Rudra nandini - 2 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 2


આ નવલકથામાં આવતા બધા જ પાત્રો , તેમના નામ , સ્થળ ,સૂચિ ,જાતિ ,સ્વભાવ ,હોદ્દો ,બધું જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ, સ્થળ કે સંપ્રદાય , સાથે કોઈ જ સંબંધ નથી . અને જો કોઈને એવું લાગે તો તે એકમાત્ર સંજોગ છે .....


પ્રકરણ - ૨

રુદ્રાક્ષ ના પપ્પા ધર્મેન્દ્રભાઈ હતા તો એક સોફ્ટવેર એન્જિનિયર, પણ પ્રતાપ ગઢ માં પોતાના બાપદાદાના બિઝનેસને સંભાળવાની પરંપરા નિભાવી રહ્યા હતા. પણ એમનુંં મન તો મોટા શહેરમાં જઈને પોતાની ઈન્ફોટેક કંપની સ્થાપવાનું હતું. એમનું મન પ્રતાપગઢના બિઝનેસમાં બિલકુલ નહોતું , પણ એમના મનની વાત એ એમના પિતાને જણાવી શકવાની હિંમત નહોતા કરી શકતા.


પણ કહેવાય છે ને કે પિતા-પુત્રનો સંબંધ લોહીનો સંબંધ હોય છે . પુત્રના મનની વાત ,પુત્રની મહેચ્છા ,એક લાગણીશીલ પિતા કહ્યા વિના જ સમજી જતા હોય છે . આવી જ રીતે વિરેન્દ્ર નાથે પોતાના પુત્રની ઇચ્છાને જાણી અને સમજી લીધી.


એક દિવસ વિરેન્દ્ર નાથે પોતાના પુત્ર ધર્મેન્દ્ર ભાઈને બોલાવ્યા અને કહ્યું.....

" બેટા મારે તને એક વાત ઘણા સમયથી કહેવી છે પણ આજે વિચાર્યું કે જો અત્યારે નહીં કહું તો હજુ પણ વધારે મોડું થઈ જશે..."

ધર્મેન્દ્રભાઈ પોતાના પિતાના ચહેરા સામુ જોઈ રહ્યા કે...

" એવી કઈ વાત છે જે કહેવા માટે પપ્પાએ મને બોલાવ્યો છે....?"


ધર્મેન્દ્રભાઈ એ અત્યંત વિનમ્રતા અને લાગણીથી પૂછ્યુ ......



" બોલોને પપ્પા તમારે શું કહેવું છે? In fact તમારે કહેવાનું ન હોય ફક્ત વડીલ તરીકે order જ કરવાનો હોય..."


વિરેન્દ્ર નાથ પોતાના પુત્રની વિનમ્રતા અને પોતાના પ્રત્યે ‌‌નો સ્નેહ પુત્રની આંખમાં જોઈને એકદમ ભાવુક બની ગયા અને બોલ્યા....

" બેટા મને ખબર છે કે તું તારા education અને degree પ્રમાણે પોતાની માલિકીની એક Infotech કંપની સ્થાપવા માંગે છે .પરંતુ મારા પ્રત્યેના પ્રેમ અને આદરના કારણે તું આપણા બાપદાદાનો આ ધંધો અને જમીર જાગીર સંભાળી રહ્યો છે. પણ બેટા એક વાત કહું ,પોતાના મનને મારીને જીવવું એના કરતાં વધારે મોટુ એકેય પાપ નથી, હું નથી ઈચ્છતો કે મારા કારણે તું તારી આવડત, તારી ડિગ્રી આમ અહીંયા વેડફી નાખે...
બેટા.... હું ઇચ્છું છું કે આપણે અહીંયાથી આ બધું સમેટી લઈને મોટા શહેરમાં શિફ્ટ થઈ જઈએ ,જ્યાં તું તારા સપના ને ઉડાન આપી શકે ,તારી ઇચ્છાને પૂરી કરી શકે ,અને સફળતાના સોપાન સર કરી શકે ....."


વિરેન્દ્ર નાથની વાત સાંભળીને રૂદ્રાક્ષના પપ્પા ધર્મેન્દ્રભાઈ તો એકદમ અચંબિત જ થઈ ગયા હતા . શું બોલવું ? પપ્પાને શું કહેવું ? તે તેઓ વિચારી જ ન શક્યા .તેઓ તો એકદમ લાગણીવશ બનીને પપ્પાને જોઈ જ રહ્યા હતા .પછી થોડાક સ્વસ્થ થઈને આંખમાં આવેલી ભીનાશ લૂછી ને બોલ્યા....

" પણ પપ્પા.... તમે તો હંમેશા આ પ્રતાપ ગઢ માં જ જિંદગી જીવ્યા છો તો તમને શહેરના ધમાલિયા વાતાવરણમાં ફાવશે? અને હું તમને અહીંયા એકલા મૂકીને તો ક્યારે મારા સપના પુરા કરવા નહિ જાઉં...."

દીકરાની વાત સાંભળી વિરેન્દ્રનાથ બોલ્યા....

" મને ખબર જ હતી કે તું મને અહીંયા મૂકી ને ક્યારેય નહીં જાય ,અને એટલા માટે જ હુંં ઘણા દિવસોથી મારી જાતને ,નવા શહેરના નવા વાતાવરણ મુજબ રહેવા ઘડી રહ્યો છું .થોડા દિવસ નવું નવું લાગશે પણ પછી બધું ફાવી જશે .શહેર નવું છે, પણ મારો પરિવાર તો મારી સાથે જ છે ને? મને બધે ફાવી જશે તુંં ચિંતા ના કર અને જવાની તૈયારી કરવામા લાગી જા "

ધર્મેન્દ્રભાઈ પપ્પાની વાત સાંભળીને ખૂબ જ લાગણીશીલ બની ગયા હતા..... તેમના પિતાએ તેમને ઉભા થઇ માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો .અને ......ધર્મેન્દ્રભાઈ તેમના પિતાને ગળે વળગી બોલ્યા....

" થેન્ક્યુ પપ્પા મને સમજવા માટે...."

થોડા જ દિવસોમાં ધર્મેન્દ્રભાઈ પ્રતાપ ગઢ નો નાનો - મોટો ધંધો ધીરે ધીરે સમેટવા લાગ્યા ,અને અમદાવાદ જવાની તૈયારીઓ કરવા લાગ્યા .જમીન જાગીર હતી એ એમના cousins ભાઈઓને સંભાળવા માટે આપી ,અને તેમના પરિવારે અમદાવાદ શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો.

આમ આપણે જોયું કે , રુદ્રાક્ષ તેના પરિવાર સાથે નંદિનીને મળ્યા વગર જ, કે તેને કોઈ વાત જણાવ્યા વગર જ ,અમદાવાદ આવી ગયો હતો તેની પાછળનું કારણ આ હતું....

આજે રુદ્રાક્ષની સ્કૂલમાં તેનો પહેલો દિવસ હતો .રુદ્રાક્ષના પપ્પાએ અમદાવાદ આવ્યા એ પહેલાં જ રુદ્રાક્ષનું એડમિશન એક ઇન્ટરનેશનલ સ્કૂલ માં કરાવી દીધું હતું... પણ રુદ્રાક્ષનો બિલકુલ મૂડ નહોતો નંદિની વગર સ્કૂલે જવાનો , છતાં મનેે કમને રુદ્રાક્ષને સ્કૂલે જવા માટે તૈયાર થવું પડ્યું. રુદ્રાક્ષના મમ્મી શ્વેતા બહેન રુદ્રાક્ષને lunch box અને વોટર આપતા બોલ્યા.....
" રુદ્રાક્ષ..... આ નવી સ્કૂલ છે . તારે ઘણા બધા નવા નવા ફ્રેન્ડ બનશે , નવા નવા ટીચર્સ ભણાવશે...... તને ભણવાની ખૂબ જ મજા આવશે ખુબજ મન લગાવીને ભણજે .....હો દીકરા....."


રુદ્રાક્ષે માથું હલાવી મમ્મીને હા કહી , અને ચૂપચાપ સ્કૂલે જવા માટે નીકળી ગયો . આજે પહેલો દિવસ હોવાથી રુદ્રાક્ષના પપ્પા જ તેને સ્કૂલે મુકવા માટે આવી રહ્યા હતા .જેથી રુદ્રાક્ષને નવું નવું ન લાગે.

રુદ્રાક્ષ અને તેના પપ્પા બંને પ્રિન્સિપલ ની ઓફિસમાં ગયા . પ્રિન્સિપલ મિસ્ટર વોરા સાહેબ ખુબ જ પ્રેમાળ અને મિલનસાર પ્રકૃતિના હતા .તેમણે ધર્મેન્દ્ર ભાઈને કહ્યું.......

" સર તમે રુદ્રાક્ષ બિલકુલ ચિંતા ના કરતા ...... I know કે રુદ્રાક્ષ માટે આ બધું નવું છે .પણ મને વિશ્વાસ છે કે રુદ્રાક્ષ અહીંયા adjust થઈ જશે please don't worry......


Pune રુદ્રાક્ષને તેના ક્લાસ માં મુકવા ગયો .રુદ્રાક્ષ આગળની બેન્ચ ખાલી હતી ત્યાં બેસી ગયો .હજુ ક્લાસ શરૂ થવાની વાર હતી .ધીરેે ધીર બધા students ક્લાસરૂમમાં આવવા લાગ્યા હતા. બધાની નજર રુદ્રાક્ષ ઉપર પડતી અને કહેતા કે.....

Hey new admission......?

રુદ્રાક્ષ પણ માથું હલાવી હા પાડતો .એવામાં રુદ્રાક્ષ ની બાજુમાં એક છોકરો આવીને બેઠો .રુદ્રાક્ષ જોયું કે એ. ખુબ જ મસ્તીખોર અને તોફાની હતો .એ આવ્યો કે તરત જ આખા ક્લાસરૂમ નું વાતાવરણ એકદમ મસ્તીલુ બની ગયું હતું .....થોડીવાર પછી તે રુદ્રાક્ષ તરફ ફરીને બોલ્યો.....

" Hay I am Viren..... Viren Patel.... But you call me just Veer ok.....?"

રુદ્રાક્ષે હસીને shake hand કર્યા અને કહ્યું......

" Hi I am Rudraksh...... Rudraksh Pandya......"

વિરેને હસીને રુદ્રાક્ષને કહ્યું.....

" પણ હુંં તો તને રુદ્ર જ કહીશ ok....?"

વિરેને હાથ લંબાવી કહ્યું .....
"ફ્રેન્ડ્સ....."

" ફ્રેન્ડ્સ......"

અને પહેલા જ દિવસે રુદ્રાક્ષને એક સરસ મજાનો ફ્રેન્ડ મળી ગયો હતો......

ધીરે-ધીરે ક્લાસમાં students આવતા ગયા એમ વિરેન બધાની સાથે રુદ્ર નો intro કરાવતો ગયો .બધાને રુદ્ર અને તેનો innocent face ગમી ગયો હતો .હવે રુદ્ર પણ વિરેન ના ગ્રુપનો મેમ્બર બની ગયો હતો .વિરેન ના ગ્રુપમાં
સ્વાતિ, પ્રિયા , વિશ્વા , અભિષેક , શાંતનુ , અને ઈશિતા તો હતા જ ,પણ હવે એમનું ગ્રુપ સાત ના બદલે આઠ મેમ્બર્સ નું બની ગયું......

રુદ્રાક્ષ હતો જ એવો સરસ મજાનો રૂપાળો અને દેખાવડો ....smartness પણ ખુબજ , એથી જ રુદ્ર થોડા દિવસોમાં જ એના ક્લાસરૂમમાં બધાનો અને ખાસ તો girls નો ફેવરિટ બની ગયો હતો . રુદ્રાક્ષને હવે બધા રુદ્ર અથવા તો RP કહેતા .......
રુદ્ર પણ ધીરે ધીરે પ્રતાપ ગઢ ના વાતાવરણમાંથી પોતાની જાતને બહાર કાઢીને ,અમદાવાદના મોર્ડન વાતાવરણમાં ઢાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.

રુદ્ર ના પપ્પા ધર્મેન્દ્રભાઈ એ પણ પોતાની આવડતથી , શૂન્યમાંથી સર્જન કરવાનું શરૂ કરી દીધું હતું .શરૂઆતમાં એક નાની એવી ઓફિસથી બિઝનેસ શરૂ કરીને પોતાની સખત મહેનત , કામ કરવાનો નશો , અને અદમ્ય ઇચ્છા ને પૂરી કરવાની તાલાવેલી સાથે ધર્મેન્દ્રભાઈ એક પછી એક સફળતાનો સ્વાદ ચાખવા લાગ્યા હતા .....


તેમની નાનકડી ઓફિસે હવે મોટી ઓફિસનું અને દસ-પંદર માણસોના સ્ટાફનું સ્વરૂપ લઇ લીધું હતું.....

* * *


પ્રતાપ ગઢ માં નંદિની રૂદ્રાક્ષના જવાથી દુખી અને સૌથી વધુ તો ગુસ્સે હતી.....

હવે તેનું મન ના તો ભણવામાં લાગતું કે ના તો રમવા માં........

હંમેશા હસતી રહેતી નંદિની એકાએક ઉદાસ અને સુનમુન બની ગઈ હતી.....

પરંતુ કુદરત હજુ પણ જાણે કે નંદિની ની કસોટી કરી રહી હતી.......


નંદિની ના પિતા જટાશંકર ભાઈ અને માતા સાવિત્રી દેવી એક દિવસ નંદિનીને લઈને નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા...

કારણકે....... આજે મંદિરનો વાર્ષિક પાટોત્સવ હોવાથી ,ભગવાન નર્મદેશ્વર મહાદેવ ની પૂજા , ભોગ ઇત્યાદિ માટે મહંત અને તેમના ધર્મ પત્ની નર્મદાના પવિત્ર જળમાં સ્નાન કરી ,શુદ્ધ થઇ ને ભગવાન પિનાકપાણિ નું પૂજન કરવાના હતા .નંદિની પણ તેમની સાથે હતી. ગામમાંથી પણ બધા ભક્તજનો આવવા લાગ્યા હતા .બધા મહંત જટાશંકર ની પ્રતિક્ષા કરતા મંદિરમાં ઉભા હતા.......


ચોમાસાની અતિવૃષ્ટિના કારણે માતા નર્મદા મૈયા બંને કાંઠે પુર બહારમાં વહી રહી હતી..... જાણે કે બધાને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે અધીરી બની ના હોય...?


જટાશંકર ધીમે રહીને પથ્થર પર પગ મૂકીને નદીમાં ઉતરવા ગયા ત્યાં તો તેમનો પગ લપસી ગયો .....

સાવિત્રી બહેને "નંદિનીના બાપુ....... "કહીને બૂમ મારી અને જટાશંકર નો હાથ પકડી તેમને ટેકો આપવાની કોશિશ કરવા લાગ્યા...

પણ માતા નર્મદાને આ મંજૂર નહોતું .... કદાચ નર્મદેશ્વર મહાદેવ ને આ મંજૂર નહોતું ......અરે નંદિનીના ભવિષ્યને પણ આ મંજૂર નહોતું ......કે ......નંદિનીના માતા-પિતા માતા નર્મદાની ગોદમાંથી હેમખમ બહાર આવે....

નંદિની ની કમળપત્ર જેવી સુંદર આંખો આ દ્રશ્ય જોઈને ફાટી પડી. અને કાંઈ સમજે એ પહેલા તો જટાશંકર અને સાવિત્રી બહેન માતા નર્મદાની ગોદમાં સમાઈ જવા માટે જાણે કે ઉતાવળા થયા હોય ,એમ તણાવા લાગ્યા.....


નંદિની ના મોમાંથી એક કારમી ચીસ નીકળી...... મંદિરમાં ભેગા થયેલા ભક્તજનો નંદિની કારમી ચીસ સાંભળીને કંઈક અજુગતું બની ગયાની શંકા સેવી ને દોડતા નર્મદા કિનારે પહોંચ્યા......

બધા જઈને શું જોવે છે........?

જાણે કે માતા નર્મદા પોતાના સંતાનો ને પોતાની ગોદમાં સમાવવા માટે બેબાકળી બની ગઈ છે અને પોતાના પ્રચંડ પ્રવાહ માં જટાશંકર અને સાવિત્રી બહેનને તાણીને લઇ જવા માટે ઉતાવળી બની છે. તેમને બચાવવાનો વ્યર્થ પ્રયત્ન ગામલોકોએ કરી જોયો ,,પણ તેમના ફક્ત મૃતદેહ જ ખૂબ જ દૂરના કિનારા પરથી મળી આવ્યા.....

કહેવાય છે કે નદી હોય કે સમુદ્ર..... પાણી ક્યારેય કોઈ વસ્તુને પોતાની પાસે રાખતુ નથી .સમય આવે ત્યારે કિનારા ઉપર જ પાછું ફેંકી દે છે....

આમ... નંદિનીના માતા-પિતા પણ ઘણી જહેમત પછી નર્મદા કિનારા ઉપર ફક્ત મૃતદેહના સ્વરૂપમાં જ મળી આવ્યા હતા.......

નંદિની માટે તો આ આઘાત દુઃખની ચરમસીમા સ્વરૂપ હતો .તેની તો નાનકડી દુનિયા જ તેના મમ્મી-પપ્પા અને રુદ્રાક્ષ હતા.....

હજી તો રૂદ્રાક્ષના જવાનુ દુઃખ ઓછું નહોતું થયું ત્યાં તો તેના મમ્મી-પપ્પા પણ તેને હંમેશા માટે છોડીને જતા રહ્યા હતા.....

નંદિનીના માસી સુભદ્રા દેવી અને માસા ધનંજય પ્રસાદ શાસ્ત્રી સુરત થી આવી ગયા હતા .નંદિનીને સુભદ્રા દેવીએ પોતાની છાતી સરસી ચાંપી દીધી .માસુમ નંદિની માસી ને વળગી ને આક્રંદ કરવા લાગી .....

એવું આક્રંદ કે એને સાંભળીને જાણે કે પથ્થરો પણ રડવા લાગ્યા....!!!

નંદિનીના માસા ધનંજય પ્રસાદ બે હાથ જોડીને ગામલોકોને કહેવા લાગ્યા કે......

હું અને સુભદ્રા હવે નંદિનીને અમારી સાથે સુરત લઈ જઈશું .કદાચ ભગવાન ભોળાનાથે અમને આટલા વર્ષો સુધી આટલા માટે જ સંતાનવિહોણા રાખ્યા હશે!!! કે .......્અ્મે્અ્મ્અ્મે્અ્્અ્અ્મ્
અમે નંદિનીનુ સગી દીકરી ની જેમ પાલન પોષણ કરી તેને પ્રેમ અને હુંફ આપી શકીએ.....!!!!

સુભદ્ર દેવી તો પોતાના પતિનું આવું સ્નેહાળ સ્વરૂપ જોઈને આભા જ બની ગયા.....!!!!!


આજે તેમનો પતિ પ્રત્યેનો પ્રેમ અને આદર ખુબ જ વધી ગયા ..તે સજળ નયને ધનંજય પાસે ગયા અને તેને પ્રેમથી નીરખી રહ્યા....!!

ધનંજયે પણ પત્નીની લાગણી થી ભરેલી આંખોની ભાષાને સમજી લીધી .એમણે
આંખોથી જાણે કે સુભદ્રાને જવાબ આપ્યો કે....

"સુભદ્રા હવેથી નંદિનીના મમ્મી પપ્પા બનીને તેના પાલનપોષણની બધી જ જવાબદારી આપણે જ પ્રેમથી અને દિલથી વહન કરીશું....."


અને જાણે કે સુભદ્રા એ પણ ધનંજય ની આંખોને વાંચીને આંખોથી જ જવાબ આપ્યો...

ગામના લોકોને હવે નંદિની ની ચિંતા નહોતી કારણકે નંદિનીને તેના માસા માસી સુરત લઈ ગયા હતા.....

* * *



ધનંજય પ્રસાદ અને સુભદ્રા દેવી એ સુરત પહોંચી ને સૌપ્રથમ તો નંદિનીને legally adopt કરવાની પ્રક્રિયા હાથમાં લીધી .અને .....ધનંજય પ્રસાદ એક આઇપીએસ ઓફિસર હોવાની સાથે-સાથે સ્વભાવ ,સંસ્કારિતા અને એક પ્રેમાળ પિતા નું હૃદય પણ ધરાવતા હોવાથી , નંદિનીને adopt કરતા વધુ સમય ન ગયો .


નંદિની હવે ....."નંદિની જટાશંકર ત્રિવેદી " માંથી "નંદિની ધનંજય પ્રસાદ શાસ્ત્રી "....બની ગઈ હતી ......
નાનકડી નંદિનીને તો આ બધી બાબતોની કશી જ ગતાગમ નહોતી પડતી . હંમેશા પોતાના મમ્મી પપ્પાને યાદ કરતી રહેતી અને સૂનમૂન બેઠી રહેતી.....


એક દિવસ નંદિની ઉદાસ મને ગાર્ડનમાં હીંચકા પર બેઠી હતી . સુભદ્રા આટલા દિવસોથી જોઈ અને અનુભવી રહી હતી કે ....નંદિની હજી સુધી એની આંખ સામે જે ઘટના બની , તેને ભૂલી શકી નથી . હજી પણ નંદિનીને એ ઘટના ઊંઘમાં બિહામણાં સ્વપ્ન સ્વરૂપે ડરાવી રહી હતી .


સુભદ્રા ગાર્ડનમાં ગઈ અને નંદિની પાસે હીચકા માં બેસી ગઈ......

સુભદ્રાએ નંદિની નો હાથ ખૂબ જ વહાલ થી હાથમાં લીધો અને બોલી......


" બેટા નંદિની કેમ આમ બેઠી છું.... ચાલ આપણે બંને ગાર્ડન માં રમીએ તને તો રમવાનું બહુ ગમે છે ને.....?"


નંદિનીએ સુભદ્રા સામે જોયું . એક માતૃત્વ ઝંખતા હૃદયને એ સમજતા વાર ન લાગી કે નંદિની તેના મમ્મી પપ્પાને ઝંખે છે . તેની ભાવવિહિન આંખો જોઈને સુભદ્રાની આંખમાં ભીનાશ પ્રસરી ગઈ .

" મારુ મન નથી રમવાનું માસી......."

નંદિની હજી પણ સુભદ્રાને માસી જ કહેતી હતી .એને તો હજી માસી એ એને પોતાની દીકરી બનાવી છે એ બાબતની જાણકારી જ ન હતી.... અને હજી સુધી તેનું બાળમાનસ આ બધી પ્રક્રિયાને સમજે એટલું પાકટ પણ નહોતું થયું......


કદાચ એટલે જ ધનંજયે સમય સૂચકતા વાપરીને adoption ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી લીધી હતી, કે નંદિની નું મન અને હૃદય તેને અને સુભદ્રાને મમ્મી-પપ્પા તરીકે except કરી શકે....... દિલથી મમ્મી-પપ્પા તરીકે અપનાવી શકે.....


નંદિની હજી નાની હતી . અને નાના બાળકોની અંદર પોતાના દુઃખને ભૂલી જઈને ઝડપથી નવા સંબંધો અને નવા વાતાવરણને દિલથી સ્વીકારવાની ક્ષમતા, કુદરતે ખૂબ જ સહજતાથી અને સુઝબુઝ વાપરીને મૂકેલી હોય છે, એવું ધનંજય નું દ્રઢ પણે માનવું હતું...

એથી સુભદ્રા પણ નંદીની સાથે વધારેમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્રયત્ન કરતી રહેતી .પરંતુ હજી નંદિની માનસિક રીતે આ નવા વાતાવરણમાં ઢળવા માટે તૈયાર નહોતી. સુભદ્રા પણ આ વાત સમજી ગઈ હતી, કે નંદિનીને હજી વધારે ટાઈમ આપવાની જરૂર છે .અને એથી જ તો જેમ બને તેમ એ અને ધનંજય બંને નંદિની ને ખૂબ જ પ્રેમ અને હુંફ આપતા........


અત્યાધુનિક lifestyle અને facilites ધરાવતો મોટો બંગલો હોવા છતાં ,સુભદ્રા નંદિનીને અત્યારે પોતાની સોડમાં સુવડાવતી . ધીરે-ધીરે નંદિની પણ હવે સુભદ્રા અને ધનંજય તરફ ઢળવા લાગી હતી . હજી સુધી નંદિની નું સ્કૂલમાં એડમિશન નહોતું લીધું .

કારણ કે .....ધનંજય નું કહેવું હતું , કે જ્યાં સુધી નંદિની નવા ઘર અને આપણા બંનેની સાથે adjust ના થાય , ત્યાં સુધી એને નવી સ્કૂલ ના નવા માહોલમાં નથી મૂકવી .આથી આખો દિવસ નંદિની હવે ઘરે જ રહેતી . તેથી સુભદ્રાને પણ નંદીની સાથે વધારે ટાઈમ મળતો . સુભદ્રા પણ નંદિનીને અળગી જ નહોતી કરતી.....


ધનંજય અને સુભદ્રા નંદિનીને ઘરે જ શીખવતા , જેથી તેનું ભણવાનું regularly ચાલુ જ રહ્યું હતુ . થોડા જ દિવસોમાં નંદિની હવે ધીરે ધીરે આઘાતમાંથી બહાર આવા લાગી હતી......


'દુઃખનું ઓસડ દહાડા ' .....એ કહેવત પ્રમાણે નંદિની હવે સુભદ્રા અને ધનંજય સાથે ખુલીને વાત કરવા લાગી .

ઓફિસ જતા પહેલા સવારે ધનંજય બંગલો ના ગાર્ડનમાં exercise કરતા , ત્યારે નંદીની સાથે થોડીવાર રમી પણ લેતા......

સુભદ્રા પણ આખો દિવસ..." બેટા નંદિની...... બેટા નંદિની....." બોલતી બોલતી જીભ પણ સૂકવી નાખતી.......


એક દિવસ ધનંજય અને સુભદ્રા નંદિનીને બહાર ફરવા લઈ ગયા, તેઓ નંદિનીને એનિમેશન મુવી "ધ જંગલ બુક " બતાવવા ગયા .હતા મુવી જોવાથી નંદિની ખુશ થઇ ગઇ હતી....

આજે ઘણા દિવસે નંદિની ખુશ દેખાતી હતી .તેની ખુશીમાં ઓર વધારો કરવા માટે ધનંજય તેને ગાર્ડનમાં લઈ આવ્યો.... ગાર્ડનમાં બધા બાળકો પોતાના મમ્મી-પપ્પા સાથે આવ્યા હતા .અને તેમની સાથે.......

" મમ્મી....... પપ્પા..... મમ્મી....... પકડો...... પકડો..... દોડો....... જલ્દી કર મમ્મી......"

જેવી બૂમો પાડતાં પાડતાં રમતા હતા....... નંદિની આ બધા છોકરાઓને રમતા જોઈ રહી..... પોતાના મમ્મી-પપ્પા સાથે મસ્તી કરતાં જોઈ રહી.......


નંદિનીને જોઈને સુભદ્રા તેની પાસે આવી . તેણે નંદિનીને પ્રેમથી પોતાની ગોદમાં ઊંચકી લીધી..... પછી ખુબજ લાગણીભીના અવાજમાં નંદિનીને કહ્યું......

"બેટા નંદિની એક વાત કહું...."

"બોલોને માસી......."

સુભદ્રાએ ધીરેથી નંદિનીને નીચે ઉતારી .અને તેની સામે ઘૂંટણિયે પડીને બેસી ગઈ . પછી નંદિનીના બંને હાથ પોતાના હાથમાં લઈને ખુબજ લાગણી ભર્યા સ્વરમા બોલી......


" નંદિની આજથી તું અમને બંનેને મમ્મી અને પપ્પા કહીને બોલાવીશ..... તારા મોંઢેથી મમ્મી અને પપ્પા સાંભળવા અમારું હૃદય એ દિવસથી તરસી રહ્યું છે..... જે દિવસથી અમે તને સુરત લઈને આવ્યા......"


સુભદ્રા આગળ કશું જ ન બોલી શકી . તેનો અવાજ ગળગળો થઈ ગયો હતો . એને લાગ્યું કે જો તે હવે વધારે બોલશે તો તે અહીંયા બધાની વચ્ચે જ રડી પડશે.......


સુભદ્રા ની વાત સાંભળીને ધનંજય પણ ખુબજ emotional થઈ ગયો હતો . એક પુરુષ હોવા છતાં એનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું ..... કે.... હવે નંદિની શું જવાબ આપશે.....?


ધનંજયને લાગ્યું કે સુભદ્રાએ ઉતાવળ કરી નાખી હતી ..... હજી નંદિનીને આ વાત નહોતી પૂછવી જોઈતી હતી.... ધનંજય પણ નંદિની ની સામે તેના જવાબની રાહ જોતા ઉભા રહ્યા.........


હવે નંદિની નો જવાબ શું હશે ? શું તે પોતાનો આઘાત ભૂલી જઈને ધનંજય અને સુભદ્રા નો મમ્મી-પપ્પા તરીકે સ્વીકાર કરી શકશે.....? જાણવા માટે વાંચો રુદ્ર નંદીનો આગળનો ભાગ......

ક્રમશઃ.......

*. *. *

Hello friends


અત્યાર સુધી વાંચનનો તો ખૂબ જ વધારે અભ્યાસ રહ્યો છે ,પણ સ્વતંત્ર નવલકથાના લેખનનો આ મારો પ્રથમ પ્રયાસ છે ...જ્યારે માતૃભારતી બધા લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવા માટે આટલું સરસ પ્લેટફોર્મ પુરુ પાડતું હોય, ત્યારે હું પણ મારી જાતને લેખન કાર્ય કરવા માટે ના રોકી શકી. મને આશા છે કે મારી નવલકથા રુદ્ર નંદિની નું આ બીજું પ્રકરણ તમને ખૂબ જ ગમ્યું હશે
મિત્રો મને અત્યારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર હોવાથી વધારેમાં વધારે રેટિંગ આપી મારા ઉત્સાહને વધારો જેથી હું આથી પણ વધારે સારું લખવાનો પ્રયત્ન કરું.....

BHABNA MAHETA