HIGH-WAY - part 3 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 3

Episode :-2. (xxx)

સવાર પડે છે... ચિરાગ ની આંખો ખુલે છે હજુ આખી આંખો ખુલી નથી પણ ધીમે ધીમે સૂરજ નો તડકો એની આંખ માં પ્રવેશી રહ્યો છે એ બન્ને હાથ થી આંખો પર હાથ ફેરવે છે અને ધીમે ધીમે ખોલે છે.. આંખ ખુલતાની સાથે એ પોતાની જાત ને પોતાના ઘરની સામે જુએ છે. એને બિલકુલ ખબર નથી કે જંગલ વાળા હાઈવે થી એ રાતે દોડતો દોડતો અહીંયા કેમ નો આવી ગયો અને તરત કાલ રાતની ઘટેલી ઘટના એની આંખો સામે આવે છે.. એ એનો ફ્રેન્ડ રાજ લિફ્ટ માગતી છોકરી અને રાજ ની ખરાબ નજર.. અને એ એ એ.... એ છોકરી ના ઊંધા પગ, પગમાં થી નીકળતું લોહી અને રાજ નુ મર્ડર .. આ બધું એના મગજમાં ગોળ ગોળ ફરવા લાગ્યું ... એ દોડતો દોડતો ઘરમાં જાય છે પગે એને વાગ્યું હોય છે જાણે રાતે કોઈએ ઘસેડયો હોય એ માંડ માંડ ચાલી શકવા ની હાલતમાં છે છતાં એ જલ્દી થી ઘરમાં જાય છે ઘર ના બાથરૂમમાં જઈને પોતાના ચહેરાના કાચમાં જોવે છે અને પોતાની જાત ને દુલાસો આપે છે..

" ચિરાગ કાઈ નથી થયું બસ એક ખરાબ સપનું હતું.. એવું વિચારી ને ભૂલી જા કાઈ જ નથી થયું."

પણ એ વસ્તુ ભૂલી જવી એટલી આસાન નથી.. એ એના કપડાં ઉતારે છે. કપડાં પર લોહીના ડાઘ લાગેલા છે.. શર્ટ ઉતરતાની સાથે જ એ ચોકી ઉઠે છે એના આખા શરીર પર લીસોટા પડ્યા હોય.. આખા શરીર પર લીસોટા છે અને લોહી આવી રહ્યું છે આ જોઈને ચિરાગ ગાંડો થઈ જાય છે એને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે અને એને તરત એની નજર એના હાથ પર જાય છે.. હાથ પર બ્લેડ થી એક નામ લખ્યું હતું એ જોઈને ચિરાગ ની આંખો ફાટી ગઈ.. ચિરાગ એ નામ ના કોઈ માણસ ને મળેલો નહોતો પણ હા, એ નામ કોનું છે એ તેને જરૂર ખબર છે.. એ બીવાય જાય છે અને જેમ તેમ કરી ને લોહી વાળા શરીરને ટેબલ પર પડેલા તેના મોબાઈલ સુધી પહોંચે છે.. અને ફોન માં "XXX" નામે સેવ કરેલા એના ભાઈ ને કોલ કરે છે જે હાલ એના મમ્મી પપ્પા ને મળવા માટે દુબઈ ગયો છે..


" HELLOOOOO "
ચિરાગ ડરેલા અવાજે બોલ્યો...

" બોલ ભાઈ કેમ છે? "
XXX એ ફોન ઉપાડતા પૂછ્યું..


" કાઈ ઠીક નથી ભાઈ... "
ચિરાગ જવાબ આપતા ગભરાયેલા અવાજે બોલ્યો

" શુ થયું! પૈસા જોઈએ છે? બોલ કેટલા મોકલું?"
XXX ચિરાગ ની વાત કાપતા બોલ્યો..

" પૈસા નહિ મારે શાંતિ અને જીવન જોઈએ છે.. " આટલું બોલતા બોલતા ચિરાગ રડવા લાગ્યો..


" અલા બાપા હવે શું થયું તને? "
XXX એ ચિંતિત થતા પૂછ્યું


" કાલ રાતે હું ને રાજ ગયેલા પાર્ટી માં.. રસ્તામાં આવતા લેટ થઈ ગયું તુ અને એક છોકરી એ લિફ્ટ માંગી અને... "
ચિરાગ આગલી રાત ની ઘટના જણાવતો બોલ્યો એટલામાં..


" તમારાથી રહેવાયું નઈ હોય.. ગાડી માં બેસાડી ને તમારી હવસ પુરી કરી હશે.. હવે એ છોકરી કેસ કરવાનું કહેતી હશે રાઈટ? ટેનશન ના લે એ તો પૈસા ખવડાવી દઈશું.. આમાં શુ ચિંતા કરે છે.. છોકરીઓ તો હોય જ છે મજા કરાવવા માટે.." ચિરાગ ની વાત કાપતા XXX બોલ્યો..


"પણ તુ સાંભાળ તો ખરા.. "
ચિરાગ ચિડાઈ ને બોલ્યો

" સારું, બોલ.. "
XXX એ કહ્યું..




" એ છોકરી ને કારમાં બેસાડી.. રાજ એના જોડે ખરાબ હરકતો કરતો હતો અને હું આગળ ગાડી ચલાવતો હતો.. મેં પાછળ વાળીને જોયું તો એ છોકરી ના પગ ઊંધા હતા અને લોહી નીકળતું હતું.. હું કઈ બોલું એ પહેલાં જ અમારી ગાડી સ્લીપ ખાઈ ને ઉભી રહી ગઈ.. અને છોકરી અચાનક ગાયબ.."
ચિરાગ એની વાત આગળ વધતા બોલ્યો..



" હવે પ્લીઝ મસ્તી ના કર તું.. "
XXX હસતા હસતા બોલ્યો



" ભાઈ સાચું કહું છું "
ચિરાગ બોલ્યો

" હવે તું એમ કહીશ કે એને કરવાનો પ્રયાસ પણ કરેલો..... બહુ મજાક કરે છે હો તું... "
XXX જોર જોરથી હસતા હસતા બોલ્યો

" પ્રયાસ!!? ભાઈ એને રાજ ને મારી નાખ્યો.."
ચિરાગ XXX ને અટકાવતા બોલ્યો

" શુ??? રાજ.... રાજ ને મારી નાખ્યો!?
XXX ચોકી જાય છે..

" એ જ તો કહું છું ભાઈ કે કાલે રાતે બહુજ ખરાબ થયું હું થયું ત્યાં સુધી દોડી ને ભાગી ગયો અને સવારે ઉઠ્યો તો ઘરની સામે પડ્યો હતો.. અહીંયા કેવી રીતે આવ્યો મને કંઈજ ખબર નથી.."
ચિરાગ બોલ્યો..

" ભાઈ તું ઠીક છે ને?
XXX એ પૂછ્યું


" હા, આમ તો ઠીક છું પણ આખા શરીર પર નખના નિશાન છે અને એમાં થી લોહી નીકળે છે.. પગમાં વાગ્યું છે જાણે કોઈએ રાતે ઘસેડયો હોય એવું છોલાયું છે.. "
ચિરાગે પોતાની હાલત અંગે માહિતી આપતા કહ્યું..


" અરે........... યાર............ "
XXX ચોકી ગયો


" આ બધું પણ ઠીક છે યાર પણ મારા હાથ પર કોઇએ બ્લેડ થી સેહેર લખેલું છે.. "
ચિરાગે વધુમાં જણાવ્યું..


" શુ બોલે છે યાર તું ગાંડો તો નથી થઈ ગયો ને! એ ક્યાંથી નામ લખે યાર....!!!મને તો કંઈજ સમજાતું નથી આ બધું શુ થઈ રહ્યું છે!!!"
Xxx ચિડાઈ ને બોલ્યો..


" ભાઈ મને તો લાગે છે કે એ પછી આવી ગઈ છે..."
ચિરાગ ગાળામાં થૂંક ઉતરતા બોલ્યો.

૩ વર્ષ પહેલા....

સવાર સવારમાં મોબાઈલ ની રિંગ વાગે છે.. રિંગ ના બોલ છે..

" ઓમ જય જગદીશ હરે... સ્વામી જય.... "

અને ઊંઘમાં જ એક છોકરી ફોન ઉપાડે છે..




" સેહેર તું હજુ તૈયાર નથી થઈ! આજે પહેલો દિવસ છે યાર કૉલેજ નો આજ લેટ ના આવતી પ્લીઝ જલ્દી તૈયાર થાહવે.. "
કોલ ની સામેની બાજુથી અવાજ આવ્યો..



"હા બાબા હાલ જ નીકળું ચલ નાસ્તો કરવા નહીં રહું.. પૂજા કરી ને સીધી કૉલેજ માં ok ને. "
સેહેર બોલી

"Ok ચલ byy "
ફોન ની બીજી સાઈડ થી અવાજ આવ્યો..





-: WAIT WAIT WAIT... આ સેહેર છે કોણ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Episode :- 3 (સેહેર કોણ છે)

સેહેર... ખાલી નામ જ નહીં પણ આ છોકરી જ બધાથી અલગ છે.. એની દુનિયામાં વ્યસ્ત એક છોકરી જેને બીજા થી કોઈ મતલબ નથી.. દેખાવમાં તો જાણે સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા/પરી હતી.. એને જોઈને પહેલી નજરના પ્રેમ માં પડેલા લોકો નુ લિસ્ટ બનાવા બેસીએ તો બહુજ લાબું હતું એના જોડે પ્રેમ થવા માટે કારણો જ એટલે બધા હતા.. એના લિપસ્ટિક વગરના ગુલાબી હોઠ હોય કે સાગર જેવડી આંખો , ઘનઘોર જેવા વાળ હોય કે અપ્સરા જેવી ચાલવાની ચાલ.. બોલવા માં મધુરતા હોય કે એનો શાંત સ્વભાવ.. એના પ્રેમમાં કોઈને પડવું એના માટે બસ એક મિનિટ નું કામ હતું પણ સેહેર આ બધાથી દૂર રહેતી એની 21 વર્ષ ની આખી ઉંમર માં એ પ્રેમ શબ્દ થી જાણે સોશિયલ ડિસ્ટનસિંગ રાખી ને બેઠી હતી અને એ શબ્દ સાથે કોઈ નફરત હતી બસ.. એને પ્રેમ કરવા લાયક કોઈ મળ્યું નહોતું.. નાનકડા ગામ માં થી રાજકોટ ની હોસ્ટેલમાં ભણવા આવેલી સેહેર એના મોટા સપના ઓ ને એની મહેનત ના પરસેવાનું પાણી સિંચતી હતી.. એના માટે બસ એના મોટા સપના એને એનો પરિવાર બસ બીજું કાંઈ એના માટે એટલી અહેમીયત ધરાવતું નથી ના મોટા શોખ છે ના.. કોઈ ખરાબ આદત ના જીન્સ પેન્ટ તો એને આજ સુધી પહેર્યા જ નથી રાજકોટ ની આર. આર. શાહ કોલેજમાં મેડિકલ સ્ટડી કરવા માટે એ રાજકોટ ની બહાર નાનકડા ટાઉન માં PG તરીકે રહેતી હતી.. કોલેજ ત્યાંથી 20મિનિટ ના અંતરે હતી તો એ અને એનો રાજકુમાર બંને સાથે જતા..

અરે આ રાજકુમાર કોણ..?? એ એનું એક્ટિવા.. 12th માં 90% આવ્યા ત્યારે એના પપ્પા એ એને ગિફ્ટ કરેલું ત્યારથી એ એનું પાક્કું ફ્રેન્ડ બની ગયું અને એનું નામ રાજકુમાર પડી દેવામાં આવ્યું..



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Episode :-4 (કોલેજ નો પહેલો દિવસ)




કોલેજ નો પહેલો દિવસ છે અને સેહેર આજે મોડી પડવાના મૂડમાં નથી. એ જલ્દી જલ્દી થી તૈયાર થાય છે.. મમ્મી ના કહ્યા પ્રમાણે કોલેજ માં પહેલા દિવસની શરૂઆત સફેદ રંગના ડ્રેસ થી કરે છે.. નીચે ડેનિમ નું જીન્સ જે એણે એની જિંદગીમાં પહેલી વાર પહેર્યું છે.. સંસ્કાર અને સિટીલાઈફ નું કોમ્બિનેશન જ સમજી લો... હાથ માં ઘડિયાળ અને ખુલ્લા વાળ એક હાથ માં બેગ અને બીજા હાથમાં હેલ્મેટ પકડી જલ્દી જલ્દી થી એકટીવા લઈને એ ઘરેથી કૉલેજ જવા નીકળી પડે છે આજે એના મોઢા પર અલગજ મુસ્કાન છે.. અને કેમ ના હોય.. આજે એ એના સપના તરફ એક કદમ આગળ વધી છે.. રસ્તામાં આવતી વસ્તુઓ ગાડીઓ જોઈને મનોમન નક્કી કરે છે કે એક દિવસ આવી ગાડી મારી પાસે પણ હશે.. બસ આવું જ વિચારતા વિચારતા એ રાજકોટ હાઈવે પર આવી જાય છે રાજકોટ જવા માટે.; બધું એક સપના જેવું લાગતું હતું એને.. બસ એક ચિંતા કે કોઈ ઉઠાડી ને એવું ના કહે કે

" ઉઠ આ તો બસ સપનું હતું.."

સેહેર રાજકોટ તરફ આગળ વધતી જઈ રહી છે ત્યાં એનું એકટીવા બંધ થઈ ગયું.. સ્પીડ માં હોવાથી ૨-૩ મીટર ચાલ્યું પણ પછી સ્થિર થઈ ગયું.. સેહેર એકટીવા પરથી ઉતરે છે મોઢા પર ખુશી ક્યાંક ગાયબ થઈ ગઈ એને ફરી એકટીવા ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ ના થયું., petrol ટેન્ક ખોલી ને જોયું તો પેટ્રોલ પતી ગયું છે હવે એ હાઈવે પર દૂર દૂર સુધી કોઈ પેટ્રોલપંપ નહોતો પણ સપના તરફ આગળ વધવા એ જાતે જ એકટીવા દોરી ને આગળ વધવા લાગી..

થોડા સમય પછી એણે કાનમાં એરફોન લગાવી દીધા અને ધીમે ધીમે આગળ વધવા લાગી.. એ ચાહતી તો કોઈની પાસે હેલ્પ કે લિફ્ટ માગી શક્તિ પણ એને કોઈની પર વિશ્વાસ નહોતો..ખાસ કરીને છોકરાઓ પર તો નહિજ.. અને એમાં પણ નવું શહેર.. નવું કલ્ચર..


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Episode :-5 (એક છોકરો)


સેહેર એની જ ધૂનમાં ચાલી રહી છે.. એ અને એનો રાજકુમાર બંને રસ્તામાં સોન્ગ ની ધૂન સાથે કદમ સાથે કદમ મિલાવી ને ચાલી રહ્યા છે..

ત્યાં અચાનક સેહેર ને એક કાર નો સતત હોર્ન વગાડવાનો અવાજ આવે છે .. સેહેર પહેલા તો અવોઇડ કરે છે પણ ફરીથી હોર્ન નો સતત અવાજ સંભળાયા પછી એ પાછળ જોવે છે.. એક બ્લેક કલર ની ઓડી કાર એના ઠીક પાછળ ઉભી છે.. કાચ એના એકદમ બ્લેક છે તો અંદર કોણ છે ખબર નથી પડી રહી સેહેર કાનમાં થી earphone નીકાળે છે અને સોન્ગ બંધ કરે છે એકટીવા ને સ્ટેન્ડ પર લગાવે છે અને કાર સામે જોઈ રહે છે.. અચાનક કાર નો દરવાજો ખુલે છે અને જમીન પર રેડચિફ ના બ્લેક રંગ ના શૂઝ નો સ્પર્શ થાય છે .. કારમાંથી એક છોકરો જેણે રેડ ટી-શર્ટ અને જીન્સ પહેરયુ છે.. હાથ માં વૉચ અને આંખો પર ચશ્મા .. એક દમ ફિટ છે.. જીમ નો શોખીન હોય એવું લાગી રહ્યું છે..


" કાન માં પ્રોબ્લેમ છે કે એકટીવા માં ? "
છોકરો સેહેર ની પાસે આવીને બોલ્યો..

સેહેર વિચારમાં જ છે કે આ છે કોણ અને મને એણે શુ પૂછ્યું એટલામાં જ એ છોકરો ફરીથી બોલ્યો..


" મેડમ કાન માં પ્રોબ્લેમ છે કે એકટીવા માં?"

સેહેર શુ જવાબ આપવો એ વિચારમાં પડી ગઈ..

" એક.... એક્ટ.... એક્ટિવમાં.. એક્ટિવા માં છે પ્રોબ્લેમ.. "
સેહેર ના મોઢામાંથી આટલું વાક્ય નીકળ્યું..



" સાચે એક્ટિવમાં જ છે ને? "
છોકરા એ પૂછ્યું

" હ હા.. "
સેહેર ડરેલા અવાજે બોલી

" છેલ્લી ૫ મિનિટ થી હું હોર્ન વગાડી રહ્યો છું, એક વાર પણ પાછળ જોવાની ઈચ્છા ના થઇ તારી?"
છોકરો અકળાઈ ને બોલ્યો

" ઓહ હેલ્લો!હું તને ઓળખું છું!? તુ મને ઓળખે છે? તો તારા સામે કેમ જોઉં? રસ્તામાં એકલી છોકરી જોઈ નથી કે આવી ગયાં.. "
સેહેર ગુસ્સામાં બોલી

" અરે અજીબ માણસ છે યાર તુ.. તારી હેલ્પ કરવા હું ઉભો રહ્યો અને તું છે કે મને જ બોલે છે!! વાહ.. ભલાઈ નો તો જમાનો જ નથી...
છોકરો ગુસ્સામાં બોલ્યો..


" હા હા જોઈ એતો કેટલી અને કેવી ભલાઈ નો જમાનો છે.. ચૂપચાપ અહીંયાંથી નીકળ નહીતો સારું નહીં થાય.. હા."
સેહેર છોકરાને ધમકાવતા બોલી

" વિચારી લેજે અહીંયાં કોઈ કોઈ ની હેલ્પ નઈ કરે.. ચાલતી ચાલતી સિટી સુધી પહોંચવું પડશે ઓકે તને એ જ જોઈએ છે તો પછી હું સુ કરું ચાલો બાય.. પ્રાર્થના કરીશ ફરીથી ના મળીએ આપણે.. "
છોકરો બોલ્યો



" હા હા જા, હું કાફી છું મારા માટે.. કોઈની જરૂર નથી."
સેહેર બોલી..

આ સાંભળી છોકરો ઊંધો ફરીને કાર તરફ જાય છે ,

"કેટલી બેશરમ માણસ છે છોકરી ને રસ્તામાં મૂકીને પોતે જતો રહેશે.. "
છોકરો કાર નો દરવાજો ખોલતો હોય છે ત્યાં પાછળ થી અવાજ આવે છે. આ સાંભળી ને છોકરાના મોઢા પર મુસ્કાન આવી ગઈ છે અને તે એની મુસ્કાન છુપાવવાનો પ્રયત્ન કરીને સેહેર તરફ પાછળ ફર્યો .

" તારી પ્રોબ્લેમ શુ છે ?? તું એકલી કાફી છે ને તો જાતે કર હું જાઉં છું બાય.. " મોઢા પર ગુસ્સામાં હોય એવું નાટક કરતા બોલ્યો..


" તુ તો છોકરી ના જેમ રિસાય જાય છે... હવે ચાલ મદદ કરી દે મારે કોલેજ માં પહેલો દિવસ છે આજે.. લેટ છું આમ પણ.. "
સેહેર બોલી



" ઓહો કોલેજ.. કઈ કોલેજ માં જવાનું છે? "
છોકરા એ પૂછ્યું


"બી. કે. શાહ મેડિકલ કોલેજ માં છું.. "
સેહેર એ જવાબ આપ્યો..

" તુ મેડિકલ માં છે? મતલબ તુ ડોકટર બનીશ?? "
છોકરા એ પૂછ્યું

" કેમ? માણસ જ છું હો તો ડૉકટર બની શકું.." સેહેર એ જવાબ આપ્યો..

" ના તારા જોડે દર્દી આવશે ને ઈલાજ કરાવવા તો બી તુ એમ જ કહેજે કે એકલી ડૉક્ટર જોઈ નથી કે આવી ગયા બીમારી નું નાટક કરીને.. "
છોકરો મજાક માં બોલ્યો..



" તુ હેલ્પ કરવા માંગે છે કે નહિ એ બોલ ના કરવી હોય તો ના પાડી દે.. "
સેહેર ચિડાઈ ને બોલી


" ઓકે ઓકે એક કામ કર.. એકટીવા સાઈડમાં પાર્ક કરી દે, હું તને ડ્રોપ કરી દઈશ કોલેજ.. "
છોકરો બોલ્યો..

" પણ એકટીવા!!"
સેહેર ચિંતિત અવાજે બોલી



"એકટીવા જ છે હો કાર નથી કે ચોરી જશે કોઈ... "
છોકરો બોલ્યો..

" અમીર લોકો માટે કાઈ નઈ પણ અમારા જેવા માટે આ એકટીવા પણ એક કાર બરાબર જ છે મારા ઘરમાં 1st vehical છે આ..."
સેહેર આંખોમાં તેજ સાથે બોલી..



" ઓકે સોરી સોરી પણ તુ અહીંયા મૂકી દે સાઈડમાં સાંજે આવીને લઈ જજે..."
છોકરાએ કહ્યું..



સેહેર થોડું વિચારે છે કે આની જોડે જવું સેફ હશે કે નઈ... પછી એ વિચારે છે કે કૉલેજ પહોંચવું વધારે ઈમ્પોર્ટન્ટ છે અને આખરે એ છોકરાને હા પાડી દે છે..

" ચાલો તો કોલેજ... "
છોકરો બોલ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Episod :-6 (अजीब दास्तान है)



છોકરો જલ્દી થી સેહેરની બેગ હાથમાં થી લઈ લે છે અને પાછળની સીટ પર નો દરવાજો ખોલી ને એમાં મૂકે છે ત્યાં સેહેર એનું એકટીવા રોડ ની સાઈડમાં પાર્ક કરે છે. સેહેર એકટીવા પાર્ક કરે છે સેહેર એકટીવા ની સાઈડ માં પાર્ક કરે છે સેહેર એકટીવા પાર્ક કરીને કાર તરફ આવવા માટે આગળ વધે છે એના મોઢા પર એક અલગ જ પ્રકારનો ડર છે..

" અજાણ્યા શહેરમાં અજાણ્યા માણસ સાથે કાર માં....!!!"

પણ પછી એણે હિંમત કરીને કાર તરફ આગળ વધી.. છોકરા એ ગાડીનો દરવાજો ખોલ્યો અને સેહેર એમાં બેસી ગઈ બહાર થી બહાર થી એ છોકરા એ ગાડી નો દરવાજો વખ્યો અને ડ્રાઈવર સીટ પર બેસી ગયો કાર સ્ટાર્ટ કરી.., કારમાં ધીમું ધીમું સોન્ગ વગવાનું શરૂ થયું.. અને સોન્ગ ના શબ્દો કંઈક આવા હતા...


" अजीब दास्तान है ये....
कहा शुरू कहा खत्म....."

મોંઘી ગાડી, એકદમ સ્ટાઈલિશ છોકરો અને જૂના ગીતો!!?
સેહેર ને કાઈ સમજાયું નહીં..

" તને જુના ગીતો ગમે છે? "

એનાથી એ છોકરાને પુછાય ગયું..


માથું ઊંચું નીચું કરીને એ છોકરાએ હા પાડી ... રસ્તામાં કંઈજ બોલ્યા વગર એ છોકરો ગાડી ચલાવતો હતો.., એની નજર પણ સેહેર પર નહોતી પડતી.. હવે સેહેર ને એના પર વિશ્વાસ લાગ્યો.


" મેડિકલ માં એડમિશન મળી ગયું કેવું લાગે છે? "

ત્યાં છોકરો બોલ્યો..

" કેવું લાગે એટલે શું! સારું જ લાગે ને.. તને ખબર mbbs માં એડમિશન લેવા કેટલી મહેનત કરવી પડે છે! એમાં પણ અમારા જેવા નોર્મલ ઘરમાંથી આવતા લોકો માટે તો આ સપનું હોય છે.. હા , પૈસા વાળા લોકો ને તો પૈસા ના જોરે મળી જાય... એમને તો શું ચિંતા!! "
સેહેર છોકરાને ટોન્ટ મારતા બોલી

" ઓહો.. "
છોકરો હસવા લાગ્યો.

" હસીશ નહિ સાચું કહું છું , I'm serious... "
સેહેર ગંભીરતાથી બોલી

" ok ok મેડમ.. તમારું નામ જાણી શકું? "
છોકરો હળવાશથી બોલ્યો..

" કેમ? શુ કામ? લિફ્ટ આપી એટલે તું કાઈ પણ કરીશ એમ? સીધું નામ પૂછ્યું, પછી નંબર પછી અડ્રેસ.. હું સારી રીતે ઓળખું છું તારા જેવા ને...."
સેહેર ગુસ્સામાં બોલી


" અરે તારી પ્રોબ્લેમ શુ છે યાર....!!! નામ પૂછ્યું મેં તને કાઈ તારા ઘરનો કે બેન્ક એકાઉન્ટ નંબર નહિ પાગલ.. "
છોકરો અકળાઈ ને બોલ્યો


" હું પાગલ એમ !! તને હું પાગલ લાગુ છું?? I'm medical student okay. અમારા ગામ ની પહેલી MBBS બનીશ હું.. "
સેહેર બોલી

" આજની લીફ્ટ ના બદલે ફ્રી માં ટ્રીટમેન્ટ આપીશ ને? "
છોકરાએ પૂછ્યું..

" શુ કામ? આમિર લોકો જોડે પૈસા લેવાના ગરીબો ને ફ્રી માં કરી આપીશ.. "
સેહેર એ કહ્યું..

" જેવી તમારી ઈચ્છા.. "
છોકરો ઊંડા શ્વાસ લઈને બોલ્યો..



બંને આમ લડતા જગળતા કોલેજ સુધી પહોંચે છે.. આખા રસ્તામાં સેહેર એ પેલા છોકરા પર ગુસ્સો કર્યો છે.. આમ સેહેર આવી નથી પણ એકટીવા અને કોલેજ લેટ પહોંચવાનો ગુસ્સો બિચારા પેલા છોકરા પર ઉતાર્યો...

------------------------------------

Episod :-7 (સેલેબ્રશન)



ગાડી કોલેજ ના ગેટ ની અંદર પ્રેવેશે છે.. સામે મોટી કોલેજ છે જેમાં બધા સ્ટુડન્ટસ નવા નવા કપડામાં એક દમ સેલેબ્રશન ના મૂડમાં હતા.. ત્યાં એક છોકરો ગાડીનો કાચ ખખડાવવા લાગ્યો.. સેહેર એ કાચ નીચો કર્યો ત્યાં એણે સેહેર ને એક કાગળ પકડાવ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો . સેહેર એ એ કાગળ સીધો કરીને વાંચ્યું ,એમાં લખ્યું હતું

- 1st day છે કોલેજ નો તો સિનિયર લોકોએ નવા આવેલા જુનિયર લોકો માટે પ્રોગ્રામ નું આયોજન કર્યું છે. 10:30 એ કોલેજ ના હોલ માં બધા સ્ટુડન્ટસ એ હાજર Time પર આવી જવું સીટ લિમિટેડ છે તો સીટ ભરાઈ જશે તો કોઈને અંદર આવવા નહિ મળે.. સેહેર ઘડિયાળ માં જુએ છે તો 10:25 થઈ છે.. સેહેર તરત ગાડીમાંથી બેગ લઈને હોલ તરફ ભાગે છે ત્યાં;

" તારું નામ તો કહેતી જા... "

છોકરો બૂમ પડે છે..


" અત્યારે જલ્દી માં છું, Thanks લિફ્ટ માટે.. મારુ નામ સેહે.. . "
સેહેર પાછળ ફરીને બોલી..

------------------------------------

Episod :-8(Mr. Rahul)

સેહેર કોલેજ ના હોલ માં પ્રવેશ કરવા માટે મેન ગેટ જોડે પહોંચે ત્યાં એના હાથ પર ફ્રેશરસબેન્ડ પહેરાવવામાં આવે છે અને એને અંદર જવા માટે કહેવામાં આવે છે.. એ ખૂબ જ ખુશ છે . ગામડાની સ્કૂલમાં આવડો મોટો હોલ એને સ્ટેજ જોયું જ નહોતું.. મોટી લાઇટ્સ , સ્પીકર અને આરામદાયક સીટો.. જોર જોરથી બૂમો પડી રહેલા સ્ટુડન્ટસ.. અને સ્પીકર માં વાગી રહેલા સોન્ગ એને પોતાની તરફ બોલાવી રહ્યા હતા.. સેહેર ની આંખો માં અનોખી ચમક છે જે શબ્દોમાં વર્ણવવી સંભવ નથી.. ત્યાં એના ખભા પર કોઈ હાથ મૂકે છે અને એ ડરી જાય છે એ પાછળ ફરીને જુએ છે..

" પ્રિયા તુ?? "
સેહેર બોલી ઉઠે છે..

એના મોઢા પર સ્મિત જોવા મળી રહ્યું છે..

" હા જ તો મેડમ.. તમે ટાઈમ પર તો આવશો નહિ ક્યારેય.. એટલે મારે આવી જવું પડે ને.. ચાલ ત્યાં જગ્યા રાખી છે મેં તારા માટે ચલ ત્યાં બેસીએ...


" સારું ચલ.. પણ સાચે અમારા ગામ માં આટલો મોટો હોલ ક્યારેય નથી જોયો મેં.. "
સેહેર ઉત્સાહ પૂર્વક બોલી..

" બેબી આતો બસ શરૂઆત છે યાર હજુ તો બહુ બધું જોવાનું બાકી છે તારે.. "
પ્રિયા બોલી..

" એટલે!? "
સેહેર એ આશ્ચર્ય સાથે પૂછ્યું

"
" મોટા મોલ , મોટા કોમ્પલેક્ષ , માર્કેટ અને તને તો કોલેજ ના ક્લાસરૂમ પણ તારી સ્કૂલ થી મોટા લાગશે.. હાહાહાહાહાહા "
પ્રિયા હસતા હસતા બોલી

" હા યાર બહુ બધું અલગ છે... સાચે બહુ જ મસ્ત છે.


" હા બિલકુલ તારા જેમ.. હા "
પ્રિયા સેહેર ના વખાણ કરતા બોલી

" મારા પાડોશી ની કઝિન સિસ્ટર છે તુ.. તારા ભરોસે તો મને ગામડે થી અહીંયા મોકલી યાર નહિ તો મને આવડા મોટા શહેર માં કોણ મોકલે? "
સેહેર પ્રિયા નો આભાર માનતી હોય એવી રીતે બોલી.

" એ બધું છોડ, હવે તારા સપનાને પાંખો મળવાની છે.. તો હવે છે ને તુ એન્જોય કર ભૂલી જા બધું.. "
પ્રિયા એ કહ્યું..

" હા જરૂર.. કેમ નઈ! 😄 " સેહેર સ્માઈલ આપતા બોલી..

"ચાલો મેડમ ત્યાં આગળની લાઈન માં બેસીએ ત્યાં આપડી જગ્યા પેલાથી જ બુક છે.. "
પ્રિયા બોલે છે..




- પ્રિયા સેહેર બંને આગળની સીટ પર બેસે છે જોર જોરથી લોકો ના અવાજ અને મોટા સ્પીકર વાગી રહ્યા છે..

ત્યાં અચાનક સ્ટેજ પર બધી લાઈટો ઑફ થઈ જાય છે અને એક માણસ સ્ટેજ પર ચાલતો ચાલતો સ્ટેજ ની કિનારી પર આવીને ઉભો રહે છે..; એના પર વાઇટ સ્પોટ લાઈટ નાખવામાં આવે છે.. સ્ટેજ પર એના સિવાય કંઈજ દેખાતું નથી.. એ બોલવાની શરૂઆત કરે છે..




" Hello students .... આજે તમારી જિંદગી ની નવી શરૂઆત છે.. તમારી રાત દિવસ ની મહેનત નું ફળ તમને આજે મળ્યું છે.. રાત ના ૨ વાગ્યા સુધી બુક સાથેના ઉજાગરા સામે તમારા નામ ના આગળ Dr. લગાવવા માટે નું પહેલું પગથીયું આજે તમે ચડવા જઇ રહ્યા છો.. આ કોલેજ એ દેશને બહુ બધા ડોક્ટર આપ્યા છે અને આપતી રહેશે.. પણ બહુ બધા થી શુ થશે?? દેશ ને બેસ્ટ ડોક્ટર ની જરૂર છે અને તે ૩૦૦ માંથી ૩ લોકો જ બની શકે.. આસાન નથી બેસ્ટ બનવું.. પાસ તો બધા થઈ જશે પણ બેસ્ટ બનવા માટે તમારે પાસ કરતા પણ વધારે તમારે નોલેજ ને વધારવા પર ધ્યાન આપવું પડશે.. આ કોઈ 12th નથી કે questions અને answer ગોખી નાખ્યા અને ડૉક્ટર બની ગયા.. M. B. B. S. બનવા ના છો તમે.. એનો મતલબ છે એક જવાબદારી.. એનો અહેસાસ હાલ નઈ થાય તમને. જ્યારે ડોક્ટર બનશો અને કોઈની જિંદગી તમારા હાથ માં હશે ત્યારે ત્યારે તમને ભગવાન કે ફરિશ્તા કરતા ઓછી ફિલિંગ નહિ આવે.. લોકો માટે તમે ભગવાન બની જશો અને બસ એક ભૂલ સાથે તમે એમની નજરમાં શૂન્ય (ઝીરો) પણ થઈ જઈ શકો છો.. બધું તમારા હાથમાં છે.. મેડિકલ માં એડમિશન જ મહત્વ નું નથી.. પણ મહત્વનું છે કે તમે તમારી જાત ને આ ફિલ્ડ સાથે કેટલી હદે જોડી શકો છો.. પણ આજ પહેલો દિવસ છે હું કઈ વધારે નહીં કહેવા માંગતો પણ હા, આ કોલેજ તમારી સ્ટડી માં ક્યારેય કોઈ કચાશ નહીં રાખે.. પણ સામે તમારા વર્તન ને લઈને સ્ટ્રીકટ રહેશે.. કાઈ પણ ખરાબ વર્તન જોવા મળશે તો એને ઘર તરફ જવાનો રસ્તો બતાવવામાં વાર નહીં થાય. બસ તમને ફરી એક વાર congratulations કહીને મારી વાત ને વિરામ આપું છું.. હવે તમને તમારા સિનિયર આ કોલેજ વિશે માહિતી આપશે..

હવે હું સ્ટેજ પર બોલાવવા માંગીશ 4th year ના સ્ટુડન્ટ Mr. Rahul ને.. જે આપડી કોલેજ ના ટોપર છે."




- રાહુલ નું નામ સાંભળી ને આખા હોલ ના 2nd , 3rd અને 4th year ના સ્ટુડન્ટસ તાળીયો પાડવા લાગે છે.. આખો હોલ રાહુલ રાહુલ ના નામથી ગુંજી ઉઠે છે.. વધારે અવાજ તો છોકરીઓ તરફથી સંભળાઈ રહ્યો છે... અને સ્ટેજ પર ધીમે ધીમે એક ઊંચો છોકરો આગળ વધી રહ્યો છે.. એક હાથ વડે બધાનું અભિવાદન સ્વીકારે છે અને બધાંને શાંત થવાનો ઈશારો કરી રહ્યો છે.. એના એક જ ઈશારા સાથે આખા હોલ માં શાંતિ છવાઈ જાય છે..

પ્રિન્સીપાલ જોડે થી માઇક લઈને એ પોતાની વાત શરૂ કરે એ પહેલાં ઉપર જઈ રહે છે ૭ /૮ સેકન્ડ સુધી એને એના પર સ્પોર્ લાઈટ ચાલુ થઈ જાય છે.. સ્ટેજ પર એના સિવાય કોઈ દેખાતું નથી.. અને એને જોઈ પ્રિયા નું દિલ એના પર આવી જાય છે. એ સેહેર ને પોતાના હાથ વડે અડે છે અને કાન માં કહે છે યાર કેટલો hot છે.. અને ટોપર પણ ...... આ મળી જાય તો મને કાઈ નથી જોઈતું.. મને પ્રેમ થઈ ગયો ..... સેહેર ની આંખો હજુ પણ ખુલ્લી છે.. એ કઈ બોલી રહી નથી... પ્રિયા એને હલાવી ને સેહેર ને હોશમાં લાવે છે.. સેહેર ને પૂછે છે શું થયું..


સેહેર બોલે છે " કાઈ નહિ મને શું થાય..!! "

ત્યાં સ્ટેજ પર થી પેલો છોકરો પોતાની વાત કરવાની શરૂ કરે છે.

" Hello guys... (આખો હોલ એક સાથે બોલે છે hellloooo rahul.... ) so આજે new student આવ્યા છે આપણી કોલેજ માં તો એમને બસ એટલું કહીશ કે M. B. B. S. M. B. B. S. નો હાવ રાખી ને ના બેસી રહેતાં M.. B. B. S M. B. B. S કરશો તો જિંદગી માં એન્જોયમેન્ટ રહેશે જ નહીં.. દરેક VAIVA માં રોવું પડશે.. દરેક EXAM માં ઉજાગરા.. અને દરેક સર્જરી ના કલાસ માં ચક્કર આવવાની ફૂલ સંભાવના.. શુ આ જ છે સાચી સ્ટડી?

( હોલ માં થી બધાં જોર થી બોલે છે " ના બિલકુલ નહિ " )

GOOD.. સમજી ગયા હા.. ટેન્શન લઈને સ્ટડી કરશો તો ક્યાંક 1ST કલાસ લાવી દેશો પણ તમારી જિંદગી નું શુ!? એ જમાનો ગયો કે આપડા સર અને મેડમ લોકો M. B. B. S. બન્યા અને એમને મજૂરી કરીને DR. બન્યા એમને એમને એમની લાઈફ માં કાઈ મજા કરી જ નથી.. શુ તમે પણ એવું કરવા માંગો છો?
(બધા જોરથી ના પાડે છે. ) તો બસ યાર જલસા કરો સ્ટડી થતી રહેશે અને એને આખો દિવસ મગજ પર લઈને ફરશો તો પછી થઈ રહ્યું તમારું m. b. b. s. ... અને અમુક લોકો છે જે MBBs માં એડમિશન સુ લઈ લીધું પોતાને દુનિયા ના બેસ્ટ ડૉક્ટર સમજવા લાગ્યા છે.. આજ સવારે જ મને એક છોકરી મળી હતી.. આખા રસ્તામાં મને MBBs વિશે જ્ઞાન આપ્યું મને. ખબર નહિ mbbs માં એડમિશન મળ્યું હતું કે NASA માં.. ( આખો હોલ જોર જોરથી હસવા લાગ્યો.. સેહેર હવે sure થઈ ગઈ છે કે એ કાર વાળો છોકરો રાહુલ જ છે.. અને એણે રાહુલ પર ગુસ્સો કર્યો છે.. ) મને વધારે બોલવાની આદત નથી પણ કોલેજ માં જરૂરી મળતા કહીશું કોઈ પણ જરૂર પડે કોઈને પણ તો... જરૂર પડે તો .....................................મને નઈ કેવાનું... હું મારી પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં જ busy છું તમારી શુ હેલ્પ કરીશ...!! તો મારા જોડ પ્રોબ્લેમ લઈને આવવું જ નઇ .. ( આખો હોલ એકદમ ચૂપ થઈ જાય છે..) અરે મજાક કરું છું યાર ફરીથી ભૂલી ગયા ને તમે લોકો કે અહીંયા બધા ને મસ્તી મજાકમાં જ સ્ટડી કરવાનું છે.. સિરિયસ થઈને સ્ટડી ના થાય, એ મજૂરી જ થાય.. શીખવાડવા માટે બુક પૂરતી નથી.. આજુ બાજુમાં પણ બહુ બધું શીખવાનું છે.. તો ચાલો શરૂ કરીએ એક નવી જિંદગી જ્યાં કોઈ લોડ નઈ હોય બસ હશે તો મોટા સપના... "

બસ આટલું કહીને રાહુલ એની સ્પીચ પતાવે છે અને ત્યાંથી જતો રહે છે..

------------------------------------

Episod :-9(so... so sorry)

સ્ટેજ પ્રોગ્રામ પછી બધા સ્ટુડન્ટસ હોલ ની બહાર નીકળે છે.. બધાના મોઢા પર અનોખું સ્મિત જોવા મળી રહ્યું છે અને બધા એકબીજાને પોતાના ફ્રેન્ડ બનાવવાની શરૂઆત કરી રહ્યા છે.. પણ સેહેર ના મોઢા પર અલગ જ ભાવ જોવા મળી રહ્યો છે.. એ ખુશ પણ છે અને દુઃખી પણ..

" સેહેર.... ક્યાં ખોવાઈ ગઈ છે લી.. શુ થયું તને? "
પ્રિયા એ સીધું પૂછી લીધું..


" અરે યાર પેલો રાહુલ હતો ને... ."
સેહેર પ્રિયા સામે જોઇને ઊંડો શ્વાસ લઈ બોલી


" હા... રાહુલ હતો.. પણ શું થયું!! "
પ્રિયા એ માથું હલાવી ને પૂછ્યું..

" અરે રેવા દે કાઈ નઈ થયું.. બસ એમ જ.."
સેહેર વાત પોતાની વાત અધૂરી મુક્તા બોલી..

"પક્કા ને!? "
પ્રિયા એ પૂછ્યું..

"અરે હા રે.. પક્કા યાર.. "
સેહેર એ હામી ભરતા કહ્યું..

" ઓય સુન.. મારે હવે ઘરે જવા નીકળવું પડશે.. મારે મારા ફ્રેન્ડ ની પાર્ટી માં જવાનું છે ચલ તારે આવવું હોય તો.. "
પ્રિયા એ કહ્યું..
" ના બસ તુ જા હું કોલેજ ફરી લઉ અને પછી ઘરે જતી રહીશ.. "
સેહેર એ કહ્યું...

" ok તો કાલે મળીયે ok..?? "
પ્રિયા એ પૂછ્યું..

" હા પક્કા... "
સેહેર પ્રિયા ને ગળે લગાવી ને બોલી..

પ્રિયા ત્યાંથી ઘરે જવા માટે નીકળે છે અને સેહેર કોલેજ ના પ્રવાસ માટે નીકળે છે.. એ ધીમે ધીમે કોલેજ કેપમ્સ માં પ્રવેશે છે એને કોલેજ ના બિલ્ડિંગ માં પહેલું કદમ મૂક્યા ની સાથે એના શરીર માં અલગ જ ચેતના પ્રસરવા લાગે છે એ બધા રૂમમાં સ્ટાફરૂમ અને ગલરી બધું ફરીવાર છે... એના મગજ માં હાલ ૨ વસ્તુ જ છે.. એક તો ડૉ. રાહુલ પર એણે કરેલો ખોટો ગુસ્સો અને બીજું કોલેજ માં આવવાની ખુશી.. પણ રાહુલ ને એને કદાચ થોડો વધારે યાદ કરી લીધો અને રાહુલ પ્રિન્સિપાલ ની ઑફિસ માંથી બસ બહાર આવતો હતો અને સામે સેહેર ની આંખો ખુલી ને ખુલ્લી છે.. રાહુલ પણ એને જોઇ રહ્યો છે.. મોઢા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો છે સેહેર નીચે જોઈ રહે છે.. રાહુલ ધીમે ધીમે એના નજીક જાય છે.. સેહેર બસ એક પૂતળા ના જેમ ઉભી રહી છે..
Name su che taru..!!...... Rahul ae fari thi puchyu.....
Seher :- Seher....

રાહુલ:- કદાચ તને ખબર નથી કે કોલેજ ના સિનિયર ને good morning sir કહીને બોલાવાનો આ કોલેજ નો રિવાજ છે..

" sorry.. "
સેહેર અચકાઇ ને બોલી...

"Sorry નહિ good morning sir બોલ.. "
રાહુલ ગુસ્સેથી બોલ્યો..



" so... so sorry .. "
સેહેર ગભરાઈ ને બોલી.


"Sir કોણ બોલશે...?? "
રાહુલ ગુસ્સો કરતા બોલ્યો..

" sorry.. good morning sir.. "
સેહેર ડરેલા અવાજે બોલી..

" Sorry good morning sir. નહિ , એકલું Good morning sir બોલવા કહ્યું.. "
રાહુલ ફરીથી બોલ્યો..

" good morning "
આટલું બોલતાની સાથે એની આંખમાંથી પાણી નીકળવા લાગ્યું..

"ઓહ .... સવારે તો કાર માં MBBs MBBs કરતી હતી... હવે શું થયું મિસ એમ. બી. બી. એસ...!! રેગિંગ થાય કોલેજ માં ખબર નથી?? MBBs કોલેજ માં તો થાય જ છે અને આ બસ શરૂઆત છે.. "
રાહુલ એ કહ્યું..


" sorry sir.. "
સેહેર તૂટેલા અવાજે બોલી..



" તો શું થયું તુ તે મને.... કે mbbs માં એડમિશન લેવું કોઈ મજાક ની વાત નથી.. અને બહુ બધું.. તો હવે છે ને એ ભોગવવું પડશે... "
રાહુલ બોલ્યો..

" sorry sir હવે નહિ થાય.. "
સેહેર માફી માંગતા બોલી..

" સમજે છે તુ તારી જાત ને ગામડા થી આવી છે.. થોડા સારા માર્ક્સ સુ આવી ગયા સ્કૂલ માં એને હવા માં ઉડવા લાગી.. mbbs અમે પણ કરીએ છીએ.. કોલેજ નો ટોપર છું.. મારામાં તો નથી આટલી અકડ અને હા... જે પણ હોય તુ એનેજ્યાંથી પણ હોય તુ.. તારું ગામ નથી આ કે તું કહીશ એમ થશે.. આ કોલેજ નો ટોપર છું હું અને અહીંયા મારુ કહેલું જ થાય છે.. થતું આવ્યું છે અને થતું રહેશે.. so મારી નજર થી દુર રહેજે નહિતર આ કોલેજ માં સ્ટડી કરવું પણ ભારે પડી જશે.. "
રાહુલ સેહેર ને ધમકાવતા બોલ્યો.

" ok sir... "
સેહેર રડતાં રડતાં ફાટેલા અવાજે બોલી..

" અરે બાપરે.. વધારે થઈ ગયું યાર... sorry sorry... મસ્તી કરતો તો યાર.. sorry.. કોઈ રેગિંગ નહીં કરે યાર તારા જોડે. કરે તો ખરા.. સાલા ને આખી કોલેજ માં દોડાઉ.. miss mbbs જોડે રેગિંગ કરે કોણ હ!! "
રાહુલ હસતા હસતા બોલ્યો..પણ સેહેર હજુ સુધી રડી રહી છે..

" અરે બાપા ચૂપ થઈ જા, મસ્તી કરતો હતો.. તે કાર માં ગુસ્સો કર્યો ત્યારે હું રડ્યો તો? તો પછી તારે પણ નહીં રડવાનું હો..."
રાહુલ સેહેર ને મનાવવા લાગ્યો એટલામાં ઓફિસમાંથી પ્રિન્સીપાલ બહાર આવે છે
. અને રડતી સેહેર ને જોવે છે..

" શુ થયું બેટા! કેમ રડે છે?? "
પ્રિન્સીપાલ એ સેહેર ને રડતી જોઈ પૂછ્યું પણ સેહેર કાઈ બોલી નહિ.. અને રડે જ ગઈ..

" સર ચિંતા ના કરો.. પહેલો દિવસ છે કોલેજ નો તો એકલી પડી ગઈ છે બિચારી.. હું છું ને.. સંભાળી લઈશ સર.. "
રાહુલ પ્રિન્સીપાલ ને કહેવા લાગ્યો...

" હા એતો તું છે જ.... જે સ્ટુડન્ટ નું કોઈ નથી એમના માટે હું છું.. , બેટા તને કોઈ પ્રૉબ્લેમ હોય તો રાહુલ ને કહી દે જે. એ તને હેલ્પ કરશે.. "
પ્રિન્સીપાલે સેહેર ને કહ્યું..

" અરે સર મારા કારણે જ રડી છે યાર તમે જાઓ અને આ છોકરી પ્લીઝ રડવાનું બંધ કર યાર.. "
રાહુલ મનમાં ને મનમાં બોલવા લાગ્યો..

" ok રાહુલ ધ્યાન રાખ જે આનું.. હું જાઉં છું.. "
પ્રિન્સીપાલ એ રાહુલ ના ખભા પર હાથ મૂકી કહ્યું અને ત્યાંથી ચાલવા લાગ્યા..

" ઓકે .. સર.. તમે કહ્યું એટલે રાખવું જ પડશે મારે.. આનું ધ્યાન.. "
રાહુલ સેહેર સામે જોઈ હળવા સ્મિત સાથે બોલ્યો.એટલા માં પ્રિન્સિપાલ ત્યાંથી ચાલ્યા ગયા..

" ચાલ હવે રડીશ નહિ યાર આમ.. મને પાપ લાગશે... હજુ મારે જીવવાનું બાકી છે મરવાનો શોખ નથી.. ચલ માની જા.... "
રાહુલ ફરીથી સેહેર ને મનાવતા બોલ્યો..

"Sorry sir.. અને sorry નહિ પણ.... "
સેહેર ગભરાયેલા અવાજે બોલી..

" અરે રાખ તારું sorry તારી પાસે મને ખોટું નહોતું લાગ્યું સવારની વાત પર બસ હું તો મસ્તી કરતો હતો યાર.. અને મને સર કહેવાની જરૂર નથી.. રાહુલ કહી શકે.. "
રાહુલ આટલું બોલ્યો ત્યાં સેહેર ના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને એ

" ok.. રાહુલ.. "

આટલું બોલી ઉઠી.. ત્યાં રાહુલ એ કહ્યું

" હા.. આમ હસતી રે.. સારી લાગે છે.. "



" શુ....?? શુ બોલ્યા તમે? 🤨"

સેહેર પૂછવા લાગી..

" કાઈ નહિ.. પણ તું અહીંયા કોલેજ કૅમ્પસ માં કરે છે શું??"
રાહુલે આશ્ચર્ય સાથે પૂછ્યું..

" અરે હું કોલેજ જોવા આવી હતી.. મારે કોલેજ જોવી છે.. સેકશન A જોયો, સેકશન B બાકી છે.. "
સેહેર એ કહ્યું...

" ચાલ હું તને બતાઉ ... "
રાહુલ એ કહ્યું..


" સાચ્ચે......!!!!! તમે બતાવશો????"
સેહેરે ખુશ થઈને પૂછ્યું..

" હા , કેમ? મને થોડી ઘણી ખબર છે કોલેજ ની હો.. એ વાત અલગ છે કે મારા પપ્પા ટ્રસ્ટી છે કોલેજ ના તો હું રોજ આવતો નથી પણ ખબર પડે છે બધું.. "
રાહુલ ફોકાઈ મારતો મારતો બોલ્યો..

" ટ્રસ્ટી તમારા પપ્પા??? સાચે તો તો કોઈ બોલે પણ નહીં.. વાહ.. "
સેહેર રાહુલ ને છેડતાં બોલી

" મસ્તી કરું છું.. મારા પપ્પા બિઝનેસમેન છે કોઈ ટ્રસ્ટી નથી મારા આખા ખાનદાન માં.. "
રાહુલ હસતા હસતા બોલ્યો..


" બધી વાતમાં મસ્તી!! "
સેહેર અકળાઈ ને બોલી..


" મેં સ્ટેજ પર કહ્યું એ કદાચ તે સાંભળ્યું નથી.. mbbs ની સ્ટડી મસ્તીમાં નીકળો નહિ તો સાચે જિંદગી ના બાપા લાગી જશે ખબર પણ નહીં પડે હો..."
રાહુલ થોડા ગંભીર અવાજે બોલ્યો..

" હા હા હવે કરવું જ પડશે ને.. કેમ કે શિખામણ કોણ આપી રહ્યું છે એ જોવું પડે ને મારે.. "
સેહેર થોડા વધારે સ્મિત સાથે બોલી..

" ઓહો કોણ આપી રહ્યું છે? "
રાહુલે મજાક માં પૂછ્યું..

" કોલેજ ના ટોપર ડૉ. રાહુલ "
સેહેર બોલી..



" બસ બસ હો બહુ મસ્તી નહિ.. ચાલ હવે.. મારા જોડે છાની માની નહીતો ફરીથી રેગીંગ ચાલુ કરી દઈશ.."
રાહુલ હસતા હસતા બોલ્યો..