Pagrav - 28 books and stories free download online pdf in Gujarati

પગરવ - 28

પગરવ

પ્રકરણ – ૨૮

સુહાની ઉભી રહી ત્યાં જ એણે પરમની સાથે અવિનાશ બક્ષીને આવતાં જોયો. જે મેનેજીંગ ડાયરેકટરની પોસ્ટ પર લગભગ નવો જ નિમણુંક પામેલો છે...એ જ પરમ સિવાયનો યંગ વ્યક્તિ છે‌. પરમ સુહાનીને સ્માઈલ આપીને બોલ્યો, " સુહાની મિસ્ટર અવિનાશ તને બધું જ ડાયરેક્ટ કરશે હવે...એ તને બધું જ કહેશે...બેસ્ટ લક ફોર યોર ન્યુ જર્ની..." કહીને પરમ જતો રહ્યો.

સુહાનીએ અંદર હતાં ત્યારથી જ નોંધ્યું કે અવિનાશની આંખો જાણે સુહાનીને કંઈ અલગ અંદાજથી જોઈ રહી છે...એ સુહાનીનાં ચહેરાને વારંવાર જોવાની કોશિષ કરી રહ્યો છે. પછી સુહાનીએ એકદમ સામેથી એની સામે જોતાં એને ખબર પડી જતાં એ સમજી ગયો એટલે તરત જ બોલ્યો, " મેડમ ચાલો...તમારી જ્ગ્યા બતાવી દઉં...અને તમારું કામ પણ..."

સુહાનીએ બહું કંઈ એવું ભાવ બતાવ્યાં વિના કહ્યું, " ઓકે..." ને બે ય જણાં ગયાં.

પછી તો એ પોતાની નવી જગ્યાએ ગઈ. એને હવે કંપનીનાં બીજાં કર્મચારીઓને મળવાનું બંધ થઈ જશે એવું સ્પષ્ટ લાગી ગયું છે રીતે એનું કામ અને ઓફિસની સિચ્યુએશન છે. એની ઓફિસ પણ એવી જગ્યાએ જ છે જ્યાં એક બાજુ સીઈઓ ઓફિસ, બીજી બાજું મેનેજમેન્ટની બધી ઓફિસ એક પછી એક છે. એકદમ જ રૂટિન સ્ટાફની વચ્ચેથી કામ કરતાં કરતાં સીધાં જ આવાં મોટાં માણસો સાથે કામ કરવાનું એને થોડું ઓકવર્ડ લાગ્યું. પણ કોઈ વિકલ્પ નથી હવે...

આજે તો સુહાનીનો પહેલો દિવસ નીકળી ગયો એમ જ...હવે આ જ રીતે કામ કરવાં માટે પોતાનાં મનને તૈયાર કરી દીધું.... અહીં નવાં ફ્લેટ પર હજું ખાસ એટલાં કોઈ આવેલાં નથી પણ એમાંની એક બે છોકરીઓ સાથે એણે છોડીઘણી વાતચીત કરી જેથી કંઈ પણ કામ હોય તો કામ આવી શકે. કદાચ સુહાની પોતાનાં મિશનને કારણે હવે એ કોઈ સાથે બહું નજીકનો સારો સંબંધ બનાવવા નથી માંગતી જેથી સામેવાળાને તફલીક થાય કે પછી કોઈ એવું જાસૂસ વ્યક્તિ નીકળે કે એની બધી જ મહેનત પર પાણી ફરી વળે.

હવે ધીમેધીમે એનું રૂટીન થવાં લાગ્યું. એને પોતાની ઓફિસમાં જ બેસીને કામ કરવાનું હોય. આ મોટી જગ્યા એવી હોય કે ના કોઈ બીજાંની ઓફિસમાં એમ જતાં રહેવાય કે કોઈ આપણી ઓફિસમાં પણ એમ ગપ્પાં મારવાં આવીને બેસે. શરૂઆત છે એટલે સુહાનીને થોડી અકળામણ પણ જાય છે ઘણીવાર.

નવાં ફ્લેટ પર તો એ જોબ પરથી સાંજે જ ઘરે જાય. જમી પરવારે ને થોડીવારમાં ટાઇમપાસ કરે ત્યાં સુવાનો સમય થઈ જાય. સુહાનીએ પોતાની જાતને એ રીતે સેટ કરી દીધી.

ઓફિસમાં સુહાનીને વધું કામ હવે અવિનાશ સાથે કરવું પડે છે પણ એની થોડી ખુશામતી અને ચીપકુપણુ સાથે જ એની થોડી વિચિત્ર નજર સુહાનીને પરેશાન કરી દે છે‌. એક દિવસ એણે વાતવાતમાં પુછ્યું કે, " તમે આટલી નાની ઉંમરમાં આટલી મોટી પોસ્ટ પર પહોંચી ગયાં ખરેખર સારી વાત કહેવાય. હજું તો તમારાં મેરેજ પણ નથી થયાં લાગતાં.

અવિનાશ મનમાં સહેજ મલકાયો. એને થયું કે કદાચ સુહાની એને મનોમન એને પસંદ કરે છે. એટલે પોતાનો વટ અકબંધ રાખવા એ બોલ્યો, " પરમભાઈ બહું લાંબુ વિચારે છે. એ ધીમે ધીમે યુવાપેઢીને મેનેજમેન્ટ કમિટીમાં સામેલ કરવાં ઈચ્છે છે.... આધુનિક પેઢી આધુનિક વિચારો સાથે આજની હરણફાળ ભરી જિંદગીમાં એ પણ એટલું ભાગી શકે. અને એમને વિદેશ જેવી પ્રગતિ અને ટેક્નોલોજી અહીં ઈન્ડિયામાં કરવી છે...એટલે જ તો એ નવાં પોસ્ટિગ પર તમારાં મારાં જેવાં યુવાન, ઉત્સાહી, ઓલરાઉન્ડર એમ્પોલોયને એક પછી એક લાવી રહ્યાં છે... એમાં મેરેજ કરવાનો હજું સમય જ નથી મળ્યો. "

સુહાની : " પણ જે લોકો આટલાં વર્ષોથી મહેનત અને અનુભવથી આટલી મોટી પોસ્ટ સુધી પહોંચ્યાં હોય એમનું શું ?? "

અવિનાશ : " જસ્ટ ચિલ યાર...દરેક જણનું વિચારે તો ક્યાંથી એ બધું શક્ય બને ?? એમને ના નહીં પાડે ધીમે ધીમે એમનાં માટે કંઈક વ્યવસ્થા કરશે...મને નથી ખબર કંઈ...એ લોકોએ તો ઘણું કમાઈ લીધું હોય હવે આપણો કમાવાનો કંઈ કરી બતાવવાનો સમય છે એ માટે કંઈ પણ ભોગે કરી દેવાનું હોય.... પૈસો અને પોઝિશન છે તો બધું જ છે...પૈસા હોય તો ઓળખાણ અને બેય હોય તો લાગવગ તો ગમે ત્યાં લાગી જાય...ને બધું જ અશક્ય કામ પણ શક્ય બની જાય...!!"

સુહાનીને થયું કે આ ખરેખર એની વ્યક્તિ છે કે જે પોતાનાં સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે... એનાં માટે કદાચ પૈસો સર્વસ્વ છે...

સુહાની : " હવે તો તમને કંપનીની બધી જ માહિતી હશે ને ?? તમે તો આટલી મોટી પોસ્ટ પર છો તો...હવે તો મારે તમારી સાથે કામ કરવાનું છે એટલે બધું તમને જ પૂછી લેવાનું પરમ સર કે બીજાં કોઈ સુધી જવાની જરૂર પણ નહીં પડે...વળી તમારાં હાથમાં આટલી મોટી પોસ્ટ ને વળી ટેલેન્ટનો તો ભંડાર છે તમારી પાસે...વળી વાત કરવાની અદા પણ એવી કે કોઈ પણ તમારી વાત માન્યા વિના ન રહે..મારી જ વાત કરું તો મને પહેલાં દિવસે વાત કરી ત્યારે તમે થોડાં અતડા સ્વભાવવાળાં લાગ્યાં હતાં જ્યારે હવે તમે જ અહીં બહું વ્યવસ્થિત વ્યક્તિ લાગો છો જેને હું મને કામમાં કંઈ પણ સમજ ન પડે તો બેજીજક પૂછી શકું... " કહીને એક મસ્કો મારીને સુહાનીએ અવિનાશને બરાબર પોતાનાં સકંજામાં લઈ લીધો.

અવિનાશ ખુશ થઈને બોલ્યો, " યુ આર મોસ્ટ વેલકમ... તમારાં માટે તો મેડમ ગમે ત્યારે પણ બંદા હાજર હશે..." કહીને અવિનાશ સુહાનીને એક દોસ્તી તરફ હાથ લંબાવતો તાળી આપવાં ગયો ત્યાં જ સુહાની ઉભી થઈ ગઈ ને બોલી, " હમમમ...જે હોય તે... બધાંની પોતપોતાની અલગ અલગ વિચારધારા હોય બીજું તો શું..." કહીને સુહાની ઉભી થઈને હાથમાં ફાઈલો લઈને પોતાનાં રૂમમાં જતી રહી.

સુહાનીએ વિચાર્યું કે મારે એ જાણવું પડશે કે અવિનાશ સમર્થનાં યુએસએ ગયો એ મહિનામાં જ મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર આવ્યો છે...વળી એ કંઈ રીતે આવ્યો એ પણ જાણવું પડશે... પહેલાં એ કઈ પોસ્ટ પર હતો એ પણ જાણવું પડશે...એ આવું કંઈ કરાવી પણ શકે આ પોસ્ટ પર આવ્યાં પછી. એનાં પર જતી શંકાની સોય પણ રોકી ન શકાય...પણ કંઈ પુરાવા તો જોઈશે ને ??

એને થયું કે જેવું પરમ વિશે સાંભળ્યું છે એવો નથી લાગતો. બહું સારી રીતે મારી સાથે તો વાતચીત કરે છે ક્યારેય કોઈ ખરાબ વર્તન નથી કર્યું. મારાં ઓ પોસ્ટ પર આવ્યાં પછી એણે કોઈ સાથે ખરાબ વર્તન પણ નથી કર્યું કે નથી કોઈને ઉતારી પાડ્યાં જેવું દાદુએ મને કહ્યું હતું એ ખોટું તો ન બોલી શકે તો પછી કોઈનો સ્વભાવ અચાનક બદલાઈ પણ થોડો શકે ??

એને થોડું વિચાર્યા બાદ કંપનીમાંથી ઘરે ગઈ પછી એણે બીજાં દિવસે કોને કંઈ રીતે મળવું...એ રીતે બધું શિડયુઅલ બનાવ્યો...આજે ઘણાં દિવસે ધારાનો મેસેજ આવ્યો.

સુહાનીએ ખુશ થઈને સામે મેસેજ કરીને કહ્યું, " ડીયર મિસ યુ...સાચે બહું મોટી પોસ્ટ પર કંઈ મજા નથી બસ મોટાં કાવાદાવાનાં મોકળા મેદાન હોય છે...બસ મારું મિશન જલ્દી પૂરું થાય... ત્યાં સુધી આપણે નહીં મળી શકીએ..."

ધારા : " હોપ સો...તારો મકસદ જલ્દી પૂરો થાય ને તારો સમર્થ તને હંમેશા માટે પાછો મળી જાય..."

સુહાનીને એકલતામાં ઘરની પણ યાદ આવવાં લાગી. પણ હાલ ઘરે જાય તો કદાચ બધું બગડી શકે...વળી એની પાસે એવો સમય નથી કે જેથી એ વધું સમય સમર્થને મુશ્કેલીમાં રાખી શકે.

એ જ દિવસે રાત્રે સૂતી હોય છે ત્યાં જ રાતે અગિયાર વાગ્યે સુહાનીને ઘરેથી ફોન આવ્યો કે તેનાં દાદી ગુજરી ગયાં છે. અને ઘરેથી એની મમ્મીએ કહ્યું કે અચાનક તબિયત ખરાબ થઈ છેલ્લે સમયે પણ તને જ યાદ કરતાં હતાં આથી તું આવી જાય પછી જ એમનો અગ્નિદાહ અપાય એવું બધાં પરિવારજનો વિચારે છે. સુહાનીને દુઃખ થયું કે છેલ્લાં સમયે પણ એમની સાથે ન રહી શકી પણ હવે અત્યારે એ ઘરે જવા નીકળવાનું રાતનાં સમયે થોડું અઘરું લાગ્યું.

લાંબો રસ્તો પણ છે‌. કંપનીમાં પણ પૂછવું પડશે ને કારણ કે અહીં લીવ માટે મેઈલ કરવો ફરજીયાત છે. અને અત્યારે અડધી રાત્રે એવો સમય પણ નથી. એણે એક ટ્રાવેલ્સમાં અરજન્ટમાં ટિકીટ બુક કરાવી એ ફટાફટ નીકળી ગઈ. પછી એણે બસમાં બેઠાં પછી મેઈલ તો કર્યો છતાં એને આવી રીતે નીકળી જવું ઠીક ન લાગ્યું કારણ કે આ નવી પોસ્ટ એવી છે કે જ્યાં જરાં પણ મનમાની ન ચાલે.

એણે થોડાં અચકાતાં એણે સીધો પરમને જ ફોન કર્યો જેથી કોઈ પછી છેલ્લે પ્રોબ્લેમ ન થાય. હવે એ મેનેજમેન્ટની નજીક હોવાથી એને ફોન કરવામાં બહું વાંધો નથી.

સુહાનીએ પહેલીવાર આજે પરમને મોબાઈલ પર ફોન કર્યો હોવાથી એને થોડી ગભરાહટ થઈ રહી છે. પણ પરમે તરત જ ફોન ઉપાડ્યો અને સુહાનીની વાત સાંભળીને બહું શાંતિથી વાત કરીને કહ્યું, " કંઈ વાંધો નથી તું બધું પતાવીને આવજે...મને કહ્યું હોત તો હું ઈમરજન્સીમાં પ્લેનમાં ટિકિટ પણ બુક કરાવી દેત...આટલો સમય પણ ન જાતને તારો..."

સુહાની : " કંઈ નહીં...ઈટ્સ ઓકે... હું જતી રહીશ..."

પરમે " ઓકે..બાય..." કહીને ફોન મુકી દીધો. ને સુહાનીને વિચારોમાં થાકેલી હોવાથી ટ્રાવેલ્સમાં ઉંઘ આવી ગઈ. ને સવારે ઉતરવાનો સમય થયો ત્યાં જ મોબાઇલ ખોલતાં એનાં મોબાઈલમાં આવેલાં એક મેસેજ ને જોઈને એ ચોંકીને વિચારતી જ રહી ગઈ.

કોનો મેસેજ હશે સુહાનીનાં મોબાઈલમાં ?? પરમ, અવિનાશ સમર્થ કે કોઈ બીજી વ્યક્તિ જ હશે ?? સુહાની પોતાની મુશ્કેલી કોઈને કહી શકશે ?? કોણ હશે સમર્થ સાથે આવું કરનાર ?? સુહાની સાચાં વ્યક્તિ સુધી પહોંચી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......