Radha ghelo kaan - 20 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 20

રાધા ઘેલો કાન : 20

પણ મને એ ખબર ના પડી કે આ રાધિકા એની સાથે કેમ આટલી રસ લે છે?
કઈ ની ચલ.. પછી વાત કરીએ.. જોયુ જશે બધુ એતો..
આટલુ બોલીને નિકિતા પોતાની સ્કુટી લઈને ઘર તરફ રવાના થાય છે..

********************************************

તુ અહીં આવ..
રાધિકા નિખિલને ઘરમાંથી બાર બોલાવતા કહે છે..
શુ થયું?..
કેમ એકદમ આજે ઘરે? આવને અંદર ! નિખિલે રાધિકાને ઘરમાં બોલાવતા કહ્યું...
તારો ફોન બે દિવસથી લાગતો નથી..
બંધ છે કે શુ??
હા યાર મોબાઈલમાં નેટવર્કનો બવ પ્રોબ્લેમ આવે છે એટલે નહીં લાગતો હોય ફોન.. નિખિલ રાધિકાને સોફામાં બેસવાનો ઈશારો કરતા કહે છે..
ના એક વખત લાગ્યો પણ હતો ફોન..
અરે હા પણ એ દિવસે હું થોડો કામમાં હતો એટલે નહીં થઈ વાત..
હમમમ.. કેમ કઈ ગયા કાકા-કાકી?
નથી કોઇ ઘરે?..

અરે હા હમણાં જ ગયા એ લોકો અહીં બાજુમાં અમારા સબંધી રહે છે ત્યાં બેસવા માટે..
હમમમ..

બોલને શુ થયું??
તારે કોઇ કોંટેક્ટ છે કિશન સાથે?.
ના.. ( નિખિલ પાસે કોંટેક્ટ હોવા છતાં ખોટું બોલ્યો.. )
કેમ શુ થયું??
અરે હું કાલે કોલેજની નજીક છે ને હોટેલ..!!
ત્યાં ચા પીવા માટે ગઈ હતી..
ઓહ કોણ કોણ??
હું એકલી જ હતી..
હમમમ..

તો?
ત્યાં એક વ્યક્તિ આવ્યો અને એકદમ જ કેહવા લાગ્યો કે હું કિશનને બરબાદ કરી નાખીશ ને એવું બધું..
ઓહ.. કોણ હતું?
ખબર નહીં.. એણે એવુ પણ કીધું હતું કે એ આપડી કોલેજનો જ છે..
પણ મેં કયારેય જોયો નથી એને..
અરે ખબર નહીં.. કોણ હશે?
તુ કંઈક કરને.. એની જૂની ગર્લફ્રેન્ડ તો તારી ફ્રેન્ડ હતી ને?
એની પાસે હશે કોઇ કોંટેક્ટ..

હા.. પણ એનો નંબર તો કદાચ જ હશે મારી પાસે..
કેમ?..
બવ સમયથી કોઇ કોંટેક્ટ નથી એટલે..
હમમમ.. હા પણ એની એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો એક દિવસ..
એને કંઈક કામ હતું એટલે..
" હા તો એની પાસેથી કિશનનો નંબર લાવી આપને..
મારે વાત કરવી છે.." રાધિકા અધીરાઈથી નિખિલને કહે છે..

રાધિકા તુ કેમ કિશનને મળવા આટલી તલપાપડ થાય છે?
" અરે સાચું ક્વ ને તો યાર યાદ આવે છે એની..
બે દિવસ એની સાથે રહી પણ બે દિવસમાં જ ખબર નહિ એને મારી લાઈફમાં બવ જગ્યા બનાઈ લીધી હોય એવુ લાગે છે.." રાધિકા કિશનનાં વિચારોમા ખોવાઈને જવાબ આપે છે..

હમમમ.. પણ જોજે હો એ એની જૂની ગર્લફ્રેન્ડનો થઈ ગયો હશે તો તુ શુ કરીશ..?

નહીં થ્યો હોય.. કારણ કે એના સ્વભાવમાં નથી કોઇ ચીટરને માફ કરવું..
હા હું એ બધું સમજુ છું.. પણ આખરે પ્રેમ તો પ્રેમ છેને.. ! પ્રેમમાં ખબર નહિ કોનું દિલ કયારેય પીગળી જાય કઈ કહેવાય ના..
હમમમ.. જોયું જશે એ બધું..
હું અત્યારે એ બધું નથી વિચારતી..
તુ બસ મને એની ફ્રેન્ડનો નંબર સેન્ડ કરી આપ..
રાધિકા સોફામાંથી ઊભી થતા બોલે છે..

ઓકે..
પણ બેસને ક્યાં જાય છે?
ના હવે એમ પણ લેટ થઈ ગયું છે..
મારે જવુ પડશે.. મમ્મી વેઇટ કરતી હશે ઓકે..
હમમમ.. બાય..

રાધિકા ઘરે જાય છે..
અને નિખિલ અહીં નિકિતાને કોલ લગાવે છે..
હેલો.. નિકિતા..
હા.. બોલ..સામેથી નિકિતા બોલે છે..
આપણે જેમ વિચાર્યું છે.. એજ થઈ રહ્યું છે..
શુ થયું? નિકિતા ખુશ થતા સામેથી જવાબ વાળે છે..
આજે પેલી આવી હતી રાધિકા..
ઓહહ ક્યાં? તારા ઘરે?
હા..
ઓહો.. એતો વધારે જ સિરિયસ છે ને કિશન માટે?
હા કદાચ..
હમમમ..
તો શુ કહેતી હતી?
એ જ કે કિશનનો કોંટેક્ટ જોઈએ છે..
મેં કીધું કિશનનો કોન્ટેક્ટ તો નથી પણ એની ફ્રેન્ડ અંજલીનો છે એમ..
હા બરાબર છે.. એને એમ પણ બવ શોખ છે કિશન અને મારાં સંબંધને બગાડવાનો..
કઈ વાંધો નહીં..
કિશન તો હજી એમ જ વિચારતો હશે કે એના કાકા એના વિરુદ્ધ થઈ ગયા છે..
હા... આટલુ બોલીને બન્ને ફોનમાં હસવા લાગે છે..
અને હા રાધિકા અને કિશન એક ના થવા જોઈએ હો..
રાધિકા એ પણ મને બવ હેરાન કરી છે.. હું તો ઇચ્છુ છું કે રાધિકાને કિશન માટે તડપવા દઈએ અને પછી બન્ને વચ્ચે દુશમની કરાવી દઈએ.. નિખિલે નિકિતાને કહ્યું..
હા.. પણ જોઈએ તો અંજલી શુ કેહ છે રાધિકા ને..
નિકિતાએ ઉતર વાળ્યો..
ઓકે ચલ.. પછી વાત કરીએ.. કામ છે મારે થોડું..
હમમમ બાય..
બન્ને ફોન ક્ટ કરે છે..

અને નિખિલ ફટાફટ અંજલીનો નંબર રાધિકાને મોકલી આપે છે.. અને લખે છે.. " ગોડ બ્લેસ યુ.."
સામેથી રિપ્લાય આવે છે.. Thnq so much..

રાધિકા તરત એ નંબર પર કોલ કરે છે..
હેલો..સામેથી જવાબ આવે છે..
હા.. કોણ અંજલી?
હા તમે કોણ..? આટલુ સાંભળીને રાધિકાનાં જીવમાં જીવ આવે છે..
હું કિશનની ફ્રેન્ડ બોલું છું.. "રાધિકા"
તમે મને નહીં ઓળખો..
શુ તમે કિશનને ઓળખો છો?
હા ઓળખું ને.. અને તને પણ ઓળખું છું..
ઓહ એવુ..?
મને કઈ રીતે?
એતો ઓળખું છું.. બોલોને શુ કામ હતું?
મારે એનો નંબર જોઈતો હતો..
કેમ?. તારી પાસે નંબર નથી?
" ના ".. રાધિકા પોતાની જાતને લાચાર મેહસૂસ કરતી હોય તેમ જવાબ આપે છે..
ઓહો.. આટઆટલું જોડે ફર્યા અને નંબર પણ નથી લીધો?
માન્યામાં નથી આવતું.. અંજલી પણ રાધિકાને કટાક્ષમાં કહે છે..

અરે સાચું.. મારી પાસે નંબર નથી..
અને અમે એટલું બધું સાથે ફર્યા પણ નથી..
રાધિકા ઉતર વાળે છે..
ઓકે ઓકે.. મોકલું છું..
આ નંબર પર જ મોકલું ને??
હા..
" થૅન્ક યુ..થૅન્ક યુ.. થૅન્ક યુ.. સો મચ.. " રાધિકાને જાણે એના જીવનની કોઇ મોટી ચિંતા દૂર થઈ ગઈ હોય તેમ ખુશ થતા જવાબ આપે છે..
અરે કોઇ વાંધો નઈ..
ફ્રેન્ડ કામ નઈ આવશે તો કોણ કામ આવશે?
હા.. થૅન્ક યુ.. dear..
અને તારે પણ ગમે ત્યારે કોઇ પણ કામ હોય તો મને કહેજે ઓકે..
" હા.. હા.. તાજમહાલ મેં તને આપ્યો છે.. અને શાહજહાં જેવી વાતો તુ કરે છે.. "
અંજલી હસતા હસતા આટલુ બોલીને ફોન ક્ટ કરી દે છે..

અને રાધિકા પણ કઈ સમજી ના હોય એમ રિએક્ટ કરે છે.. પણ તેને કિશનનો નંબર મળ્યો એ ખુશીમાં આવું બધું વિચારવાનું છોડી ફોનની સ્ક્રીન પર કિશનનો નંબર આવાની રાહ જોવે છે..

એના ચેહરા પર કિશનનાં નંબરની રાહ જોવાની એટલી વ્યાકુળતા છે જેટલી કદાચ આજ સુધી એના ચેહરા પર નહોતી..

થોડી વારમાં જ મેસેજટોન વાગે છે..
મેસેજ જોતા જ તે સેવ કરતા પેહલા ડાયલ પર ક્લિક કરે છે અને તેને ફોન લગાવે છે..

ફોન ટ્રાય કરતા જ તેનાં ચેહરા પર કિશનનો નંબર મળવાની જે ખુશી હતી એ એકદમ જ એના ચેહરા પરથી ઉડી ગઈ..
આ ખુશી ઉડવાનું કારણ એ જ હતું કે તેનો નંબર વારંવાર વ્યસ્ત આવતો હતો..

રાધિકાએ વિચાર્યું હશે કોનો ફોન ચાલુ?
એના મિત્રનો કે એમ?
આમ વારંવાર ફોન ના કરવો જોઈએ આટલુ વિચારીને તે થોડીવાર રાહ જોયા બાદ ફરી કોલ કરે છે..
પરંતુ ફરી પણ એનો કોલ વ્યસ્ત જ આવતો હોય છે..

રાધિકાને નિખિલનાં કહેલા શબ્દો આવે છે
અને વિચારે છે " શુ ખરેખર કિશને નિકિતાને માફ કરી દીધી હશે?? "
પણ મને એનાથી શુ પ્રોબ્લેમ?
એ તો મારો મિત્ર જ છે ને?
પણ મિત્રતામાં આ ફોન વ્યસ્ત આવવાના કારણે આટલી વ્યાકુળતા પણ ના હોવી જોઈએ ને..?

છોડ હશે એટલામાં જ એ જ નંબર પરથી બેક કોલ આવે છે જેના પર રાધિકા વારંવાર ટ્રાય કરતી હતી..
ફોનની પેહલી જ રિંગમાં રાધિકા કોલ રિસિવ કરી લે છે..

" હેલો.." કિશનનો અવાજ સાંભળી રાધિકા જાણે કેટલાય દિવસથી કોઈના અવાજની તરસ હોય એ રીતે એના અવાજને બસ સાંભળી જ રહી છે..
સામે ના કોઇ જવાબ..
ના કોઇ અવાજ..

કિશન ફરીથી બોલ્યો.. હેલો???
હેલો.. રાધિકા પણ એકદમ બોલી ઉઠી..
હા કોણ?
કેમ અવાજ ના ઓળખાયો?? રાધિકાએ મજાક કરતા કહ્યું..
થોડી વાર વાત કરશો તો ખબર પડી જશે..
બસને એટલામાં ભૂલી ગયો ને?
આમ તો મારાં માટે મોટી મોટી વાતો કરતો હતો ને?
કોણ રાધિકા??
હા..
અરે સોરી રાધિકા..
મારી લાઈફમાં એટલા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે કે મને કઈ સૂઝતું જ નથી..
તો પ્રોબ્લેમસમાં મને યાદ પણ ના કરી??
કઈ રીતે યાદ કરતો.. જયારે આપણે મળ્યા ત્યારે મેં તારી મિત્રતા સ્વીકારી હતી પરંતુ તે એનો કોઇ પ્રત્યુત્તર નહોતો આપ્યો.. અને બે દિવસ સુધી તો તુ મારી સામે પણ નહોતી આવી..
I am really very sorry.. એ દિવસ માટે !
મેં એ દિવસે તને ગલત સમજીને ત્યાંથી નીકળી ગઈ હતી..
મને એવુ લાગતું હતું કે તે જે કીધું એ બધામાં તારી ભૂલ હતી..
પણ પછી ખબર પડી કે તારે તો બીજાનાં કારણે જેલમાં જવુ પડ્યું હતું.. really sorry..
જયારે તને મારી જરૂર હતી તયારે જ મેં તને સાથ ના આપ્યો..
માફ કરી દે મને..
હા dear..
હમમમ.. ક્યારની કોલ કરતી હતી?
કોનો ફોન ચાલુ હતો??
અરે એ તો નિકિતાનો..
નામ સાંભળતા જ રાધિકાનાં ચેહરા પર ઉદાસી છવાયી ગઈ પણ તે ઉદાસીને ખંખેરતા જ બોલી..
ઓહો પેચ અપ..?
હા.. આ મેટરમાં એની કોઇ ભૂલ નહોતી..
અમારા રિલેશનને તોડવા માટે લોકોએ બવ પ્રયત્ન કર્યા હતા..
મને જે ફોટો સેન્ડ કરવામાં આયો હતો એ ફોટો પણ એડિટ કરેલો હતો.. ફેક હતો..
ચલો સારુ થયું..તમે બન્ને હવે ખુશ રહો.. અને હવે એની સાથે તુ ઝગડા ના કરતો ઓકે..
હા હવેથી હું પૂરું ધ્યાન આપીશ..
હમમમ.. મેં તો એ પૂછવા માટે કોલ કર્યો હતો કે હું એક દિવસ ત્યાં ચા પીવા માટે ગઈ હતી જ્યાં આપણે બન્ને ગયા હતા..
ઓહહ.. કેમ??
બસ એમ જ.. ( રાધિકાએ પોતાના દિલની વાત છુપાવતા કહ્યું..)
તો એ દિવસે એક વ્યક્તિ આવ્યું અને મને કેહવા લાગ્યું કે હું કિશનને બરબાદ કરી દઈશને એવુ બધું.. એટલે હું ડરી ગઈ અને તરત તારો નંબર મેળવીને તને કોલ કર્યો.. બસ એ જ પૂછવા કે તારી લાઈફમાં બધું બરાબર તો છેને??

હા એ તો મારાં કાકાનાં જ કારણે, મારાં કાકાએ કોઈને આપણા બન્નેનાં ફોટા પાડવા મોકલ્યો હતો અને એ ફોટા કોઈએ નિકિતાને મોકલ્યા હતા..
શુ અંકલે એમ?
એ એવુ કયારેય ના કરે..
જરૂર તારી કોઇ ગલતફેમી થાય છે..
તારા અંકલને હું સારી રીતે ઓળખું છું એ આવું કામ કયારેય ના કરે..
હું એમને સારી રીતે ઓળખું છું..
જરૂર તેને કોઈએ ખોટું કીધું છે..
અરે ના સાચી જ વાત છે..
અમારા ઘરમાં એમ પણ બહુ ટાઈમથી ફેમિલીમેટર ચાલુ છે..
અને એમ માનીલે, આ પણ એનો એક ભાગ જ છે..
ખબર નહીં એ બધી પણ હું જ્યાં સુધી ઓળખું છું કાકાને ત્યાં સુધી હું તેને ચોક્કસ કહું છું.. " કાકા આવું કયારેય ના કરે.. "

છોડ એ બધું..

ક્રમશ ::