DESTINY (PART-19) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-19)


પંદર-વીસ દિવસ પછી નેત્રિ સુરત પાછી આવે છે. છેલ્લા સેમેસ્ટરમાં ખર્ચ માટેની તકલીફ પડવા લાગી જે એને આખા એંજિનિયરિંગમાં નહોતી પડી. ખર્ચ ઉઠાવનાર કોઇજ નહીં તો જૈમિક એને મદદરૂપ થવા માટે એક નોકરી સાથે બીજી પણ ચાલુ કરી દે છે એને એમ કે જેટલો મદદરૂપ થઈ શકું એટલો થઈશ પણ નેત્રિ એટલી સિદ્ધાંતવાદી કે એને ક્યારેય એના પાસેથી પૈસાની મદદ ના લીધી જેમ તેમ કરીને બહેન બનેવીની મદદથી તેણે છેલ્લું સેમેસ્ટર પતાવીને એંજિનિયરિંગ પૂરું કર્યું.

એંજિનિયરિંગ પૂરું કર્યાં પછી નેત્રિ પણ વિચારે છે કોઇ પર બોઝ બનવા કરતાં સારું છે નોકરી શરૂ કરીને પોતાનો ખર્ચ પોતે જ ઉપાડી લઉં. જૈમિક અને નેત્રિ બંને નોકરી શોધે છે અને મળી પણ જાય છે ત્યાજ જ્યાં જૈમિક રહે છે હા ત્યાજ સપનાના શહેર અમદાવાદમાં જ. તો નેત્રિ પણ આવી જાય છે અમદાવાદમાં અને રહે છે એના કાકાને ત્યાં જે એ બસ વાર તહેવારે જ જતી હતી.

જૈમિક રાત-દિવસ નોકરી કરે છે અને પૈસા ભેગા કરવા માંડે છે કેમકે એ જાણે છે કે પૈસા વિના કઈ કરવું એટલું સહેલું નથી માટે એ ભવિષ્ય માટે બચત કરવાં લાગે છે. નેત્રિ નજીક આવી ગઈ એની ખુશી બંનેને અપરંપાર હતી. સુરતની વિદાય ખતમ થઈ અને અમદાવાદનો સાથ શરૂ થઈ ગયો.

નેત્રિ રોજ નોકરીથી છૂટીને જૈમિકને એની બીજી નોકરી હતી ત્યાં મળવા જાય અને પછી જ ઘરે જાય. દર રવિવાર તો આખો આખો દિવસ સાથે જ વિતાવવાનો. આમ કરતાં કરતાં છ મહિના થઈ જાય છે અને એક રવિવારના દિવસે બંને મળે છે. બંને બગીચામાં બેઠા હોય છે.

નેત્રિ જૈમિકને કહે હું ખુબજ ખુશ છું અહીંયા તમારી સાથે રહેવા મળે છે પણ હું વિચારું છું કે ક્યાં સુધી હું આમજ કાકાના ઘરે રહીશ અને ક્યાં સુધી.......? આજે નહિતો કાલે મારે ત્યાથી નીકળવું જ પડશે ને......? જૈમિક કહે હા નેત્રિ આજીવન તો તું ત્યાં નહીં રહી શકે હું જાણું છું પણ અત્યારે તો ત્યાં રહેવું જ પડશે ને.......!

નેત્રિ કહે છે હું જે કહેવા માંગુ છું એ તમે સમજી નથી રહ્યાં જૈમિક. જૈમિક કહે હું સમજી રહ્યો છું નેત્રિ કે તું શું કહેવા માંગે છે. મને ખબર છે તું લગ્ન વિશે કહી રહી છે પણ થોડાક દિવસ પહેલાં જ મારા ઘરમાં આ વાત થઈ છે જેમાં ભાઈ, બહેનને કઈ વાંધો નથી, પપ્પાને આના વિશે કાંઈજ ખબર નથી પણ મમ્મી નથી માનતા. એ તને ખુબ સારી રીતે ઓળખે છે અને તને દીકરી જેટલું જ રાખે છે તું જાણે જ છે પણ સગાં સબંધી અને આ સભ્યસમાજની બીકમાં મમ્મી હા નથી કહી શકતી માટે આપણે સારા સમયની રાહ જોવી રહી.

નેત્રિ કહે છે હા હું સમજુ છું જૈમિક પણ તમે સમજી લો થોડુક કે હું હવે કોઈના ઘરમાં નથી રહી શકતી. હું રહું છું પણ મારી મજબૂરીના લીધે બાકી હું ત્યાં ખુશ નથી. મારે હવે બસ તમારી સાથે જ રહેવું છે અને માનવામાં તો મારા કાકા-કાકી, બહેન એ બધાં પણ નથી માની રહ્યા પણ તમે સમજો હવે હું તમારા વિના એક પળ માટે પણ નથી રહી શકતી માટે તમે લગ્ન કરીને અહીંયાથી લઇ જાઓ બસ મારે તમારા સિવાય હવે કોઈની જરુર નથી.

જૈમિક આટલું સાંભળીને કહે હા હું જાણું છું તું ત્યાં ખુશ નથી માટે જ હું કહું છું થોડોક સમય આપ મને આપણે બધું ઠીક કરી દઇશું વિશ્વાસ રાખ મારી પર. નેત્રિ કહે એક તમારા જ વિશ્વાસ ઉપર તો જીવી રહી છું હું નહિતો ક્યારની આ દુનિયા છોડી દીધી હોત પણ ઠીક છે તમે જેમ બને એમ જલ્દી કાંઇક કરો હું તમારી સાથે જ રહેવા માંગુ છું બસ. જૈમિક કહે છે હા ઠીક છે જલ્દી જ હું આનો કાંઇક રસ્તો કાઢી લઈશ અને તને હમેશાં માટે મારી સાથે લઈ જઈશ.

થોડા સમય પછી જૈમિક ઓફિસમાં બેઠાં બેઠાં વિચાર કરે છે કે શું હું ખરેખર નેત્રિને લાયક છું........? શું હું એને એ બધી ખુશી આપવા માટે સમર્થ છું જે એને એના પપ્પા તરફથી મળતી હતી ........? શું હું આમજ દિવસ-રાત નોકરી કરીને એને સમય આપી શકીશ.....? મારે કાંઇક એવું કરવું જોઈએ જેથી એ કાલે મારી સાથે લગ્ન કરીને આવે બધું છોડીને તો એને એ વાતનો અફસોસ નહીં પણ ગર્વ હોવો જોઈએ.

મતલબ કે મારું પોતાનું કાંઇક ભવિષ્ય હોવું જોઈએ. એક એવી કાયમી નોકરી હોવી જોઈએ જેની કાંઇક કિંમત હોય. જે નોકરીથી હું ફક્ત મારું જ નહીં નેત્રિનું પણ ભવિષ્ય સુધારી શકવા સક્ષમ હોવું. તો એવી નોકરી હવે એક જ છે અને એ છે સરકારી નોકરી. જેમાં મારા બધાજ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે.

જૈમિક રાતદિવસની નોકરી છોડીને સરકારી નોકરી માટેની તૈયારી ચાલુ કરે છે કેમકે એ આ વાતનું કાયમી નિવારણ ઇચ્છતો હતો . આમ તો એ ના નોકરી ના છોડતો પણ હવે નેત્રિ પગભર થઈ ગઈ હતી તો એને જરા વાર પણ વિચાર ના કર્યો અને બંને નોકરી છોડીને સરકારી નોકરીની તૈયારી ચાલુ કરી દે છે.