષ અને ભૌમિક જ્યાં હતા ત્યાં ગઈ. અને ત્યાં તેજસ, નિશાંત અને આદિ પણ હતા. નિયા કંઇ વધારે જ ઘબરાયેલી લાગતી હતી.

"નિયા શું થયું? આટલો બધો પસીનો કેમ." નક્ષ એ પૂછ્યું.

ભૌમિક અંદર ની બાજુ માં ઉભેલો હતો નિયા એ એને ખેચી ને એ જ્યાં ઉભેલી હતી ત્યાં ઊભો રાખી દીધો અને એ અંદર ની બાજુ ઉભી રહી ગઈ. ભૌમિક ની હાઈટ વધારે હોવાથી નિયા અંદર દેખાતી નહિ.

"હેય, કેમ આટલો પસીનો શું થયું?" આદિ નિયા ને જોતા બોલ્યો.

આદિ નાં હાથ માં પાણી ની બોટલ જોઈ ને નિયા બોલી, " please પાણી આપ ને "

નિયા પાણી પી ને થોડી થોડી નોર્મલ થવાની કોશિશ કરતી હતી. પણ એનું ધ્યાન બીજે હતું.

નક્ષ પણ વિચારતો હતો અચાનક આને શું થઈ ગયું. ડાન્સ તો કરી શકશે ને.



નિયા કેમ આટલી ડરી ગઈ હસે?

કોણ હસે એ છોકરો જે નિયા ને જોયા કરતો હતો?