Rudra nandini. - 10 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 10



પ્રકરણ 10

નંદિનીને આજે સવારથી જ આદિની ખુબ જ યાદ આવતી હતી .અને આદિને અત્યારે આવેલો જોઈને ખુશ થઈ. પણ અચાનક જ અત્યારે એ આદિ ને વળગી પડી એથી એને પણ કાંઈ સમજ ના પડી...

બસ એ આદિને આમ પોતાની સાથે જ વળગેલો રાખવા માગતી હતી , એને અત્યારે આદિથી છુટા પડવું જ નહોતુંં ગમતુ .એ અંદરથી હચમચી ગઈ હતી કે પહેલા રુદ્રાક્ષ ...અને હવે આદિ....!!! હું રુદ્રાક્ષ વગર તો આદિ ના સહારે આટલા વર્ષો જીવી ગઈ પણ હવે આદિ વગર હું નહીં રહી શકું ..... હું આદિ વગર ત્યાં અમદાવાદમાં કેવી રીતે રહીશ....? એ એટલી બધી emotional થઈને રડવા લાગી કે આદિને પણ થયું ,કે નંદિની વધારે પડતી રડવા લાગી છે ,અને હિબકા ભરવા લાગી છે.. તેણે તરત જ પોતાની જાતને કંટ્રોલ કરી લીધી ,અને નંદિનીને પોતાનાથી અળગી કરવાનો પ્રયત્ન કર્યો....

પણ નંદિની તો તેને એવી વળગી પડી હતી કે જાણે તે એનાથી છૂટવાા જ નહોતી માગતી ...!! એ આદિને પોતાનાથી દૂર જવા દેવા જ નહોતી માંગતી ...એને આજે આદિ વગર પોતાની અંદર ની દુનિયા અધૂરી લાગવા માંડી હતી.

આદિ એ પરાણે નંદિનીને અળગી કરી અને બેડ પર બેસાડી, અને ખુબજ પ્રેમથી બોલ્યો...

" પ્લીઝ... નંદિની ...રડવાનું બંધ કર... અને મારી વાત સાંભળ ..હું છે ને તને રોજ ફોન કરીશ ,વિડીયો કોલ કરીશ.... આપણે બંને આખો દિવસ વાતો કરીશું બસ....? પણ રડ નહીં પ્લીઝ...."

એટલું બોલતા બોલતા તો આદિ ની આંખ માંથી પાછી આંસુઓની ધારાઓ વહેવા લાગી .

નંદિની જોઈ જ રહી . એને પણ આજે આદિ કઈ અલગ લાગતો હતો. એને તો ખબર પણ નહોતી કે બહારથી આટલો strong દેખાતો આદિ અંદરથી આટલો બધો emotionally weak હશે .નંદિનીએ આદિના ગાલ ઉપર ના આંસુ પોતાની આંગળીઓથી લુછ્યા અને બોલી....

" આદિ ...આ શું છે...? તું તો કેટલો બધો strong boy છે.... અને આવી રીતે રડવા લાગ્યો...? પાગલ....!!!"

" પાગલ તો તું છે... કેવી રડતી હતી ....? હું તો ડરી ગયો કે ક્યાંક તને કંઈ થઈ ગયું તો...? પણ હવે એક પ્રોમિસ આપ..."

" પ્રોમિસ ....? કેવું પ્રોમિસ....?"

એ જ કે હવે અમદાવાદ જઈને તું બિલકુલ નહીં રડે અને એકદમ strong girl બની જશે. મારા જેવી..... Ok....?" કહીને આદિ હસ્યો...

" Ok promise ....પણ તારે પણ મને એક પ્રોમિસ કરવું પડશે...."

" શું....."

" એ જ કે.... તું દર વેકેશનમાં મને મળવા આવીશ ....પછી તું ગમે ત્યાં ભણતો હોય કે રહેતો હોય..... એ મારે નહીં જોવાનું ...વેકેશન પડે એટલે મારે તું જોઈએ...."

આદિ નંદિની ની વાત સાંભળી રહ્યો અને એના એ શબ્દો કે " મારે તું જોઈએ ..." એના કાનમાં પડઘાવા લાગ્યા.....

નંદિની આદિના ચહેરા સામે જોઈને જાણી ગઈ કે પોતે બોલવામાં કઈક લોચા માર્યા છે .પછી તેણે ફટાફટ પોતાના શબ્દોને યાદ કર્યા અને બોલી...." મારે તું જોઈએ..." means કે વેકેશનમાં આવેલો હોવો જોઈએ નંદિની પોતાની ભૂલ સુધારતા બોલી....

આદિ નંદિની ની સૂઝ બૂઝ ઉપર વારી ગયો... નંદિનીના બોલવામાં પણ કેટલી સંસ્કારિતા ઝરે છે...!! બોલવામાં પણ કેટલું ધ્યાન રાખે છે ...!!!એનું એણે નોટિસ કર્યું..

" Ok... વેકેશન પડે એટલે બંદા આવી જશે પોતાના બોરિયા બિસ્તરા લઈને આપની સેવામાં.... બીજું કાંઈ....?"

" પ્રોમિસ....?"

"પ્રોમિસ....."

નંદિની પાછી ખુશ થઈને ઉછળીને આદિ ને વળગી પડી.... આદિને તો આજે નંદિનીનું આમ વારંવાર hug કરવું એ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી.... કેમકે નંદિની એટલી બધી શરમાળ પ્રકૃતિ ની હતી કે ક્યારેય સામેથી આદિ ને hug નહોતી કરતી બીજી બધી છોકરીઓ જેવી બોલ્ડ અને બિન્દાસ નહોતી .તેથી આજે આમ નંદિની નું ઇમોશનલી આદિ સાથે એટેચ થવું આદિ ને ગમ્યું હતું .....ખૂબ જ ગમ્યું હતું....

" Not fair....!!!"

અચાનક રૂમનો દરવાજો ખૂલ્યો અને આદિ અને નંદિની ને જોઈને અવિનાશ બોલ્યો.

આદિ અને નંદિની એ જોયું કે તેમની ટોળકી આવી પહોંચી હતી . અવિનાશ , પ્રતિક, જીયા અને લીના ચારેય જણા તેમની સામે હસતા હસતા ઉભા હતા.

" અરે તમે લોકો ....?" આદિ આશ્ચર્ય થી બોલ્યો...

" હા અમે લોકો ...અમને કીધું પણ નહીં ને એકલો એકલો આવી ગયો નંદિનીને buy કહેવા...? અને એક અમેે હતા કે છેક.... તારા ઘરે તને લેવા પહોંચ્યા જઈને જોયું તો ઘર ઉપર લોક અને જનાબ અહીંયા બેઠા છે અમને મૂકીને...." પ્રતિક બોલ્યો.....

નંદિનીએ બધાને પોતાના બંને હાથ પહોળા કરીને પાસે આવવા ઇશારો કર્યો, અને બધા નંદિનીને વળગી પડ્યા.... લીના અને જીયા બંને રડવા લાગી .


" યાર ...અમને લોકોને તારા વગર કેમ ગમશે....?"

" તું ચિંતા ના કર જીયા ...તમે બધા તો અહીંયા સાથે જ છો ને .....? સવાલ તો મારો છે હું શું કરીશ ત્યાં તમારા બધા વગર.....? મનેે કેમ ગમશે તમારા વગર....?" નંદિની પાછી રડવા લાગી અવિનાશ અને પ્રતિક બંને નજીક આવ્યા અને તેમને વળગી પડ્યા...

" નંદિની યાર ....તું આમ રડીશ તો અમે તને અને અહીંયા જ રાખી લઈશું ,અને અંકલ આંટી સાથે તને જવા જ નહીં દઈએ ....."પ્રતિકે કહ્યું.

" હા યાર.... આમેય નંદિની ને તો ક્યાં અંકલ આંટી જોડે જવું ક્યાં ગમે છે ? " અવિનાશ આંખ મારીને આદિ સામે જોઇને બોલ્યો .

" એવું તને કોણે કહ્યું ....? " નંદિની બનાવટી ગુસ્સો ચહેરા પર લાવીને બોલી....

લીના, જીયા ,અવિનાશ અને પ્રતિક ચારેય જણા આદિ અને નંદિનીને હસાવવાની કોશિશ કરતા કરતા, તેઓ પોતે જ ક્યારે રડવા લાગ્યા તેની તેમને પણ ખબર ન પડી.....!!!"

કરસન કાકા નંદિનીને બોલાવવા આવ્યા . તેઓ પણ તેમની સાથે અમદાવાદ આવવાના હતા. કરસન કાકા વર્ષોથી ધનંજય અને સુભદ્રાની સાથે રહેતા હતા ,અને તેઓની જ્યાં જ્યાં બદલી થતી તેમની સાથે તેઓ પણ જતા .ઇન ફૅક્ટ કરસન કાકા ઘરના સદસ્ય જ હતા અને ધનંજય અનેે સુભદ્રા પણ તેમને ઘરના એક વડીલની જેમ જ આદર આપતા.

" નંદિની બેટા... તમને બહાર સાહેબ બોલાવે છે ...આપણા જવાનો ટાઈમ થઈ ગયો છે .ચાલો દીકરા..."

નંદિનીએ બધાની સામે જોયું અને બધા એ પાછું નંદિનીને hug કરીને મળી લીધું . બધાની આંખો માંથી આંસુઓ રોકાવાનું નામ નહોતા લેતા .

સુભદ્રા તેઓની ફીલિંગ્સ જાણતી હતી , અને એટલે જ એ નંદિનીને બોલાવવા નહોતી આવી . એની હતું કે તે બધા ફ્રેન્ડસ ને રડતા નહિ જોઈ શકે .સુભદ્રા પોતે પણ એટલી બધી સેન્સિટિવ હતી કે ક્યાંક એ પોતે જ રડવા ન લાગે એનું એને ધ્યાન રાખવાનું હતું .કારણકે ધનંજયે પ્રેમથી તેનેે કહ્યું હતું કે....

" સુભદ્રા ......મને ખબર છે કે તું ખૂબ જ સેન્સિટિવ છે ,અને એટલે જ હું તને કહેવા માગું છું , કે જતી વખતે તું નંદિની અને તેના ફ્રેન્ડસ ને જોઈને લડવા ન લાગતી ......કારણ કે નંદિનીને તારે સંભાળવાની છે અને જો તું જ રડતી હોઈશ તો પછી નંદિની નું શું થશે .....? હંમમમમ..... પ્લીઝ...."

ધનંજય અને સુભદ્રા બહાર નંદિની ની રાહ જોઈને ઉભા હતા .રવિરાજ અને પૂર્વા બહેન પણ હતા..... તે લોકોને પણ નંદિની મળી ...પૂર્વા બહેને પ્રેમથી નંદિનીને ગળે લગાડી દીધી .

" Bye ....આંટી ....." નંદિની એટલું જ બોલી શકી....!!!

" Bye... Nandini ...and take care beta...."

નંદિની કારમાં બેસી ગઈ .બહાર નીકળીને તેણેે આદિ કે બીજા ફ્રેન્ડ્સ ની સામે જોયુંં નહીં તે અંદરથી એટલી બધી ઢીલી થઈ ગઈ હતી...‌ કે તેને લાગ્યું , કે જો હવે તે આ બધાને પાછી મળશે તો તે હવે અહીંયા થી જઇ જ નહીં શકે .....અને રડી પડશે.... તેને રડતી તો તેના પપ્પા ક્યારેય જોઈ જ ના શકે..... અને એટલે જ કદાચ તેઓ મને અને મમ્મીને અહીંયા રહેવા દઈને એકલા જ અમદાવાદ જતા રહેશે.... અને નંદિની એવું ક્યારેય નહોતી ઈચ્છતી કે તેના કારણે તેનો પરિવાર છુટો પડે. તે તેના મમ્મી અને પપ્પા બંને સાથે રહેવા માંગતી હતી.

જીયા , લીના ,અવિનાશ અને પ્રતિક ચારેય જણા ગાડી પાસે આવીને નંદિનીને bye કહેવા લાગ્યા . પરંતુ આદિ તો ઉભો હતો ત્યાં પૂૂૂૂતળાની જેમ જ ઉભો રહી ગયો .તેનાથી નંદિની ની પાસે જવા કે તેને bye કહેવા માટે પગ જ નહોતા ઉપાડતા....


*. *. *


ધનંજય અને તેમની ફેમિલી ના ગયા પછી રવિરાજ પણ આદિ ની પાસે આવ્યા ,અને બોલ્યા ....." બેટા આદિ..... હવે ઘરે જઈશું....?"

આદિ નાા ખભા પર હાથ રાખીને મિત્રની જેમ જ રવિરાજ બોલ્યા હતા .કહેવાયું છે ને કે જ્યારે પિતાના ચપ્પલ માં પુત્રના પગ આવવા લાગે ,એટલે કે પિતા અને પુત્ર બંને ના ચપ્પલ નું માપ એક સરખું થઈ જાય ,ત્યારથી પિતાએ પુત્રની સાથે મિત્રતા ભર્યો વ્યવહાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ ....રવિરાજ પણ આદિની સાથે તેના ફ્રેન્ડ ની જેમ જ રહેતા . રવિરાજ આદિના મનની ઉર્મીઓને જાણી ગયા હતા , આદિના મનમાં આજે લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું.... એ ઘોડાપૂર ને અત્યારે તેઓ વહી જવા દેવાનો પ્રયત્ન કરતા હતા....

આદિ તો હજુ પણ ત્યાં જ ઉભો હતો . તેણે પપ્પાનો અવાજ સાંભળ્યો , અને એમની સામે જોયું ત્યારે જ ખ્યાલ આવ્યો કે ,નંદિની ની ગાડી તો ક્યારનીય અમદાવાદ તરફ દોડી ગઈ છે...

એ રસ્તા ઉપર જોતો જ રહ્યો... રવિરાજે ફરી કહ્યું ...." બેટા ચલ ઘરે જઈએ....."

હા પપ્પા એટલું કહી આદિ ગાડી તરફ ગયો... અવિનાશ અને પ્રતિકે આદિને hug કર્યું . તે બંનેને આદિની ફીલિંગ્સ ની ખબર હતી .તેમને અત્યારે આદિના દુઃખની.... આદિ ની વ્યથા ની સમજ હતી ....તેથી તેઓએ આદિને આંખોથી જ સાંત્વના આપી અને ધીરજ રાખવા કહ્યું .પછી બોલ્યા.....

" આદિ .....હવે ઘરે જા . અમે પણ નીકળીએ છીએ ચલ.... take care.... and bye

એમ કહીને બંને જણા બાઇક પાસે આવ્યા. લીના અને જીયા પણ અવિનાશ અનેેેે પ્રતીક ની સાથેે જ આવ્યા હતા .લીના અવિનાશ ની પાછળ ,અને જીયા પ્રતીકની પાછળ બેસી ગઈ .આદિ એ ગાડીમાં બેસતાં બેસતા ફરી એકવાર
નંદિનીના સૂના ઘર ઉપર નજર નાખી જાણે કે તે નંદિની ની બધી જ સ્મૃતિઓ ને સમેટીને પોતાની સાથે લઈ જવા માંગતો ન હોય ...!!!

ધનંજય, સુભદ્રા અને નંદિની રાત્રે અમદાવાદ પહોંચી ગયા .બીજા દિવસે સુભદ્રા વહેલી જાગી ગઈ હતી .આજે એને નવા ઘરમાં બધું ગોઠવવાનું પણ હતું ,અને ધનંજયને DCP નો ચાર્જ પણ સંભાળવાનો હોવાથી વહેલા પણ જવાનું હતું... તેણે વહેલા ઊઠીને ચા નાસ્તો બનાવ્યો .ધનંજયે આવીને ચા નાસ્તો કરતા કરતા કહ્યું ...."સુભદ્રા નંદિનીને જગાડતી નહીં જ્યાં સુધી પોતાની જાતે ન ઉઠે ત્યાં સુધી એને સુવા દેજે. એના મનને થોડો આરામ મળે.... બે દિવસથી તે ખુબજ અપસેટ છે ....ભલે આજે નિરાંતે સૂતી..

" તમારી વાત સાચી છે .એ ઉઠી ન જાય એટલે જ બને તેટલો ઓછો અવાજ થાય એ રીતે કિચનમાં કામ કરું છું. થોડીવાર વધારે સુઈ રહે તો સારુ ...." સુભદ્રા બોલી....

એટલામાં જ નંદિની એના રૂમમાંથી બહાર આવી.... અને તેના પપ્પાને જઈને પાછળથી વળગી પડી...

" Good morning ...dad ....good morning mom.....

" Very good morning... દીકરા કેમ આટલી જલ્દી ઉઠી ગઈ.....,?"

" જલ્દી ક્યાં છે પપ્પા...? રોજ કરતા વધારે સુતી છું .એમ કહીને તે પણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ .સુભદ્રાએ તેને દૂધ આપ્યું અને બોલી....

" બેટા... ઊંઘ તો સરસ આવી ગઈ હતી ને...?"

" હા મમ્મી... જગ્યા ફરી એટલે થોડી વાર એવું લાગ્યું.... પરંતુ પછી સરસ ઊંઘ આવી ગઈ.... સરસ ઘર છે નહીં.... મમ્મી...?"

" હા બેટા... તને ગમ્યું ને ...એટલે અમને તો બહુ જ ગમ્યું...."

ત્રણેયે નાસ્તો પૂરો કર્યો અને ધનંજય ઓફિસ જવા નીકળ્યા. પછી સુભદ્રા ઘરના કામ કરવામાં લાગી ગઇ...

" નંદિની ...ચાલ મને પણ સામાન ગોઠવવામાં હેલ્પ કર ...." સુભદ્રા એ જાણી જોઈને તેને કામમાં વળગાડી ,જેથી એનું મન કામમાં પરોવાયેલું રહે તો તેને સુરતની યાદ ઓછી આવે...

" હા મમ્મી.... ચલો...."

નંદિની , સુભદ્રા અને કરસન કાકા ....ત્રણે જણાએ મળીને એક જ દિવસમાં તો સામાન સરસ ગોઠવી દીધો.

આમ નંદિની હવે અમદાવાદમાં finally આવી પહોંચી હતી ....કે કદાચ ...રુદ્રાક્ષના મનની તડપ એને અહીં સુધી ખેંચી લાવી હતી કોણ જાણે.....???

સુરત થી અમદાવાદ આવવા માટે નીકળ્યા પછી જેમ જેમ અમદાવાદ નજીક આવતું ગયું ....તેમ તેમ જાણે કે રુદ્રાક્ષ તેની નજીક આવતો જતો હોય એવું એને લાગ્યું .નંદિના સ્મરણોમાં રુદ્રાક્ષ ની યાદ તાજી થવા લાગી ...એને વધારે ને વધારે રુદ્રાક્ષ યાદ આવવા લાગ્યો ...અને અમદાવાદ પહોંચ્યા પછી એના મનને એ કહેવા લાગી....

કે આ એ જ અમદાવાદ છે ને કે જ્યાં રહેવા આવવા માટે રુદ્રાક્ષ મને વર્ષો પહેલા ....કાઈ પણ જણાવ્યા વગર ....એક વાર મળવા પણ આવ્યા વગર જતો રહ્યો હતો.... એને અમદાવાદ જવું જ હતું તો મને કહેવું તો હતું ....જણાવવું તો હતું ...અરે એ તો મને બાય કહેવા પણ નહોતો આવ્યો....!! અને નિયતિ આજે મને પણ અમદાવાદ ખેંચી લાવી છે.… ખબર નહીં મને રુદ્રાક્ષ મળશે કે કેમ...? હું રુદ્રાક્ષને ફરી વાર મળી શકીશ કે કેમ ...? શું એ મને ઓળખી જશે ....? શું હું એને ઓળખી જઈશ ....? એ તો અત્યારે ઓળખાય તેવો પણ રહ્યો નહીં હોય ....કેટલા નાના હતા અમે બંને જણા જ્યારે અમે છૂટાં પડ્યાં ત્યારે .... કોણ જાણે અત્યારે એ કેવો દેખાતો હશે....? શું કરતો હશે રુદ્રાક્ષ ....? ક્યાં રહેતો હશે એ ....? વગેરે અનેક વિચારો નંદિનીને આવવા લાગ્યા .

બહાર બાલ્કનીમાં ઊભેલી નંદિનીને જોઈને સુભદ્રા તેની પાસે આવી .

" બેટા ....શું કરે છે...?"

" કાંઈ નહીં મમ્મી..... બસ એમ જ...."

" અરે .... તમે તો એક જ દિવસમાં બધું ગોઠવી દીધું.....!!! કમાલ છો તમે લોકો ....!! થાકતા નથી આખો દિવસ કામ કરીને....?" ધનંજયે આવીને આખુ ઘર વ્યવસ્થિત ગોઠવાયેલું જોયું કે તરત જ આવી રીતે બોલ્યો .

" ઘરનું કામ કરતા શેનો થાક લાગે પપ્પા...." નંદિની ધનંજય પાસે આવીને બેઠી અને બોલી...

સુભદ્રાએ ધનંજય ને પાણી આપ્યું. અને તેના માટે ચા બનાવવા કિચનમાં જતી હતી ત્યાં નંદિની બોલી...

" એક મિનિટ મમ્મી ...પપ્પા માટે આજે હું ચા બનાવીશ...."

" શું.. .....? તે અને ધનંજય બંને એક સાથે બોલી ઉઠ્યા....

"પણ બેટા.. તને આવડે છે ચા બનાવતા ...?તે કોઈ દિવસ બનાવી નથી એટલે ....." સુભદ્રા બોલી....

" નથી બનાવી , પણ તને બનાવતા તો જોઈ છે ને મેં ....?.તમે બંને અહીંયા બેસો , હું તમારા બંને માટે ચા બનાવીને લાવું છું... આજે નંદિનીના હાથની ચા પીશો તમે બંને ....ઢેંનટેંણેંનનનનનનન...."

આમ બોલીને નંદિની કિચનમાં ચાલી ગઈ.

" ખબર નહીં આજે કેવી ચા પીવડાવશે આ છોકરી ...? સુભદ્રા બોલી ....એ સાંભળી ધનંજય હસવા લાગ્યા....

" મારી દીકરી મસ્ત ચા બનાવીને આવશે હમણાં તું જો જે...."

" એમ.....?" કહીને સુભદ્રા પણ હસવા લાગી....

" મને અહિયાં બધું જ સંભળાય છે.... તમે મારી જ વાતો કરો છો ને....? પણ તમે જોજો એકવાર મારા હાથની ચા પીશો ને પછી રોજ મારી પાસે જ બનાવડાવશો ....નંદિની કિચન માં થી બોલી...

થોડીવારે નંદિની ચા લઈને આવી .સુભદ્રા અને ધનંજય બંનેએ ચા ની પહેલી ચૂસ્કી લીધી... અને બંનેની આંખો પહોળી થઈ ગઈ ....

" wow ...નંદિની .....!!! તું તો સુભદ્રા કરતા પણ સરસ ચા બનાવે છે ....!! કાલથી તું જ મારા માટે ચા બનાવીશ ... Ok..,?"

" જોયું ....જોયું.... મેં નહોતું કહ્યું....? કે એકવાર મારા હાથની બનાવેલી ચા પીશો તો દરરોજ મને જ ચા બનાવવાનું કહેશો ...."
" ખરેખર ખુબ જ સરસ ચા બની છે નંદિની...." હવે સુભદ્રાએ પણ ચા ના વખાણ કર્યા.....
ધનંજયે નંદિનીને પાસે બોલાવી અને ૫૦૦₹ની નોટ હાથમાં મૂકી. નંદિની તો જોઈ જ રહી અને બોલી ..." ના પપ્પા....!!"

" લઈ લે બેટા ..." સુભદ્રાએ કહ્યું....

" આજે મારી દીકરીએ પહેલીવાર મારા માટે કંઈક બનાવ્યું... અને હું એને કાંઈ ન આપું... સુભદ્રા લાગે છે કે હવે આપણી નંદિની મોટી થઇ રહી છે ... જોને હવે તો તે કિચનમાં પણ ઘૂસી ગઈ...."

" હા ધનંજય...." એમ કહેતા તો સુભદ્રાની આંખમાં પણ પાણી આવી ગયા....

નંદિનીને મમ્મી પપ્પાની આ ફીલિંગ કાંઈ સમજાઈ નહીં... એને થયું કે ચા બનાવીને તો શું મોટી ધાડ મારી..... કે મમ્મી પપ્પા આમ ઈમોશનલ થઈ ગયા.....


શું આદિ અને નંદિની એકબીજા વગર રહી શકશે ....? કે પછી અમદાવાદમાં નંદિની ની મુલાકાત રુદ્રાક્ષ થી થશે ......એ જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની"નો આગળનો ભાગ...

ક્રમશઃ.....

Hello friends

જો તમને મારી આ નવલકથા "રુદ્ર નંદિની" નું આ પ્રકરણ ગમ્યું હોય.... તો મને વધારે ને વધારે રેટિંગ આપો ....જેથી મારા ઉત્સાહમાં વધારો થાય.. અને હું હજુ પણ વધારે સારું લખવાનો પ્રયત્ન કરતી રહું...

બીજું કે મારી આ નવલકથામાં આવતા પાત્રો, તેમના નામ ,સ્થળ, સમય, જાતિ ,ધર્મ ,સ્વભાવ ,સંપ્રદાય , હોદ્દો આ બધું જ કાલ્પનિક છે ... તેમને કોઈપણ ધર્મ, જાતિ ,સંપ્રદાય ,સ્વભાવ, સ્થળ ,સમય ,હોદ્દો ,કોઈની પણ સાથે વ્યક્તિગત સંબંધ નથી ...અને જો કોઈને એમ લાગે તો તે એક માત્ર સંયોગ છે. તેને લેખિકા સાથે કોઈ જ વ્યક્તિગત સંબંધ નથી....

BHAVNA MAHETA