HIGH-WAY - 11 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 11

Part 11




બીજા દિવસે સવારે....

સેહેર ના મોબાઇલ માં રાહુલ નો call આવે છે.. સેહેર કોલ ઉપાડે છે..

રાહુલ :- hello.. good morning..

સેહેર :- very Good morning dear....

રાહુલ :- શુ....!! Sorry.. સુ બોલી તું!! સરખું સંભળાયું નઇ... ( રાહુલ ને ફરીથી સેહેર ના મોઢે dear સાંભળવું છે)

સેહેર :- Good morning doctor ( મનમાં ને મનમાં શરમાય છે)

રાહુલ :- ઉઠ્યા કે નઇ!!

સેહેર :- હા.. ઉઠી ગઈ ને... ક્યાર ની ય.. તૈયાર પણ થઈ જવા આવી.. તું ક્યારે આવે છે!?

રાહુલ :- બસ પહોંચવા થયો છું.. તું નીચે આવી જા જલ્દી થી..

સેહેર :- ok ok.. આવું છું ચલ..

રાહુલ:- હા આવી જાઓ જલ્દી..

સેહેર :- ફોન મુકીશ તો આવીશ ને!! ફોન મુક ચલ જલ્દી..

રાહુલ :- શુ કરું યાર ઈચ્છા જ નઇ થતી મુકવાની..

સેહેર :- ઓહ.. એવું છે હ...

રાહુલ :- હા જ તો.. ઈચ્છા નઇ થતી મને તને by કહેવાની..

સેહેર :- ઓહ... તો હવે શું કરીશું!! ઈચ્છા તો થતી જ નથી તમને..

રાહુલ :- કાઈ નઈ નીચે આવી જાઓ મળીયે..

સેહેર :- હા બાબા આવી આવી.. તું નીચે ઉભો રે હું just ૨ મિનિટ માં આવું છું..

રાહુલ:- ok મેડમ..

સેહેર :- by...

રાહુલ:- by..

સેહેર કોલ કટ કરે છે જ્યારે રાહુલ ડ્રાઇવ કરી ને કાર એના ઘર નીચે લાવી ને ઉભી કરે છે.. અને હોર્ન વગાડે છે.. સેહેર ને હોર્ન સંભળાય છે.. હોર્ન નો અવાજ સાંભળી ને સેહેર ખુશ થઈ જાય છે.. ખબર નહીં કેમ પણ હમણાંથી સેહેર ને રાહુલ ને મળવાની ખુશી હોય છેએના મોઢા પર અલગ જ સ્મિત આવી ગયું છે.. નીચે જતા પેલા તિજોરી ના મોટા કાચ સામે ઉભી રહી વાળ સરખા કરવા લાગે છે... કાચ સામે એની મુસ્કાન જોવે છે અને એટલામાં બીજો હોર્ન વાગી જાય છે.. એ ફટાફટ રૂમ લોક કરી ને બહાર નીકળે છે અને નીચે પહોંચે છે (( કાર માં બેસે છે))

" Hello doctor "
સેહેર બોલે છે

રાહુલ :- Good morning dear

સેહેર :- અરે વાહ.. આજે તો બહુ વહેલા ઉઠી ગયા તમે નઇ...

રાહુલ :- તમને મળવાનું છે એ વાત જાણી ને ઊંઘ કોને આવી છે..

સેહેર :- અરે રે... આજ થોડું વધારે જ flirt કરી રહ્યો છે હો તું.. 😄 બહુ ખુશ લાગે છે..

રાહુલ :- ખુશ તો સુમિત હશે..

સેહેર :- કેમ સુમિત!!?

રાહુલ :- કાલે સુમિત IPL ના સટ્ટા મા ૫૦હજાર જીત્યો છે..

સેહેર :- છી... સટ્ટો ના રમાય..

રાહુલ :- અરે અહીંયા સિટી માં બધું નોર્મલ જ હોય..

સેહેર :- એ ગમે તે હોય પણ આવું ના કરાય.. ખરાબ આદત છે

રાહુલ :- યાર હું રમતો હોઉં એવું કરે તું તો..જેને જે કરવું હોય એ કરવા દે આપડે સુ!! આપડે તો પાર્ટી રાખી છે એને આજે..

સેહેર:- ૫૦ હજાર જીત્યો એની પાર્ટી!?

રાહુલ :- ના બાપા ના... એનો ભાઈ આવ્યો છે ને એટલે..

સેહેર :- ક્યાં છે પાર્ટી!?

રાહુલ :- એના ફાર્મ પર છે એવું કંઈક કેતો તો એ..

સેહેર :- અરે વાહ.. આપડે જવાનું છે?

રાહુલ :- હા જ તો.. આપણને બંને ને ઇનવાઇટ કર્યા છે તો જઈશું જ ને..

સેહેર :- 1st time કોઈ પાર્ટી માં જઈશ હું...

રાહુલ :- હા .. આજ રાતે....

સેહેર :- I am excited yar..

રાહુલ :- શાંતિ રાખ બેટા આજે રાતે છે... હાલ તો કૉલેજ ચલ...

સેહેર :- પ્રિયાંશી ના કોઈ સમાચાર!

રાહુલ :- કેમ પ્રિયાંશી ના સમાચાર મતલબ!!

સેહેર :- અરે કાઈ નઇ યાર મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે.. કંઈક ખરાબ થયું છે કે થવાનું છે એવું કંઈક..

રાહુલ :- અરે બસ હો તું ખોટું ટેનશન ના અપાય.. જે થશે એ જોયું જશે ચાલ..Car કૉલેજ ના પાર્કિંગ માં પ્રવેશે છે... સેહેર અને રાહુલ બંને કૉલેજ જાય છે ..
સેહેર :- ચાલ સાંજે મળીયે..

રાહુલ :- સાંજે છેક...

સેહેર :- અલા તું તો એવું કરે છે જાણે મારા વગર તને શ્વાસ જ ના લેવાતો હોય.

રાહુલ :- એવું જ કંઇક છે...

સેહેર :- અચ્છા જી.. flirt હા...

રાહુલ flirt નઇ હો સાવ... આટલી મહેનત કરું છું તને ઈમ્પ્રેસ કરવા માટે અને તું આખો દિવસ flirt નું નામ આપી ને મારી મહેનત ઉપર પાણી ફેરવી દે છે... આવું ના ચાલે હો..

સેહેર :- ઈમ્પ્રેસ એમ!! ( મુસ્કુરાઈ ને )

રાહુલ :- હા જ તો ..

સેહેર :- મસ્તી ના કર હવે ડાયા.. આખા કૉલેજ ની કેટલીય છોકરીઓ તારા પાછળ પાગલ છે..

રાહુલ :- ઓહ.. તો તું પણ એમ....!!

સેહેર :- મેને ઐસા તો નહીં કહા થા...

રાહુલ :- મતલબ તો એવો જ થયો ને...

સેહેર :- ઓહ એવું!! But sorry.. I'm not interested in you.. ( હસવા લાગે છે )

રાહુલ :- આયય હાયયય... એક હી તો દિલ થા મેરા... વો ભી તોડ દિયા તુમને...

સેહેર :- હાય હાય... હવે શું કરશું!! ડૉક્ટર નું જ દિલ તૂટી ગયું...

રાહુલ :- રાજકોટ માં બસ અને છોકરીઓ માં એક વસ્તુ કોમન છે..

સેહેર :- શુ!?

રાહુલ :- એક જાય એટલે બીજી પાછળ આવતી જ હોય.. થોડો wait કરવો પડે..

સેહેર :- હટ્ટટ ગાંડા પ્રેમ એક થી જ થાય.. હજારો થી નહિ.. ( મ્હોબબ એક સે હોતી હૈ , હઝારો સે નહીં)

રાહુલ :- તને થયો છે ક્યારેય? ( સેહેર પલક ઝપકાયા વીના રાહુલ સામે જોઈ રહે છે) ....

" અરે તને પૂછું છું.. બોલ તો ખરી... તને થયો છે ક્યારેય love? "
રાહુલ થોડી વાર પછી ફરી થી બોલ્યો..

સેહેર :- અરે મારે મોડું થાય છે હું જાઉં છું... સાંજે મળીયે.. late થયું છે sorry.. મોડા વાત હા..ટાટા

રાહુલ :- સારું.. જાઓ... ટાટા..

સેહેર દોડતી દિડતી રૂમ તરફ જાય છે આ બાજુ રાજ સેહેર નો ઈશારો સમજી ગયો છે અને એના મોઢા પર મુસ્કાન1આવી જાય છે.. પણ ત્યાં જ એને કોલ આવે છે ( Dr. mathur નો )

Dr. Mathur :- Hello બેટા..

રાહુલ :- Hello Dr.mathur

Dr.mathur :- આ શું છે યાર બેટા હું તારો બાપ છું... તું dad કે Pappa કહી શકે મને...


રાહુલ :- હા હા dad બસ... બોલો બોલો શું થયું?

Dr.mathur :- આજ બહુ ખુશ લાગો છો તમેં... કોની શામત આવવાની છે !! (હસવા લાગ્યા)

રાહુલ :- અરે એવું કાઈ નથી.. તમે બોલો...

Dr.mathur :- બેટા આજે સાંજે...

રાહુલ :- આજે સાંજે શુ!?

Dr.mathur :- સાંજે આપડે out of town જવાનું છે.. એક સેમિનાર છે... અને મને તને ત્યાં મારી સાથે લઈ જવાની ઇચ્છા છે..

રાહુલ:- અરે પણ સાંજે તો ...

Dr.mathur:- Plz યાર બેટા આ વખતે ના નઇ પડતો.. મને ત્યાં બેસ્ટ ડૉક્ટર નો એવૉર્ડ મળવાનો છે .. આવા time family સાથે હોય તો સારું લાગે..

રાહુલ :- next time આવીશ બસ પક્કા

next time આવવું ના આવવું તારી મરજી પણ આટલી વખત સાચવી લે ને બેટા... મેં બુકિંગ પણ કરાવી દીધું છે...

રાહુલ :- OkOk.. dad.. હું આવી જઈશ બસ...

Dr.mathur :- Ok તો સાંજે ફ્લાઈટ છે ૫ વાગે...

રાહુલ..:- Ok.. આવી જઈશ boss




Call કટ થયાની સાથે જ રાહુલ ની બધી મુસ્કાન મયૂસી માં ફેરવાઈ ગઈ.. હવે એને સાંજે એના પપ્પા સાથે બહાર જવું પડશે અને એ સેહેર સાથે પાર્ટી એન્જોય નઇ કરી શકે..

અને આ બાજુ સેહેર ખુશ છે કે આજે રાતે એ રાહુલ સાથે પાર્ટી માં જશે.. ત્યાં બહુ બધી યાદો બનાવશે..

કૉલેજ પુરી થયા ને તરત જ સેહેર રાહુલ ને કોલ કરે છે..

રાહુલ :- hello..

સેહેર :- hyyyyyy rahul... ક્યારે મને picup કરીશ તું પાર્ટી માટે સાંજે....

રાહુલ :- અરે

સેહેર :- તું time બોલ.. હું તૌયર થઈ ને જ બેસીશ..

રાહુલ :- અરે યાર..

સેહેર :- શુ થયું!!રાહુલ :- સાંજે યાર હું નઇ આવી શકું..

સેહેર :- કેમ!?

રાહુલ :- dad જોડે જવાનું છે out of state...

સેહેર :- કેમ!! કોઈ પ્રોબ્લેમ તો નથી ને..!!

સેહેર :- ના ના એવું કંઈ નથી ચીલ...

સેહેર :- તો!!

રાહુલ :- actually dad ને એવોર્ડ મળવાનો છે તો એ મને સાથે લઈ જવા માટે ફોર્સ કરે છે...

સેહેર :- okok.. તો તો તારે જવું જોઈએ..

રાહુલ :- પણ પાર્ટી!

સેહેર :- હું નઇ જાઉં હવે.. next time સાથે જઈશું આપડે...

રાહુલ :- અરે ના ના... તું તો જઈ આવ.. મારા કારણે તું cancle ના કર...

સેહેર :- અરે next time સાથે જઈશું ને..

રાહુલ :- સારું તો હું પપ્પા ને કોલ કરી ને ના પાડી દઉં બહાર જવાની.. પાર્ટી માં જઈએ સાથે..

સેહેર :- ના ના તુ જા.. તારે જવું જોઈએ..

રાહુલ :- તો તું પાર્ટી માં જઈશ ok!!

સેહેર :- તું આટલો જિદ્દી કેમ છે!!

રાહુલ :- થવું પડે છે અમુક વખત..

સેહેર હા હો ડાયા..

રાહુલ :- હું સુમિત ને કઉ તને pickup કરવા માટે મોકલ શે કોઈક એ..

સેહેર :- હું એકલી નઈ પડું ત્યાં!!

રાહુલ :- ત્યાં સુમિત અને એના friends હશે.. પ્રિયાંશી પણ હશે.. અને તું નવા friends પણ બનાવી શકીશ.. આવો મોકો ના છોડીશ..

સેહેર :- Ok ડૉક્ટર ચાલો.. મળીયે..

રાહુલ :- byy take care

સેહેર :- Ok ટાટા.. ધ્યાન રાખ જે તારું.. Plz

રાહુલ :- ઓહો ચિંતા હો રહી હૈ મેરી..

સેહેર :- એવું કંઈ નથી હો વાયદા.. જા અહીંયાંથી.. બ

રાહુલ :- તો કે ને કેવું છે?

સેહેર :- કાઈ છે જ નઇ.. તું જા.. હું કોલ કટ કરું છું..

રાહુલ :- પક્કા જાઉં ને!!

સેહેર :- જલ્દી જઈશ તો જલ્દી આવીશ ને!! તું જા પછી તું આવે એટલે આપડે મળીશું બસ..

રાહુલ :- ok ચાલો.. ટાટા..



રાહુલ કોલ કટ કરે છે બંને ના મોઢા પર મુસ્કાન નથી પણ ખુશી એ વાત ની છે કે એક બીજાની ખુશી માટે પોતાની ખુશી side માં મૂકી શકે છે..



- શુ થશે પાર્ટી માં..!! સેહેર સારી યાદો સાથે ઘરે પાછી જશે કે ..................!!!!