Rudra nandini. - 9 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 9


પ્રકરણ-૯

રુદ્ર હવે વધારે વિહ્વળ થઇ ગયો પોતાના બંને હાથે પોતાનું માથું પકડીને બોલ્યો....

" પ્રતાપ ગઢ જઈને હવે શું કરું...વીર.....?"

" કેમ ....? જઈને નંદિનીને મળ.... અને એને તું કેવી રીતે છેલ્લે મળવા ન આવી શક્યો એ વાત કર .....મને વિશ્વાસ છે કે નંદિની જરૂર તારા ઉપર ભરોસો કરશે....."

" હું ....પણ... થોડા દિવસો પહેલા એ જ વિચારતો હતો , પણ ત્યાં જ પ્રતાપ ગઢ થી અમારા કઝીન અંકલ ઘરે આવ્યા...

તેમને જટાશંકર કાકા.... અને સાવિત્રી કાકી વિશે પૂછ્યું.... તો ખબર છે....? એમની વાત સાંભળીને તો જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ....

વીર પ્રશ્નાર્થ નજરે રુદ્ર સામે જોઇ રહ્યો ....એ કાંઇ બોલ્યો નહીં , પણ તેની આગળની વાત જાણવાની આતુરતા ખૂબ જ વધી ગઈ હતી.....

રુદ્ર એ આગળ બોલવાનું શરૂ કર્યું..... અમારા અંકલે કહ્યું... કે અમે લોકો પ્રતાપ ગઢ છોડીને આવ્યા , તેના થોડાક જ દિવસો પછી એક દિવસ જટાશંકર કાકા અને કાકી નર્મદામાં સ્નાન કરવા જતા હતા ત્યારે નર્મદા નદીમાં જટાશંકર કાકા નો પગ લપસ્યો ......અને બંને જણા નર્મદાના પાણીમાં તણાઈ ગયા ....ખુબજ મહેનત કરવા છતાં ગામ લોકોને તેમના મૃતદેહ જ હાથમાં આવ્યા....

" Oh ....God..‌‌... તો નંદિની..‌.? તો પછી નંદિની નું શું થયું....?"

નંદિની ની નજર સામે જ આ ઘટના બની હોવાથી એ તો સુનમુન જ બની ગઈ હતી.... પછી નંદિનીને તેના માસા માસી તેમની સાથે સુરત લઈ ગયા , હવે તો પ્રતાપગઢમાં નંદિની પણ નથી , તો તું જ કહે , હવે પ્રતાપગઢમાં જતા મારો પગ કેવી રીતે ઉપડે....?"

વીર ના મનમાં એક ઝબકારો થયો એણે કંઈક વિચાર્યું અને બોલ્યો....

" રુદ્ર... ચાલ આપણે કાલે જ સુરત જઈએ , અને નંદિનીને મળી આવીએ. હું પણ આવું છું તારી સાથે . નંદિની સાથે વાત કરી લેવાથી તારૂ મન હળવું થઈ જશે રુદ્ર....!!!"

" તને શું લાગે છે......? મેં એ બધી કોશિશ નહીં કરી જોઈ હોય....? કોઈની પાસે નંદિની નું એડ્રેસ નથી , અને આટલા મોટા સુરતમાં ખાલી ' નંદિની ' નામને આધારે તેને કેવી રીતે શોધીશું .....? એના માસા માસી ના નામની પણ આ ભોળા ગામ લોકોને ખબર નથી....."

હવે વીર વધારે મૂંઝાયો તેને લાગ્યું કે રુદ્રની તડપ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી રુદ્ર અંદરને અંદર રોજ હજારો વાર તડપ્યા કરશે.....

એણે રુદ્રનું મન હળવું કરવા માટે વધારે વાતો કરાવવાની કોશિશ કરવા લાગ્યો....

રુદ્ર મને લાગે છે નંદિની પ્રત્યે તારા મનમાં તું કાંઈક વધારે પડતો જ અપરાધભાવ અનુભવે છે , આ બધું તો જસ્ટ એકમાત્ર સંજોગ હતો એમાં હવે તારે કાંઈ મનમાં લેવાની જરૂર નથી...."

" ના વીર... ભલે એ સંજોગો હોય પણ હું નંદિનીને ક્યારેય ભૂલી નહીં શકું , અમે ફક્ત બાળપણના દોસ્ત જ નહોતા , પણ અમારી વચ્ચે કંઈક એવું હતું જે અમે બંને ત્યારે નહોતા સમજી શક્યા ....અથવા તો એમ કહું કે સમજી શકીએ એટલી ઉંમરના નહોતા ...‌મારા દિલના તાર નંદિનીના દિલ સાથે તો બચપણમાં જ જોડાઈ ગયા હતા. તો હું કેવી રીતે નંદિનીને ભૂલી જાઉં .....? ભલે એ જ્યાં પણ હોય.... મને વિશ્વાસ છે કે અમે એક દિવસ જરૂર મળીશું . હું મારી નંદિનીને ફરીથી જોઈ શકીશ... એ જ્યારે મને મળશે ને વીર...!!! ત્યારે એના ચહેરાને મારી આંખોમાં હંમેશા માટે બંધ કરી દઈશ....

રુદ્ર જ્યારે " મારી નંદિની " એ સંબોધન બોલ્યો ત્યારે વીર ચોંકી ગયો....

" રુદ્ર ....તું કદાચ નંદિનીને.....?"

" હા વીર.... તે સાચું અનુમાન લગાવ્યું ....અમે બાળપણમાં ભલે ફક્ત નિર્દોષ મિત્ર જ હતા , પણ નંદિની થી દૂર થયા પછી નંદિની મારું જીવન બની ચૂકી છે. હું એની વગર નહીં જીવી શકું , એની સાથે વાત કરવા માટે મારું મન તડપે છે વીર ...!!!! નંદિનીના અસ્તિત્વ મા જ મારુ સમગ્ર અસ્તિત્વ જાણે ઓગળીને એકાકાર બની ગયું હોય એવો અહેસાસ દિલ ને રોજ થાય છે .બાળપણમાં નંદિની સાથે વિતાવેલી પળો ને હું રોજ સૂતા પહેલા ફરીથી વાગોળી લઉં છું.... એની છબી મારા દિલમાં એવી કોતરાઈ ગઈ છે કે જાણે હમણાં મારી સાથે ઝઘડો કરશે અને કહેશે....કે. ' રુદ્રાક્ષ... તુ મને મૂકીને કેમ ચાલ્યો ગયો....?'

" વીર ..... I love her.... Veer... I love Nandini ....નંદિનીને હું મારા દિલોજાનથી ચાહું છું ...." એમ બોલીને રુદ્ર હવે એવો રડવા લાગ્યો કે જાણે આટલા વર્ષોથી બાંધેલા એના હૃદયના બંધ તૂટી ગયા....!!!"

વિરેને રુદ્રને થોડીવાર રડવા દીધો ...એનું મન હળવું થયા પછી એ બોલ્યો.....

" રુદ્ર.... હું તારી ફીલિંગ્સ ની કદર કરું છું . પણ તું વિચાર તો કર ....જે છોકરી નો કાંઈ અત્તો કે પત્તો નથી.... જેનું કોઈ એડ્રેસ નથી.... ‌જેના રિલેટિવસ વિશે કોઈ જાણકારી નથી.... અરે.. એ અત્યારે કેવી દેખાય છે ....એની પણ આપણને ખબર નથી..... તો એને કેવી રીતે શોધીશું.....? મને લાગે છે કે તારે હવે move on કરવું જોઈએ , આ બધી તો વર્ષો પહેલાની વાત છે , એમાં તારો તો કાંઈ વાંક જ નહોતો તારે આ બધું ભૂલીને જીવનમાં હવે આગળ વધવું જોઈએ....

" ના વીર .....મને પૂરેપૂરો વિશ્વાસ છે કે નંદિની મને ચોક્કસ મળશે... જેણે અમને મળ્યાવ્યા અને છૂટા પાડ્યા પાછો એ જ અમને મળાવશે ‌‌......."

વીર રુદ્રાક્ષના અતૂટ વિશ્વાસ ને જોઈ જ રહ્યો.... પરંતુ વીર હજુ પણ એક વાર કોશિશ કરી લેવા માંગતો હોય એમ બોલ્યો‌‌.....

" રુદ્ર ‌.....તું move on કરવાનું મન તો બનાવ , પછી તું જો તારી પાછળ કેટલી બધી girls પાગલ બને છે ....પણ તુ જ અત્યાર સુધી કોઈને મચક નહોતો આપતો હમ્ ‌‌.... હવે સમજાયું...... નંદિની ના કારણે જ ને ‌.....? રુદ્ર નંદિની હવે તારો ભૂતકાળ બની ગઈ છે.... તારી સામે તારો વર્તમાન ઊભો છે ...આખી જિંદગી પડી છે તારી સામે....રુદ્ર...!!!"

હવે વીર એકદમ પોતાના દિલને કઠણ કરીને બોલ્યો....

" રુદ્ર.... તને ખબર છે ....? તારા પ્રત્યે ઈશિતા ના દિલમાં પણ સોફ્ટ કોર્નર છે . એ તારા પ્રત્યે ફિલિંગ ધરાવે છે રુદ્ર....!! ઈશિતા એક સારી છોકરી છે .‌‌....બ્યુટીફુલ છે ....અને તમે બંને હંમેશા ખુશ રહેશો.... એના દિલમાં તારા પ્રત્ય જે લાગણી છે એનો સ્વીકાર કરી લે રુદ્ર .....તું પ્લીઝ move on કર અને ઈશિતા સાથે.....


" ચુપ કર વીર...." રુદ્ર વીરને અધવચ્ચેથી જ અટકાવીને બોલ્યો ....

" તને ખબર પણ છે કે તું આ શું બોલી રહ્યો છે વીર.....? મેં ક્યારેય ઈશુને કે ઇન ફૅક્ટ કોઈપણ છોકરી ને એવી નજરથી જોઈ જ નથી.... ફક્ત નંદિની સિવાય... અને વીર .... તું પાગલ થઇ ગયો છે કે શું.....? તું મને આ બધી શિખામણ આપે છે , પણ તારા દિલની વાત તો તે મને ક્યારેય નથી કરી છતાં પણ મને ખબર છે , કે તું ઈશિતાને Love કરે છે... અન ઈડિયટ તું મને ઈશિતા સાથે આગળ વધવાનું કહે છે સ્ટુપિડ...."

હવે ચોંકવાનો વારો વીર નો હતો તેણે ચોંકીને રુદ્ર સામે જોયું , અને વિચારવા લાગ્યો કે .... રુદ્ર ને કેવી રીતે ખબર પડી મારા દિલની વાત....

" આમ શું જુએ છે...? ફક્ત તને જ બીજાના દિલમાં ડોકિયા કરતા આવડે છે ....? તું સમજે છે શું પોતાની જાતને....? કે તું એકલો જ બીજાની ફીલિંગ્સ સમજી શકે છે.....? એની કદર કરી શકે છે .....? અને અમે બધા તો બુદ્ધિ વગરના છીએ કેમ સાચું ને ..‌..? હું તો તને મૂરખો જ લાગતો હોઇશ ખરું ને.....?"

રુદ્ર એ એક સાથે ઘણું બધું વીર ને સંભળાવ્યું , અને ગુસ્સાથી રાતો પીળો થઇ ગયો....

વિરેન .... તો રુદ્ર ની સામે જોઇ જ રહ્યો.... અને પછી તેને હસવું આવ્યું....

" આવી સિચ્યુએશન માં પણ તને હસવું આવે છે વીર.....? પોતાના પ્રેમને કોઈ બીજાના હાથમાં સહજતાથી પકડાવી દેવાની વાત તારા હૃદયમાં આવી પણ કેવી રીતે....? અને હજી પાછો હસે છે .....તું ક્યારેય સિરિયસ નહિ બને વીર....?"

" તું મારા માટે ક્યાં કોઈ બીજો છે રુદ્ર....?" વીર પ્રેમથી બોલ્યો.... અને રુદ્ર આ સાંભળી ને જોતો જ રહી ગયો.... અને તે વીર ને ભેટી પડ્યો.

હવે વીર ની આંખોમાં આંસુ આવી ગયા , તેણે કહ્યું ...." રુદ્ર ....આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે નહીં , પણ જે આપણને પ્રેમ કરતું હોય ને....? એની સાથે જિંદગી વિતાવવી જોઈએ ....એવું એક મહાપુરુષ નું કહેવું છે...."

" અને એ મહાપુરુષનું નામ છે... શ્રી વિરેન મહોદય જી ...." રુદ્ર બે હાથે પ્રણામ કરતા બોલ્યો....

" વીર ...તું મારી વાત હવે ધ્યાનથી અને સીરીયસ થઇને સાંભળ .મારા મનમાં ક્યારેય એક ક્ષણ માટે પણ ઈશિતા પ્રત્યે કોઈ ફીલિંગ્સ જન્મી જ નથી ...અરે ...ઈનફેક્ટ કોઈ છોકરી માટે નથી જન્મી.... હું તો નંદિની નો જ છું અને આજીવન તેનો જ રહેવાનો છું .ભલે એ મને યાદ કરીને હજી સુધી મારી રાહ જોઈ રહી હોય , કે કદાચ એને કોઈ બીજાને પણ પોતાના દિલમાં સ્થાન આપી દીધું હોય ...હું હંમેશા એને જ Love કરતો રહીશ ....અને નંદિની ની ખુશીમાં જ મારી ખુશી ને શોધીને ખુશ થતો રહીશ . વીર ..ઈશિતાને તું Love કરે છે .... ઈશિતાને તારાથી વધારે સારો લાઈફ પાર્ટનર ક્યારેય નહીં મળે , તું એને જેટલો Love કરીશ એટલો Love એને કોઈ ક્યારેય નહીં કરી શકે....

વીર ની આંખમાં ભીનાશ પ્રસરી ગઈ પછી..... બંને હાથોથી પોતાના ચહેરાને સાફ કરતો બોલ્યો...

" રુદ્ર ....ઈશુ ના મનમાં તારા પ્રત્યે જ ફીલિંગ્સ છે ...એ મને ક્યારેય એના જીવનમાં પ્રવેશ નહીં કરવા દે .એના દિલમાં તારા પ્રત્યે જે લાગણી છે એ મારા તરફ કેવી રીતે ઢળવાની ?"

" વીર .....ઈશુ ની ફિલિંગ્સ ફક્ત એક મુગ્ધાવસ્થા નું આકર્ષણ છે ...મોહ છે ....એને Love કે પ્રેમ ન કહેવાય .અને એ વાતની તો એને પણ ખબર નથી કે એ જેના પ્રત્યે ખેંચાણ અનુભવે છે ,એ ખેંચાણ તો ફક્ત આકર્ષણ દ્વારા જ ઉદભવેલું છે..... પ્રેમ અને આકર્ષણ માં જમીન આસમાનનો તફાવત હોય છે. આકર્ષણ થોડા સમય પછી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે , જ્યારે પ્રેમ તો શાશ્વત છે... અમર છે....

વીર.... મારા મનમાં જો નંદિની પ્રત્યેની ફીલિંગ્સ ફક્ત આકર્ષણ જ હોત ને તો આટલા વર્ષો પછી પણ હું નંદિની માટે આટલો ઝૂરતો ન હોત..... હું અને નંદિની તો વરસો વહી ગયાં હોવા છતાં મળ્યા પણ નથી , ઈનફેક્ટ અત્યારે મને એ પણ ખબર નથી કે સાત-આઠ વર્ષની મારી નંદિની કેવી દેખાય છે.....? તો પણ એના પ્રત્યેની મારી ફીલિંગ્સ ઓછી થવાને બદલે વધતી જ જાય છે.... અને એટલે જ હું નંદિની પ્રત્યેની મારી ફીલિંગ્સ ને પ્રેમ નું નામ આપી શકું છું.

" રુદ્ર ...ઈશિતા તને પસંદ કરે છે . ભલે તું એને પ્રેમ નહીં પણ આકર્ષણ કે મોહ નું નામ આપે પણ સત્ય તો એ જ છે ને......?

" હા વીર ..... ભલે ઈશિતા ના દિલમાં મારા પ્રત્યે સોફ્ટ કોર્નર હોય પણ એના સોફ્ટ કોર્નર માં સ્થાન તો તને જ આપશે . મને વિશ્વાસ છે વીર.... કે તું અને ઈશુ બંને એકબીજા સાથે હંમેશા ખુશ રહેશો . કારણ કે તારો ઈશુ તરફનો પ્રેમ મેં અનુભવ્યો છે .મારી વેદના કદાચ મારા ચહેરા ઉપર આવી જતી હશે પણ તું તો તારા ચહેરા ઉપર પણ ક્યાંય દેખાવા નથી દેતો..... I know વીર કે તને ઈશિતા ના દિલમાં મારા પ્રત્યેની ફીલિંગ્સ જોઈને કેટલું દુઃખ થતું હશે....?"

" ના યાર ...તારા પ્રત્યે મને કોઈ જ દુઃખ નથી .કેવી વાત કરે છે તું .....?"

"તુ જ નહીં વીર..... પણ કોઈ પણ છોકરો પોતાના પ્રેમને એ બીજા તરફ ઝુકેલો તો ના જ જોઈ શકે .તારી જગ્યાએ હું હોઉં અને નંદિની જો બીજા પ્રત્યે ઝૂકતી જતી હોય તો મારા મનમાં પણ ક્રોધ અને ઈર્ષા ની લાગણી જન્મે તે સ્વાભાવિક છે‌‌ . પણ વીર.. તુ તો એટલો બધો મહાન બની ગયો કે તે આપણી દોસ્તી ને તારા પ્રેમ કરતાં પણ વધારે ચડિયાતું સ્થાન આપી દીધું....!!! અને મને ઈશિતા સાથે ...... વીર ...... વીર.... તું કેવી રીતે આટલો બધો નિસ્પૃહ બની શકે.....?"

" રુદ્ર ....મારા માટે આપણી દોસ્તી અને તારા કરતા વધારે બીજું કાંઈ જ ન હોઈ શકે ઈશિતા પણ નહીં....!!!"

રુદ્ર વીર ને ભેટી પડ્યો અને બોલ્યો ...." don't worry......વીર... આપણે હવે એવું કરવાનું છે કે જેથી ઈશિતા તારા પ્રત્યે વધારે ને વધારે emotionally touch થતી જાય અને તારી નજીક આવતી જાય..."

" પણ ...કેવી રીતે.... રુદ્ર.....?"

" કરીશું ....કોઈ જુગાડ.....!!!!"

અને બંને હસવા લાગ્યા.

"યાર રુદ્ર.... હવે શું ...? હજી તો તારી ગાડી હતી ત્યાંની ત્યાં જ અટકેલી છે . નંદિનીને કેવી રીતે મળીશું.....? એને કેવી રીતે શોધીશું....?"

"મને મારા પ્રેમમાં વિશ્વાસ છે વીર... કે એક દિવસ મને મારી નંદિની જરૂર મળશે..!!!"

" I hope કે એ દિવસ બહુ જ જલ્દી આવશે...."

" Ok.... ચાલ મોડું થઈ ગયું હવે ઘરે જવું નથી .....? આજે જમીને જજે મમ્મીએ કહ્યું છે કે વીર ના ફેવરિટ બટેકા વડા બનાવવાના છે તો એને લેતો આવજે ચલ ફટાફટ નીકળી એ....."

" Wow..… બટેકા વડા.... અને એ પણ આંટીના બનાવેલા.... સાંભળીને જ મોંઢામાં પાણી આવી ગયું. હું હમણાં ઘરે ફોન કરી દઉં છું કે આજે રુદ્ર ને ઘેર જમીને જ આવીશ... અને બન્ને જણા રુદ્ર ના ઘરે જવા નીકળ્યા.

*. *. *.

ધનંજય અને સુભદ્રા એ બધી જ પેકિંગ કરી લીધી..... પછી જ્યારે એ લોકો અમદાવાદ જવા રવાના થવાના હતા તે દિવસે પણ રવિરાજ , પૂર્વા બહેન અને આદિ તેમને મળવા માટે આવી ગયા હતા.

આદિનો મૂડ ઓફ હતો તે નંદિનીને ફક્ત જોવા અને મળવા માટે આવ્યો હતો કે પછી ખબર નહી ક્યારે મળવાનું થાય....

કાલે સાંજે ફંકશન પત્યા પછી આદિ ઘરે જઈને સીધો એના બેડરૂમમાં ભરાઈ ગયો, અને અંદરથી દરવાજો બંધ કરીને pillow માં મોં રાખીને સૂઈ ગયો ...... અને આદિની આંખમાંથી ક્યારે આંસુ નીકળવાના શરૂ થયાં અને એ રડવા લાગ્યો એની એને પણ ખબર નહોતી રહી... પણ એ ખૂબ રડયો , એને લાગ્યું કે જાણે એની દુનિયા ઉથલપાથલ થઇ રહી છે. નંદિની વગર એ કેમ રહી શકશે ....? નંદિની તો તેની નસેનસ માં જાણે વર્ષોથી વહેતી હોય...... એવું આજે જ અચાનક પ્રતિત થવા લાગ્યું હતું .એને પોતાની અંદર ઉમડાતી અને હિલ્લોળા લઈ રહેલી લાગણીઓને જોઇને થયું.... કે મને કેમ આવુ ફિલ થાય છે જાણે કે નંદિની મારી જિંદગી બની ગઈ હોય. એનો સાથ એની નજદીકી મારી આદત બની ગઈ હોય એવું કેમ લાગ્યા કરે છે.....? આ શું થઈ રહ્યું છે મને....? કદાચ આજ તો Love.....!!! yes... yes.... હું નંદિની વગર નહી રહી શકું... કારણ... કારણ કે ....I love Nandini ..‌‌પણ હું શું કરું ...? નંદિની તો અમદાવાદ જાય છે.... હવે મારે નંદિનીને .....હું શું કરું....?"
એ વિચારવા લાગ્યો. એનું મન વિચારોના વમળમાં ઘેરાવા લાગ્યું. એની નંદિની એનાથી દૂર થતી જતી હતી અને એ કાંઈ જ કરી શકે તેમ નહોતો ....આમ ને આમ એ રડતો રડતો ક્યારે સુઈ ગયો ...એની એને પણ ખબર ના પડી .

બીજે દિવસે સવારે તે ઊઠ્યો તો ખરો ,પણ તેનો મૂડ હજુ સુધી સારો નહોતો થયો .આજે બપોર પછી નંદિની નું ફેમિલી અમદાવાદ જવા નીકળવાનું હતું , તેથી આદિએ એના પપ્પાને કહ્યું....

" પપ્પા ...નંદિનીને એ લોકો આજે બપોર પછી નીકળવાના છે તો.....

"હા બેટા ....આપણે એમને મળવા ચોક્કસ જઈશું...Ok.....? રવિરાજે આદિની વાત અડધેથી જ કાપી નાખી ને કહ્યું . એ આદિના મન ની પરિસ્થિતિ સમજી ચૂક્યા હતા . એમને અને પૂર્વા બહેને જોયું હતું કે આદિ નંદિની સાથે emotionally કેટલો બધો attached હતો.... અને હવે આમ અચાનક.....

કાલે રાતે પણ આદિના રૂમમાં ભરાઈ જવા પર પણ રવિરાજે નોટિસ કર્યું હતું.... એટલે જ પૂર્વાબહેન અને રવિરાજે પણ કંઈક નિર્ણય લીધો હતો .પણ એ નિર્ણય કયો....?

*. *. *.

આજે પણ રવિરાજ તેમની ફેમિલી સાથે ધનંજય ને મળવા આવી પહોંચ્યા ધનંજયે રવિરાજ ને hug કર્યું .

આદિ નંદિનીને મળવા ગયો ....નંદિની તેના રૂમમાં હતી .આદિ નંદિની પાસે આવ્યો .

" આદિ.... ક્યારે આવ્યો.....?"


આટલું બોલતા બોલતા તો નંદિની ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા .

" હમણાં જ ....." આદિ એ પણ પોતાની આંખ ના આંસુ ને છુપાવવા મોં ફેરવીને જવાબ આપ્યો .

" નંદિની ..એક વાત પૂછું....?"

" બોલને આદિ....."

"ત્યાં જઈને મને ભૂલી તો નહીં જાય ને.....? i mean આપણી ફ્રેન્ડશીપ ને....?

નંદિની આદિ ની પાસે આવી અને એની આંખોમાં જોયું ,આદિ ની આંખો રડેલી હતી .અને તેથી એની આંખોના પોપચાં સુજી ગયેલા હતા . રાતે બરાબર સુતો પણ નહોતો ...અને આ વાત નંદિનીએ નોટીસ કરી....

" આદિ ....કાલે રાતે તું બરાબર સૂતો નથી ને....?"

" કેમ તને એવું લાગ્યું ...? હું તો સરસ સુઈ ગયો હતો .અહીંયાથી જઈને તરત જ મારા રૂમમાં જતો રહ્યો હતો .

" કોઈ તને રડતા જોઇ ના જાય એ માટે ને...? "

આદિએ નંદિની સામે જોયું કે આને કેવી રીતે ખબર પડી ?

" તારી આંખો એ ચાડી ખાધી....". નંદિની જરાક સ્માઈલ સાથે બોલી અને ...."આદિ... " એમ બોલીને આદિ ને વળગી પડી....

હવે આદિના હૃદયના બંધ તૂટી પડ્યા. એ નંદિનીને tight hug કરીને રડવા લાગ્યો. અને હીબકા ભરવા લાગ્યો....

નંદિની પણ ખુબ જ રડી.... એને આજે સવારથી જ આદિની ખુબ જ યાદ આવતી હતી. એ આદિને અત્યારે આવેલો જોઈને ખુશ થઈ ગઈ ....પણ અચાનક જ આમ અત્યારે એ આદિ ને વળગી પડી.... તેથી એને પણ કાંઈ સમજ ન પડી કે એને આવું કેમ કર્યું....?


મિત્રો તમને શું લાગે છે... કે શું આદિ પોતાની ફિલીંગ્સ નંદિનીને જણાવશે...? શું તે નંદિનીને પ્રપોઝ કરશે.....? અને જો આદિ એ નંદિનીને પ્રપોઝ કર્યું તો શું નંદિની પણ આદિની પ્રપોઝલ except કરશે....? જાણવા માટે વાંચો "રુદ્ર નંદિની "નો આગળનો ભાગ.....

ક્રમશઃ......

મિત્રો જો તમને મારી આ નવલકથા "રુદ્ર નંદિની" નું આ પ્રકરણ પસંદ આવ્યું હોય તો રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો. જેથી હું હજુ પણ કંઈક વધારે સારું લખવાનો પ્રયાસ કરુ...


અને વાચકમિત્રો મારી આ નવલકથામાં આવતા બધા જ પાત્રો ,તેમના નામ ,સ્થળ ,સમય ,સૂચિ ,જાતિ ,સ્વભાવ, ધર્મ, હોદ્દો ,બધું જ કાલ્પનિક છે તેમને કોઈપણ ધર્મ ,વ્યક્તિ ,જાતિ ,હોદ્દો ,પરંપરા કે સંપ્રદાય સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી .અને કદાચ કોઈ ને સામ્યતા લાગે તો તે એકમાત્ર સંજોગ છે તેની સાથે લેખિકાને કોઈ વ્યક્તિગત સંબંધ નથી

BHAVNA MAHETA