Characterless Part - 8 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 8

Characterless

 

 

ગતાંકથી ચાલુ......

 

 

                    સાતમા ભાગમાં તમે જોયું કે કલેક્ટર કચેરીએ દરેક વિદ્યાર્થીનું સ્તબ્ધ થવાનું કારણ એસિડ અટેકનો આરોપી હતો અને મારા માટે તો ખાસ સાગરના મોટા ભાઈ હતા જે આરોપી સાથે હતા જોકે છેલ્લે સાગરે એ બાબતનું કારણ આપ્યું હતું. પછી ૨ વ્યક્તિ જોડે મારી વાત થઈ હતી અને એ સરલ અને કાવ્યા હતા. અને અંતે સાગરે કહ્યું કે એને બહુ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. હવે જોઈએ આગળ શું થશે ?

                    સાગરને શું વાત કરવાની હશે એ વિચારતો વિચારતો હું સુઈ ગયો. બીજા દિવસે સવારનો નિત્યક્રમ પૂરો કરીને હું કોલેજ જવા માટે નીકળ્યો. બાઈક લઈને હું નીકળ્યો અને આજે તો મને રસ્તામાં સરલ મળી, એ સ્કુટીમાં હતી અને મને કહે કે રેસ લગાવવી છે. મેં કહ્યું રહેવા દે ખોટી તું જીતી જઈશ અને અમે બંને હસવા લાગ્યા પછી અમે કોલેજમાં પહોંચ્યા.

                    સરલ હું તને પછી મળું હાલ થોડું કામ છે, હું ફટાફટ ક્લાસ તરફ ગયો અને જોયું તું સાગર છેલ્લી પાટલીએ સુઈ ગયો હતો બોલો ! અરે રે ! ભાઈ રાત્રે સુવા નથી મળ્યું કે શું ? એ તો ઝબકીને ઉઠ્યો અને મને કહ્યું આકાશ તું આવી ગયો, ખબર કાલે મેં તને કહ્યું હતું મારે કામ છે તો અહીંયા મારી બાજુમાં આવ. મેં કહ્યું ચાલ બોલ શું કામ હતું ? સાગરે કહ્યું ભાઈ પ્રથમ વાત તો એ કે તું કોઈને જણાવતો નહીં. મેં કહ્યું ભાઈ બોલને હવે કાલનો હું વિચારી રહ્યો છું કે શું વાત હશે ?

                    સાગરે પ્રત્યુત્તર આપતા કહ્યું તારી પેલી ચોપડાવાળી દોસ્ત છે ને સરલ ! મેં કહ્યું હા તો એનું શું ? સાગરે કહ્યું પુરી વાત તો સાંભળ, પછી આગળ ઉમેરતા કહ્યું કે સરલ મને ગમે છે. હું તો નવાઈની સાથે સ્તબ્ધ થઇ ગયો. મેં કહ્યું એ તો બરાબર પરંતુ તું મને કેમ આ વાત જણાવે છે ? તો સાગરે કહ્યું કે મેં એટલા માટે તને કહ્યું કારણ કે એ તને પસંદ તો નથી ને ? હું સાગરની સામે ત્રાંસી નજરે જોવા લાગ્યો અને કહ્યું કે શું તું એ ભાઈ કેવું વિચારે છે એ ફક્ત મારી દોસ્ત છે બીજું કંઈ જ નહીં. અરે ! ભાઈ તને ખોટું લાગ્યું હોય તો માફ કરજે પરંતુ હમણાંથી તું એના સંપર્કમાં વધારે છે એટલે તને પૂછવું જરુરી સમજ્યું.

                    મેં કહ્યું તને સરલ પસંદ હોય તો મને તો શું વાંધો હોય પરંતુ એક વાત તને જરૂરથી કહીશ કે હું તને બહુ જ સારી રીતે ઓળખું છું તો તારે ફક્ત ટાઈમપાસ કરવો હોય તો મહેનત ના કરતો, તારી અંદર ક્ષમતા હોય એને તારા ઘરે લાવવાની અને એ પણ એના અને તારા માતા-પિતાની રાજીખુશી થી તો જ આગળ પગલું ભરજે. અને હા સરલના પપ્પા નથી એ તો તું સમજી શકે છે. હવે એ મારી દોસ્ત પણ છે તો તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું. અરે સરલ નહીં આ દુનિયાની કોઈપણ છોકરી કે છોકરો એ ટાઈમપાસ માટે તો નથી જ ! જરાય પણ નહીં. તું પણ મારો દોસ્ત છે એટલે આ વાત તને કડક શબ્દોમાં કહી.


                    સાગરે કહ્યું કે ભાઈ ! કેટલું બધું વિચારે છે, હજી તો આગળ એના માટે મહેનત કરીશ એ "હા" પાડશે એ પછીની વાત છે. મેં કહ્યું મેં જે તને કહ્યું એ તું કરી શકતો હોય તો જ મહેનત કર એમ. તો સાગર બોલ્યો કે જો ભાઈ એ છોકરી મારા સમાજની જ છે એટલે મને કંઈ ચિંતા નથી હું હજી સ્યોર નથી કે લાગણી છે કે ખાલી આકર્ષણ છે. તું ચિંતા ના કરીશ લાગણી નહીં દુભાવા દઉં.

                    આકાશ આમાં તું મારી મદદ કરીશ ને ? મેં કહ્યું એ ભાઈ ! હું અખંડ સિંગલ છું. અને તું મારી જોડે મદદ માંગે છે. આ બાબતે નિખિલ,સુરજ અને રાહુલનો સંપર્ક કર. સાગરે કહ્યું કે મારે બધાને નથી જણાવવાનું અને ખાસ તો નિખિલ ! એ મજાક મસ્તીમાં બધાને કહી દેશે આકાશ, ચાલ મારે જ કંઈક કરવું પડશે અને એવામાં જ નિખિલ, રાહુલ અને સુરજે એક જ સાથે ક્લાસમાં હીરોની જેમ પ્રવેશ્યા. અને સુરજ તો પાટલી કૂદતો કૂદતો અમારી જોડે આવીને કહે ક્યાં બાત ચલ રહી હૈ ? મેં કહ્યું કંઈ નહીં ભાઈ આ તો મારા પપ્પા મારા માટે નવી પુસ્તક લાવ્યા હતા ને એ પુસ્તક વિશેની વાત ચાલતી હતી. સુરજ એ કહ્યું કે હશે ભાઈ હશે ! ના જણાવવું હોય તો કંઈ નહીં. મેં કહ્યું જા નથી કહેવું અને હસવા લાગ્યો.

                    નિખિલે કહ્યું કે ભાઈઓ દડી આવી ગઈ છે હજી લેકચર શરુ થવામાં સમય છે તો એક રાઉન્ડ થઈ જાય. અને અમે માલદડી રમવાનુ શરુ કર્યું. ક્લાસમાં બીજા મિત્રોનો પ્રવેશ થાય છે ને અમારું રમવાનું તો ચાલુ જ છે. રાહુલે કહ્યું કે જેને બહાર જવું હોય જાઓ દડી વાગે તો કહેતા નહીં. મેં કહ્યું ઈસકા તો અલગ હી ચલ રહા હૈ ! ક્લાસવાળા ને બહાર કાઢે છે અને બધા જ હસવા લાગ્યા. અમારી સાથે બીજા મિત્રો પણ માલદડીની રમતમાં જોડાઈ ગયા. ચટાક પટાક ધૂમ ધડાકા ના અવાજ થઈ રહ્યા હતા. અને એવામાં જ સાગરના હાથમાં દડી આવી અને એ મને મારવા ગયો હું તો ખસી ગયો પણ મારી પાછળ ઉભેલી વ્યક્તિને દડી વાગી અને છોકરીની બૂમ નો અવાજ આવ્યો મેં પાછળ ફરીને જોયું તો સરલના ગાલ પર દડી વાગી હતી. મેં કહ્યું લોચા માર્યા અને તરત હું એની પાસે ગયો એ તો રોવા જેવી થઈ ગયેલી એના ગાલ પર લાલ અને એ પણ ગોળ નિશાન પડી ગયું. મારી પાછળ તરત જ સાગર આવ્યો અને સરલને કહ્યું કે સોરી સરલ. ભૂલથી મારા હાથે વાગી ગઈ રિયલી વેરી સોરી. સરલે મોઢું બગાડતા ઈટ્સ ઓકે કહ્યું અને શાંતિથી એની જગ્યાએ આવીને બેસી.


                    હું સાગર ને કહેવા લાગ્યો ઓ ભાઈ ! અને આગળ કઈંક કહેવા જાઉં એની પહેલા સાગર બોલ્યો કે સમજી ગયો ભાઈ ! ધ્યાન રાખીશ. તો મેં કહ્યું ભાઈ એમ નથી કહેતો કે કેમ તે દડી મારી એ તો તું મને મારવા જતો હતો અને એને વાગી ગઈ પરંતુ તારા નસીબ પર થોડું હસું આવ્યું, તું એના માટે મહેનત કરવાની વાત કરે છે અને એ પહેલા જ એના ગાલ પર તે સિક્કો મારી દીધો અને આટલું કહીને હું હસવા લાગ્યો.

                    બહુ જ હસું આવે છે નહીં આકાશ ! મેં પાછળ જોયું તો સરલ હતી. અરે ! હું તારા પર નથી હસતો યાર આતો એમ જ અમસ્તો જ. સરલે કહ્યું હા દોસ્ત બધી જ ખબર પડે છે મને. અને એમ કહીને એ એની જગ્યાએ જઈને બેસી ગઈ. અને મેં સાગર સામે જોયું તો એ મારી સામે જોઈને હસવા લાગ્યો અને કહ્યું હસો હસો બહુ જ હસું આવતું હતું ને.

                    સર આવી ગયા અને અમારું લેકચર શરુ થયું. આજે તો લેકચરમાં બહુ જ મજા આવી કારણ કે આજે અમે મહારાણા પ્રતાપ વિશે ભણ્યા, આવા મહાન શૂરવીર યોદ્ધાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. મેરા ભારત મહાન. પ્રથમ લેકચર પૂરું થયું અને કાલની જેમ બીજુ લેકચર ફ્રી હતું. અમે બધા પાછા મસ્તીએ વળગ્યા, સાગર બહુ જ સરસ ગીતો ગાય છે તો મેં એને કહ્યું તું મસ્ત ગીત ગાઈ લે દોસ્ત. પછી મેં એને ઈશારો કર્યો અને સાગર સમજી ગયો. અમે તો છેલ્લી પાટલીએ હતા અને સાગરે ગીત ગાવાનું ચાલુ કર્યું.

                    "કહો ના પ્યાર હૈ" ચાલુ કર્યું સાગરે તો ! અને થોડીવારમાં તો આખો કલાસ સાગરનું ગીત સાંભળી રહ્યો હતો. બહુ જ મજા આવી ગઈ, ગીત પૂરું કર્યું ત્યાં તો તાળીયોનો ગડગડાટ ચાલુ ! સાગર પણ ખુશ અને મેં સરલ સામે જોયું તો એ પણ ખુશ. પછી મેં સાગર સામે ઈશારો કર્યો કે જો, એટલે સાગર તો ડબલ ખુશ.

                    આમ ને આમ કોલેજનો સમય પૂરો થયો. હું પાર્કિંગમાં ગયો ત્યાં સરલ પહેલાથી જ ઉભી હતી અને પણ ફુગ્ગા જેવું મોઢું લઈને. એનો ગાલ જોઈને હું હસવાનું રોકી ના શક્યો તો સરલ બોલી કે ના તું હસ હજી, મજા આવીને તને તો. હસવાનું મહાપરાણે રોકીને મેં કહ્યું સોરી ! સરલ આ તો એમ જ.

                    એવામાં જ પાર્કિંગમાં સાગર આવ્યો અને એના હાથમાં આઈસક્રીમ હતી અને એણે સરલને આપીને કહ્યું કે સોરી સરલ, આ ઠંડી આઈસક્રીમ તારા માટે. એવામાં જ હું નીચે જોઈને ધીમેથી બોલ્યો અમને તો કોઈ દિવસ નહીં ખવડાવી આવી રીતે ! તો બંને જણા એક જ સાથે બોલ્યા કે આકાશ કંઈ કીધું તે ? મેં કહ્યું કંઈ નહીં ખા આઈસક્રીમ.

                    નિખિલ દોડતો દોડતો મારી પાસે આવ્યો અને કહ્યું કે એક ખુશખબરી ભાઈ ખુશખબરી ! મેં કહ્યું બોલ ભાઈ શું થયું ?

                    ખુશખબરી ! હવે શું ખુશખબરી છે એ જાણવા માટે મારા વ્હાલા મિત્રો આપણે ૯ માં ભાગની રાહ જોવી પડશે.

 

 

સ્માઈલ પ્લીઝ

(તમે લોકો સ્માઈલ આપો છો ને ત્યારે મસ્ત લાગો છો)

 

 

 

 

વધુ આવતા અંકે...........