Sky Has No Limit - 44 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-44

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-44
મલ્લિકા પોતાનાં અને મોહીતનાં ભૂતકાળમાં સરી ગઇ હતી મોહીતને એણે માનસીક બરોબર તૈયાર કરેલો ઇન્ડીયા જતાં પહેલાં છતાં એને સુસુપ્ત ભય રહેતો કે એનાં પેરેન્ટસ પાસે જઇને એમનાંમાં આવીને ફરી તો નહીં જાયને એટલે પહેલેથી એવી રીતે બધો પ્રોગ્રામ કરી દીધેલો કે વચ્ચે મોહીતને વધારાનો કોઇ સમયજ ના મળે ઇન્ડીયા પહોચી તરતજ બે જ દિવસમાં મેં મારાં ઘરે બોલાવી લીધાં અને એલોકો ખૂબજ ઉતાવળયું લાગેલું પણ મેં વિચારવાનો સમયજ નહોતો આપ્યો અને પછી મારાં પેરેન્ટસ મોહીતનાં ઘરે પહોચી ગયેલાં.
આ બધાં વિચારોની વચ્ચે એનો મોબાઇલ રણક્યો અને સ્ક્રીનમાં નામ જોયુ મોઢું બગાડીને ઉપાડ્યો. એની માં લાઇન પર હતી. મલ્લિકાએ પૂછ્યુ "હાં માં બોલ.. સાચુ કહું માં હમણાં મારો મૂડ જ નથી વાત કરવાનો પણ કંઇ ખાસ હોય તો જ વાત કરીએ નહીતર પછી હું ફોન કરુ છું.
કાલીન્દી બહેને કહ્યું કેમ દીકરા આવી રીતે વાત કરે છે ? અહીંતો બધુ પુરુ થઇ ગયું છે તને બોલાવવાની તારી સાસુ ના પાડે છે કે આવી સ્થિતિમાં વિમાનની મુસાફરી નથી કરાવવી એટલે મને હાંશ થઇ છે પણ.. મોહીતનું વર્તન થોડું અલગ છે એ સરખી રીતે નથી વર્તી રહ્યો.
માં ની ફરિયાદ સાંભળી મલ્લિકાને ગુસ્સો આવ્યો માં મે તને કહ્યું ને હમણાં આ બધી વાતો સાંભળવાનો મૂડ નથી મોહીત મારી સાથે પણ હજી વાત કરી નથી રહ્યો બલ્કે એનાં પાપાનાં મોતની હું જવાબદાર હોઊં એવો ટોણો માર્યો છે... આપણે પછી વાત કરીશુ એમ કહીને ફોન કાપી નાંખ્યો.
મલ્લિકા થોડીવાર શાંત બેસી રહી એણે કંટાળીને ફોન સ્વીચ ઓફ કરી દીધો એ આડી પડી પણ એને ચેન નહોતુ પડતું એ પાછી અધૂરી કડી જોડીને વિચાર કરવા લાગી મોહીતનાં પેરેન્ટસને બધુજ ઉતાવળયું કઇ રહ્યું છે એવું લાગેલું એમણે મારાં ઘરે આવીને મારાં પેરેન્ટસને મળ્યાં. મારાં પેરેન્ટસ સાથે હું સુરત જઇ આવી.
બે ત્રણ દિવસ થઇ ગયેલાં મોહીત ફોન ઉપાડતો નહોતો એ લોકોનો કોઇ જવાબ ના આવ્યો હું ગભરાઇ ગઇ હતી કે મોહીત ફરી ગયો કે શું ? મારાં પેરેન્ટસ પણ ચિંતામાં પડી ગયેલાં. મારી મંમીની હુંશિયારી કામ નહોતી લાગતી કે હવે શું કરવું ? કોઇ રીતે કોન્ટેક્ટ નહોતો થયો.
માટે શું કરવુ મને ખબર જ ના પડી પછી અને આઇડીયા આવ્યો મેં હિમાંન્સુ ને US ફોન કર્યો કે કેમ છે ? બધુ કેવું ચલે છે અમારુ અહીં લગ્નની વાતચીત ચાલે છે લગભગ નક્કી થઇ ગયુ છે બસ હવે મૂહૂર્ત જુએ છે મંમી પપ્પા પછી મોહીતનાં ઘરે જણાવીશું આમ હિમાંશુંને સાચાં ખોટાં સમાચાર આપ્યાં.
મને ખબરજ હતી હિમાંશુ અને મોહીત ખાસ મિત્રો હતાં એટલે વાત થશેજ. હિમાંશુને કરેલી વાતનો પડધો પડ્યો અને બે દિવસ પછી મોહીતનોજ ફોન આવ્યો મેં પૂછેલું કેમ તારો ફોન બંધ આવે ? ના તું ફોન કરે ના કોઇ જવાબ શું થયું ? મોહીત તને કે તારાં પેરેન્ટસને આ સંબંધ માન્ય ના હોય તો કંઇ નહીં હું ઘરમાં વાત કરી લઊં કે એ લોકની ના છે એટલે જે વિચારવું હોય એ વિચારે તો હું યુ.એસ. જવાની પાછી તૈયારી કરું.
મોહીતે એને સાંભળ્યા પછી કહ્યું "મલ્લુ એમ ઉતાવળ નહીં ચાલે મંમી પપ્પાને તુ પસંદ આવી છુ પણ સાવ બંન્ને કુટુંબ અજાણ્યાં છે એટલે પપ્પા કહે આપણે આપણી રીતે તપાસ કરી લઇએ પછી વાત તારી સાથે હમણાં વાત ના કરવી એવાં સમ આપ્યાં હતાં.
આજે મને પાપાએ કહ્યું "તું અમારો એકનો એક દીકરો છે તું ત્યાં સેટ થવા માંગે છે એ છોકરી સાથે પરણવા માંગે છે તારી જીંદગીનાં અગત્યનાં નિર્ણય તું આમ બે દિવસમાં લેવા માંગે કેવી રીતે શક્ય છે ?
મોહીત તારી લાગણી અને પ્રેમને ધ્યાનમાં રાખીને અમે સ્વીકારવા તૈયાર છીએ પણ એક દુઃખ રહેશે કે અમે તને અમારી રીતે પરણાવવા માંગતાં હતાં પણ કંઇ નહીં મહાદેવની જેવી ઇચ્છા....
તેં એ છોકરી સાથે બધુ નક્કી કરીજ લીધુ છે અલબત્ત તમે યુ એસથીજ બધુ નક્કી કરીનેજ આવ્યાં છે લગ્નનું અને યુ.એસ.જ સેટ થવાનું પછી અમારે તો માત્ર ફોર્માલીટીજ કરવાની રહી છે સ્વીકારી લેવાનું છે બે દિવસ મન ઊંચા રહ્યાં છે અમારાં પણ ખબર નહીં હું મારાં નિર્ણયમાં અડગ અને કાયમજ રહ્યો છું તને ભૂલી નહોતો શક્તો તારીજ યાદ આવી રહેલી મેં બંન્નેને મનાવી લીધાં છે પપ્પા તારાં પપ્પા સાથે વાત કરીને ફાઇનલ કરી દેશે.
હાંશ એ દિવસની મને હજી યાદ છે અને મેં ઘરમાં વાત કરી માં ખુશ થઇ ગઇ મને કીધેલું મારી દીકરી છે તું કરે એ બધુ પાકુજ હોય.. વાહ છોકરો બરાબર હવે તનેજ જુએ છે હું સમજી ગઇ છું કે તારાં કામણ તેં બરાબર પાર્થ્યા છે અને અધ્યાહારમાં એ બધો ઇશોરો કરીને પૂખ્ત વાત પણ મને કરી દીધી અને હસતી હસી જતી રહી હતી.
અને જૂહૂ કલબમાં લગ્ન ગોઠવેલાં એમને ત્યાંથી પણ મહેમાનો આવેલાં બધાને રહેવાની વ્યવસ્થા કરી હતી પાપાએ ખૂબ ખર્ચ કરેલો એ લોકો એ પણ ખૂબ ખર્ચ કરેલો અને ધામધૂમથી અમારાં લગ્ન થયાં હતાં બે દિવસ પછી સુખમાં ભવ્ય રીસેશન હતું. સીટીકલ્બમાં બધાંને એ દિવસ યાદ રહી ગયેલો.
લગ્નની રાત્રે હું ખૂબ જ થાકી હતી માનસીક તો ખૂબ મહેનત હતીજ અને બધી દોડાદોડી પછી છેવટે લગ્ન થયાં અને મોહીત કાયમ માટે મારો થઇ ગયો હતો. એનાં પેરન્ટસમાં ગુણ છે મને થયેલુ કે કેવાં સારાં માણસો છે એમને દુઃખ થયેલું કે અમે જાતે નક્કી કરી લીધુ અને એ દુઃખની વાત તો મોહીતે કરેલી પણ એમનાં વર્તનમાં વાણી વ્યવહારમાં ક્યાંય એવુ અનુભવ્યું નહોતું મને ખૂલ્લા દીલે સ્વીકારી હતી મને હજી યાદ છે એમણે કીધેલું મારાં માટે વહુ એટલે દીકરાની વધુ દીકરાથી પણ વધુ છે અને મને ગળે વળગાવી આશીર્વાદ આપેલાં.
એમનાંજ સંસ્કાર મોહીતમાં હતાં. એ મધુરંજનીની રાત મને હજી યાદ છે. એ યાદ કરીને અત્યારે પણ મલ્લિકાને હસુ આવી ગયું.
એ રાત્રે બધુ પરવારીને અમે અમારાં સજાવેલાં વિશાળ રૂમમાં આવ્યાં. ચીલ્ડ ઠંડક હતી આમાં રૂમમાં ફૂલો-ફૂલોનાં બુકે.... સુગંધ સુગંધ- રેશમી ચાદર પાથરી સજાવેલો બેડ અને ધીમુ ધીમું મોહીતને ગમતું મ્યુઝીક વાગી રહેલું. અમે લોકો ભારે ભારે કપડાં બદલીને બાથ લઇને ફ્રેશ થયેલાં.... મોહીત નાહીને આવ્યો બેડ પર આડો પડ્યો મને કીધુ જા તું બાથ લઇને આવ હું રાહ જોઊં છું આજની આ કાયદેસરની સુહાગરાત છે મજા આવશે ના શરમ ના સંકોચ ના સીમા.
મેં કીધેલું આપણે ક્યાં રાખીએજ છીએ ? એમ કહી હસતી હસ્તી હું બાથ લેવા ગઇ.
હું બાથ લઇને આવી મેં રેશ્મી સુંદર નાઇટી પહેરી હતી મોહીતનાં એક સ્પર્શથી પુરા બટન ખોલો અને આખી ખૂલીને નીચે સરકી જાય એવી હતી. હું પ્રણયનાં અને મીઠાં પ્રેમનાં સ્પર્શનાં વિચારો કરતી બહાર આવીને જોયું તો મોહીત બેડ પર ઘસઘસાટ ઊંઘતો હતો. મને પહેલાં હસુ આવી ગયું.
હું થોડીવાર રૂમમાં ફરી બધી બારીઓમાંથી આજુબાજુ જોયુ પછી મોહીત પાસે આવી એને પ્રેમથી જોઇ રહી. મને એટલો બધો પ્રેમ ઉભરાઇ રહેલો કે સીમા નહોતી મેં એનાં માથે હાથ ફેરવ્યો કપાળ પર ચુંબન કર્યું.
મોહીતને મારાં ઠંડા-ગરમ હોઠનો મીઠો સ્પર્શ ગમતો હતો પણ ખૂબજ ઊંઘમાં હતો મેં એનાં તરફ મૂકીને અને ચૂમવા માંડ્યો મારાં ગરમ ગરમ શ્વાસ એનાં ચહેરાને સ્પર્શતા હતાં હું ખૂબજ પ્રેમ કરવાનાં મૂડમાં હતી આજે અમારી સુહાગરાત હતી. પણ મોહીત ઘસઘસાટ ઊંઘતો હતો હું પ્રેમ વ્યક્ત કરીને હું એની બાજુમાં એનો હાથ પકડીને આડી પડી મારી આંખો ઘેરાવા માંડી હતી અને ત્યાં જ....
વધુ આવતા અંકે ----પ્રકરણ-45

Share

NEW REALESED