Rakt yagn - 12 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 12

"મારે એની દીકરી ને ખતમ કરવી પડશે"માયા શૈતાન ને કહી રહી હોય છે ત્યારે બહાર તેમની વાત કોઈ સાંભળી રહ્યું હતું..

"છુપાઇ ને કોઈ ની વાત સાંભળવી એ ખરાબ આદત છે પિતાશ્રી"આમ કહી માયા એ હાથ લાંબો કરી ને દરવાજા પાછળ સંતાયેલા પોતાના પિતા ને ઉચકી કમરા માં પછાડ્યા..

"માયા,મારી દિકરી,તુ આવી નથી, તને આ શૈતાને ભરમાવી છે,રોહિ તો હજુુ એક માસ ની છે એ તને શું નુકસાન પહોંચાડી શકે, એવું ના કરીશ દીકરી, એવો અનર્થ ના કરીશ" માયાના પગમા પડીને કરગરતા તેના પિતાા બોલ્યા


શેતાન જ્યારના મળ્યા છીએ ત્યારે મેં તમને કોઈ ભેટ નથી આપીને ? આ લો,મનુષ્ય તમારી ભેટ છે"ખૂબ ક્રુરતાની સાથે પિતા ને લાત મારી શૈતાન તરફ ફેકતા માયા બોલી..

"જે પોતાના પિતા ની ના થઈ એ માસુમ બાળકી ની શું થશે,મારાઅંતરમન નો શ્રાપ છે તને તારો અંત તે બાળકી જ કરશે"આ અંતિમ શબ્દ બાદ માયા ના પિતા ની ચીસો પણ એ કમરા ની બહાર ના જઇ શકી..

"કાલે તેનો અંતિમ દિવસ હશે, મારા કાળ નો અંતિમ દિવસ....."જોર જોર થી હસતા માયા કહેવા લાગી..


રાત હોવા છતાં પોતાના પિતા ને ન જોતા હીર ને ચિંતા થવા લાગી તે ફટાફટ ધ્યાન માં બેસી ને જોવા લાગે છે કે પિતાજી ક્યા ગયા...માયા હીર ની આ શક્તિ થી અજાણ હતી કેમકે આ શક્તિ હીર ને રોહિ જ્યારે તેના ગર્ભ માં હતી ત્યારે જ મળી હતી ..થોડી વાર માં તેની આંખો માં થી આસું નીકળવા લાગ્યા તેણે આંખો ખોલી ત્યારે તેની આંખો ગુસ્સા થી લાલ થઈ ગઈ હતી..."મારા પિતા ને તો તુ ભરખી ગઇ માયા...પણ મારી દીકરી ને તુ અડી પણ નઇ શકે..અને હીર રાત ની રાહ જોવા લાગી....

રાત પડતા જ શેતાન ને સાથે લઈ માયા હીર ના ઘરે પહોંચી...અંદર હીર ના કક્ષ માં પારણા માં તેને નજર કરી તો કપડાં થી ઢાંકેલુ બાળક દેખાયુ.અંધારું હોવાથી માયા એ જોયું ના જોયું ને તે પારણા માં થી બાળક લઈ ભાગી...અને ઘરે આવીઅને યજ્ઞ શરૂ કરી તે શિશુ ને અંદર નાખવા કપડુ હટાવ્યુ...અને તેની આંખો ક્રોધ થી લાલ થઈ ગઈ... તેણે જોરથી બુમ નાખી"હીર.."

હીર અને રોમિલ રોહિ ને લઈ મયાંગ થી બહાર ના ભાગી રહ્યા હતા... તેમણે રોહી ની જગ્યાએ ઢીંગલી મુકી હતી ...તેઓ મયાંગ ની બહાર બસ પહોંચવા ના જ હતા કે માયા ત્યાં વાવાઝોડા રૂપે ત્યાં પહોંચી ગઈ..એની આંખોમાં ગુસ્સો ધધકતો હતો



"તને શુ લાગ્યું હીર?તુ મને ઠગી શકીશ?હુ તને મારવા નથી ઇચ્છતી, ચુપચાપ રોહિ મારા હવાલે કરી દે, બાળકો તો પેદા થતા રહેશે, ચાલ જલ્દી થી મને આપી દે"માયા ધમકી ભર્યા અવાજ માં બોલી


"તારે મારી રોહી જોઇતી હોય તો મારી સાથે લડવુ પડશે....."રોહી ને રોમીલ ના હાથમાં સોપતા હીર બોલી


" ઠીક છે તારી ઈચ્છા પણ પૂરી કરી દવ આવીજા મેદાનમાં હીર "હવામાઉડતા માયા બોલી

માયા અને હીર વચ્ચે દ્વંદ ચાલુ થયું. બંને પોતાની શક્તિથી એકબીજા પર વાર કરવા લાગ્યા... માયા પાસે ભલે પિશાચી શક્તિઓ હતી પણ હીર પણ કંઇ કમ ન હતી .તે બંને જ્યારે લડી રહ્યા હતા ત્યારે રોમિલ તરફ કોઈનું ધ્યાન ન હતુ રોમીલ ચુપકેથી ત્યાંથી સરકવા લાગ્યો હતો. હિર ને મુકીને જવા ન માંગતો હતો પણ તે મજબુર હતો તેણે રોહીને પણ બચાવવાની હતી... અચાનક માયા અને હીર ના કારણે રોમીલ ની મરણતોલ ચી સ સંભળાઈ થોડી ક્ષણો માટે દ્વંદ મૂકીને તે બંને તે તરફ જોવા લાગ્યા જ્યારે romil રોહી ને લઈને ભાગી રહ્યો હતો ત્યારે પાછળથી શેતાને રોમિલ ને પેટ માં તલવાર ઘુસાડી અને બાળકને પોતાના હાથમાં લઈને હસી રહ્યો હતો

" હું તને નહીં છોડુ માયા", એમ કહીને હીર માયા પર ઘાતક શક્તિથી વાર કરવા લાગી..


આ તરફ શેતાન તે રોહી ને જમીન પર મુકી ને તેનુ ગળુ દબાવવા જ જાય છે ત્યારે તેની આંખો સામે થી જ રોહી ગાયબ થઇ જાય છે.. માયા એ પણ આ દ્રશ્ય જોયું તે સમજી ગઈ કે રોહી અસલી ન હતી તે ફક્ત એક પ્રતિકૃતિ હતી તેણે દ્વંદ શરૂ રાખતા જ શેતાન સામે જોઈ અને અસલી રોહી ક્યાં છે તે જણાવ્યુ અને શેતાનને ત્યાં જવા કહ્યું....
આ તરફ તે બંને હજુ પણ એકબીજાને ઘાયલ કરતા લડી રહ્યા હતા હીર ખૂબ ઘાયલ હતી તે છતાં પણ તે લડી રહી હતી જાણે તેની અંદર સાક્ષાત રણ ચંડી આવી ગઈ હોય તે માયા પર વાળ કરી રહી હતી....


શેતાન તે ગુફામાં પહોંચી ગયો જ્યાં રોહી હતી તે જેવો રોહીને ઉઠાવવા જાય છે.. તેની પર આક્રમણ થાય છે હજુ તેને કંઈ સમજાય તે પહેલા જ તે ગુફામાં રહેલી એક પથ્થરની મૂર્તિ માં કેદ થઇ જાય છે આવેશમાં માયા અને શેતાન ભૂલી ગયા હોય છે કે આ તે ગુફા હતી જેમાં શેતાન ને કેદ કરવાની શક્તિ હતી.... તે ગુફાને મહાગુરુ વિશ્વ દેવે બનાવી હતી જેમાં પવિત્ર મંત્રોની શક્તિ હતી આથી આ ગુફામાં આવતાંવેંત શેતાન ની બધી શક્તિઓ છીનવાઈ ગઈ હતી અને તે પથ્થર ની મૂર્તિ માં કેદ થઇ ગયો rohini સાથે તેની સાત માસીઓ હતી રોહી અહીં સુરક્ષિત હતી પણ હીર ના આદેશ મુજબ સાથે બહેનોએ સવાર થયા પહેલા એક ગુફામાંથી બહાર નથી નીકળવાનુ...

આ તરફ હીર લડતા-લડતા થાકી ચૂકી હતી માયા જ્યારે હિર ને મારવા જઈ રહી હતી ત્યારે તે એક ચક્રમાં કેદ થઈ ગઈ તેણે જોયું તો તેને કેદ કરનાર romil હતો..... ચક્ર માં કેદ માયા ને લઈને તેઓ માયા મહેલ પરત ફર્યા જે જગ્યાએ તે યજ્ઞ કરી રહી હતી ત્યાં જ પવિત્ર સંદૂક હીરે ઉત્પન્ન કર્યો અને રોમીલ એ તેનામાં રહેલી તાકાત ભેગી કરીને માયા ને પથ્થરની બનાવી દીધી શેતાન માં કેદ થઇ જવાના લીધે જ માયા આસાનીથી પથ્થર બની ગઈ પોતાની શક્તિથી માયા આ કેદમાંથી આઝાદ થાય તે પહેલાં હીરે ઉત્પન્ન કરેલા સંદૂક માં તેને મૂકી કયા મહેલને પવિત્ર મંત્રો વડે બાંધવાનું શરુ જ કર્યો હતો... કે રોમિલે પોતાના પ્રાણ ત્યાગી દીધા.... સૂર્યોદય થવા આવ્યો હતો એટલે સાતેય બહેનો નાનકડી રોહીને લઈને ઘર તરફ નીકળી... સંતાયેલી દુશાલા લાવણ્યા પાછળથી મારવા આવી હતી પણ ત્યાં ફાવી નહીં અને રહેવાના હાથે મરાઇ બધી બહેનો માયા મહેલ પહોંચી જ્યાં હીર પોતાના અંતિમ શ્વાસ લઇ રહી હતી
"મારી દીકરી હવે તારી જવાબદારી છે, લાવણ્યા... અમે મયા ને કેદ તો કરી છે પણ તે ક્યા સુધી કેદ રહેશે તેનો ખ્યાલ નથી તમે રોહી સાથે આ જગ્યા છોડી દેજો....તેને આ વાત ન જણાવતાં...."આટલું કહી ને હીર પણ તેના રોમિલ સાથે અનંત ની વાટે નુકળી ગઇ..હીર અને રોમિલ ના શરીર ધુમાડો બની હવા માં વિલીન થઈ ગયા ...બધી બહેનો રડતા રડતા ત્યાં થી નીકળી ને રંગસાપાડા માં વસી....