Chaal jivi laiye - 13 books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ - 13





😍 ચાલ જીવી લઈએ - ૧૩ 😍

ધવલ - અરે લોહી તો મારૂ ફેવરિટ છે પણ જો એમાંય તારું લોહી હોય તો પીવાની તો મઝા આવી જાય..

માનસી - ભાઈ .... હું મમ્મી ને કહીશ હો....પ્લીઝ ...
જા ને અહીં થી.... સુવા દે ને....પ્લીઝ ...

આમ બંને ભાઈ બહેન વચ્ચે ઘણી વાર આવી વાતો ચાલ્યા કરે છે અને છેલ્લે માનસી ઉભી થાય છે અને ધવલ માનસી ને ઉઠાડી ને નીચે આવે છે..

હજી ધવલ નીચે આવતો જ હોય છે ત્યાં એને લખનની બાઈકનો આવાઝ સંભળાય છે. આવાઝ સાંભળતા જ ધવલ દરવાજા પાસે ઉભો રહી જાય છે. હજી લખન દરવાજો ખોલે એ પહેલાં ધવલ દરવાજો ખોલી આપે છે..

ધવલ - આવો સાહેબ આવો.....!!!
તમારી જ રાહ હતી આ ના ચીજ ને..!!
ક્યારનો વેઇટ કરતો હતો કે ક્યારે લખન સર આવે અને ક્યારે હું દરવાજો ખોલું....

લખન - હવે ચૂપ રેને ચાપલી......
આવ્યો મોટો દરવાજો ખોલવા વાળો....
તું તો એમ કહી રહ્યો છે જાણે તું મારી સદીઓથી રાહ જોઈ રહ્યો હોય....!!

ધવલ - હા ... તો ... સાચે જ.....લે...

લખન - જાને હવે.......
હા પણ બીજું બધું સાઈડમાં મુક...... અને....... સૌથી પહેલા મારા વ્હાલા વ્હાલા ભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામના.. તું આમ જ આગળ વધતો રહે , આમ જ તારા ચહેરા પર મીઠું હાસ્ય રાખતો રહે અને ભગવાન તારી બધી મનોકામના પુરી કરે એવી દિલ થી ભગવાનને પ્રાર્થના....

ધવલ - અરે અરે.... મારા વ્હાલા.... ખૂબ ખૂબ આભાર.... પણ તું જે બોલ્યો ને એ તને પણ મળી જાય મારી પણ ભગવાનને એવી પ્રાર્થના...

લખન - બસ બસ હવે.....
ખાલી આમ જ બોલતો રહીશ કે પછી નાસ્તાનું કાઈ આયોજન છે ?
એક કામ કર તું દૂર રહે..
હું આંટી સાથે જ વાત કરી લઉં..

એ.......... આં ..........ટી............
આજે આ તમારા છોકરાનો જન્મદિવસ છે તો કઈ સારું સારું બનાવ્યું હશે ને નાસ્તા માં ????

ધવલના મમ્મી - અરે ના... દીકરા....
આ તારો દોસ્તાર જ બહાર થી બધુ લઈ આવ્યો છે તો હજુ તો મેં કશું નથી બનાવ્યું....

લખન - ઓહ હો...... વાહ.... વાહ....
શુ વાત છે.....?
મારો ભાઈ નાસ્તો લઈ આવ્યો....
ખરેખર કહેવું પડે હો......
તમારો છોકરો ભલે જેવો હોય એવો...પણ ખાવા પીવાના મામલામાં તો એને કોઈ ના પહોંચે....

ધવલ - ઓ જાને.....હવે...!!!
પેલા ખોટી વાઈડાઈ બંધ કર અને ચૂપચાપ નાસ્તો કરવા બેસી જા....

લખન - અરે એમાં કઈ થોડું પૂછવાનું હોય....
ચાલો ચાલો.........

અરે ઓ અંકલ ( ધવલના પપ્પાને) તમે કેમ ત્યાં બેઠા છો....!!
તમારા માટે પણ નાસ્તો છે હો.......
તમે પણ આવી શકો...

ધવલના પપ્પા - ભઈલા ...... આ નાસ્તો છે ને તારા અંકલ માટે જ આવ્યો છે હો.... એટલે ખોટી મશ્કરી બંધ કર ... બાકી નાસ્તો કરવા નહીં દઉં...

લખન - અરે..... અંકલ.....
તમે તો ખોટું માની ગયા ... હું તો મસ્તી કરતો હતો... ખાલી....

ધવલના પાપા - એ હા... વાયડા ... મને ખબર છે હો...
હવે ચુપચાપ નાસ્તો કર....

ધવલના પપ્પા અને મમ્મી , ધવલ અને લખન એમ ચારેય નાસ્તો કરવા માટે બેસે છે. નાસ્તો કરતા કરતા મઝાક મશ્કરી કરતા જાય છે અને નાસ્તાનો લુપ્ત ઉઠાવતા જાય છે. થોડીવાર માં નાસ્તો કરી ધવલ અને લખન કોલેજ જવા માટે નિકળી જાય છે.
રસ્તામાં ધવલ અને લખન વાતો કરતા કરતા એય ને પોતાની મસ્તીમાં રૂમતા ઝૂમતા જાય છે...

લખન - કેમ ભાઇ..... આજે કોલેજ બોવ જલ્દી...

ધવલ - એ ડોબા.... ટાઈમે ન છીએ જો....

લખન - ડોબો તું...
તું પેલા જો...... કેટલા વાગ્યા છે એ....
અને હા આમ પણ તમને તો આજે કઈ ખબર જ નહીં રે... નહિ...????
કેમ કે આજે તો તમે પહેલી છોકરીને મળવાના છો એટલે તમારું બધુ ધ્યાન તો એમાં જ હશે નહીં.....

ધવલ - ના ... હવે.....

લખન - આ... જો..
ના.. બોલતા બોલતા તે સ્માઈલ કરી જો..
વાહ વાહ.... શુ વાત છે..

ધવલ - શાંતિ રાખ ને હવે..... એવું કંઈ નથી સમજ્યો..??

લખન - હા હા.... સમજી ગયો બસ....( હસતા હસતા )

થોડીવાર માં લખન અને ધવલ કોલેજ પર પહોંચે છે. કોલેજ પહોંચતા સીધા જ કેન્ટીનમાં જાય છે. બંને મિત્રો પેલી છોકરીનો વેઇટ કરે છે પણ પોતે બંને વહેલા આવી ગયેલા હોવાથી આમ તેમ આંટા મારે છે. આંટા મારતા મારતા ધવલ બે કોફી પી લે છે અને ધવલ બે ચા પી લે છે.

થોડીવાર જતા પહેલી છોકરી લખન ને દેખાઈ જાય છે...

લખન - એ ધવલા.... જો ભાભી....

ધવલ - લખન્યા ....
હવે બીજું કંઈ બોલ્યો ને તો માર ખાઈશ હો તું મારા હાથનો...
મહેરબાની કરીને ચૂપ રે જે ,
કઈ ભવાઈઓ ચાલુ ન કરતો...

લખન - હા.... હવે.....

પેલી છોકરી અને એની ફ્રેન્ડ કેન્ટીનમાં આવે છે અને ધવલ ને એ જે ટેબલ પર બેઠા હોય છે ત્યાં એ બંને બેસે છે.

લખન - તમારે કેમ મોડું થયું આવવામાં...?

છોકરી - ના રે... અમે તો ટાઈમ પર જ છીએ.
પણ મને લાગે ત્યાં સુધી તમે વહેલા આવી ગયા હશો....સાચું ને ??

ધવલ - ના.... હવે... બસ હમણાં પાંચ મિનિટ પહેલા જ આવ્યા...

લખન - હે....... બસ ખાલી પાંચ મિનિટ પહેલા.....?!!!!?

ધવલ - હા.... હો... બસ પાંચ મિનિટ પહેલા જ હો... ભાઈ.....

છોકરી ની ફ્રેન્ડ - મને તો દાળમાં કઇક કાળું લાગે છે..

લખન - હા તો દાળ કાળી જ હોય ને...! તમે બનાવી હોય તો.....

છોકરીની ફ્રેન્ડ - તને યાર ... શુ પ્રોબ્લેમ છે મારા સાથે ??
વાતે વાતે મને તું આડા અવળા જવાબ આપે છે.

લખન - ના મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ તમારા સવાલો જ એવા હોય છે ને કે હું સીધા જવાબ આપી શકતો જ નથી.

છોકરી - બસ હો...... તમે બંને ચુપ કરો અને એ કહો કે કેક ક્યાં છે ??
મારે ખાવી છે...

ધવલ - સોરી પણ કેક તો અમે નથી લાવ્યા...

છોકરી - ઓહ નો... તો પછી અમને શા માટે ગઈ કાલે કીધુ કે આજે આવજો એમ..??

ધવલ - હા... તમારી વાત સાચી છે પણ...

છોકરી - પણ બણ કહી નહીં... મારે તો બસ કેક ખાવી છે એટલે ખાવી છે .. હું કઈ ન જાણું...

ધવલ - રિયલી સોરી... ..
લખન .. ભાઈ .... જાને કેક લઇ આવ ને બાજુમાં જે બેકરી છે ત્યાંથી...

ધવલ - હા.... ભાઈ..

લખન હજી ટેબલ પર ઉભો થાય છે ત્યાં જ એને પેલી છોકરી રોકે છે અને કહે છે..

ઓહ હેલો....
ત્યાં જ બેસી જાવ...
ડોન્ટ વરી અમે કેક લાવ્યા છીએ...હો..
અમને એટલી તો ખબર છે કે કોઈના બીર્થ ડે પર જઈએ તો કેક લઈ જવી પડે..

લખન - ઓહ એવું છે...!!! પણ અમે તો ગિફ્ટ નું સાંભળ્યું હતું..

છોકરી - ભાઈ પ્લીઝ ... તું હવે કશું ના બોલતો હો......
દિકા જાને યાર ( છોકરીની ફ્રેન્ડ ) આપણે ગાડીમાં પેલી કેક છે એ લઈ આવે ને...

આગળ ક્રમશઃ

Big Sorry For Late Publishing...

More Updates nd More Poetry Follow Me On Instagram..

@ dhaval_limbani_official
Next Part Coming Soon...

for More Update
follow Me On Instagram
@dhaval_limbani_official.

મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.

@dhaval_limbani_official