Re jindagi - 14 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી !!!! - 14

Season 1

ભાગ 14

માનસી પટેલ "મેહ"

*** આગળના ભાગમાં મીરા નાની બહેન હતી એની જગ્યાએ મોટી લખાઈ ગયું છે... માફ કરશો. "

પ્રિયંકા પોતના ઘરે પોહ્ચે છે.


" PC બહુ ટાઇમ લગાડ્યો તે. કેયા હમણાં જ સૂઈ ગઈ તારી રાહ જોઈને. " મોબાઈલમાં પોતાની ચેટ ચાલુ રાખતાં સ્નેહા બોલી.

" રિવરફ્રંટ.. ગઈ હતી. " ધીમા આવજે એ બોલી , " મોહિત મડયો આજે " ફટાફટ કહ્યું એણે

" શું ? રિવરફ્રંટ ગઈ હતી તું આજે ! ઘણા વર્ષે એ બાજુ ફરી આવીને તું . " સ્નેહાએ મોબાઈલ માથી માથું ઊચું કર્યું ," ધીમું ધીમું શું બોલે છે મોટેથી બોલ ને ! કોણ મળ્યું હતું ? "


" મોહિત " નંખાઈ ગયેલા સ્વરે સ્નેહાને કહ્યું.

" પ્રિયું , આર યૂ ઓકે ? એણે તને કશું કહ્યું ? "

"અ..બ.. ના ના એ ખાલી મને દૂરથી દેખાયો ઘણા દિવસએ... " એનો સાચું બોલવાનો મૂડ જ નોહતો એટલે ટીવી ચાલુ કરીને બેસી ગઈ.

" તો ઠીક છે. " સ્નેહાએ પોતાના રૂમમાં જતી રહી.

સ્નેહાના ગયાં પછી પ્રિયંકાએ પોતાના માટે કોફી બનાવી અને કાઉચ બેઠી. કોફીનો એક ઘૂંટડો પીને એણે કપ ટેબલ પર મૂક્યો. આંખો મીંચીને માથું પાછળની તરફ ઢાળી દીધું.

" ઓય PC સંભાળને યાર , કઈક કહેવું હતું તને. " પોતાના માથા પાછળ એક હાથ નાખીને એણે ઉમેર્યું , " અ.. મને મીરા ગમે છે યાર. મારૂ સેટિંગ પાડી આપને" અભિનવ મિશ્રાએ મને કીધું હતું 10 ધોરણના બીજા સેમેસ્ટરની શરૂઆતમાં જ મને કીધું હતું.

અભિનવ મિશ્રા મૂળ ઉત્તરપ્રદેશનો. એના દાદાજી ઉત્તરપ્રદેશથી આવીને અહિયાં સ્થાયી થઈ ગયાં હતાં. ત્યાં એમની ઘણી બધી જમીન હતી. એટલે ત્યાંના પૈસાને એમણે ગુજરાતમાં આવીને ઇન્વેસ્ટ કર્યા.અમદાવાદમાં પોતાના ત્રણ પાર્ટી પ્લોટ બનાવ્યા. અને જમીનો ખરીદી લીધી. અભિનવ અને એના પિતા વિષંભર મિશ્રાને કઈ જ કરવાની જરૂર નોહતી એટલા પૈસા એના દાદાજીએ એ લોકો માટે ભેગા કર્યા હતાં. વિષંભર મિશ્રા ને પહેલેથી કોઇની હેલ્પ કરવી ખૂબ ગમતી હતી જેને લીધે એ સમાજ સુધારક બની ગયાં.સમાજ સુધારક હોવાને લીધે એમને ક્યારેક કાયદાનો સપોર્ટ લેવો જરૂરી હતો. પ્રિયંકાના કાકા સૌરભ બજાજ વિષંભર મિશ્રાના ખાસ દોસ્ત બની ગયાં હતા. બંને વચ્ચે પરિવાર જેવા સંબંધો સ્થપાયા ગયાં હતાં.

પ્રિયંકા અને અભિનવ એકબીજાને નાનપણથી જ ઓળખાતા હતાં. મજાક કરતાં રહેવું એ અભિનવના સ્વભાવમાં હતું. એ પોતાની લાઇફ બાબતે જરાય ગંભીર નોહતો. પૈસાની તો એને કમી હતી જ નહીં. બિલકુલ બિન્દાસ હતો એ. ઇંગ્લિશ મૂવી માટે એ પાગલ હતો. એને સ્પોર્ટ્સમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ હતો પણ એટલો નહીં જેટલો એને એગ્રિકલ્ચરમાં હતો. એના દાદાજી ખેતરો છોડીને અહિયાં આવીને રહ્યાં તો ઊલટાનો એને ખેતરો માટે ગાંડો પ્રેમ હતો. સામે મીરાને બોલીવૂડની મૂવી પણ ક્યારેક જ જોવા મળતી હતી. અભિનવ અને મીરાનો એક જ શોખ સરખો હતો. કુદરતના ખોળે બેસી રેહવાનો. એ લોકોની સ્કૂલ નજીક એક જૂનું મંદિર હતું. જે સાવ ખંડેર હાલતમાં હતું , જેની પાછળ નાનકળું ઝરણું પણ વહેતું હતું. પ્રિયંકા , મીરા , અમર, અભિનવ, મોહિત , મીશાલીની અને મૃગેશ બધાયની આ પ્રાઇવેટ પ્લેસ હતી. મૃગેશ આ ગ્રુપનો ભાગ હતો પણ ક્યારેક જ સામેલ થતો. આ જ જગ્યા એ પહેલીવાર મીરા અને અભિનવએ એકબીજા સાથે એકાંતમાં વાત કરી હતી.

" મીરા , સંભાળ તું પેલા મંદિરવાળી જગ્યાએ ચાલ મારી સાથે. " પ્રિયંકાએ મીરાને હાથ પકળીને ખેંચી.

" અરે , ઊભી રહે પણ... મારે તને કઈક કહેવું છે." મીરાએ પોતાનો હાથ ખેંચવાની કોશિશ કરતાં કહ્યું.

"અરે પછી કેજે. તું ત્યાં જઈને બેસી જજે ઓકે. અભિનવને તારું કામ છે. ચાલ ને "

" અ...અ.ભી.ન.વ.. અભિનવ ! " બે ચોટલા , માથે નાની બિંદી , સ્કૂલ યુનિફોર્મમાં એક નિર્દોષ ચહેરો અચાનક ઘભરાઈ ગયો ," શું .. શું ક...કામ છે એને ? "

" મીરા, તારું કામ અભિનવને છે મારે નહીં . કે મને ખબર હોય શું કામ હશે ? તું જાને યાર હું આવું છું પછી જ. " પ્રિયંકાએ એને રીતસર હળવો ધક્કો મારીને આગળ ધકેલી.

મીરા મંદિરની પાછળ છૂટાછવાયેલા પથ્થરોમાથી એક પર બેસી ગઈ. જેવો એણે અભિનવને જોયો એ બોલી પડી, " અ...જ..જલ્દી બોલ ને શું કામ છે તારે ? "


અભિનવ મીરાની પાસે આવીને બેઠો જ હતો કે મીરાના દિલની ધડકનો 180ની સ્પીડ સાથે શરીરની અંદરના લોહિયાળ રસ્તા પર રેસિંગ કરવા લાગી હતી. અભિનવએ એના ચહેરાને જોઈને સમજી લીધું કે એને શું ફીલ થતું હશે. એટલે અભિનવએ ધીરેથી મીરાનાં બંને હાથ પોતાના હાથમાં લીધા , " અ...મીરા "


" તું જલ્દી બોલને જે બોલવું હોય એ મારે મોડુ થાય છે ઘરે જવાનું ! " મીરા માટે આ અનુભવ એકદમ નવો હતો. એ પોતાને શું થઈ રહ્યું છે એ વિચારવામાં ખોવાયેલી હતી અને એના દાદાની બીક એમાં ભળી ગઈ એટલે એ સખત ટેન્શનમાં હતી.

" તું થોડીવાર ચૂપ રહીશ . તો હું કઈ બોલું ? " અને એણે મીરાનાં હોઠ પર આંગળી મૂકી દીધી. એ સાથે જ મીરાની તો જાણે ધડકનોએ બ્રેક મારી દીધી.

" મીરા , તું જેવી છે ને એવી કોઈને ગમે કે નાં ગમે પણ મને બહુ ગમે છે. મને પણ ખબર છે કે તને હું ગમુ છું. તો... "

" તો શું ? " આંખો પોહળી કરી એણે પૂછ્યું.

" તો આજથી આપણે બંને ... સમજે છે ને હું.. શું કહેવા માંગુ છું. "

" તારા શબ્દો નહીં પણ તારી આંખોને હું બખૂબી સમજી શકીશ. " મીરાએ ઠંડા કલેજે બોલી , " શબ્દોથી ભલે નવાજે ના તું પણ પ્રેમનો અનુભવ કરાવજે તું . "

" હમેશાં , પળે પળે , કલાકે કલાકે , રોજ , મારા શરીરમાં ચેતનાના સંચાર સુધી તને મારા પ્રેમનો અનુભવનો કરાવીશ. " અભિનવએ મીરાનો હાથ ચૂમી લેતાં કહ્યું.

મીરા અને અભિનવ એકબીજાથી બહુ અલગ હતાં પણ એકબીજા પર મરતા હતાં. સ્નેહા અને પ્રિયંકા વચ્ચે એક જ વર્ષનો ફેર હતો. મીરાને 1 વર્ષ વહેલી ભણવા મૂકી હતી. એટલે એ, પ્રિયંકા , અભિનવ , અમર , મોહિત એક જ ક્લાસમાં હતાં. મીશાલીની મીરાથી ત્રણ વર્ષ નાની હતી એટલે એ 7માં ધોરણમાં હતી.

મોહિત અને પ્રિયંકા એકબીજાના ખાસ દોસ્ત હતાં. બંનેની પસંદ શોખ , વિચારો , સરખાં જ હતાં. બંને સમય માંગતા હતાં.મોહિત હમેશાં કહેતો એના ભાઈ-બહેન અને દોસ્તો કરતાં વધારે મહત્વનું એના માટે કશું જ નથી. અમર સ્વભાવે શાંત અને સમજુ હતો. મોહિતને અમર વિના અને અમરને મોહિત વિના ક્યારેય ચાલતું જ નહીં. બેવ એકબીજાની સપોર્ટ સિસ્ટમ હતાં. અમરને સ્નેહા પ્રત્યે લાગણી હતી પણ એ લાગણી એનાં હદયમાં જ રહી ગઈ.

અભિનવ મીરાને પ્રિયંકા જોડે મૂકી આવ્યો. પ્રિયંકા બંને સામે જોઈને હસી રહી હતી.

અભિનવના ગયાં પછી મીરાએ કીધું, " PC તે અને અભિનવએ એક ગરબળ કરી છે. "
" કે..વી.. ગરબળ " પ્રિયંકા ચોંકી ગઈ.

" તે એ વ્યક્તિને મારો બોયફ્રેન્ડ બનાવ્યો જેને ઓલરેડી મારી ફેમિલીએ મારાં માટે સિલેક્ટ કરી દીધો છે " આંખો નીચે રાખી પોતાના ચોટલાં સાથે રમતાં એણે કહ્યું.

" ઓહ એટલે તારાં દાદાએ તારાં માટે શોધ્યો એ આ અભિનવ જ નીકળ્યો. શું વાત છે મીરા. " પોતાની ભ્રમરને નચાવતા એણે મીરાને ચિડાવી.

" મને મમ્મીએ રાત્રે જ ફોટો બતાવીને પૂછી લીધું હતું કે તને ગમે છે કે નહીં ! " પછી એણે ઉમેર્યું , " ભલે વિરીમાં મારી સગી માં નથી તોય મને સગી દીકરીને જેમ જ પ્રેમ કરે છે. "

મીરાના દાદા હસમુખભાઈએ અભિનવના પિતાના પૈસા અને પાવરને જોયો હતો. હસમુખભાઈને આ સંબંધમાં બસ એક જ વાત ખૂંચતી હતી, કે સૌરભ બજાજએ વિષંભર મિશ્રાનો ખાસ દોસ્ત હતો. સૌરભ બજાજ સાથે હસમુખ શાહની દુશ્મની બહુ જૂની હતી. લગભગ એક દાયકા પહેલાં થયેલો એક કિસ્સો જેને દોસ્તી પર પૂર્ણવિરામ લાગી ગયો.એ કિસ્સાને લીધે બેવ વચ્ચે કડવાહટ આવી ગઈ. હદય પર એવા વાર થયા કે આજે એકબીજાનું નામ સાંભળીને ગુસ્સે થઈ જતાં. છતાંય પોતાની આર્થિક સમસ્યાને લીધે હસમુખભાઈ પરાણે પોતાની પૌત્રી મીરા શાહનો સંબંધ અભિનવ મિશ્રા સાથે કરવાની વાત છેડી.

વિષંભર મિશ્રાએ હોંશે હોંશે સંબંધ સ્વીકારી લીધો પરંતુ એવી શરત મૂકી કે મીરાએ 12માં ધોરણ સુધીનું પાયાનું ભણતર પૂરું કરવું જ પડશે. મીરાને આટલા સરસ ઘરમાં વિદાય થઈને જવાનું હતું જયાં , સ્ત્રીનું સન્માન , અસ્તિતવ અને મહત્વ સંસ્કારોમાં વણાયેલું હતું. એ જાણી વીરીમાંબેન , વિરાજભાઈ અને મીરા પોતે બહુ ખુશ હતી.


અભિનવએ જે દિવસે મીરા સામે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો એ જ દિવસે ઘરે જઈને એને ખબર પડી કે એની સગાઈ મીરા સાથે જ થઈ રહી છે. ત્યારે એને સમજાયું કે મીરા જરાક પણ ડરેલી કેમ નોહતી !!?

મીરા , અમર , અભિનવએ સાયન્સ લીધું હતું અને પ્રિયંકા અને મોહિતએ કોમર્સ લીધું હતું. સ્કૂલનું કેમ્પસ તો એક જ હતું. સ્કૂલના પહેલા દિવસે બધાને પ્રાર્થનાખંડમાં આવનારા બે વર્ષ દરેક વિધાર્થીના જીવનમાં કેટલા જરૂરી હોય છે તે અંતર્ગત સ્પીચ હતી. અને એ સ્પીચ પેહલા સ્કૂલના ટ્રસ્ટી ત્રિકમચંદ ગાંધીની દીકરીનું બધાની વચ્ચે સ્વાગત કરવા આવ્યું હતું. એ છોકરી એટલે ત્રિકમચંદ ગાંધીની એકમાત્ર સંતાન , ઘમંડી , નફ્ફટ , બેજવાબદાર અને સંસ્કારવિહીન વ્હાલસોઈ દીકરી અમી ગાંધી. અમી ... અમી ... અમી ...

પ્રિયંકા " અમી " નામ યાદ કરીને જ ઝબકીને જાગી.સોફામાથી લગભગ અડધી ઊંચી થઈ ગઈ. એની કોફી પણ ઠંડી થઈ ગઈ હતી. ઘણું મોડુ થઈ ગયું હોવાથી એ ઊભી થઈને એણે પોતાના બેડ પર લંબાવ્યું.


***


નિશિત પોતાની કોલેજની છોકરી રેન્જી તરફ ઈશારો કરી મીશાલીનીને એનું રેગિંગ કરવા કહ્યું. રેન્જી ઘણી જ ફોરવર્ડ છોકરી હતી. અમેરિકન માતા અને ગુજરાતી પિતાનું સંતાન હતી.બોયકટ વાળ , શરીર પર ઠેર ઠેર ટેટૂ , માંજરી આંખો , ગોરું શરીર , એકવડિયો બાંધો. KTM લઈને રેન્જીએ એન્ટ્રી મારી. બાઇક સ્ટેન્ડ કરી એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં લાઇટર અને એણે સિગારેટનો કશ લીધો અને ઉપર જોઈ ધુમાડો છોડ્યો. મીશાલિની વિસ્ફારિત આંખો વડે એ દ્રશ્ય નિહાળી રહી. રેન્જીનું વ્યક્તિત્વ બધી છોકરીઓ કરતાં અલગ હતું. મીશાના દિમાગમાં તરત એક આઇડિયા આવ્યો. રેન્જી આગલા વર્ષે સેમિસ્ટર પૂરું થવા આવ્યું ત્યારે આવી હતી એટલે આ વર્ષે એનું એડમિશન થયું હતું. પણ એના પિતા અજાણતા જ એક પોલિસ કેસમાં વગર વાંકે ભરાઈ ગયા હતાં. જેના કારણે મહામહેનતે એનું એડમિશન થયું હતું.

રેન્જી જેવી એન્ટર થવા ગઈ કે મીશા એની સામે અદબવાળીને ઊભી રહી ગઈ. રૂબી ડાબે જાય તો મીશાલીની પણ ડાબે જાય , અને જમણે જાય તો જમણે...

" હેય , વ્હોટ્સ યોર પ્રોબ્લેમ ગર્લ ? " સિગારેટને પોતાના પગ નીચે ફેકી બુઝાવતા બોલી.

" રેગિંગ "

" રેગિંગ , માય ફૂટ " રેન્જી બોલી.
" હું અહીના ટ્રસ્ટીની છોકરી છું. વિચારી લેજે. એડમિશન... " મીશાએ એને ડરાવતા કહ્યું.

" ઠીક છે. હું કરીશ તું કહીશ એ " રેન્જીએ મજબૂરીમાં હા પાડી.

" સો, તારે હવે સાડી પહેરવી પડશે. " મીશાલીનીએ સ્મિત ફરકાવતાં નિશિત સામે જોઈને કહ્યું.

રેન્જીનું સાડી નામ સાંભળીને જ મોં વિલાઈ ગયું. એણે લાઇફમાં ક્યારેય સાડી પહેરી જ નથી તો એ હવે શું કરશે. તોય એ રેસ્ટરૂમમાં જઈને સાડી પહેરવાનો ટ્રાય કરવા લાગી. ઘણો સમય લાગી ગયો એ આવી જ નહીં એટલે મીશા પણ પોહચી ગઈ . એણે જોયું રેન્જી યૂટ્યૂબ ખોલીને વિડિયો જોતી હતી. પણ તોય એને ફાવ્યું હોય એમ લાગ્યું નહીં. મીશાલીનીને કોણ જાણે કેમ રેન્જી પર દયા આવી , એટલે એણે રેન્જીને હેલ્પ કરી. સાડીમાં રેન્જી પોતાને જોઈને જ ખુશ થઈ ગઈ. એણે સપનામાંય વિચાર્યું નહીં હોય કે એ સાડી પહેરીને આટલી સુંદર લાગશે. મરૂન સાડી એના ગોરા બદનને ઉઠાવ આપતી હતી. કાનમાં મીશાએ એને મરૂન ફ્લાવરની ઈયરરિંગ પહેરાવી , મેટ લાલ લિપસ્ટિક , પગમાં લાલ શૂઝ , એના બોયકટ હેરમાં લાલ હાઇલાઇટની એક લટ , આંખો પર મીશાએ એને લાલ આઇશેડો કરી આપ્યો. મીશાલીનીએ જ્યારે ફાઇનલ ટચમાં ગ્લિટરનો ફેસપેક લગાવ્યો. અને જ્યારે રેન્જીએ પોતાને જોઈ ત્યારે એ પોતાના પર જ ફીદા થઈ ગઈ. એટલી કાતિલ લાગતી હતી એ સાડીમાં કે જેવી રેસ્ટરૂમમાથી નીકળીને કેમ્પસમાં આવી કે બધા બોયસ એને જ ટગર ટગર જોઈ રહ્યાં હતાં.

રેન્જીએ ડેર પૂરું કર્યું હતું. સાથે જ રેન્જી અને મીશાલીની વચ્ચે દોસ્તી પણ થઈ ગઈ.


" થેન્ક યૂ , મીશા. મારી સુંદરતાની જાણ મને પોતાને કરાવવા માટે . થેંક્સ " રેન્જી પોતાની સાડીને સરખી કરતાં બોલી.

" અરે ના દોસ્ત. હવે તો 2 વર્ષ જોડે જ છીએ , એકબીજાના વર્ઝનને સુધારતા રહીશું. " હાથ આગળ લંબાવી એણે ઉમેર્યું , " દોસ્ત ? "
રેન્જીએ હાથ મિલાવીને દોસ્તી કરી.

***

બે દિવસ પછી... 19 ઓગસ્ટના દિવસે.

પ્રિયંકા સવારમાં તૈયાર થાય છે. ગ્રીન કલરનું વન પીસ , સફેદ હીલ , આંખોમાં ગ્રીન લેન્સ , કાનમાં સ્ટોન ટાઈપ બુટી , માથે સ્કાફ , હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને રેબનના ચશ્મા પહેરીને સ્કૂલ પાછળ આવેલા ખંડેરએ જવા નીકળી ગઈ. સ્કૂલને છોડ્યાં પછી એ આ જગ્યાએ આવી જ નહોતી. એને ખંડેરના દરવાજા પર એણે અને મોહિતે કરેલી નિશાનીઑ દેખાઈ. પોતાનાં નામ આગળ બે જ હાર્ટ દોરેલાં હતાં. જ્યારે મોહિતના નામ આગળ છ હાર્ટ દોરેલાં હતાં.
" દર વર્ષે અહિયાં તારી રાહ જોતો રહ્યો એની નિશાની છે એ 6 હાર્ટ. "

પ્રિયંકા પાછળ ફરી , " મોહિત " એ શોક્ડ થઈ ગઈ હતી. એને એમ હતું કે મોહીત તો આવતો જ નહિં હોય. એ મોહિતને તાકી રહી. ડાર્ક ગ્રીન શર્ટમાંથી ઊપસી આવતાં બાયસેપ્સ , ડેનિમનાં ખિસ્સામા નાંખેલ હાથમા કડુ અચૂક હતું. એનો ભાવવાહી ચહેરો એની દાઢી નીચે ઢંકાયેલો હતો. મોહિત PCને અત્યાર પણ એટલો જ મોહક લાગ્યો જેટલો પહેલીવાર લાગેલો.

" જી. હું મોહિત શાહ પોતે. " મોહિત સપાટ ચહેરે બોલ્યો. હજી એના હાથ ખિસ્સામાં રાખીને.

" કોઈની ઈચ્છા ના થાય એવી જગ્યાએ ફરી આવવાની કે જ્યાં એનો પ્રેમ પાંગરયો ત્યાં જ દફન પણ થઈ ગયો હોય. " પ્રિયંકાના શબ્દોએ મોહિત પર ઊંડી અસર કરી હોય એવું લાગ્યું. આટલું કહ્યાં પછી પ્રિયંકા ત્યાંથી ગુસ્સામાં જવા લાગી.

મોહિતે એનો હાથ પકડીને એને પાછી ખેંચી. પ્રિયંકા હવે મોહિતની બાહોમાં જકડાઈ ગઈ હતી. મોહિતે પ્રિયંકાને કશુંય વિચારવાનો સમય આપ્યા વિના એના અધર પર પોતાનાં અધર મૂકી દીધા. બંને એકબીજાના પ્રેમથી તૃપ્ત ના થયાં ત્યાં સુધી પ્રગાઢ ચુંબનમાં જોડાઈ રહ્યાં. છૂટા પડ્યાં પછી પણ એકબીજાને ભેટીને ઊભા રહ્યાં. અને અચાનક મોહિતે એને આંખમાં આંસુ સાથે છોડી દીધી.


" આનાથી વધારે પ્રેમ અત્યારે નહીં કરી શકું પ્રિયા. " અને મોહિત ફરી ચાલ્યો ગયો. મોહિત ચાહતો નહોતો કે PC એને રડતાં જોવે.

" તું મને હંમેશા છોડીને જવા માટે જ મળે છે મોહિત. હવે તને નહીં મળું. " એનો અવાજ રુંધાઇ ગયો હતો. ઘડીભરએ કશું બોલી ના શકી," હવે ત્યારે જ મળજે જ્યારે હંમેશા સાથે રહી શકે." પ્રિયંકા પણ પોતાની કારમાં બેસીને નીકળી ગઈ.એ પોતાનાં ઘરે પોહચી એ જોયા પછી જ મોહિતે પોતાની બાઇક એને જ્યાં જવાનું હતું એ તરફ ભગાવી મૂકી.

***

મીશાલીની પોતાની કોલેજ લાઇફ આનંદ , ઉમંગ સાથે માણી રહી હતી. મીશા અને રેન્જી ઘણા સારા દોસ્ત બની ગયા હતાં. જે આનંદ અને આઝાદી મીશાલીની વર્ષોથી શોધતી હતી એ એને મળી રહ્યાં હતાં. જે પ્રેમ માટે એ તરસતી રહી એ પ્રેમ એને વિહાન આપતો હતો. વિહાન અને એના સંબંધો ગાઢ થવા લાગ્યા હતાં. બંને એકબીજાના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોય એવી રીતે જીવતા હતાં. ઈચ્છા થાય ત્યારે મીશા કોલેજ બંક કરતી , ફરવા જતી , મૂવી જોવા જતી એ ઘણી બદલાય પણ ગઈ. રેન્જી સાથે રહીને એ પોતાનાંમાં જે ખૂટતું હતું એ પુરવાની કોશિશ કરતી હતી. કોલેજમાં થતી એકસ્ટ્રા એક્ટિવિટીમાં ભાગ લઈને પોતાનાં અધૂરા સપના પૂરા કરતી હતી.વિહાન રોજ મીશાલીનીને એ વાત કહેવા મથતો જે હવે એ સહી શકતો નોહતો.એ સત્યનો સ્વીકાર કોઈપણ સંજોગોમાં એને મીશા સામે કરવો હતો. કદાચ એ મીશાને ખોવાના ડર કહી શકતો નહોતો.
આ સમય દરમિયાન પ્રિયંકાને અભિનવનો ઇ-મેઇલ મળે છે. કમનસીબે એણે એમ લખેલું કે " મારી મોહિત જોડે વાત થઈ ગઈ છે તું એને પૂછી લેજે. મારો ફોન હવે ટ્રાયના કરતી.હું બધાની નજરોથી થોડા સમય દૂર થવા માગું છું. મારી મીરા કદાચ મને એની પાસે બોલાવે છે. બધાને યાદ આપજે. " પણ પ્રિયંકાએ તો નક્કી કરેલું કે એ મોહિતને હવે નહીં મળે જ્યાં સુધી એ સામેથી આવીને એની સાથે વાત ના કરે.


અમર પોતાનાં શહેરનો SP બની ગયો હતો. અમર અને સ્નેહાની વાતચીતનો દોર શરૂ થઈ ગયો હતો. બંને ક્યારેક એકાંતમાં પણ સમય પસાર કરતાં. એકમેકને સમજવાનો પૂરો પ્રયાસ કરતાં હતાં.

મોહિતને એવું લાગતું હતું કે કદાચ અમીએ જ પૈસા આપીને દેવેશ થકી એની નાનીબહેન મીરાને મારી નાખવી હશે. એટલે એ પોતાનાં કનેક્શનના ઉપયોગથી અમીને શોધવામાં બીઝી થઇ ગયો હતો. એને એવું જાણવા મળ્યું કે છેલ્લે અમી અભિનવ સાથે યુરોપના પ્રાગ શહેરમાં દેખાઈ હતી. પણ પાછી ક્યાં ફરાર હતી કોઈને ખબર નોહતી. વિરાજભાઈ અને વીરીમાંબેન મીરાની દીકરી કેયાને મળવા પ્રિયંકાના ઘરે આવતાં. સારો એવો સમય પસાર કરતાં.
રેવાનો માણસ રામુ આ બધાય પર નજર રાખતો. સાથે જ આ બધા પર મોહિત પણ નજર રાખતો. મોહિતએ રામુણે ઘણીવાર એના ભાઈ-બહેનનો પીછો કરતાં એણે જોયો હતો. મોહિતને રામુ પર શક ગયો. એણે રામુની બધી ડીટેલ કાઢી ત્યારે એટલું ખબર પડી કે એ બંગાળી છે અને છૂટક કામ કરે છે. જેવો મોહિત રામુના ઘરે જાય છે , ત્યાં આગ લાગેલી હતી. અમર અનેએની પોલીસખાતાની ટીમ પહેલેથી જ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. અમરને જોઈને મોહિત પાછો વળી ગયો. એમેય ત્યાં ઊભા રહેવાનું વ્યર્થ હતું કેમ કે રામુની બળેલી લાશ એને દેખાઈ રહી હતી. મોહિતે વિચાર્યું , જરૂર કોઈ જાણી ગયું હશે કે મે રામુને બધા પર નજર રાખતા જોઈ લીધો છે ? કોણ હોય શકે ? કોણ છે આ બધુ કરનાર ? અમી આવું તો ના જ કરે એના હુમલો કરવાની રીત અલગ છે.

***

ઘણા સમય પછી વિહાન અને મીશાલીની રાત્રે લોંગડ્રાઇવ પર જાય છે. અમદાવાદ તો અડધી રાત સુધી જાગતું શહેર છે. ઠંડો પવન બાઇકની સ્પીડ સાથે રેસમાં ઉતર્યો હતો. ઝગમગ કરતાં બલ્બ ઠેર ઠેર રસ્તાને શોભાવી રહ્યા હતા. હજીય ઘણી દુકાનો ખુલ્લી હતી , તો કોઈ દુકાનની વસ્તી કરીને નીકળતું હતું. કેટલાક યુગલ તો કેટલાક આંટીઑના ટોળાં રસ્તાની સાઇડમાં વોકિંગ કરતાં હતાં. છોકરાઑના ટોળાં પોતાની બાઇક પાસે ઊભા રહીને પોત-પોતાની સોશિયલમીડિયા લાઇફમાં મશગુલ હતાં , તો વળી કોઈ સિગારેટના કશ ભરતાં હતાં. ચહલ પહલ સવાર જેટલી જ હતી. આકાશમાં આજે તારા બરાબર દેખાય રહ્યા નોહતા. ચંદ્ર આકાશના એક ખૂણામાં ભરાઈને બેઠો હતો , ધ્રુવ તારો એની સામે બેટિંગ કરતો હતો.

"મીશું , તે રાતનું અમદાવાદ ના જોયું તો અમદાવાદમાં કશું જ ના જોયા બરાબર છે.વિહાને પોતાના ખભા પર પોતાનો ચહેરો ટેકાવી , પાછળથી પોતાને વીંટાઇ એના હાથ પોતાના હદય પાસે મૂકી ચારેતરફ નિરીક્ષણ કરતી મીશાલીનીને કહ્યું.

" હા , અમદાવાદ દિવસે કઈક ઓર અને રાતે કઈક ઓર હોય છે વિહુ " મીશા હજી પોતાની ધૂનમાં જ હતી. ત્યાં એણે હોઠ ફડફડાવ્યાં , " મૃગેશ લાલ દરવાજે શું કરે છે "
વિહાનની તરત એ તરફ નજર ગઈ. મૃગેશએ કોઈ બુરખાવાળી ઓરતને 2000ની નોટની થોકડી આપી અને એની પાસેથી નાનું પેકેટ લીધું. ગાંડાની જેમ ફટાફટ તોડ્યું અને ભૂંગળી બનાવી ડ્રગ્સ લીધું. મીશાલીનીને દૂરથી જ અંદાજો આવી ગયો કે એ શું હોય શકે !! વિહાને મૃગેશને પકડ્યો અને મીશાએ અમરભાઈને ફોન કર્યો. મીશાલીની ફોન પતાવીને મૃગેશને જોરદાર થપ્પડ માર્યો. સદનસીબે અમર એ વિસ્તારમાં જ પેટ્રોલીંગ કરતો હતો એ આવી ગયો. એક કોન્સટેબલને મૃગેશ પાસે રાખી અમરે પોતાની ગાડીમાં અને વિહાન અને મીશાએ બાઇક પર પેલી બુરખાવાળી ઓરતનો પીછો કર્યો.

એ ઓરત ઓટોમાં બેસીને ભાગી હતી. ઓટોને આસાનીથી પકડી શકયો પણ એ સ્ત્રી ઓટોમાથી ઉતરીને રોડ ક્રોસ કરી ચૂકી હતી. અમરે ઓટોવાળાને પૂછ્યું પણ એની પાસે કઈ ખાસ
જાણકારી હતી નહીં. મીશાલિની પેલી સ્ત્રી જે તરફ ભાગી એ તરફ પોતાના ફોનનો કેમેરો ઓન રાખીને વિડિયો લઈ રહી હતી.

" મીશા વિડિયો લઈને શું ફાયદો હે ? " વિહાને પૂછ્યું.

" ફાયદો નહીં વિહાન ગેરફાયદો છે. " મીશાની આંખોમાં આંસુ હતાં. ફોન પકડી નમ અવાજે બોલી, " ભાઈ ખબર છે એ સ્ત્રી કોણ હતી ? આ વિડિયો જોવો "

" આમાં તો એના ચંપલ સિવાય કઈ જ નથી દેખાતું " વિડિયો જોઈને વિહાન અને અમર સાથે જ બોલી પડ્યા.

" હા , ખબર છે. આ ચંપલ રેવાભાભીના છે. પીળા રંગના , જેની ઉપર બ્લૂ સ્ટોન લગાવેલા છે . બતાયા હતાં મને. " મીશાના સ્વરમાં ઘૃણા સ્પષ્ટ સંભળાતી હતી. મીશાલીની તૂટી ગઈ હતી , ફરી એકવાર. એનો જુડવાભાઈ ડ્રગ્સનો શિકાર હતો અને એના પાછળ એની પોતાની ભાભીનો હાથ હતો. એ અમરને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.અમર એના માથે હાથ ફેરવતો રહ્યો.

" તમે જાવ તમારે કામ હશે ને. " અમર સામે જોઈ વિહાન બોલ્યો.

" ધ્યાન રાખજો મારી બેનનું . હું જરા મારા ભાઈને સંભાળુ " અમર નીકળી ગયો મૃગેશને સાચવવા.

મીશાને રડતી અટકાવતા વિહાનને વિચાર આવ્યો , પેલી વાત આજે જ કહી દઉં મીશાને. રોજ તો એટલી ખુશ હોય છે કે દુખી કરવાનું મન નથી થતું. આજે કહી દઉં નહીં તો હું છુપાવી નહીં શકું. મારાથી આ બોજ નહીં સહાય હવે.

"મીશા મારે તને કઈક કહેવું છે !!!" વિહાનએ કહ્યું.