HIGH-WAY - part 4 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 4

રાહુલ - સેહેર1... અહીંયા તને કેમ લાવ્યો છું હું ખબર છે તને?

સેહેર - ના ( અચકાઈ ને )

રાહુલ - કારણ કે અહીંયા કોઈ નથી અને..... ( ધીમે ધીમે સેહેર ની નજીક આવે છે)

કોઈ અનહોની થવાની આશંકા સાથે સેહેર ના હૃદય ની ધડકન વધવા લાગી છે..


રાહુલ - શુ થયું ડરે છે કેમ? અહીંયા આપડે બંને એકલા છીયે અને.... હવે હું તને...

સેહેર - દૂર રહો મારાથી... મારાથી દૂર રહો..... (રડતાં રડતાં.. )

રાહુલ - એ એ એ............. પાગલ.. મસ્તી કરું છું મારી વાત તો સાંભાળ પેલા....

સેહેર - મારે કાઈ નથી સાંભળવું હું જાઉં છું.. ( સેહેર ઉંધી ફરી ને જવાનો પ્રયત્ન કરે છે)


રાહુલ - અરે પણ બાબા ઉભી તો રે.. મારી વાત તો પતવા દે... ( હાથ પકડી ને)

સેહેર - એક જુનિયર છોકરી ને એનો સિનિયર કોલેજ ના ઉપર ના ફ્લોર પર એકલો મળવા લઈને આવે તો શું સમજુ હું??

રાહુલ - અરે તું મને ખોટું સમજે છે મારી વાત સંભાળ તો ખરા... હું તને મળવા મને અહીંયા લઈને નથી આવ્યો હું તને આ રૂમ બતાવા લાવ્યો છું અને અને મારા થોડા ફ્રેંડસ ને મળવા માટે લઈને આવ્યો છું... તે કહ્યું તું ને કે તારું કોઈ ફ્રેન્ડ નથી તો....

સેહેર :- બહાના ના બનાવ પ્લીઝ...

રાહુલ - વિશ્વાસ તો તુ કરીશ નહીં... wait... હા.... Friends અંદર આવો.. ( બૂમ પાડી ને )

ધીમે ધીમે રૂમમાં ૪ લોકો પ્રવેશે છે...

સેહેર - ઓહ.... ( મોઢા પર થોડી શાંતિ દેખાઈ રહી છે)

રાજ - આલો મેડમ.. તમારા new friends... આ રાજ છે.. , આ ચિરાગ , આ સુમિત.. , આ પ્રિયાંશી... આ બધા તારા સિનિયર છે પણ આજ થી તારા friends...

સેહેર - Hellooo sir

સુમિત - અરે .. બસ અમારા સામે આ સર એન્ડ મેડમ ના સીન ના કર અમે friends છીએ તો friends જ રહેવા દે..

સેહેર - OK OK.. SORRY હવે નહિ કૌ...

પ્રિયાંશી - તું રહે છે ક્યાં સેહેર ?

સેહેર - બસ સિટી ની બહાર હાઈવે થી થોડે દુર રૂમ પર રહું છું..


પ્રિયાંશી - તો સુમિત પણ એ બાજુ રહે છે.. સાચું ને સુમિત....?

સુમિત - હા એ બાજુ જ..

રાહુલ - તારો રાજકુમાર હવે કેવો છે?
.સેહેર - અરે એતો હવે ઠીક થઈ ગયું પેટ્રોલ નતુ ને એટલે એ તો... એ દિવસ ઉભું રહી ગયેલું..

પ્રિયાંશી - રાજકુમાર કોણ વળી!!

સેહેર બોલતા અચકાય છે કારણ કે એના બધા friends અમિર હતા અને car લઈને આવતા હતા.. એમના સામે એકટીવા બોલતા સેહેર અચકાઈ...

રાહુલ - સેહેર નુ એકટીવા છે ; એનું નામ રાજકુમાર છે.. સાચ્ચે બહુ જ મજા આવે હો એકટીવા પર..

પ્રિયાંશી - અરે પણ સેહેર તુ હવે સ્મિત સાથે કોલેજ આવે તો તારે સેફ પણ રહેશે અને જલ્દી પણ આવી જઈશ..

સેહેર - નહિ નહિ it's OK..

સુમિત - અરે મને કોઈ પ્રૉબ્લેમ નથી..

રાહુલ - અરે સેહેર આઈડિયા સારો છે.. સુમિત જોડ તું કાર માં કોલેજ આવી શકે છે તને હેલ્પ રહેશે જલ્દી કોલેજ આવવા માં..

સુમિત - હા , આમ પણ હું કાર માં એકલો કંટાળુ છું.. મારી બકબક સાંભળવા પણ કોઈ જોઈએ ને..

સેહેર - પણ આમ હું આવીશ તો તમને પ્રૉબ્લેમ થશે...

સુમિત - મને તો કોઈ પ્રૉબ્લેમ નથી..

રાહુલ - હોય પણ શેનો હે!! ( હસતા હસતા )

સુમિત - હા BOSS કાલ થી સેહેર ને હું લઈને આવીશ બસ

સેહેર - OK.. THANKS...

સુમિત - હા હો સિનિયર ને THANKS કહેવાનું એમ ને?

સેહેર - હા જ તો... (હસવા લાગે છે )

પ્રિયાંશી - ચલ સેહેર તને તારો કલાસ બતાઉ.. આજ થી તારા કલાસ ચાલુ થશે..

રાહુલ - ચલો ડૉ. સેહેર.. જાઓ

Seher THQNKS તમને બધાં ને.. BTW.. રાહુલ આ રૂમની એવી શુ ખાસિયત છે તમે કહેતા હતા કે આ રૂમ બતાવા મને બોલાવી છે..

રાહુલ - ACTUALLY આ રૂમમાં MBBS કરતા સ્ટુડન્ટસ સ્ટડી કરતા & 5 સ્ટુડન્ટસ એ એક YEAR માં SUICIDE કારણ કે એ સ્ટડી નો લોડ નતા લઈ શકતાં....

સેહેર - ઓહ બાપરે.... (મોઢા પર ચિંતા છવાઈ જાય છે)

રાજ - તુ બી શુ રાહુલ.. છોકરી ને ડરાવી દઈશ કે સુ??
(બધાં એકસાથે હસવા લાગે છે)

સેહેર - કેમ હસો છો બધાં??

રાજ - અહીંયા કોઈએ suicide નથી કર્યું so ચિંતા ના કર...

સુમિત - દેખ સેહેર.. તે ડૉ. માથુર ડૉ.. નંદિતા , ડૉ. અગ્રવાલ વિશે સાંભળ્યું જ હશે..

સેહેર - એમને કોણ ના ઓળખે આખા ગુજરાત ના જાણીતા ophthalmologist , dermatologist અને surgeon છે...

સુમિત - હા એ જ..

સેહેર - તો એમને આ રૂમ સાથે શુ લેવાદેવા?

રાહુલ - મેડમ એ બધાં આ જ કોલેજ થી mbbs કરી ને ગયા છે.. અને NEET PG ની તૈયારી એ લોકોએ આ રૂમ ની બેન્ચ પર જ બેસીને કરી છે.. આ રૂમ ની બેન્ચ પર સ્ટડી કરીને જ એ લોકો આવડા મોટા ડૉક્ટર થયા છે... કોઈ દિવસ સ્ટડી માં લોડ લાગે ત્યારે આ રૂમમાં આવજે તને કંઈક અલગ જ અહેસાસ થશે..

સેહેર - સાચ્ચે એ લોકો અહીંયા થી , આ રૂમમાં સ્ટડી કરીને ગયા છે??


રાહુલ - wait એક વસ્તુ બતાઉ..

( રાહુલ રૂમના સાઈડ ના એક લાકડા ના કબાટ ને ખોલે છે... એમાં થી એક લાકડાનું જૂનું box નીકાળે છે એમાં જૂની ચોપડીઓ અને થોડા ડૉક્ટર ના ઓજાર પડ્યા છે અને નીચે એક તૂટેલી ફ્રેમ વાળો એક ફોટો પડ્યો છે જેના પર એક દમ ધૂળ જામી ગઈ છે..

રાહુલ - આ પકડ અને ધૂળ સાફ કર ..

સેહેર - હાથમાં ફોટો લે છે અને એના રૂમાલ વડે માટી સાફ કરે છે..

રાહુલ - જો આ ૧૯૯૮ નો ફોટો છે અને આ છે એ ૩ ડૉક્ટર જે આ કોલેજ ના ટોપ ૩ માં હતા.. આ pic માં એમના આખા ક્લાસ નો સાથે ફોટો લેવામાં આવ્યો હશે.. છેલ્લો દિવસ છે...

સેહેર - અરે યાર THANKS મને આ ફોટો અને અને આ રૂમ બતાવવા આ મારા માટે એક MOTIVATIONAL થી કમ નથી....

પ્રિયાંશી - તારા સામે જે રાહુલ ઉભો છે ને , એના પપ્પા જ છે DR. MATHUR...

સેહેર - શુ....!!!!! (આંખો ખુલ્લી ને ખુલ્લી)

રાહુલ - શુ થયું?

સેહેર - તું ડૉ. માથુર એટલે કે The great surgeon Dr.mathur નો છોકરો છે.. જેમણે most successful heart surgery નો રેકોર્ડ બનાવ્યો છે??

રાહુલ - હા અમુક વાર મને પણ ડાઉટ થાય છે કે આ Possible કેમ છે પણ હા... હું એમનો જ છોકરો છું..
પ્રિયાંશી - કોલેજ નો ટોપર એટલે જ તો છે...

રાહુલ - ઓહ હેલ્લો... એ મારી મહેનત થી છું ok.. Only મારી મહેનત.. મને ટોપર બનાવવા માટે મારા પપ્પા ના બેસ્ટ ડૉક્ટર હોવાની કોઈ જરૂર નથી હો.... એમના વગર પણ હું બેસ્ટ બની શકું છું. ( ગુસ્સો કરીને )

પ્રિયાંશી - અરે મસ્તી કરું છું યાર...

સેહેર - અરે એ છોડ ને.. મને કે ને કે ડૉ. માથુર કેટલું વાંચતા... એમને કેવી રીતે મહેનત કરી બેસ્ટ ડૉ. બનવા.. અને બીજો Que. એમને મળવું હોય તો શું કરવું પડે?

રાહુલ - કાઈ નહિ તું તારા મગજ નું ઓપરેશન એમના જોડે કરાવી લે એ બંને ના જવાબ મળી જશે ... હા હા હા હા હા હા હા હા હા હા


સેહેર - મસ્તી નથી કરતી...

સેહેર - તું એક સાથે આટલા બધા પ્રશ્નો કરે તો હું આવો જ જવાબ આપું ને... પાગલ.. કાઈ નહિ તું આ બધા સવાલ એમને મળીને પૂછી લેજે એ ૩ દિવસ માટે દિલ્હી ગયા છે કોઈ નેતા ના ઓપરેશન માટે..

સેહેર - સાચ્ચે તું મળાવીશ મને એમના જોડે!!

રાહુલ - હા, મારા જ પપ્પા છે બાજુ વાળા ના નહિ કે એમને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટ લેવી પડે.. સુ તું પણ યાર કેવી વાત કરે છે...

પ્રિયાંશી - મેડમ તમારું પત્યું હોય તો હવે જઈએ કલાસ તરફ??

સેહેર - હા જરૂર..

સેહેર અને પ્રિયાંશી બધાને byy કહીને કલાસ તરફ જવા નીકળે છે..


સેહેર - પ્રિયાંશી એક વાત પૂછું?

પ્રિયાંશી - હા પૂછ ને.

સેહેર - આ રાહુલ....


પ્રિયાંશી - તને બી ગમી ગયો ને!! એ છે જ એટલો handsome મારો તો 1st day થી crush હતો.. એક તો ટોપર પણ છે અને કોલેજ નો સહુથી પોપ્યુલર છોકરો.. તને તો 1st Day જ એની car માં લિફ્ટ ના ભને રાઈડ મળી ગઈ....

સેહેર - અરે નઈ યાર એવી વાત નથી... હું કહેતી હતી કે.. રાહુલ એના dad વાળી વાત પર આટલો ગુસ્સે કેમ થઈ ગયો??

પ્રિયાંશી - એકદમ સાચું બોલી તુ.. actually ડૉ. માથુર આજે ગુજરાત ના Best Surgeon છે એ આખો દિવસ હોસ્પિટલ અને ઓપરેશન માં Busy હોય છે.. રાહુલ ના મમ્મી એને જન્મ આપીને જ એને છોડી ને જતા રહ્યા હતા.. એના પપ્પા એ એની બધી જરૂરિયાત પૂરી કરી છે પણ સમય નથી આપી શક્યા... હવે તો એ સ્થિતિ છે કે રાહુલ ને એના પપ્પા ના હોવા કે ના હોવાનો કોઈ ફરક જ નથી પડતો... કારણ કે એને એના પપ્પા ની આદત જ નથી... એ એના ઘરના નોકરો જોડે રહીને મોટો થયો છે એમણે જ એને મોટો કર્યો છે. હવે રાહુલ એના પપ્પા ને બતાવવા માગે છે કે પોતે એના પપ્પા કરતા સારો ડૉક્ટર બની શકે છે... એણે નક્કી કર્યું છે કે એ Best Doctor બનશે અને એની Family ને પણ સમય આપશે.. જે ભૂલ એના પપ્પા એ કરી એને એ પોતે નહિ કરે.. અને એને એમના નામ થી ગુસ્સો આવે જ્યારે એને કોઈ એવું કહે કે ડૉ. માથુર નો છોકરો છે એટલે ટોપર છે... પણ સાચ્ચે એવું નથી... એ એની મહેનત થી ટોપ માં છે...

Seher :- pan... Badha to kahe che aena papa trusty ane business man che........

Priuanshi.:- badha? Badha nai Rahul jate kari ne badha ne avu j kahe che... Karan ke ae nathi ichto ke aeni menat ane success ne loko aena papa na name sathe sarkhave...

સેહેર - ઓહ તો હવે ખબર પડી રાહુલ ને ગુસ્સો કેમ આવેલો...

પ્રિયાંશી - એટલે બેસ્ટ રહેશે તું એની સામે એના પપ્પા નું નામ જ ન લે...

સેહેર - ના યાર એના dad ને મારે મળવું છે.. મારું Dream છે હવે તો એ...

પ્રિયાંશી - હવે તને ભગવાન બુદ્ધિ આપે. તો સારું છે..

સેહેર - એ તો જોયું જશે chill..


પ્રિયાંશી સેહેર ને એના કલાસ માં મૂકીને ત્યાંથી જતી રહે છે અને સેહેર કલાસ માં બેસીને એનો 1st Day attend કરે છે... થોડા કલાકો પછી કોલેજ નો સમય પૂરો થાય છે, સેહેર એના એકટીવા પાસે જતી હોય છે ત્યાં પાછળ થી અવાજ આવે છે

" ઓય રાજકુમારી... "
સુમિત એની તરફ આવતાં બોલી રહ્યો હતો..

સેહેર - શુ સુમિત... હું અને રાજકુમારી!! ( હસવા લાગે છે ) રાજકુમારી ક્યારેય એકટીવા પર ના આવે હો..

સુમિત - હા પણ રાજકુમાર ની GF તો રાજકુમારી જ ને... આ તારું એકટીવા રાજકુમાર જ છે ને!!

સેહેર - હા એ પણ છે...

સુમિત - કાલ થી મારી સાથે આવવાનું છે ને??

સેહેર - હા...

સુમિત - હા તો કાલે તને call કરી દઈશ હું.. તૈયાર રહેજે..

સેહેર - હા જરૂર ..

સુમિત - કેવો રહ્યો આજનો દિવસ!

સેહેર - મસ્ત એકદમ

સુમિત - બસ તો પછી... ચાલો બાય.. નીકળો તમે.. ઘરે તમારે લેટ થશે સુ ખબર રસ્તામાં રાજકુમાર બગડી જાય તો...

સેહેર - અરે આવું ના બોલ યાર...

સુમિત - મસ્તી કરું છું પાગલ.. ચલ બાય..

સેહેર - હા ચલો Byy Take care..





સુમિત ત્યાંથી જવા જાય છે એના મોઢા પર કંઈક વિચારવાના નિશાન દેખાય છે અને ત્યાં પાછળ થી અવાજ આવે છે...

" ઓહ ડૉ. સુમિત.. નંબર છે મારો તમારા જોડે! "
સેહેર બોલી.....

સુમિત - ના

સેહેર - તો કોલ કેવી રીતે કરશો!?

સુમિત - actually હું number માંગવા જ આવ્યો હતો પણ માંગવાની હિંમત ના થઇ...

સેહેર - ડરપોક છે હો તું સાવ...

સુમિત - હવે મારા મમ્મી પપ્પા ની દયાથી જે છું એ છું..

સેહેર - ચલ હવે લખ મારો નંબર. ..

સુમિત - હા બોલ ( મોબાઈલ નીકાળી ને )

સેહેર - 652629****

સુમિત - Ok Ok Thanks હું તને કોલ કરી દઈશ...




ધ્રુવ પટેલ