Radha ghelo kaan - 21 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 21

રાધા ઘેલો કાન : 21

અમારા ઘરમાં એમ પણ બહુ ટાઈમથી ફેમિલીમેટર ચાલુ છે..
અને એમ માનીલે, આ પણ એનો એક ભાગ જ છે..
ખબર નહીં એ બધી પણ હું જ્યાં સુધી ઓળખું છું કાકાને ત્યાં સુધી હું તેને ચોક્કસ કહું છું.. " કાકા આવું કયારેય ના કરે.. "

છોડ એ બધું..
તુ બોલ પછી કેવી રહી exam?? કિશન બોલ્યો..
બસ સારી.. મનમાં ( તુ આયો હતો એ દિવસે સૌથી સારુ પેપર ગયું હતું.. ) રાધિકાએ એક હાસ્ય સાથે જવાબ આપ્યો..
હા.. ઓકે ચલ પછી વાત કરીએ.. મારે કામ છે..
હા.. હા.. કરી લે તુ વાત.. રાધિકાએ પણ ટોન્ટ મારતા જવાબ આપ્યો..
ના..ના.. એવુ નથી યાર..
મારાં પાપાનો કોલ આયો હતો,
એમને કંઈક કામ હતું એટલે..
ચલ બાય.. આટલુ બોલી કિશન ફોન મુકી દે છે..
અને રાધિકા પણ ઓકે બાય કહીને રડમસ અવાજે ફોન મૂકી દે છે..

કિશનને લાગે છે કે એના અંકલે અમારા ફોટા પાડવા કોઈને મોકલ્યા અને એ પણ નિકિતાને મોકલવા માટે..
આ વાત શક્ય જ નથી.. અંકલ આવું કયારેય ના કરે..
મારે આ વાત જાણવી જ પડશે.. કે સાચું કોણ છે અને કોણ ખોટું?
કોણ સાચો મિત્ર છે ને કોણ દંભી ?
કોણ વફાદાર છે અને કોણ ગદ્દાર?
પણ હું કેવી રીતે જાણી શકું..? કોની પાસેથી સાચું જાણવા મળશે..?
શુ ખબર એ બધી..
કઈ ની.. ભગવાન ચોક્કસ મને કોઇ રસ્તો આપશે..
આટલુ બોલીને બારીની બહાર બેઠા બેઠા તે એક બાજુ નજર કરીને કંઈક વિચારી રહી છે..
અને એકદમ ઊભી થઈને ઘરમાં જાય છે..
ઘરમાં જતા જ તે મમ્મીની બાજુમાં બેસે છે,
અને મમ્મી સાથે શાક સમારતા-સમારતા અને મસ્તી કરતા પૂછે છે.,
મમ્મી બવ દિવસ થયાને આપડા માસીનાં ઘરે ગયા હેને?
હા બેટા,તારા માસી પણ બવ સમયથી યાદ કરતા હતા કે કોલેજ કોલેજ કરીને હવે રાધિકા તો અહીં આવતી જ નથી..
હા મમ્મી પણ ટાઈમ જ કઈ મળતો હતો મને તો હું જવ.. તુ જ કેહ..
હા.. પણ હવે તો exam પણ પુરી થઈ ગઈ છે ને અને એમ પણ હવે તુ બે મહિના સુધી ઘરે જ રેહવાની છે ને.. તો જા થોડા દિવસ જવુ હોય તો ત્યાં જઈ આવ..
રાધિકાને જે મમ્મી પાસેથી બોલાવું હતું તે બોલાવી લીધું..
અને કેહવા લાગી કઈ ની મમ્મી જોઈએ હવે પાપા સાંજે આવે એટલે પૂછીને પછી જોવું બે ત્રણ દિવસમાં..

મમ્મી અને રાધિકા વાતો જ કરતા હોય છે એટલામાં કિશનનાં આંટી ઘરમાં આવતા બોલે છે..
ઓહો ક્યાં જવાનો પ્લાનિંગ ચાલે છે??
અરે આવો આવો..
કઈ નહીં આતો હવે એને વેકેશન છો તે મેં કીધું જા તારા માસીને ત્યાં જઈ આવ.. થોડા દિવસ રહી આવ એમ.. રાધિકાનાં મમ્મી બોલે છે..
ઓહો.. સરસ ને ફરી આવ.. કિશનનાં આંટીએ સોફામાં બેસતા બેસતા જવાબ આપ્યો..
અને સમય મળે તો અમારા ઘરે પણ જઈ આવજે..
હા પણ તમારા ઘરે જઈને શુ કરીશ..?
તમે બધા તો અહીં જ છો.. રાધિકા હસતા હસતા જવાબ આપે છે..
હા એ પણ છે..
આટલુ બોલી રાધિકાની મમ્મી અને કિશનનાં કાકી બન્ને કામ કરવા લાગે છે..
અને રાધિકા ત્યાંથી ઊભી થઈ અને ફરી કિશનનાં વિચારોમાં ખોવાઈ જાય છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કિશન અને નિકિતા રોજની જેમ આજે પણ મળે છે એ જ જગ્યાએ જ્યાં પેહલા પણ મળ્યા હતા અને એ વાતની જાણ અંજલીને કોઇ ફોન કરીને જણાવે છે..

અને અંજલીને ખબર પડી જાય છે કે આ બન્ને ફરી એક થઈ ગયા છે પરંતુ તે તેનું ખોટું લગાડતી નથી બસ એટલું જ વિચારે છે કે જો કિશન નિકિતા સાથે જ ખુશ હોય તો હું શુ કામ એની લાઈફમાં હસ્તક્ષેપ કરું..?
અને ભલે હું કિશનનાં જીવનમાં પેહલેથી છું પરંતુ નિકિતા કિશનની બહુ નજીક છે એટલે કિશનને નિકિતાથી દૂર કરીશ તો કિશન પણ ખુશ નહીં રહી શકે એના કરતા બન્નેને એકબીજા સાથે ખુશ છોડી દવ.. અને કદાચ આ જ પ્રેમ છે..

અંજલી આટલુ વિચારીને કિશનની લાઈફમાંથી નીકળી જવાનું વિચારે છે અને કહે છે જો હું એના અને નિકિતા વચ્ચે આવ્યા કરીશ તો કદાચ અમારી સ્કૂલટાઈમથી ચાલતી આવેલી ફ્રેન્ડશીપ પણ કદાચ તૂટી જશે..
આટલુ વિચારી તે કિશન અને નિકિતા બન્નેને એકબીજા સાથે ખુશ છે એવુ જાણીને એ પણ ખુશ થાય છે..
પણ એની આંખનાં ખૂણામાંથી આંસુનું એક ટીપું એ ડિસ્પ્લેને પલાળી જાય છે..
અને તે ટીપું કિશનની આંખ પર પડે છે આ જોઈને તે હસતા હસતા એના મોબાઈલનાં વોલપેપરમાંથી કિશનનો ફોટો હટાવી લે છે..

નિકિતા ગમે તેવી પણ એની છે.. આટલુ વિચારી તે મોબાઈલ સાઈડ પર મૂકી તકિયાને બાહોમાં લઈને ઊંઘી જાય છે..

" આમ તે પ્રેમને મિલન સાથે કયારેય કોઇ લેવાદેવા નથી હોતા" ... આ વાક્યને ક્યાંક સાચું સાબિત કરે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સવારે ઉઠતાની સાથે રાધિકા વિચારે છે કે આજે નિખિલનાં ત્યાં બેસવા જવ અને બધું જણાવું કે હું કિશનનાં ગામ જવાની છું.. કારણ કે બીજું કોઇ એની પાસે એવુ નહોતું કે તે એનાં દિલની વાત ખુલ્લા દિલથી વેહચી શકે..

આટલુ વિચારી તે નિખિલનાં ઘરે જવા નીકળે છે..
ઘરે જઈ નિખિલનાં ઘરનો દરવાજો ખખડાવે છે પણ ઘરમાંથી કોઇ બહાર આવતું નથી એટલે એ વિચારી છે કે ચોક્કસ નિખિલ ઊઘતો હશે..
લાવ,, એને હેરાન કરવા દે..
એટલું વિચારી તે નિખિલનાં ઘરની બારી આગળ જાય છે અને બારીનો એક દરવાજો ખુલ્લો હોવાથી તે બારી તરત ખુલી જાય છે..
અને અંદર જોવે છે તો કોણ એ જ છોકરી જેને રાધિકા એ કિશનનાં કહ્યા પછી એને જોવા માટે સોશ્યિલ એકાઉન્ટ પર ચેક કરી હતી અને તેના ફોટા માત્ર નેટ પર જ જોયા હતા..
હા.. હા.. એ જ કિશનની ગર્લફ્રેન્ડ નિકિતા..
એ આજે એવી હાલતમાં કિશન સાથે એના બેડરૂમમાં પડી હતી..
જે હાલતમાં એક વરકન્યા સુહાગરાતનાં દિવસે હોય છે..
આ દ્રશ્ય જોઈને રાધિકાનાં પગ નીચેથી જમીન સરકી જાય છે..

અને વિચારી છે કે હજી પણ નિકિતા કિશનને ગોળ ગોળ જ ફેરવે છે.. આજે પણ તે કિશન સાથે માત્ર ટાઈમપાસ જ કરે છે?
આજે પણ તે કિશનનો માત્ર ઉપયોગ જ કરે છે..
કિશને નિકિતાને પ્રેમ કરીને એવી તો શુ ભૂલ કરી કે તેની સજા નિકિતા એને આવી રીતે આપે છે..

શુ હું કિશનને જણાવું કે ના જણાવું?
શુ એ મારી વાત માનશે?
પણ હું શુ ક્વ એને? મને તો આવી વાત કેહતા પણ શરમ આવે છે..

ગમે તે થાય હું આ લંપટ નિકિતાને કિશનનો ફાયદો ઉઠવા નહીં દવ..અને આ નિખિલ પણ મને જૂઠું બોલ્યો કે હવે એને અને નિકિતાને કઈ જ નથી..

ચોક્કસ નિકિતાએ જ કિશનને એના કાકા વિરુદ્ધ ચડાવ્યો હશે.. અને કિશને વિશ્વાસ પણ કરી લીધો.. આવું કઈ રીતે કરી શકે કિશન? કિશને થોડું વિચારીને નિર્ણય લેવો જોઈતો હતો..

આટલુ વિચારી તે ફટાફટ એની સ્કુટી લઇ એના ઘર તરફ જાય છે.. અને ઘરે પોહચી તરત એના રૂમમાં જાય છે અને વિચારવા લાગે છે કે કિશન સામે આની સચ્ચાઈ કઈ રીતે લાવું?

આટલુ વિચારતા વિચારતા એકદમ તેને અંજલીની યાદ આવે છે અને તરત તે અંજલીને ફોન કરવાનું વિચારે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ક્રમશ ::::

વાંચતા રહો..
જય દ્વારકાધીશ.. 😊🚩