Madhdariye - 12 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 12

આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા આપઘાત કરે છે.. એક સુસાઈડ નોટ પણ મળી હતી..

સુગંધાએ આગળ વાત શરૂ કરી.."મારા પિતા પ્રિયાની લાશ જોઈ ભાંગી પડ્યા હતા.."એમણે કહ્યું'જો મને ખબર હોત કે તારો પ્રેમ ન પામી શકવાથી તુ આપઘાત કરી લઈશ તો હું રાજીખુશીથી તારો હાથ અમિતના હાથમાં આપી દેતો..'

અમિત અમને ત્યાં ભેગો થયો. એની હાલત પણ એકદમ ખરાબ હતી..રડીને એની આંખો સૂઝી ગઈ હતી..એ એટલું બોલ્યો"મારા પ્રેમને તમે મારી નાખ્યો છે.. પ્રિયા મને પ્રેમ કરતી હતી..એના માટે હું કોઈનો જીવ પણ લઈ શકું,અને મારો જીવ દઈ પણ શકું.. પણ તમને હું કંઈ નહીં કહું.. જ્યારે જ્યારે પ્રિયાને યાદ કરશો ત્યારે ત્યારે એક આહ ઊઠશે..પ્રિયાની પીડા તમને ચેનથી જીવવા નહીં દે.. આ તમારી સજા હશે.."

એ પછી અમે અમિતને ક્યારેય જોયો નથી..

મારા લગ્ન તમારી સાથે થયા ત્યારે પુષ્પાદીદી સૌથી પહેલાં મને જોવા આવ્યા હતા.. તમારી સાથે હું લગ્ન કરવા અવઢવમાં હતી.. પુષ્પાદીદી મને જોઈને તરત જ બોલ્યાં'રેશમા તુ અહીંયાં ક્યાંથી?'

પુષ્પાદીદીના શબ્દોએ મને એક નવી પ્રેરણા આપી.. મને તરત ખ્યાલ આવી ગયો હતો કે નક્કી પ્રિયા હજુ જીવે છે.. પુષ્પાદીદી વિશે તો મને ખબર હતી જ કે એ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા હતા.. મને મારી બેન જીવતી હોવાનો અણસાર આવી ગયો હતો..

મેં એમને કહ્યું "હું રેશ્મા નથી..તમારી કાંઈક ભૂલ થઈ રહી છે.. મારું નામ સુગંધા છે. "

પુષ્પાદીદીએ કહ્યું'ઓહ સોરી હો, પણ થોડુંક નાક નક્શ રેશ્માને મળતું આવતું હતું એટલે હું ભૂલથી બોલી ગઈ.'

એમણે મારા ઘરના બધા સભ્યોના ફોટા પણ જોયા અને પ્રિયા વિશે પણ પૂછ્યું હતું..પણ લગ્ન કરીને હું આવી છતાંય એમણે રેશ્મા વિષે હરફ શુધ્ધા ઉચ્ચાર્યો ન હતો.. હું પૂછતી તોય એ વાત ટાળી દેતા હતા..

એક વખત જ્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે એમણે મને બાજુમાં બેસાડી અને કહ્યું'જો સુગંધા મારી પાસે હવે બહુ ઓછો સમય છે.. કદાચ આપણો સંગાથ હવે બહુ લાંબો નથી..પણ એક રહસ્ય છે જે હું તને કહ્યા વગર મરી જઈશ તો મારા આત્માને શાંતિ નહીં મળે..પણ આ વાતની જાણ પરિમલને ન કરીશ.. એ સાવ નિષ્કલંક માણસ છે.. એમને જાણ થશે તો એ પોતાનાથી થતી બધી કોશિશ કરશે અને એમનાથી કદાચ કોઈ ખરાબ કામ થઈ જાય અથવા એમને કંઈક થઈ જાય તો??એટલે વાત ખાનગી રાખજે..રેશ્મા લગભગ તો પ્રિયા જ છે.. એ અદ્દલ તારા જેવી જ દેખાય છે. મેં તને પ્રથમ વખત જોઈ ત્યારે જ મને અણસાર આવી ગયો હતો.. તુ તારી રીતે તપાસ કરી લેજે.. પણ સંભાળીને કામ કરજે,આ કામ જોખમ ભરેલું છે.. જો કોઈને જરા સરખી ગંધ આવી તો એ લોકો બહુ ક્રુર હોય છે..એ લોકો કરતા રાક્ષસો પણ સારા હોય.. '

મેં કહ્યું "પણ પ્રિયાની તો અમે લાશ પણ જોઈ હતી..પ્રિયા કેવી રીતે જીવતી હોઈ શકે??"

પુષ્પાદીદી બોલ્યા'આ વ્યવસાયમાં આવનાર કોઈનું નામ સાચું નથી હોતું.. હા જે પોતાની મરજીથી આવે છે એ સ્વતંત્ર રહે છે, પણ એમા પણ ઘણી શરતોનું પાલન કરવું પડે છે..કદાચ એ પ્રિયા હોય પણ ખરી ને ન પણ હોય. પણ તું પોતે ચેક કરી શકે છે.. '

મેં મનોમન નક્કી કર્યું કે હું સત્ય જાણીને જ રહીશ.. પણ કેમ જાણું એ રસ્તો હજુ શોધ્યો ન હતો..આખરે છુપાવેશે મેં પુષ્પાદીદીના ગયા બાદ તપાસ આદરી..આખરે એ ક્ષણ પણ મળી જ્યારે મારી મુલાકાત રેશ્મા સાથે થઈ..મને જોઈને એ એકદમ આભી જ બની ગઈ..જાણે અરીસા સામે જોઈને એક ગાંડો જેવો પ્રતિભાવ આપે એમ તેની સ્થિતિ હતી..

મેં એને પૂછ્યું"તુ રેશ્મા છો ને??

એણે કહ્યું"કેમ જાણીને તારે શું મારી જગ્યાએ ધંધો કરવો છે?? આ તો મારી ડુપ્લિકેટ જાણીને થોડું મોં આપ્યું તો તુતો જળો માફક ચોંટવા લાગી."આટલું બોલી એણે મોં મચકોડી ચાલતી પકડી..

મને સમજતા વાર ન લાગી..એના હાવભાવ, બોલવાની ઢબ, કપડા, ચહેરો ભલે થોડો બદલાયો હોય પણ 9 મહીના પેટમાં ને સતર વર્ષ સાથે વિતાવ્યા હતા.. મને ખબર હતી એ રેશ્મા નથી..પ્રિયા જ છે.. પણ રેશ્મા કહ્યું તોય એને ન ગમ્યું તો પ્રિયા કહી દીધું હોત તો મોટી ઉપાધી થાય..

હવે મારે એની દરેક હિલચાલ પર નજર રાખવાની હતી.મારે કોઈપણ ભોગે એના મુખેથી સત્ય બહાર લાવવું હતું.. મેં થોડાક દિવસ એના પર વૉચ રાખી.. એ ક્યારે એકલી જાય છે? ક્યાં જાય છે?? કોને મળે છે એ બધું મેં જાણી લીધું..

એક વખત જાણી જોઈને મેં અજાણરીક્ષા ચાલકને પૈસા આપી દીધા અને મારો ખોટો એક્સિડન્ટ પ્રિયા સામે કરવા કહ્યું..

રીક્ષાએ મને થોડી ટક્કર મારી અને હું જાણે બેશુદ્ધ પડી હોય એવું નાટક કરવા લાગી.. પ્રિયા જોઈ ગઈ હતી..એ તરત દોડીને મારી પાસે આવી..

"દી શું થયું??તને સારુ તો છેને,?? તને જાજુ વાગ્યું તો નથીને?? "પ્રશ્નોની જડી વરસાવી દીધી.. એ બેબાકળી બની ગઈ હતી..

આંખો ખોલીને મેં કહ્યું "મને કાંઈ નથી થયું પ્રિયા.મારે તો તારા મોઢેથી સચ્ચાઈ જાણવી હતી.પોતાની દીને તકલીફમાં જોઈને તુ સાચું બોલી છો.. પણ હવે તને એમણામ નહીં જવા દઉં..હવે મને બધી વાત કરવી પડશે.. તારો આપઘાત,લાશ મળવી, અમિતની સચ્ચાઈ અને તારે આ ધંધો કેમ કરવો પડ્યો એ બધી વાત જાણ્યા વગર હું ક્યાંય જવાની નથી.."

પ્રિયા બોલી'દી એ બધું એક કાવતરાનો ભાગ હતો.. મારા જેવી જ લાગતી એક છોકરીને એણે ટ્રેન નીચે બાંધીને મારા કપડા પહેરાવીને એનું ખૂન કરાવ્યું હતું..મને પણ ધમકીથી બધું લખાવીને સુસાઈડનોટ રાખી હતી,જેથી બધા એમ સમજે કે હું મરી ગઈ છું અને અમિત પણ બચી જાય..

એની નજર આપણા બંગલા પર ને મિલકત પર હતી.. એને કોઈપણ ભોગે અમીર બનવું હતું..એના માટે એ બધું કરવા તૈયાર હતો.. એ જે ગેંગ સાથે જોડાયેલો હતો એમની પાસે લાખો રૂપિયા પડાવતો હતો..

મને ખબર પડી એટલે મેં ભાગવાનું નક્કી કર્યું.. પણ એને ખબર પડી એટલે એણે પપ્પાનો એક્સિડન્ટ કરાવ્યો અને મને ધમકી આપી કે-'હજુ મારી નથી નાખ્યો તારા બાપને,પણ જો ધારું તો એક દિવસમાં તારા આખા ફેમીલીને મારી શકું એમ છું..ચુપચાપ પડી રહેજે કેમકે તને મારતા પણ મને વાર નથી લાગવાની...'

હું ડરી ગઈ..ખરેખર અમિત આજે મને સનકી લાગ્યો..હું વિચારતી રહી કે કેવા વ્યક્તિ સાથે મેં પ્રેમ કર્યો?? મારી દી, માતાપિતા કોઈનું ન માની મેં મારા પગ પર કુહાડી મારી હતી.હવે પસ્તાવો હતો મારી પાસે,એનું માન્યા વગર કોઈ રસ્તો ક્યાં હતો?? એણે મને અંધારી ઓરડીમાં ગોંધી રાખી હતી..જ્યારે આવે ત્યારે શરાબની બદબૂ આવતી. એણે મને હજુ હાથ શુદ્ધા અડાડ્યો ન હતો, પણ એની ધમકીએ મને ભાંગી નાખી હતી..હું માણસ ઓળખવામાં થાપ ખાઈ ગઈ હતી..હું ઘેર કોઈને જાણ પણ કરી શકું એમ ન હતી..એ શેતાનનો પણ બાપ હતો.. "

મેં પૂછ્યું"પછી અમિતનું શું થયું??એ અત્યારે ક્યાં??ને તારે આ ધંધામાં કેમ આવવું પડ્યું??"

એણે કહ્યું'એ બધાથી ઉપર એક મેઈન ગુન્ડો હતો.. જેને હજુ કોઈએ જોયો નથી..એ હંમેશા ચહેરા પર લુચા જેવું માસ્ક પહેરીને જ આવતો હતો.. એના સાચા નામની લગભગ કોઈને ખબર ન હતી.પણ એને ચંકી સર કહેતા હતા બધા.. એ જયારે આવ્યો ત્યારે બધાને એક મોટા હોલમાં લઇ જવામાં આવ્યા.. અમારી આંખો પર પટ્ટી બાંધીને મારા જેવી બીજી 35 છોકરીઓને કોઈ મોટા વાહનમાં બેસાડીને અમને લઈ જવામાં આવ્યા..હાથ બાંધેલાને આંખો પર પટ્ટી હતી એટલે ક્યાં લઈ જાય છે એ ખબર પડી જ નહીં..

આમારા બધામાં પ્રેમમાં દગો ખાધેલી યુવતીઓ અને ગરીબાઈથી ત્રાસેલી યુવતીઓ હતી..જે સ્વેચ્છાએ આવતી એમને એક વખત બધા ધરાઈને શરીર હેવાન માફક ચૂંથી નાખતા અને વિશ્વાસ આવી જાય એટલે કમીશન પર એ ધંધો કરી શકતી હતી.. એમા દલાલથી લઇને તમામ લોકોની કમીશન આવી જતું હતું.. 200 કે 300 જેવી નજીવી રકમ ગ્રાહક પાસે મળતી એમા 50 અમે અમારા બુઢાપા માટે જમા કરાવી શકતા ને બાકીના એ ચંકી ભાઈ પાસે જતા.. મહીને દરેકને એમનો હિસ્સો મળી જતો હતો..

પોલીસ બધી ખબર હોવા છતા આંખ આડા કાન કરી દૂર જ રહેતી હતી.જો ભૂલે ચૂકે કોઈ ભાગી છૂટવા સફળ બને તો પણ પોલીસ એને ખોટા ગુના માટે અંદર કરી દેતી હતી..અમે કોના સહારે જઈએ??બધું એકબીજાની અમીદ્રષ્ટિથી ચાલતું હતું..

એક વેશ્યાનું જીવન દેવદાસી કરતા બદતર હોય છે... અમારા ગ્રુપમાંથી એક બોલી"આપણે લગભગ બાય રોડ જઈએ છીએ.. આપણે જો દેકારો કરીએ તો કદાચ બચી શકાય.."

જો કે એેણે દેકારો કરવાની કોશિશ કરી તો એમાથી એક દાનવ જેવો લાગતા માણસે તરત જ એના માથા પર એક દંડો ફટકારી એને ત્યાંજ ઢીમ કરી દીધી..
અમે ક્યાં જઈએ છીએ અને અમારૂં શું થશે એ હવે બધું ઉપરવાળા પર છોડી દેવામાં જ અમને ભલાઈ લાગી.. એકની આટલી ખરાબ હાલત હતી એટલે અમને હવે બોલતા પણ ડર લાગતો હતો.. એક અજાણ્યો ભય અમારા દિલમાં હતો.. અમે બધા ચૂપચાપ એ ગાડીમાં બેઠા હતા.. ગાડી અચાનક ઉભી રહી અને અમારા દિલની ધડકન વધતી ગઇ..કોણ જાણે કરમમાં શું લખ્યું હશે!! શું થશે એ ડરથી અમે કોઈ ઊતરવા રાજી ન હતા.. અમારા બાવડેથી અમને ઝાલીને અમને ધસડીને નીચે નાખવામાં આવી..

અમારી આંખની પટ્ટી ખોલી,,અમે હજુ એકદમ અંધારામાંથી આવ્યા હતા એટલે અમારી આંખો અજવાળામાં અંજાઈ ગઈ..

આગળ શું થશે એ જાણવા વાંચતા રહો

મધદરિયે