Rudra nandini. - 8 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 8


પ્રકરણ 8

girls ની આજુબાજુ બધા boys પણ નંદિની ને વળગી પડ્યા....

થોડીવાર પછી બધુ શાંત પડયા પછી નંદિનીએ કહ્યું...." ફ્રેન્ડસ આજેેે સાંજે પપ્પા એ ઘરે નાનુ ફંક્શન ગોઠવ્યું છે તો તમારે બધાએ પણ આવવાનું છે...."

" આજે જ....." અવિનાશ બોલ્યો.

હવે આદિના મનમાં ફાળ પડી તેણે નંદિનીને પૂછ્યું......

" ક્યારે જવાના છો તમે લોકો....?"

" કાલે બપોર પછી નિકળીશું ."

" આટલું જલ્દી...?" પ્રતિક બોલ્યો...

જીયા અને લીના પણ નંદિની ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા.

" હા ....પરમ દિવસે પપ્પાને ચાર્જ સંભાળવાનો છે, એટલે અમે કાલે બપોર પછી નિકળી જઈશું... જેથી સાંજ સુધીમાં પહોંચી જવાય.

આદિ હવે ખરેખર મૂડલેસ બની ગયો હતો તેને તો એમ હતું , કે હજી અંકલને અમદાવાદ જવાની થોડા દિવસની વાર હશે , તો નંદિની સાથે હું વધારેમાંં વધારે ટાઈમ સ્પેન્ડ કરીશ ,જેથી એની યાદોનેેે હું મારા દિલમાં વધારેમાં વધારે ભેગી કરી શકું .પણ નંદિની તો કાલે જ પોતાની આંખોથી દૂર થઈ જવાની એ કલ્પના માત્રથી આદિનું હૈયું ધ્રુજી ઉઠ્યું....!!!!

અવિનાશ અને પ્રતિક આદિની મનો સ્થિતિ સમજી ગયા હતા... તે બંનેને આદિના દિલમાં રહેેલ નંદિની પ્રત્યેના સોફ્ટ કોર્નર ની ખબર હતી.... તેમને પણ હવે આદિ ની ચિંંતા થવા લાગી....

" તમે લોકો બધા સાંજે આવશો ને ?" નંદિની બોલી.....

" Of course yaar ....ચોક્કસ આવીશું.... કેમ નહીં આવીએ....? જીયા બોલી...

" થોડા વહેલા આવજો..." નંદિનીએ કહ્યું ,અને એના મનમાં અચાનક વિચાર આવ્યો ...." મારી એક વાત માનશો તમે લોકો...."

" હા ...બોલ નંદિની ...." આદિ બોલ્યો.

" તમે બધા તમારા ઘેર ફોન કરીને અત્યારે જ મેસેજ આપી દો.... કે તમે લોકો મારા ઘરેે છો ને સાંજે ફંકશન પતાવીને પછી જ રાત્રે મોડા ઘેર આવશો...

" આપણે બધા આજે આખો દિવસ મારા ઘરે રહીને ગપ્પા મારીએ.... અને મોજ મસ્તી કરીએ...!!!!"

" પણ ....નંદિની...."

" પણ બણ કંઈ નહીં ...તમે લોકો મારી આટલી wish પૂરી કરી નહીં શકો....?"

બધા એકબીજા સામું જોઈને કઈ ઇશારા કરવા લાગ્યા, નંદિનીએ એ જોયું અને એ સમજી ગઈ... તે ખુબજ લાગણી ભિના અવાજમાં બોલી.....

" guys.... મને ખબર છે કે તમારા દિલોદિમાગમાં કઈ વાત ચાલે છે....?"

" વાત ....કઈ વાત.....?" અવિનાશ બોલ્યો.....

" મને ખબર છે કે તમારે મારા માટે ગિફ્ટ લેવા જવું છે રાઈટ....?"

" નંદિની... તને કેવી રીતે ખબર પડી ગઈ...?" આદિ બોલ્યો...

" કારણ કે ....આપણે બધા બેસ્ટ ફ્રેન્ડસ છીએ અને ફ્રેન્ડસ ના દિલ ની વાત ફ્રેંડ્સ ને ખબર કેવી રીતે ના પડે....?"

" જો નંદિની... અમે લોકો હમણાં જ જઈને આવીએ છીએ...." જીયા એ કહ્યું...

નંદિની જીયા નો હાથ પકડી બોલી...." મારા માટે સૌથી વધારે અને અમૂલ્ય ગિફ્ટ તમારો આજનો દિવસ છે ...પ્લીઝ guys.... આજનો દિવસ તમે મારા માટેે મારી સાથે નહીં રહી શકો....? હુ તમારા બધાની યાદો ને સમેટીને મારી સાથે અમદાવાદ લઈ જવા માંગુ છું તેમાં આજના દિવસની યાદ એમાં થોડોક વધારો કરશે પ્લીઝ....!!!!"

નંદિની ની વાત સાંભળીને હવે તો બધા જ રડવા લાગ્યા.... બધાએ કહ્યું...." સારું ચલો જઈએ...."

બધાએ પોતાના ઘરે કોલ કરીને જણાવી દીધું કે તેઓ નંદિની ના ઘરે છે , અને સાંજે ફંકશન પતાવીને પછી જ ઘરે આવશે.

નંદિની ખૂબ ખુશ થઈ તેણે ફોન કરી દીધો હોવાથી સુભદ્રાએ બધા નું જમવાનું બનાવડાવી દીધું હતું.

ઘરે પહોંચીને બધા તો પહેલા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા , અને હસી મજાક કરતા કરતા જમતા ગયા ....નંદિની બધાને વારાફરતી જોતી અને હસતી જતી હતી ....જાણે કે તે બધાને પોતાની સાથે આંખોમાં બંધ કરીને લઈ જવા માગતી ના હોય.....?!!!!

સુભદ્રા નંદિની ની વેદનાને પારખી ગઈ હતી .તેને એની આંખો જોઈને એ પણ ખબર પડી ગઈ કે નંદિની રડી હતી, અને નંદિની સાથે સાથે બધાની આંખો પણ તેને રડેેલી જણાઈ ....સુભદ્રા તેમની આ ફ્રેન્ડશિપ ને સજળ નયને વંદી રહ્યા....

આખો દિવસ નંદિનીએ તેના ફ્રેન્ડસ સાથે બહુ જ ધમાલ મસ્તી કરતા કરતા વિતાવ્યો . નંદિની આ બધી પળો ને એક વિડિયોમાં કેદ કરી રહી હતી .....જેથી જ્યારે તેને અમદાવાાદ બધાની યાદ આવે ત્યારે એમને જોઈ શકે, અને એમ જ લાગે કે તેઓ એની સાથે છે...

સુભદ્રાએ કરસન કાકા અને અન્ય નોકરોની મદદથી સાંજના ફંકશન ની તૈયારીઓ કરી લીધી હતી.

સાંજે આદિના મમ્મી પપ્પા રવિરાજ ભાઈ અને પૂર્વા બહેન થોડા વહેલા આવી ગયા , જેથી કરીને તેઓ ધનંજય અને સુભદ્રા સાથે થોડીવાર એકલા બેસીને વાતો કરી શકે .કારણ કે પછી બધાના આવી ગયા પછી વાતો કરવામાં મજા નહીં આવે ...અને આજે તો ધનંજય સાથે તેમનું સુરતનું છેલ્લું ફંકશન હતું ...આમ તેમણે વિચાર્યું અને આવી ગયા....

" અરે.... ! રવિરાજ ... પૂર્વા બહેન... આવો આવો...ધનંજયે પ્રેમથી કહ્યું.....

રવિરાજ ભાઈ આવીને તરત જ ધનંજયને ભેટી પડ્યા , અને પૂર્વાબહેન સુભદ્રાને....

આદિ ની જેમ તેમને બંનેને પણ તેઓનું અહીંથી શિફ્ટ થવાનું વસમું લાગી રહ્યું હતું....
" યાર.... ધનંજય તમે લોકો આમ અચાનક શિફ્ટ થઈ જશો એવું ક્યારેય નહોતું વિચાર્યું ....!!!! તમારા બધા વગર અમને તો ઠીક પણ આદિને બિલકુલ નહીં ગમે....! સાચું કહું .....તો આદિ અને નંદિની ની દોસ્તી જોઈને મન ભરાઈ આવેે છે....." અને હવે રવિરાજ ભાઈ કશું જ બોલી શકયા નહીં....

ધનંજયે પણ ભારે અવાજે કહ્યું .રવિ , આદિને તો અહીંયા બીજા ફ્રેન્ડસ છે તેથી તે તો થોડા દિવસમાં નોર્મલ બની જશે .....પણ મારી નંદિની ત્યાં નવા વાતાવરણમાં કેવી રીતે એડજસ્ટ થશે ? એ વિચારીને જ મારું તો હૃદય ભરાઈ આવે છેે...."

" પૂર્વા બહેન...... તમે આ બધાની આંખો જોઈ....?. બધાની આંખો સૂજેલી છે.... તેઓ બધા સ્કૂલમાં ખૂૂબ જ રડયા છે .....એમના આવા બહારથી મોજ મસ્તી કરતા , અને અંદરથી ઉદાસ ચહેરા જોઈને મનેેેે પણ બપોર થી વારંવાર આંખોમાં પાણી આવી જાય છે....." સુભદ્રા ખૂબ જ ભાવુક બની ગઇ....

પૂર્વા બહેને સુભદ્રાને hug કર્યું ....અને હિંમત આપી......" તમે ચિંતા ન કરો સુભદ્રા બહેન ,નંદિની ત્યાં પણ ખૂબ જ જલ્દી adjust થઈ જશે...."

પૂર્વાબહેને રવિરાજ સામે જોયું પછી બંનેએ મનોમન કંઈક નિર્ણય કર્યો.....

*. *. *.

આ બાજુ રુદ્ર અને તેના ફ્રેન્ડસ એક જ કોલેજમાં એડમિશન લેવાનુંં નક્કી કર્યા પછી , બધા પોતપોતાના ઘરે ગયા ,અને લગભગ ફોન પર વાતો કરતા રહેતા.... અને મેસેજ દ્વારા ચેટિંગ કરતા રહેતા .... પણ આ બધાંમાં રુદ્ર અને વીરની વાત જ કંઈક અલગ હતી.... બંને અવાર-નવાર મળતા રહેતા....અને ક્યારેક બધા boys પણ ભેગા થઈને બેસતા અને નાસ્તા પાણી કરતા....

એક દિવસ રુદ્ર ના ફોનમાં મેસેજ ટોન આવી . રુદ્ર એ જોયું કે વીર નો મેસેજ હતો ,વિરેને તેને મળવા માટે બોલાવ્યો હતો....

રુદ્ર ઘરેથી બાઈક લઈને નીકળ્યો અને તેઓની હંમેશા ની જગ્યા.... જ્યાં તેઓ બધા જ boys ભેગા થતા ત્યાં.... ભિખલા ની કીટલી ઉપર પહોંચી ગયો.... વીર તો ત્યાં પહેલાથી જ આવી ગયો હતો....


" Hi .....રુદ્ર...."

" Hi...." રુદ્ર બોલ્યો..." કેમ અચાનક મળવાનો મેસેજ કર્યો....? બધુ બરાબર છેે ને.....?"

" હા યાર .....બધું જ બરાબર છે પણ આ તો તારી સાથે વાત કરવાનું મન થયું એટલે બોલાવ્યો ......

રુદ્ર વિચારવા લાગ્યો કે ડાયરેક્ટ ઘરે આવીને સીધી જ વાત કરવાવાળો વીર આજે આમ મેસેજ કરીને બોલાવે છે કેમ...? કંઇક તો વાત લાગે જ છે.... પણ કઈ વાત હોઈ શકે.....?

" શું વિચારે છે રુદ્ર ......?" રુદ્રને વિચારતો જોઈને વીર બોલ્યો....

" વિચારું છું કે તું ખોટું બોલતા ક્યારથી શીખી ગયો....? અને એ પણ મારી સામે .....?"

" ખોટું ....? શું ખોટું બોલ્યો તને.....?"

" એ જ કે 'બધુ બરાબર છે ....કંઈ વાત નથી.... ' જો બધું જ બરાબર હોય તો ડાયરેક્ટલી ઘરે આવીને સીધો જ બધાની હાજરીમાં વાત કરવાવાળો વીર..... મને આમ મેસેજ કરીને વાત કરવા માટે તો ના જ બોલાવે....."

હવે બોલવાનો વારો વીર નો હતો...." ખોટું હું નહીં પણ તું બોલે છે રુદ્ર...."

" હું....!!! ? "

" હા તું રુદ્ર ......મારી સાથે તો બધું બરાબર જ છે... પણ શું તું Ok છે....?"

"મને શું થયું છે ....? "વીર નો પ્રશ્ન સાંભળી રુદ્ર ચોંક્યો અને આડુ જોઈ ગયો....

" મારી સામે જોઈને જવાબ આપ રુદ્ર....."

'તું મારાથી કંઈ છુપાવતો તો નથી ને .....? આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ એટલીસ્ટ હું તો તને બેસ્ટ ફ્રેન્ડ માનું જ છું ....તો જો તું પણ મને તારો બેસ્ટ ફ્રેન્ડ માનતો હોય , તો તું મને તારા મનની .....તારા દિલમાં ધરબાયેલી વાત ...કહી શકે છે .....જો તને મારા ઉપર વિશ્વાસ હોય તો.....? "

" કેવી વાત કરે છે વીર ....? તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ જ છે ......કેમ... તને નથી લાગતું કે હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું....? એવું...."

" જો એમ હોય ને રુદ્ર ....તો યાર આજે નિચોવી નાખ તારા દિલને.... અને કહી દે એ બધું ....જે તને અંદર ને અંદર હેરાન પરેશાન કરી રહ્યું છે ....ખોલી નાખ આજે તારા દિલના દરવાજા ....અને એમાંથી બધું જ બહાર કાઢીને ફેકી દે .....જે તને વર્ષોથી બેચેન બનાવી રહ્યું છે.....

વીર ની વાત સાંભળીને રુદ્ર ખુબજ ભાવુક બની ગયો.... તેને લાગ્યું કે વીર સાચું કહે છે ....આજે બધું જ વીર ને કહી દઉં.... પણ શું કહું ....? કેવી રીતે કહું ......? રુદ્રની આંખમાં ભીનાશ પ્રસરી ગઈ...

વીર ઉભો થઈને રુદ્ર પાસે આવ્યો , અને તેના હાથમાંથી બાઈકની ચાવી લીધી અને કહ્યું...

" રુદ્ર ....ચાલ બેસી જા બાઈક પાછળ..."

" ક્યાં ...? ક્યાં... જવું છે....?"

" પહેલા બેસી જા , પછી શાંતિથી વાત કરીએ....."

રુદ્રના આંખની ભિનાશ જોઈને વીર તરત જ પામી ગયો કે વાત કંઈ સીરીયસ છે .અને અહીંયા આટલા બધા લોકોની અવર જવરમાં રુદ્ર પૂરેપૂરું એનું દિલ ખોલી નહીં શકે ...અને એટલે જ વીર રુદ્રને એવી જગ્યાએ લઈને જતો હતો જ્યાં તેઓ શાંતિથી બેસીને વાતો કરી શકે...

ગજબની શક્તિ હતી વીર ની અંદર માણસોને ઇમોશન્સને પારખવાની.....!!! તેમના દિલ ની અંદર પહોંચી તેમાં ડોકિયું કરી આવવાની કુદરતી કુનેહ ધરાવતો હતો વીર....

રુદ્રના ગ્રુપમાં રુદ્ર ની ઉપર ઝીણી આંખો કરીને રાખતી નજર બીજા કોઇની નહીં , પરંતુ વીરની હતી.... તેનું ધ્યાન હમણાં ઘણા સમયથી રુદ્રની દરેક વર્તણૂક પર રહેતું હતું.... અને એના ઉપરથી એને એટલું તો સમજાઈ ગયું હતું કે રુદ્ર એના દિલમાં એક એવો ભાર... એક એવી વાત લઈને ફરે છે..... જેને તે કોઈને કહી શકતો નહોતો અને હવે તો તેને સહન કરી શકવાની સ્થિતિમાં પણ નહોતો અને એટલા માટે જ વીરે તેને મેસેજ કરી , તેની પાસેથી વાત કઢાવવા માટે.... તેના દિલ નો ભાર જાણી હલકો કરવા માટે બોલાવ્યો હતો... પણ વાતની ગંભીરતા જોતા તેને લાગ્યું કે અહીંયા પર્સનલ વાત કરવી યોગ્ય નથી.... તેથી તેણે રુદ્રનું બાઈક લઈ લીધું અને તેને પાછળ બેસાડીને રિવરફ્રન્ટ પહોંચી ગયો....

" ચાલ ..નીચે જઈને બેસીએ....."

બંને જણા નીચે ગયા આખા રસ્તે રુદ્ર વિચારતો રહ્યો કે.... કેવી રીતે વાત કરું વીરને.....? નાનપણની વાત ને હું આમ આવી રીતે કહીશ તો તે મને કદાચ પાગલ જ ગણશે....!!! પણ આજે તો રુદ્રનું મન પણ થયું હતું કે તેના બેસ્ટ ફ્રેન્ડ આગળ દિલ ખોલી નાખવાનું......

બંને જણા શાંત જગ્યા જોઈને બેસી ગયા જેથી ત્યાં તેમને કોઈ ડીસ્ટર્બ ન કરે .

હવે વીર રુદ્રની સામે પ્રશ્નાર્થ નજરે જોઇ રહ્યો .

રુદ્ર બોલ્યો ..... વીર... હું તને કેવી રીતે કહું ....? શું કહું ....? તે જ ખબર નથી પડતી....!! પણ મારા મનની લાગણીઓ હું આજે તારી સાથે share કરવા માંગુ છું.... જેની જાણ મેં હજુ સુધી કોઈને થવા નથી દીધી...."

વીર રુદ્રના કહેવાનો ભાવાર્થ સમજી ગયો અને બોલ્યો....." don't worry રુદ્ર ....મારી પાસેથી વાત ક્યાંય નહીં જાય .જો તું મારો વિશ્વાસ કરતો હોય તો તું મને બધું કહી હળવો થઇ શકે છે...."

અને મહાભારતમાં જેવી રીતે સંજય ની દ્રષ્ટિ કુરુક્ષેત્રમાં ફરી વળતી , અને બધું જ જોઈ ધૃતરાષ્ટ્રને કહી શકતી હતી , તેમ રુદ્ર ની નજર પણ પ્રતાપ ગઢ ઉપર ફરી વળી....

રુદ્ર એ પોતાના નાનકડા પણ નર્મદા કિનારાના સુંદર ગામ પ્રતાપગઢ ની ....નર્મદેશ્વર મહાદેવના મહંત એવા જટાશંકર કાકા અને સાવિત્રી કાકી ની વાત કરી... પણ નંદિની ની વાત કરતા રુદ્રની આંખમાં અને ચહેરા ઉપર એક અજબ પ્રકાર ની ચમક આવી ગઈ એ વિરેને નોટિસ કર્યું....

રુદ્ર બોલ્યો ...." વીર.... હું અને નંદિની બાળપણના મિત્રો , હંમેશા હું નંદિનીને સ્પેશ્યલ મળવા માટે જ સવાર અને સાંજ મંદિરમાં આરતી માં જતો ....પછી તો એની સાથે રમવા માટે પણ મંદિરમાં જવા લાગ્યો ....નિર્દોષ પ્રેમ ....નિર્દોષ દોસ્તી..... અને નિર્દોષ એવી નંદિની.... એની સાથે હસતા... રમતા ...ખેલતા ....કુદતા.... ઝઘડો કરતા ...કલાકો ક્યાં વીતી જતા એની ખબર પણ નહોતી પડતી.....!! એની હરણી જેવી ચંચળ આંખોમાં બસ જોઈ જ રહેવાનું મન હતું....

વીર ...હું અને નંદીની એક જ ક્લાસમાં હતા ....હવે તો અમે સ્કુલે પણ સાથે જ જવા આવવા લાગ્યા ,અને એક બેન્ચ પર બેસવા પણ લાગ્યા.... રિસેસ માં નાસ્તો પણ સાથે જ કરતા.... મને નંદિની વગર અને નંદિનીને મારા વગર ક્યાંય ચેન જ ન પડે ...એના birthday પર હું હંમેશા ગુલાબ જાંબુ લઈને જતો... એને ગુલાબ જાંબુ બહુ ભાવતા..."

" એક મિનિટ ...એટલે જ તું દર વર્ષે કંઈ ને કંઈ બહાનું કાઢીને અમારા માટે ગુલાબ જાંબુ લાવતો એટલે કે તે દિવસ એટલે નંદિની નો birthday રાઈટ....?"

" રાઈટ....."

વીરે એ પણ નોટિસ કર્યું હતું કે રુદ્ર વર્ષમાં એકવાર બધાને ગુલાબજાંબુ સ્પેશિયલ ખવડાવતો ,અને કંઈ ને કંઈ treat પણ આપતો.....

" Ok ......continue......"

વીર શું કંટીન્યુ કરું .....? દસ વર્ષના થયા ત્યાં સુધી હું અને નંદિની બન્ને સાથે જ મોટા થયા ..... હસ્યા ....રમ્યા ....... લડ્યા અને જુદા પડ્યા...."

"જુદા પડ્યા....? કેવી રીતે...."

" હા .…જુદા પડ્યા.... અને એ પણ નંદિનીને છેલ્લીવાર મળ્યા વગર , કે એને કંઈ પણ જણાવ્યા વગર, હંમેશાંને માટે હું અમદાવાદ આવતો રહ્યો....."

" What.....? પણ કેમ.....? એવું તે શું થયું કે તે નંદિનીને કંઈ જણાવ્યું પણ નહીં....?"

" એક દિવસે સવારે મેં જોયું કે ઘરમાં મમ્મી-પપ્પા દાદાજી બધા ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છે . મેં મમ્મીને પૂછ્યું ....અને એમણે મને અમદાવાદ શિફ્ટ થવા વાળી વાત જણાવી....અને મારા મનમાં નંદિની નો વિચાર આવ્યો....

"હું નંદિનીને મળવા દોડીને જવા લાગ્યો તો વીર તને ખબર છે.....? મમ્મીએ મારો હાથ પકડી રાખ્યો... અને કહ્યું કે "જવાનું મોડું થાય છે વીર .......પપ્પા સાથે કારમાં બેસી જા .....બિચારી મમ્મીને પણ ક્યાં ખબર હતી કે મારે નંદિનીને મળવું હતું . હું એ વખતે મમ્મી ને ના કહી શક્યો કે...." મમ્મી.... હું નંદિનીને એક વાર મળી આવું .....છેલ્લી વાર તેને જોઈને આવું ....અને તેને જણાવું કે અમે અમદાવાદ જઈએ છીએ......" પણ વીર હું બોલી ન શક્યો...

રુદ્ર હવે રડવા લાગ્યો હતો , અને વીર પણ તેને રડવા જ દેવા માંગતો હતો . કારણ કે વીર રુદ્રને વર્ષોથી મનમાં ને મનમાં મૂંઝાતા જોયો હતો.‌‌... એનું દિલ ઘૂંટાતું હતું .... એ ઘુટનને એ અત્યારે વહી જવા દેવા માંગતો હતો...... જેથી રુદ્રાક્ષ ભૂતકાળના ભારથી હળવો થઈ જાય .

" વીર ....મને અત્યારે પણ અફસોસ થાય છે કે.... હું કેમ મમ્મીને કહી ના શક્યો કે મમ્મી એકવાર નંદિનીને મળીને આવું... અને વીર મેં જો એવું કહ્યું હોત ને....... તો મને વિશ્વાસ છે કે ચોક્કસ મમ્મી કે પપ્પા બંને માંથી કોઈ મને નંદિનીને મળવા જવાની ના ન પાડત . એમને પણ નંદિની બહુ જ ગમતી .

વીર નંદિની વિશે વિચારવા લાગ્યો કેવી હશે એ છોકરી ....? કે જેને બચપણમાં મળેલો રુદ્ર આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં ભૂલી શક્યો નહોતો ,પણ ઊલટાની એની તડપ દિવસેને દિવસે વધતી જતી હતી .

" તો તે તેને પછી કોન્ટેક્ટ કેમ ના કર્યો....? કોઈ ફોન.... કે પછી કોઈ મેસેજ.....???"

" પપ્પાના બિઝી શિડ્યુલમાંથી પ્રતાપ ગઢ જવાનું જ નહોતું થતું , અને ફોન કરવાનો તો સવાલ જ નહોતો .કારણ કે .....જટાશંકર કાકા મહાદેવ ની પૂજા અને ભક્તિમાં એટલા બધા લીન હતા , કે તેમને ભૌતિક સુખ-સુવિધાઓનો ખાસ કંઈ મોહ ન હોવાથી ફોન નહોતા રાખતા .અને મંદિર પણ ગામથી દૂર હોવાથી બીજા દ્વારા કોન્ટેક્ટ પણ નહોતો થતો ......"

" રુદ્ર .....તું નાનો હતો ત્યારે તારા પપ્પા વગર પ્રતાપગઢ એકલો ના જઈ શકે એ વાત સમજમાં આવે છે. પણ હવે તો તું એકલો પ્રતાપગઢ જઈ શકે છે. તો તારે એકવાર જઈને નંદિનીને મળી આવવું જોઈએ એવું તને નથી લાગતું.......???"

રુદ્ર હવે વધારે વિહ્વળ બની ગયો..... અને પોતાના બંને હાથે પોતાનું માથું પકડીને બોલ્યો...." વીર.... મારુ માથું ભમી જાય છે..... હું નંદિની ને ભૂલી નથી શકતો.... હું શું કરું.....? મને કાંઈ જ ખબર પડતી નથી.... નંદિની વિશે વિચારી..... વિચારીને હું પાગલ થઈ જઈશ એવું લાગે છે ..... વીર....!!!!"


વાચકમિત્રો તમને શું લાગે છે કે રુદ્ર પ્રતાપગઢ જશે .....? નંદિની અને તેના મમ્મી-પપ્પા વિશેની વાત રુદ્ર ને કેવી રીતે ખબર પડશે...? શું તે નંદિનીને મળી શકશે....? જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની "નો આગળ નો ભાગ.....


ક્રમશઃ.........


Hello friends

તમને મારી આ નવલકથા " રુદ્ર નંદિની "નું આ પ્રકરણ જો પસંદ આવ્યું હોય..... તો મને વધારેમાં વધારે રેટિંગ આપી આપનો અભિપ્રાય જણાવશો , અને મારા ઉત્સાહમાં વધારો કરશો .જેથી હું હજુ પણ વધારે સારું લખવાનો પ્રયાસ કરું....

આ નવલકથામાં આવતા બધા જ પાત્રો ,તેમના નામ , સ્થળ , સમય ,જાતિ , સ્વભાવ , ધર્મ , હોદ્દો બધું જ કાલ્પનિક છે .તેમને કોઈ પણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ ,સ્થળ, સમય ,સૂચિ કે સંપ્રદાય , કે હોદ્દા સાથે કોઈપણ વ્યક્તિગત સંબંધ નથી .અને જો કોઈને સામ્યતા લાગે... તો તે એકમાત્ર સંયોગ છે .એની સાથે લેખિકાને કોઈ જ વ્યક્તિગત સંબંધ નથી....


BHAVNA MAHETA