Masik Dharam books and stories free download online pdf in Gujarati

માસિક ધર્મ

માસિક એક ધર્મ છે,અને એ જો ધર્મ હોય તો ધર્મ તો પાળવો જ જોઈએ ને ??કેમકે આપણે તો બધાં ધાર્મિક છીએ ને ? ધર્મ તો હમેશા પવિત્ર જ હોય ને ? ..
માસિકધર્મ અંગે બધાં જ જાગૃત છે આજકાલની યુવા પેઢીને આ વિશે કઇ કેહવું જોઈએ એવું મને લાગતું નથી છતા ટોપિક હમણાં વધું સક્રિય બન્યો છે ને હુ ફ્રી છું તો થોડુ હુ સમજુ છું એ લખુ છું.પુરુષ ફક્ત આ વિષય પર લખી શકે બાકી પીડા શુ છે એ ફક્ત ઍક સ્ત્રી જ સમજી શકે..માફ કરજો કોઈપણને હુ સલાહ આપતો નથી ફક્ત મારા વિચારો રજુ કરૂ છુ ...મા બનાવે માસિક. આજકાલ માસિકની જાગૃતતાં અંગે જ્ઞાન વેંચનાર લોકો પણ આ બહાને બાળકીઓનું શારીરીક શોષણ કરે છે..ચેતજો..ચેતાંવજો અન્યને પણ...

માનવ શરીર ચલાવા માટે ઘણીબધી પ્રકિયાઓ થાય છે.શરીર ઘણો બધો કચરો બહાર ફેંકે છે જેમા મળ, મૂત્ર,પરસેવો,વીર્ય,બ્લડ,થૂક,આંસુ,ઉલટી છે..આ બધાં વગર માનવ જીવન શકય નથી છતા આ બધાંને ગંદકી જ માનવામા આવે છે.માસિક સ્ત્રાવમા બ્લડ નીકળે એ ચોખ્ખું માની શકાય ? જો એ બાપ બનવાં જરૂરી છે તો ઝાડો/પેશાબ તો જીવન જીવવાં માટે જરુરી છે એનું મહત્વ પણ હોવું જોઈએ ને ? બધુ જ કુદરતી છે એ વાત સ્વીકારવી રહી.....
👍આજકાલ શાસ્ત્રોમા લખેલ બાબતોનું લોકો અલગ અલગ ખંડન કરી રહ્યાં છે,શાસ્ત્રો જે સમયે આ બાબતે લખ્યા હશે એ સમયની પરિસ્થિતિ અને આજે પરિસ્થતી અલગ છે..
👍જુના જમાનામા પેડ કે પેન કિલર કે આજ જેવા કપડા હતાં જ નહીં..એ સમયે ઘરે સંડાસ,બાથરૂમ પણ આજ જેવા હતાં નહીં,તો એક નાનો ખૂણો હોય એજ યોગ્ય રહેને ? ગોદરીઓ પણ અલગ આપવી જ પડે ને ? પણ આજ બધુ શકય છે અને સ્ત્રી મુકત મને હરે ફરે જ છે. એ જમાનામા છોકરીઓ ક્યા ભણવા જતી હતી કે એમને બહાર ફરવામા તકલીફ પડે ? ઘરનો ખૂણો જ એમનાં આ સમયમા સ્વર્ગ લાગતો હશે.
👍સ્ત્રી પીડાતી હોય એ સમય એની સાથે સંભોગ ન કરી શકાય એટ્લે એનાથી લોકોને દુર રહેવું જોઈએ એવું કહેવામા આવ્યુ છે કેમકે એ સમય બાળક પણ પેદા થતુ નથી. સ્ત્રીની પીડા વધે છે.દુર રહેવું યોગ્ય જ હશે ને ?.
👍રસોઈ અને મંદિર- સ્ત્રી માસિકમા હોય ત્યારે અસહ્ય પીડા હોય અને રસોઈએ પરફૂલિત મને બનાવો તો વધું સારુ રહે કેમકે લોકો એવું માનતા કે જેવો આહાર એવો વિચાર..તેથી આ સ્ત્રીને રસોઈ કરવા દેતા નહીં. પીડાના સમયે ક્યાં પ્રભુ ભક્તિ કરવી ? તો જુના લોકો મંદિરમા જતા નહીં કેમકે મંદિરમા કોઈ બ્લડનું ટપકું પણ પડે યોગ્ય ના લાગે ને ? અને એ બ્લડ સુગંધિત તો નથી જ ને ? સ્નાન કર્યા વગર પણ ક્યા આપણે મંદિરમા જઇએ છીએ ? મંદિર જવા આવા સમયે પણ તકલીફ તો ખરી જ ને?
👍અમુક વિસ્તારોમા સ્ત્રી પ્રથમવાર માસિકમા આવે તો ઉત્સવ મનાવામા આવે છે કેમકે હવે એ માતા બની શકશે એની ખુશી હોય છે બાકી આ પીડા કોને ગમે ? ઘણાં ઘરે શિરો પહેલા પણ લોકો બનાવતાં આજે પણ બનાવે જ છે ને ?
👍માસિકના પાંચ દિવસ સ્વભાવ ચીડિયો બને છે,તનાવ મહેસુસ થાય છે માટે સ્ત્રી જાહેર ક્ષેત્ર છોડીને ઘરનોઁ ઍક ખૂણો પકડતી હતી.અને ઘરનાં તમામ લોકો ઍને સાચવતા અને આરામ કરવા દેતા..અને પેલા લોકો સંયુક્ત કુટુંબમા રહેતાં એટલાં એકબીજાને આ પાંચ દિવસ સાચવી લેતા આજે બે જણા જ રેહતા હોય કોણ સાચવે ?
👍સેક્સથી જ દુનિયાનું સર્જન છે છતા જાહેરમા સેક્સ એ પાપ છે..સેક્સની વાતો કરવી એ પણ પાપ છે પણ શાસ્ત્રોમા આવુ ક્યાંય લખ્યું જ નથી.છતા આજકાલના મહામાનવો આને પાપ માને છે જો સેક્સ એ પાપ છે તો ટોપા તારા મા બાપે એ કરવા જેવું હતુ જ નહી ને ????

હવે આજે સાયન્સ આગળ વધી રહ્યુ છે બધી સવલતો મળી રહે છે તો જુના અમુક નિયમો છોડી શકાય પણ એ ખોટા હતાં કે પછી અંધશ્રદ્ધા હતી એ કેહવું વ્યાજબી નથી
આજે પણ તમને કોઈ પૂછે કે તમારી માસિક ડેટ કઇ છે તો આપણે આ જવાબ આપવામા સંકોચન અનુભવીએ છીએ..?તમારો ભાઈ ભાઈબંધ કે પડોશી,જેઠ-દિયર તમને સેનેટરી પેડ લાવી આપે તો શુ તમારાં સાસરીવાળા આ વાતને હકારાત્મક રીતે લેશે ? ભલે શિક્ષિત હશે પણ તમારો પતિ જ વિચાર કરશે કે મારી પત્ની ને આ કેમ આપે છે ? આ લોકો ને કેમ ખબર પડી કે મારી પત્ની પિરિયડમા છે ? કોઈ પત્ની એના પતિને સમજી શકશે જો એ કોઈ બીજી સ્ત્રી માટે પેડ ખરીદી લાવે તો ?આ બધાં ચિત્રો મુવીમા બતાવે છે એટલાં સરળ નથી.કેમકે આપણે તમામ સામાજિક નીતિ નિયમોથી બંધાયેલા છીએ.અમુકવાતો લોકો જાણે છે પણ સમજી શકતા નથી જ.તમે જાગૃત છો એનો મતલબ એ પણ નથી કે જાહેરમા બૂમો પાડીએ કે હુ માસિકમા છું...હા નાની બાળકીઓ ને માસિક વિશે બેશક હકીકત જણાવો જેથી એ ડરે નહીં ને સત્ય સમજે...

સ્ત્રી જે પીડા ભોગવી રહી છે એ પાપ કે અપવિત્રતાં નથી સૃષ્ટિનું સર્જન છે.આવો આ સમજીએ અને બેન,દિકરી,પત્ની તમામને ન્યાય આપીએ..5 દીવસ શકય હોય તો ઍને આરામ આપીએ ....એમા જ મહાનતા છે...જાગૃત બનીએ એનો મતલબ ફક્ત ખુલ્લા મને વાત કરવી એ જ નથી પણ ...આપ જણાવો આગળ.....