મન : સંબંધ મિત્રતા નો - 2 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 2

મન : સંબંધ મિત્રતા નો - 2

2નિયા બેબી ચાલ ને ક્યાંક ફરવા જઈએ પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા.

"દીદી, અત્યારે?" નિયા બોલી.

"હા, તું કંઇ કામ માં હોય તો પછી જઈએ. આજ ની પાર્ટી મારા તરફ થી"

"કંઇ બાજુ સૂરજ ઊગ્યો છે આજે" નિયા બોલી.

"બસ મન થયું. પણ એક શરત છે. હું કેવ એ કપડાં પરવાના. ચિંતા નાં કર ડ્રેસ 👗 નઈ કેવ"

"સારું. આ કાર્ડ બની જાય પછી જઈએ. આજ નો દિવસ તમારા નામે" નિયા મસ્તી માં બોલી.

"ઓહ, કાર્ડ તો મસ્ત બનાયું છે. કેમ પર્સિસ માટે ? કંઇ છે?" પૂજા દીદી કાર્ડ જોઈને બોલ્યા.

"એનો બર્થડે આવે છે. ગિફ્ટ આપુ એના કરતાં આ આપુ તો સારું એટલે. બસ થોડું બાકી છે. " નિયા બોલી.

"મસ્ત છે. તું તારું વ્હાઈટ ક્રોપ અને કેપ્રી પરજે. એમાં કંઇ વધારે મસ્ત લાગે છે."

"દીદી, એ નઈ. બધા જો જો કરે છે પછી. બીજું કંઈ કેવ." નિયા બોલી.

"તું તને ગમે છે એટલે પેહરે છે તો.."

"હા સમજી ગઈ એજ પેરીસ." નિયા બોલી.

થોડી વાર પછી...

પૂજા દીદી તૈયાર થયા કે વાર છે. નિયા એમનાં ઘરે જઈ ને બોલી.

"વાહ, મસ્ત લાગે છે નજર નાં લાગે😉" પૂજા દીદી બોલ્યા.

PVR

પાસે આવી ગયા. ક્યાં જવું છે નિયા MC'd કે પછી 🍕 hut .

"તમે જ્યાં લઇ જાવ ત્યાં."

નિયા મન માં બોલી. MC'D લઇ જસે એ 😉

"નિયા, MC'd માં જઈએ. " પૂજા દીદી બોલ્યા.

"ચાલો, મને તો ખબર હતી" .

બંને ત્યાં બેસી ને બર્ગર ખાતા હોય છે ત્યાં નિયા ખબર નઈ કોઈ ને જોઈ રે છે.

"નિયા કોણ છે? શું થયું?" પૂજા દીદી એ પૂછ્યું.

"પેલો બેસેલો છે એ અમારા ક્લાસ માં જ છે કદાચ"નિયા બોલી.

"કદાચ, નિયા ક્લાસ વાળા ને નઈ ઓળખાતી"

પછી નિયા પૂજા દીદી સાથે મસ્તી કરવા લાગી. એટલે એનું ધ્યાન નાં રહ્યું ત્યાં કોણ હતું.

"નિયા, શું મઝા આવે છે તને કૉક ને સ્ટ્રો સાથે મસ્તી કરવામાં" પૂજા દીદી બોલ્યા.

"દીદી મઝા આવે 😉 તમને નઈ સમજાય." નિયા તો એની મસ્તી માં વ્યસ્ત હતી. અને પૂજા દીદી ને કોઈ નો ફોન આવ્યો હતો તો એ વાત કરતા હતા.

અચાનક કોઈ આવ્યું ...

"હાઈ નિયા, અહીંયા કેમની"

નિયા નું ધ્યાન તો કૉક પીવા માં જ હતું.

"હાઈ"

"આદિત્ય તું અહીંયા."નિયા આશ્ર્ચર્ય થી પૂછ્યું.

"હમ, ફ્રેન્ડ સાથે આવ્યો હતો."

"ઓકે. "

"તું કેમની અહીંયા" આદિ બોલ્યો.

"દીદી સાથે આવી છું. એમ પણ પીજી માં કાંટાળો આવતો હતો"

ચાલ જઈએ. કોક બોલ્યું.

નિયા વિચારતી હતી. આ કોણ છે.

"મિશા, આ મારી ક્લાસ માં છે. " આદિ બોલ્યો.

"હાઈ મિશા"

"હાઈ"

મિશા ને ફોન આયો એ બોલી તું બાર આવ હું ત્યાં જાવ છું.

"ઓહ ગર્લફ્રેન્ડ🤨" નિયા એ પૂછ્યું.

"હમ ના"

"બોવ નાં શરમાઈશ. સમજી ગઈ મે"

" અરે એવું નથી. જસ્ટ ફ્રેન્ડ છે."

"હમ"

"સારું ચાલ પછી મળીયે." આદિ કઈ ને જતો રહ્યો.

"દીદી આટલી બધી વાત કરી કોનો ફોન હતો" નિયા બોલી.

"ભાઈ નો "

"હમ"

ચાલ હવે જઈએ આપડે વડતાલ.

બંને જણા ગોમતી પાસે બેસેલા હોય છે. ત્યાં કોઈ એક છોકરો પૂજા દીદી ને જોઈ ને બોલ્યો. "શું માલ છે?"

નિયા ને ગુસ્સો આયો પણ પૂજા દીદી એ નાં પાડી કઈ બોલવાની.

પાછું એ બોલ્યો ત્યાં નિયા બોલી, "ઘર માં તારી મમ્મી અને તારી બહેન ને જઈ ને કેજે શું માલ છે"

પછી એ છોકરા તો જતા રહ્યા. પૂજા દીદી એ પૂછ્યું.
નિયા દોઢ વર્ષ થશે તને. હજી કોઈ ફ્રેન્ડ કેમ નઈ બનાવ્યા.

નિયા પેહલા કઈ નાં બોલી પછી કીધું. "શાયદ કોઈ મળ્યું નઈ. હા એક કે senior છે એની સાથે વાત થાય કોઈ વાર મેસેજ માં. અને માનીક છે એ ની પણ ખાલી સ્ટડી ની વાત થાય. "

"ઓકે. તું ને પર્સિસ એક ક્લાસ માં છો તો એ તો બધી પાર્ટી માં જાય છે અને ફરવા"

"દીદી મને નઈ ગમતું એનાં જેવું. પાર્ટી કરવી એ બધું. હા ગમે છે ફ્રેન્ડ સાથે ફરવું પણ હજી કોઈ એવા ફ્રેન્ડ નઈ બન્યા. "

ચાલો જઈએ હવે પીજી.

હા

નિયા સૂવાની તૈયારી કરી રહી હતી ત્યાં કોઈ નો મેસેજ આયો.

"હાઈ"

અરે રાત ના દસ વાગ્યે આદિત્ય એ કેમ મેસેજ કર્યો હસે.

"હાઈ"

" પેલી ગર્લફ્રેન્ડ જ છે મારી. પણ કોઈ ને કઈશ નઈ ક્લાસ માં" આદિ બોલ્યો.

"ઓકે. ગુડ 🌃"

10 વાગ્યા હજી નિયા સુતી જ હતી. નિયા ને સૂવાનું મલે એટલે એને કંઇ નાં જોઈએ. અને આજે તો એકલી જ હતી એટલે કોઈ એને જગાડવા વાળું નઈ હતું.

ત્યાં ફોન ની રિંગ વાગી. પેલી રિંગ માં તો નિયા નીંદ માં હતી. બીજી વાર વાગી. નિયા ઉઠી ને બોલી," કોણ છે આ સુવા નઈ દેતું".

"હેય good morning"
"કોણ"

" માનિક બોલું"

"બોલ"

"લાસ્ટ લેક્ચર માં maths કરાવેલું મોકલ મને"

"લેક્ચર માં લખી લેતાં હોય તો"

"મોકલ ને બાકી રહી ગયું હતું"

"ઓકે"

નિયા ફોન મૂકી ને સુઈ જાય છે. ઉઠી ને એ રૂમ સાફ કરતી હોય છે ત્યાં પાછો ફોન આવે છે.

"યાર મોકલ ને બાકી છે મારે" માનિક બોલ્યો.

"બીજા પાસે લઈ લે. ફ્રી થઇસ ત્યારે મોકલીશ."

નિયા પાછું પોતાનું કામ કરતી હતી.

ચાલો કામ પતી ગયું. ટિફિન પણ આવી ગયું. જમી લેવ પેલા. જમતા જમતા એ વિચારતી હતી કેમ પેલા એ મારી સવાર નીંદ ખરાબ કરી. એ લોકો ને કંઇ કામ ધંધો નઈ હોય.

બીજે દિવસ નિયા સોંગ્સ સાંભળતી હતી ગેલેરી માં બેસી ને. કોઈ નો ફોન આવ્યો.

"હા બોલ"

"હાઈ good morning"

"હા બોલ ને શું કામ હતું"

"હાઈ તો બોલાય ને"

😡"બોલ ને શું કામ છે"નિયા ગુસ્સા માં બોલી.

"તે એસાઈમેન્ટ મોકલું એમાં એક answer ખોટું છું."

"હા સારું."

"જોઈ લે ને શું ભૂલ છે"

"ઓકે."

નિયા વિચારતી હતી જો અત્યારે ચેક નઈ કરું તો પાછો ફોન કરજે એના કરતાં જોઈ લેવા દે મને.

"મને તો એક પણ માં ભૂલ નઈ લાગતી." નિયા એ કીધું.

"જો 5 મો "

"Wait"

"અરે બરાબર તો છે શું ભૂલ છે"

"જવાબ ખોટો આવે છે જો. ચેક કર કેલ્ક્યુલેટર માં"

નિયા એ 2 વાર ચેક કર્યું જવાબ એજ આવતો હતો. એ થોડી ગુસ્સે થઈ. પછી શાંતિ થી કીધું ... " તું ચેક કર"

"મારે અલગ આવે છે. જો ફોટો મોકલ્યો એ"

"નઈ આયો"

"આવે છે હજી"

"તો એમ બોલાય. મોકલ્યો એવું નાં બોલાય"

"😀😄"

"શું હસે છે. આ જવાબ મારો નઈ તારો ખોટો છે તે રકમ ખોટી લખી છે"

"હે! નાં હોય"

"શું નાં હોય. જોઈ ને લખ પેલા"


યાર કેમ જોયા વગર ફોન કરી દે આવું વિચારતી હતી નિયા.

પછી એની બુક લખી. કાર્ડ પતાયું. પછી એના ટેડી જોડે એકલી એકલી વાત કરતી હતી.
ટેડી ખબર તને કાલે કોલેજ જવાનું છે. પર્સિસ પણ નથી હું એકલી શું કરીશ.

બસ પછી તો શું એ વાત કરતા કરતા સૂઈ ગઈ.

⏰⏰
આને પણ જ્યારે કંઇ મસ્ત સપનું આવતુ હોય ત્યારે જ વાગવાનું થાય છે.

ચાલ નીયુ બેબી ઊઠી જાવ. આજે કોલેજ જવાનું છે.
નિયા પોતાની જાતે જ કહેતી હતી.

બોર્નવિટા નો કપ લઇ ને નિયા ઈન્સ્ટાગ્રામ જોતી હતી.
બધા નાં રક્ષાબંધન નાં જ ફોટો હતા.

કોઈ દિવસ નઈ અને આ વર્ષે નિયા ને પેલી વાર રડું આવ્યું હતું. એ બોલી "ભગવાન કાશ મારી પાસે પણ ભાઈ હોત."

પછી એ તૈયાર તો થઈ ગઈ કોલેજ માટે પણ રડવાને લીધે આંખો થોડી લાલ હતી. કોલેજ ગઈ ત્યારે ક્લાસ માં બધી બીજી છોકરી ઓ વાતો કરતી હતી.

કેમ તું સુરત નાં ગઈ?
પર્સિસ કેમ નાં આવી?

આવા બોવ બધાં સવાલ પૂછતા હતા. ત્યાં મેમ આયા એટલે નિયા બચી ગઈ. આજે તો 12 વાગ્યા સુધી હતું પછી બધા બંક કરવાના હતા.

નિયા ને આઈસ્ક્રીમ ખાવાનું બોવ મન થયું પણ એ પર્સિસ વગર જતી નઈ. અચાનક માનિક આવ્યો. કેમ આજે એકલી ચાલ મૂકી જાવ.

"નાં"

પછી અચાનક આદિ દેખાયો.
નિયા વિચારતી હતી આદિ આવશે . નાં શું નિયા તું પણ એટલી ઓળખતી પણ નથી. નિયા એની દુનિયા માં ખોવાયેલી હતી. આદિ ને પૂછું કે નઈ. એ આવશે . કંઇ ઊંધું સમજશે તો.

"હાઈ"આદિ બોલ્યો.

નિયા હજુ ખોવાયેલી હતી. ત્યાં આદિ એ એની આગળ ચપટી વગાડી. નિયા એની દુનિયા માંથી બહાર આવી.

"ઘરે જાય છે" નિયા એ પૂછ્યું.

"કેમ" આદિ બોલ્યો.

"કામ બોલ ને તું" માનિક બોલ્યો.

"મને આઈસ્ક્રીમ ખાવાનું બોવ મન થયું છે આવસો સત્યનારાયણ માં?"

" ચાલ" આદિ બોલ્યો.

"તું આવશે? "નિયા એ માનિક ને પૂછ્યું.

"હા"

નિયા ને આઇસક્રીમ મલે એટલે ભગવાન મળ્યા હોય એટલી ખુશ થતી.
એક માંથી ખાવા માંથી કંઇ પ્રોબ્લેમ નથી ને ??

"નાં" આદિ બોલ્યો.

ટ્રીપલ Sunday નિયા નો ફેવરિટ હતો.

નિયા અને આદિ વાતો અને મસ્તી કરતા હતા પણ માનિક તો સાવ ચૂપ હતો. પરાણે આવ્યો હોય એમ. મસ્તી નઈ, કંઇ બોલવાનું નઈ. કંઇ જ નઈ. ખાલી ચુપચાપ એમની વાત સાંભળવાની અને હસ્યા કરવાનું.

આઈસ્ક્રીમ તો પતી ગયો. પણ નિયા નું મગજ ગયું. અહીંયા મારા બેસણા માં આવ્યો છે. તો ચૂપ બેસેલો છે.

આદિ હસતો હતો. જાણે એને કંઇ બોલવું હોય અને બોલાઈ ગયું હોય એવી રીતે.

"નાં પણ કોઈ દિવસ આવી રીતે ગયો નથી એટલે" માનિક બોલ્યો.

"તો શું" નિયા બોલી.

" આમ મને બીક લાગે. "

"ફોન માતો આખા ગામ નું બોલવાનું હોય તને અને અહીંયા બોલતી બંધ થઈ ગઈ"

કોઈ કંઇ બોલ્યું નઈ.

"હવે બોલીશ બસ" માનિક બોલ્યો.

પછી નિયા પીજી પર આવી ગઈ.
એ વિચારતી હતી.

કેટલા અજીબ લોકો છે અહીંયા. અમુક ફોન પર બોલ બોલ કરે અને સામે આવે ત્યારે ચૂપ. કોઈ ને સાથે જોવે તો કંઇ ચક્કર છે એમ સમજી લે છે. બીજા ની જીંદગી માં શું થાય છે એ માં વધારે રસ છે અને પોતાની લાઈફ ની કંઇ પડી નથી. આના કરતા તો સુરત સારું છે. બધા પોતાની જિંદગી માં વ્યસ્ત.

આદિત્ય તો અહીંયા નો જ છે કદાચ. પણ એ બોવ ફ્રિલી છે. જલ્દી ભળી જાય. સાવ બીજા નાં છોકરા જેવો નથી. એને એટલું તો સમજ પડે છે કોની સાથે કેવી રીતે વાત કરવી.

ભગવાન આ માનિક ને બોલવાનું કંઇ ને કંઇ ભૂલ તો નઈ કરી ને. કરી હોય તો જલ્દી કંઇ દેજો.

ત્યાં ફોન માં રિંગ વાગી.

અરે માણસો ભગવાન સાથે પણ શાંતિ થી વાત નઈ કરવા દેતા.

માનિક નો ફોન હતો.

"હા બોલ"

"તું જેવું વિચારે છે એવું નથી. "

"શું પણ " નિયા બોલી.

"મારી એક ગર્લફ્રેન્ડ હતી"

"ઓહ તને પણ મળી ગઈ" નિયા બોલી.

"હતી. હવે નથી "

"તમે લોકો છોકરી ને રમકડાં સમજો છો. હતી હવે નથી" નિયા ને આગળ બોલવું હતું પણ એ ચૂપ રહી.

"નાં એવું નથી. એનું નામ પાયલ હતું. સ્કૂલ માં હતી. પણ 12 માનું વેકશન પડ્યું ત્યારે વાત નાં થતી પછી બ્રેક અપ થઈ ગયું. "

"વાહ."

"એ ફોન કરતી પણ "

"શું પણ" નિયા વચ્ચે બોલી.

" વાત સરખી નાં થતી. એ જ્યારે ફોન કરે ત્યારે થતી"

"તો સારું ને ફોન તો કરતી."

"એટલે મારે એને ફોન ના કરાય. એ કરે તો જ વાત થાય"

"ફોન ની હસે એની પાસે"

"એ એના મમ્મી માંથી કરતી બપોરે. મારો ફોન તો મારી જોડે જ હોય કોક વાર 2 દિવસે કરતી" માનિક બોલ્યો.

"હમ. તો બ્રેક અપ કેમનું થયું." નિયા ને બોવ સમજ નાં પડી એટલે પૂછ્યું.

"એને 2 દિવસ સુધી ફોન નોતો કર્યો મે કર્યો તો એની મમ્મી એ ઉપાડ્યો. પછી એને મારી સાથે ઝગડો કર્યો. પછી મે બ્રેક અપ કરી નાખ્યું"

" મસ્ત . આવી વાત માં કોણ બ્રેક અપ કરે" નિયા બોલી.

"કંઇ નઈ એ તો ખાલી આકર્ષણ હતું. લવ નઈ"

"😀😀 સારું કેવાય. "

"શું"

"કંઇ નઈ પછી વાત કરું" નિયા એ આમ કંઇ ને ફોન મૂકી દીધો.


એ વિચારતી હતી આવી બાબત માં કોણ બ્રેક અપ કરે. અને 9 માં ફોન આપાય જ નઈ આવા થઈ જાય.
વિચાર કરતાં કરતાં નિયા સૂઈ ગઈ.

આ પર્સિસ કેમ આવી નઈ. સુરત જ રેહવાનો વિચાર છે કે શું એની?

ત્યાં જ બેલ વાગ્યો.

ઓહ તમે આવ્યા. મને એમ કે સુરત જ રેહવનો ઈરાદો છે.

"અરે પાગલ, તારા વગર મારું કોણ?"

"બસ મસ્કા નાં માર. જીજુ જોડે આવી"નિયા એ પૂછ્યું.

"હા 😊" પર્સિસ બોલી.

"ઓહ કેટલી શરમાઈ છે જોવો તો?"

"નિયા તું અત્યાર માં મસ્તી કરે છે કોલેજ નઈ જવું"

"આ બેગ લઇ ને નઈ જવું મારે"

"મગજ, આ નાં લઇ જવાય હો 😉"

"હા હું તો તૈયાર છું. તમે આવો છે કે કંઇ બીજો પ્લાન છે"
નિયા એની મસ્તી માં બોલી.

"હા આવું છું."

કોલેજ માં બ્રેક પડી ત્યારે બધી છોકરી ઓ વાતો કરતી હતી. એમાં 2 3 તો ખબર નઈ શું બોલતા હતા. પછી તો લેબ માં નિયા અને પર્સિસ practical પતાઈ ને બેઠા હતા. રાહ જોતા હતા ક્યારે છોડે આ સર.


5 PM

નિયા બોલ તો શું કર્યું તે આ રજા માં?

પછી બંને આ ટોપિક પર વાત કરવા બેઠા ક્યારે 8 વાગી ગયા એની ખબર ના પડી.

પર્સિસ ભૂખ લાગી છે ટિફિન કેમ નાં આવ્યું.

આવતું જ હસે.

નિયું એક સવાલ પૂછું?

હા બોલને તને ક્યારે નાં પાડી છે પૂછવાની. નિયા બોલી.

"સાચે ને જવાબ આપશે ને?"

"હા પ્રપોઝ નાં કરતી. મને છોકરી માં રસ નથી😉" નિયા બોલી.

"આવું કોણ બોલ નાલાયક"

"પર્સિસ માર નઈ મને કોઈ બચાવવા નઈ આવે"

"હા તો મને થોડી કોઈ આવવાનું છે બચાવવા🤨"
પર્સિસ થોડું ગુસ્સા માં હોય એવું બોલી.

"કેમ તારો પ્યાર નઈ આવે🤨🤨"

"નિયા....."

"ઓહ ગાલ તો જોવ પિંક પિંક થઈ ગયા😉"નિયા બોલી.

"મેડમ ચાલ જમી લઈએ પછી વાત કરીએ"

"હા"

(થોડી વાર પછી)

નિયા પૂછું ને??

"હા પૂછ ને પણ"

"3 જુ સેમ પણ પતવા આવ્યું હજુ કોઈ ફ્રેન્ડ નઈ બનાવ્યા. મારો મતલબ એ નથી કે તારા ફ્રેન્ડ નથી. હા તું બોલે છે પણ ખાલી સ્ટડી પૂરતું. કેમ કોઈ ને ફ્રેન્ડ નઈ બનાવતી"

નિયા કેમ sad હોય એવું લાગે છે. નિયુું શું થયું બોલ ને??

"એવું નથી કે કોઈ ફ્રેન્ડ નથી. પણ મને કોઈ ને નજીક લાવતા બીક લાગે છે. કોઈ ને વાત કરતા બીક લાગે છે"

"કેમ યાર તું તો આટલી ફ્રી minded છે તો"

"પર્સિસ મારી સ્કૂલ માં બોવ બધી ફ્રેન્ડ હતી. પણ પછી સ્કૂલ પતી ગઈ પછી દોસ્તી પણ પતી ગઈ. એક છોકરો હતો એ 4 થી મારી જોડે હતો. કાર્તિક એનું નામ હતું. 10 સુધી સ્કૂલ માં સાથે જ હતા. અને 11 માં સ્કૂલ માં અને ટ્યુશન માં જોડે હતા. Maths માં સ્કૂલ અને ટ્યુશન માં હું એક જ છોકરી હતી. બોવ કોઈ જોડે નઈ બનતું. પણ કાર્તિક જોડે બનતું. દોસ્તી તો મસ્ત થઈ ગઈ હતી. 12 વેક્શન માં પણ મળ્યા હતા. જ્યારે અહીંયા આવી પછી 1 મહિના પછી..."

"નિયા શું થયું. કેમ આશુ આવી ગયા. પ્લીઝ નાં રડ યાર...'

"એ મને લવ કરે છે એવું કીધું. મે કઈ જવાબ આપ્યો નઈ પણ એ મારા પર એનો હક જતાવા લાગ્યો."

" મે એને કીધું આ લવ મને મંજૂર નથી."

"નિયા આગળ શું થયું..." પર્સિસ બોલી.

" પછી એ દરરોજ કંઇ ને કંઈ રીતે મને હેરાન કરે. તે મને ફોન કેમ નાં કર્યો. ઓનલાઇન હતી તો મેસેજ જોયો કેમ નઈ. કોલેજ થી આવી તો કીધું નઈ. આવું બોવ બધું કેતો એ. એક દિવસ મને બોવ ગુસ્સો આવ્યો અને મે કીધું તું દોસ્ત છે બોયફ્રેન્ડ નઈ. આવું બધું પૂછ્યા ના કર. બોજ જેવું લાગે છે. પછી એ ગુસ્સે થઈ ગયો અને મને બ્લોક માં નાખી દીધી. મે ટ્રાય કર્યો વાત કરવાનો પણ એ નાં માન્યો. એ પછી કોઈ ને મારી લાઈફ માં આવવા નઈ દીધું."

"સોરી નિયા. પણ કોઈ દિવસ લાગ્યું નઈ હતું તારી સાથે કોઈ આવું કરી શકે"

"પર્સિસ એવું નાં હોય ને કે બધા આવા હોય. પણ..."

નિયા સૂઈ જા કાલે વાત કરીશું.આજે નિયા સૂવાની તો ટ્રાય કરતી હતી પણ નીંદ નઈ આવતી હતી. એને જોયું તો પર્સિસ સૂઈ ગઈ હતી. એટલે નિયા લાઈટ ચાલુ નાં કરી. એને earphones નાખી ને સુવા નો પ્રયત્ન કરવા લાગી. પણ આજે એના આંશુ એને કંઇ બોલી રહ્યા હતા. "નિયા બાર નીકળી જવા દે"

આજે આ દોઢ વર્ષ માં પેલી વાર નિયા નું ઓશીકું આખું ભીનું થઈ ગયું હતું. પણ નિયા ખુશ હતી. એના આંશુ બધા બહાર આવી ગયા હતા.

શું નિયા ને પણ કોઈ સાથે દોસ્તી થશે?

કેવી હસે નિયા ની દોસ્તી?

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Saniya Khedawala

Saniya Khedawala 8 months ago

શિતલ માલાણી

vaaaaaah

Sandhya

Sandhya 1 year ago

Daksha

Daksha 1 year ago