Pagrav - 18 books and stories free download online pdf in Gujarati

પગરવ - 18

પગરવ

પ્રકરણ – ૧૮

સુહાની આજે બધું શરું થયાના લગભગ પંદરેક દિવસ પછી ઓફિસે આવી. બધાં હવે લાંબી રજાઓ બાદ હવે લગભગ કામ કરવાનાં રૂટિન મૂડમાં આવી ગયાં છે. આજે ખબર નહીં કોઈ દ્વારા સુહાની આવી રહી છે એનાં પહેલેથી જ સમાચાર મળી જતાં કેટલાંય લોકો જેવી એ ઓફિસમાં પ્રવેશી કે પોતાની જગ્યા પરથી છૂપી નજરે જોઈ રહ્યાં છે. સુહાનીનાં એની મોહકતા અને સુંદરતાને કારણે કેટલાયને ગમે છે. લોકો એની પાછળ તો પાગલ છે... જેટલાં કોલેજમાં હતાં એનાંથી ય વધારે ઓફિસમાં એનાં ચાહીતાઓ છે... એકલો દેખાવ જ નહીં પણ એનો મળતાવડો ને હસમુખો સ્વભાવ પણ લોકોને આકર્ષિત કરવા માટે મજબૂર કરી દે છે. પણ સમર્થનો સાથ જોતાં કોઈ એની નજીક નહોતું આવી શકતું.

લગભગ ઓફિસમાં સમર્થ અમેરિકાથી પરત નથી આવ્યો એ વાતની બધાંને જાણ થઈ ગઈ છે. ઘણાં એનાં પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે ઘણાં જાણે સુહાની સુધી પહોંચવાનો રસ્તો ક્લિયર થયો એવું વિચારીને મનમાં ખુશી અનુભવી રહ્યાં છે. બધાંને વધારે જાણ તો ત્યારે થઈ કે કંપનીનાં એન્યુઅલ ફંક્શનમાં 'બેસ્ટ એમ્પ્લોય ઓફ ધી યર' તરીકે સુહાનીનાં ડિપાર્ટમેન્ટમાં એને અને સમર્થનાં ડિપાર્ટમેન્ટમાં સમર્થને આ એવોર્ડ અને સાથે જ ચેક પણ એનાયત થયો. બેય ને સાથે આવેલાં જોઈને મોટાં ભાગનાં લોકોને જાણ થઈ કે બંનેની સગાઈ થયેલી છે. વન ઓફ ધ બેસ્ટ કપલ છે કંપનીનું....

આજે છુપાઈને ત્રાંસી નજરે જોતાં અથવા તો જે લોકો ક્યારેય એની સાથે વાત નથી કરી એ લોકો સ્મિત કરીને હાય હેલ્લોને સમાચાર પૂછવા લાગ્યા છે...પણ એનું સ્મિત તો જાણે સમર્થની યાદોની સાથે જ વિસરાઈ ગયું છે. એક નટખટ છોકરીમાંથી જાણે બે-ત્રણ મહિનામાં જ એ પરિપક્વ યુવતી બનીને આવી હોય એવું લાગી રહ્યું છે.

એ પોતાની ચેમ્બર પાસે આવીને બેઠી. એટલામાં જ એની કલીગ ધારા એની પાસે આવીને બેઠી. ધારા બહું ડાહી અને સમજું છે. સુહાનીને સહુથી વધું એની સાથે જ ફાવે...એટલે જ એ એની ખાસ ફ્રેન્ડ બની ગઈ છે આટલાં સમયમાં. સુહાનીથી એક વર્ષ જ મોટી હોવાથી બે ય સરખાં જેવાં જ હોવાથી બંને વધારે સાથે જ કામ કરતાં હોય.

ધારાએ એને બીજું બધું કંઈ પણ પૂછ્યાં વિના એને પાણી આપ્યું ને ઘરે બધા કેમ છે એમ પુછીને સરળ વાતચીત કરી. ને પછી અત્યારે એને જે કામ કરવાનું છે થોડું એ સોંપી દીધું.

સુહાનીએ પોતાનું કામ ફટાફટ કરવાં માંડ્યું... એટલામાં ફરી ધારા આવીને બોલી, " હું તને કહેવાનું ભૂલી ગઈ કે આપણાં HOD સર ( દાદુ ) તને બોલાવવાનું કહેતાં હતાં એટલે કદાચ ના બોલાવે તો પણ એકવાર એમને મળી લેજે...એ બિચારાં આપણને બહું સારું રાખે છે...."

સુહાની : " હા હું કામ પતાવીને જઈ આવું છું...પણ તને એવી કંઈ ખબર છે કે કંપનીની ફોરેન એમ્પોલોયની ડિટેલ્સ કોની પાસે મળી શકે ?? એની આઈડિયા ?? "

ધારા : " કદાચ રાહુલને ખબર હશે... હું પૂછી જોવું ?? "

સુહાની : " ના એમ ડાયરેક્ટ નહીં... હું કહું પછી તું જ વાત કરજે તારે એની સાથે સારું બને છે તો કદાચ કંઈ કહેશે..."

ધારા : " પણ શેનાં માટે જોઈએ છે સુહાની ?? "

સુહાની : " એ હું તને પછી જણાવીશ...પણ મને એની બહું જરુર છે... પ્લીઝ તું મને હેલ્પ કરી શકે તો..."

ધારા : " અરે પાગલ એમાં પ્લીઝ હોય ?? તું મને ઓર્ડર કર એટલે હું તારું કામ કરી આપીશ... તું કારણ નહીં કહે તો પણ ચાલશે... તું જે પણ કરતી હોઈશ એ સમજી વિચારીને જ કરતી હોઈશ..."

સુહાની : " થેન્કયુ ધારા...તને મળીને સારું લાગ્યું. અહીં પુનેમાં એક ગુજરાતી અને એમાં પણ તારાં જેવી ફ્રેન્ડ ભલે તો ઘણું ખરું ટેન્શન એમ જ ઓછું થઈ જાય..."

ધારા : " સારું ચાલ કામ પતાવી દે પછી લન્ચબ્રેકમાં શાંતિથી વાત કરીએ..."

ને ફરીથી બે ય જણાં પોતપોતાના કામમાં પરોવાઈ ગયાં.

*************

સુહાની કામ પતાવીને સરની કેબિનમાં ગઈ. એમણે સુહાનીને બહું આદર અને પ્રેમથી આવકારી કારણ કે એ અને ધારા તો એમનાં ડિપાર્ટમેન્ટનાં એમનાં ફેવરિટ એમ્પોલોઈ છે.

સુહાની ખુરશી પર બેઠી. મિસ્ટર કાપડિયાએ સમર્થ સાથે જે બન્યું એ માટે દુઃખ પણ દર્શાવ્યું. સુહાની કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહી છે. એ જોઈને મિસ્ટર કાપડિયાએ કહ્યું, " સુહાની હું તને ધારાને મારી દીકરી જેવાં માનું છું... હું સમજી શકું છું તારાં પર સમર્થનાં જવાની આટલી નાની ઉંમરમાં આવો દિવસ જોવો પડ્યો છે...પણ હવે કુદરત આગળ આપણે બધાં લાચાર છીએ... તું આટલાં દિવસ ન આવી તો અમે તો તારી પાછાં આવવાની આશા જ છોડી દીધી હતી પણ તું હિંમત કરીને પાછી ફરી એ બહું મોટી વાત છે..."

હજું સુધી ચૂપ રહેલી સુહાની બોલી, " સર સમર્થને કંઈ નથી થયું...એ ચોક્કસથી પાછો આવશે... પહેલાં થોડાં સમય માટે તો મને પણ એમ થઈ ગયું હતું કે એ પાછો નહીં ફરે પણ હવે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે એ જરૂરથી પાછો આવશે..."

મિસ્ટર કાપડિયા : " એવું તું કઈ રીતે કહી શકે છે બેટા ?? તારી એની સાથે કંઈ વાત થઈ ?? પરિસ્થિતિ જોતાં તો એવું કંઈ જ દેખાતું નથી..."

સુહાની : " એ હું કહીશ બધું પણ મને કહી શકશો કે આ મિસ્ટર અગ્રવાલ કેવાં વ્યક્તિ છે ?? "

કાપડિયા : " કેમ અચાનક શું થયું ?? સાચું કહું તો એ અમારાંથી બહુ નાની ઉંમરનો છે આમને એનાં મામા જ્યારે બધું સંભાળતા ત્યારે વધારે ફાવતું...પણ આ તો સમય સમયની વાત છે એ જે ધારે છે એને એ થવું જ જોઈએ એવો એનો લક્ષ્ય હોય છે...એને અમૂક પ્રોફિટ જોઈએ એટલે નક્કી કરે એટલે એ કોઈ પણ સંજોગોમાં કામ લેવડાવી દે સ્ટાફ પાસે... એનાં માટે એ બધાંનો કામનો ઉત્સાહ જાળવવા એક્સ્ટ્રા રૂપિયા ઈન્સન્ટિવ પણ આપી દે.... ચડતું લોહી ને યુવાનીનો જોશને કારણે એવું હોઈ શકે !! એ બીજાંની સ્થિતિ સમજવાં તૈયાર નથી હોતો. "

સુહાની : " હમમમ...અને માણસ તરીકે ?? "

મિસ્ટર કાપડિયા થોડાં અચકાયા પછી બોલ્યાં, " બેટા કદાચ એક અમીર ઘરનો સ્વછંદી, જીદ્દીને કદાચ થોડો તોછડાઈથી વર્તન કરનાર..."

સુહાની : " એમણે તમારી સાથે કોઈવાર એવું કર્યું છે ?? "

કાપડિયા : " મારી સાથે તો નહીં પણ બેટા અમારી મીટીંગ થતી હોય આખી કંપનીની એમાં એ ઘણીવાર મોટી મોટી ઉંમરના મોટી પોસ્ટવાળા લોકોને પણ અમૂક ચર્ચામાં ઉતારી પાડતાં અચકાતો નથી. પણ કદાચ એનો સ્વભાવ જ એવો હશે...પણ તું એનાં વિશે મને કેમ અચાનક પૂછી રહી છે મને કંઈ સમજાતું નથી..."

સુહાની : " એ ક્યારેય કોઈને પોતાની કેબિનમાં બહું જ ખાસ કારણ સિવાય બોલાવીને વાત પણ નથી કરતાં ને ?? "

કાપડિયા : " હા "

સુહાની : " એમણે મારાં સસરા સમર્થ માટે પૂછપરછ માટે આવ્યાં હતાં ત્યારે એણે એમને સામેથી કેબિનમાં બોલાવીને શાંતિથી વાત કરી હતી...અને કંઈ પણ ખબર મળશે કે એ તરત જ એમને પોતે ફોન કરીને જાણ કરશે એવું કહ્યું હતું..."

કાપડિયા : " એ આટલું બધું કરી શકે નવાઈ લાગી. પણ એને ફોન કર્યો હતો ખરાં ?? "

સુહાની : " હા...પણ શું કહેવા ખબર છે કે બધું જ્યારે ન્યુઝમાં અમેરિકાએ છેલ્લે ક્લિયર કર્યું પછી એમણે સામેથી પપ્પાને ફોન કરીને કહ્યું કે, " અંકલ અમે બહું મહેનત કરી છતાં સમર્થ માટે કંઈ ન કરી શક્યાં. મને બહું દુઃખ થયું..." અને છેલ્લે કંપનીની પોલીસી મુજબ એમને ત્રીસ લાખ રૂપિયા એમને આપવાની વાત કરી જેથી એમનું પાછળનું જીવન સારી રીતે પસાર થાય. પણ આપણી કંપનીની પોલીસી મુજબ તો વીસ લાખ જ મળે છે ને આવાં કોઈ પણ કેસમાં ?? "

મિસ્ટર કાપડિયા : " એનું અપડેટેડ લિસ્ટ હાલ જ મારી પાસે આવ્યું છે એમાં પણ આ જ રકમ છે..."

સુહાની : " કોણ જાણે કેમ મને હવે ચોક્કસ લાગી રહ્યું કે સમર્થનાં પાછાં ન આવી શકવા પાછળનું કારણ મિસ્ટર અગ્રવાલ છે..."

મિસ્ટર કાપડિયા : " પણ એવું શું કામ કરે ?? એને એક સામાન્ય એમ્પોલોયની આમ તો કંઈ પડી નથી હોતી...મને તો કંઈ સમજાતું નથી.."

સુહાની : " પણ કંઈ તો કારણ છે એને હું શોધીને રહીશ..." કહીને સુહાની ખુરશીમાંથી ઉભી થઈ ગઈ...

મિસ્ટર કાપડિયા : " તું કયા કારણે આ બધું ક્યાં બેઝ પર કંઈ રહી છે એ તો મને સમજાતું નથી પણ તું તારાં કામમાં સફળ થાય એવાં મારાં આશીર્વાદ છે...મારી કોઈ પણ મદદ જોઈએ તો બેજીજક કહેજે મને...."

સુહાની : " થેન્કયુ સર " કહીને સુહાની એક સ્મિત સાથે બહાર નીકળી ગઈ.

સુહાની હવે અગ્રવાલ સુધી કેવી રીતે પહોંચશે ?? સાચે જ સમર્થ પાછો ન આવી શકવામાં અગ્રવાલનો હાથ હશે ?? કે પછી સુહાનીને એવું લાગી રહ્યું છે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....