Characterless - 1 books and stories free download online pdf in Gujarati

Characterless - 1

Characterless

એનું નામ સરલ, બહુ જ મસ્તીખોર છોકરી. જીવનના દરેક રસ્તા પર નાચતી અને એ ખુશીનો અનુભવ કરતી. આજની ભાષામાં વ્યાખ્યા આપીએ તો "ફ્રી માઇન્ડેડ" છોકરી.

સરલાબેનની લાડકવાઈ સરલ, સુંદરતાનું સરસ ઉદાહરણ. આ છે મારી દોસ્ત સરલ અને હું એનો ખાસ દોસ્ત આકાશ. અમારી મુલાકાત કોલેજમાં થયેલી, કોલેજના પાંચમાં દિવસે મારી પાસે આવી અને પૂછ્યું કે તારું નામ આકાશ છે? મેં કહ્યું હા, આઈ એમ આકાશ! કોઈ શક? જવાબ તો મેં એ રીતે આપ્યો જાણે હું પોતે મહાન મોગેન્બો. સરલે મારી સામું સ્માઈલ આપી અને કહ્યું કે, મિસ્ટર આકાશ તારો ચોપડો આપી શકીશ, કાલે તને પાછો મળી જશે. ઓકે ! એમ કહીને મેં એને ચોપડો આપી દીધો. આ હતી દોસ્તી ની પ્રથમ મુલાકાત.

બીજા દિવસે હું કોલેજમાં વહેલા આવી ગયેલો. અને આવતાની સાથે જ બધા જ મિત્રો સાથે મજાક-મસ્તીની લહેર શરુ. નિખિલ, સાગર, રાહુલ, સુરજ આ બધા મહાન વિભૂતિથી બનેલી અમારી ટોળકી અકા ગેંગ. સાચે કોલેજના દિવસો બહુ જ યાદગાર હોય છે પણ એક શરત જો તમે દિલ થી માણ્યા હોય તો જ. અને આ બધા વિભૂતિઓ તો શાળાના સમયથી જ મારી સાથે છે તો અબ સમજ હી જાઓ કી કિસ કદર હમારી દોસ્તી કા રંગ સબકે દિલો મેં હોગા. હા...હા.....હા... અમારી મસ્તી પુરા જોશ માં ચાલતી હતી. મજાની વાત તો એ હતી કે નિખિલ નાની દડી લાવેલો જેનો ઉપયોગ અમે "માલ-દડી" રમવામાં કર્યો. લે ચટાક લે પટાક...... જે ચટાકેદાર દડી નો સ્વાદ અમે લઇ રહ્યા હતા એની મજા જ કઇંક અલગ હતી સૌથી વધારે માર સુરજ એ ખાધી. રાહુલના હાથમાં દડી આવીને બાજુમાં જ સુરજ. એવી ચટાકેદાર પીઠ પર દડી વાગી હતી ને બોસ.

બીજી બાજુ નિખિલ ગીતોની રમઝટ બોલાવતો હતો. આજ મોસમ હૈ બડા, બેઈમાન હૈ આજ મોસમ.... મેં કીધું ક્યાં બાત હૈ જનાબ? બહુ જ ખુશ દેખાય છે, તારો મોસમ કેમ અલગ લાગે છે આજે? તો એને કીધું એ મેરે પ્યારે દોસ્ત... આજ તેરી ભાભી કા જન્મદિન હૈ. એવામાં જ સાગર પાટલી પરથી નીચે ઉતરીને નિખિલ પાસે ગયો અને કહ્યું કે ભાઈ પાર્ટી! નિખિલે કહ્યું શાંતિ રાખો દોસ્તો આજ કી પાર્ટી તુમ્હારા ભાઈ દેગા, અને અમે બધા જ ખુશખુશાલ.

કાવ્યા, નિખિલની ગર્લફ્રેન્ડ. એ પણ અમારી શાળાની ભેરુ. અને ભણવાની બાબતે તો મને યાદ નથી પરંતુ નિખિલે કાવ્યા પાછળ બહુ જ મહેનત કરી અને છેવટે સફળ થયો. પાર્ટીની બાબતથી બધા ખુબ ખુશ હતા. અને અમે બધા વિચારતા હતા કે કઈ જગ્યાએ પાર્ટી કરવા જઈએ. અને એવા માં જ કાવ્યા આવી. અમે બધા એ એને જન્મદિવસની શુભકામના આપી. અને મારી નજર તો નિખિલ સામે જ હતી કાવ્યા ના આવવાથી એનો ચેહરો ખીલી ઉઠયો હતો. અને છેલ્લે આપણા હીરો નિખિલે કાવ્યાને પ્રેમથી અને શાયરાના અંદાજમાં શુભકામના આપી.


જન્મદિન હૈ તુમ્હારા
ઔર દિલ ધડકે મેરા !
કેક હો તુમ્હારી
ઔર પૈસા હો મેરા !


આ સાંભળી અમે એવા જોરદાર હસ્યાને અને સુરજે તો નિખિલને કહ્યું કે ભાઈ શાયરી પર કૃપા કર. અને અમે ફરી ખડખડાટ હસી પડયા. અમારી મજાક-મસ્તી અને આનંદની ગાડી સડસડાટ ચાલતી હતી અને એવામાં જ અમારા ક્લાસમાં એક વ્યક્તિનો પ્રવેશ થયો નિખિલ તો એની સામે જ જોઈ રહ્યો અને એવામાં જ કાવ્યાએ હળવા ગુસ્સાથી એની સામે જોયું અને ટપલી મારીને કહ્યું ક્યાં જુએ છે તું ?

હવે એ કોણ હતું? અને આગળ શું થશે? એ માટે તમારે મારી સાથે બીજા ભાગની રાહ જોવી પડશે. ચાલોને! એ બહાને તમારી ધીરજની કસોટી થશે...

"સ્માઈલ પ્લીઝ"


વધુ આવતા અંકે........