Sakaratmak vichardhara - 1 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 1

સકારાત્મક વિચારધારા -1

ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો.

હા, હું સંધ્યા અને સૌમ્યા સ્કૂલ લાઈફ ની બેસ્ટ ફ્રેંડ્સ. જેમાં સંધ્યા સ્કૂલ લાઈફ થી જ પરફેકશન ની આગ્રહી અને ચિંતામણી , અને સૌમ્યા જિંદગી ને જીવવા વાળી. દરેક મુશ્કિલ માં પણ હોઠ પર સ્મિત હૈયામાં હામ અને મન માં અખૂટ વિશ્વાસ. જાણે એક મિસાલ બસ, એની એજ કળાથી જાણે આસપાસસ નું દરેક વર્તુળ એનું પોતાનું બની જતું. હવે અમે ત્રણે નજીક ના ગાર્ડન માં રોજ મળીએ. બાળકો ને ટ્યૂશન મોકલી અમારી નિરાંતની પળોને માણીયે છીએ. પણ આજે રવિવાર ની રજા હોવાથી , બાળકો પણ સાથે આવ્યા હતા. સંધ્યા અને સૌમ્યા બને ના છોકરાઓ વૃક્ષ પર ચઢ્યા ત્યારે સંધ્યાએ કહ્યું ,"જોજે નીરવ પડી ના જાય ." ત્યારે જ સૌમ્યાએ કહ્યું ધૈર્ય ને ," જોજે બેટા ટાઈટ પકડજે." વાત એકજ છે . પરંતુ શબ્દો માં કેટલો મોટો તફાવત. સંધ્યા ના શબ્દોએ નીરવ ના મન માં ડર પેદા કર્યો અને જયારે સૌમ્યા ના શબ્દો ધૈર્ય ના મન માં મક્કમતા ને જન્મ આપે છે. પરિણામ થોડીજ વાર માં નજરે પડે છે ,કે નીરવ (સંધ્યા નો પુત્ર ) વૃક્ષ પર થી નીચ્ચે પડ્યો .

હવે દરરોજ મુલાકાત થતા, પોતપોતાની વાતો શેયર કરતા થઈ ગયા . એવું લાગતું હતું કે પાછલા દિવસો પાછા આવી ગયા છે. અમે ગઈ કલ ટ્રૂથ અને ડેર રમી રહ્યા હતા. રમતાં-રમતાં અમને જાણ થઈ કે દરેક એશો - આરામ હોવા છતાં સંધ્યા નું જીવન સુખમય નથી, ત્યાં થોડી અશાંતિ વર્તાતી હતી, પણ તેનું મૂળ કારણ તેનો ચિંતાગ્રસ્ત સ્વભાવ અને ડરામણો સ્વભાવ હતો. બીજી બાજુ સૌમ્ય એક સામાન્ય સ્કૂલ માં શિક્ષિકા હતી, મધ્યમવર્ગીય પણ પોતાની જિંદગી થી સંતુષ્ટ. તેથી સૌમ્યા સંદયા ને ખોટી ચિંતાઓ છોડીને જિંદગી જીવવાની સલાહ આપે છે નિયતિ તેનું કામ કરશે ,આપણને જિંદગી જીવવા માટે મળી છે એને જીવો .હા, મુશ્કેલ ઘડી માં પોતાની મહેનત, સમજ, અને પ્રાર્થના માં શ્રધ્ધા રાખીને નિયતિ પણ બદલી શકાય છે. જે સૌમ્યા એક સરસ ઉદારણ દ્વારા સમજાવે છે ." એક રાજા ને ત્યાં પુત્ર ન હતો. પુત્ર પ્રાપ્તિ માટે તે અનેક ઉપાય કરે છે. અંતે જ્યોતિષી ની સલાહ મુજબ એક બાળક ની બલિ ચઢાવવા ના પરિણામ સ્વરૂપ પુત્ર પ્રાપ્તિ ની શક્યતા છે. આ થી રાજા નગર માં ઢંઢેરો ફેરવે છે કે જો કોઈ પોતાનો પુત્ર બલિ ચઢાવવા આપે તો હું તેમને ખુબજ ધન આપીશ.પણ આવી અતુલ્ય વસ્તુ ધનના તોલે આવે ખરી? મજબૂરી માણસ થી ગમે તે કરાવી શકે છે. એક દંપતી પાસે ખાવા માટે કશુ નથી આથી, તેઓ વિચારે છે. આમ પણ, ભૂખમરા થી એની મોત નક્કી છે. તેથી રાજા ને પુત્ર આપી ને ધન લઇ લઈએ અને સવારે આ મુજબ થાય છે.
આવતી કાલે તેની બલિ ચઢાવવાની છે.તેને સારા વસ્ત્રો સારું ખાન-પાન આપ્યા પછી એક ઓરડા માં એકલો મૂકવામાં આવે છે.એકલો ઓરડા માં તે ચાર નાના પથ્થર સાથે રમતાં-રમતાં ચાર પથ્થર મૂકી તેની કલ્પના માં પાત્રો બનાવે છે,ઠીક એ જ સમયે દ્ર્શ્ય બારી બહાર થી રાજા નિહાળે છે.જેમાં નું એક પાત્ર માતા-પિતા, 2) રાજા 3) તેના સગા સંબંધી, 4)ઇશ્વર
પહેલો પથ્થર ફેંકે છે માતા-પિતા ના નામનો એવું વિચારી જેમને મને વેચી દીધો એ લોકો શુ મને બચાવશે.2)નગર નો રાજા જે પોતાના સ્વાર્થ ખાતર મારી બલિ ચઢાવશે એ કેવી રીતે બચાવશે?
3)સગા સંબંધી માંથી તો કોઇ આવ્યું નથી.4) ઈશ્વર ને બે હાથ જોડી પ્રાર્થના કરે છે કે મને બચાવી લે એકાએક આખું દર્શય નિહાળ્યા બાદ રાજા નું મન પલટાઇ જાય છે વિચારે છે કે કાલે આની બલિ ને ચડાવ્યા બાદ શું ગેરંટી કે મને પુત્ર પ્રાપ્તિ થશે જ,અને જો પુત્ર પ્રાપ્તિ બાદ પુત્ર સપૂત હોય કે કપૂત,આથી આને જ પોતાનો પુત્ર બનાવી લઉં તો રાજા નો આ વિચાર એક રસ્તે ચાલતા ભિખારી ને રાજકુમાર બનાવી દે છે. અને નિયતિ બદલાયી જય છે.સાથે સાથે સંધ્યા ની વિચારધારા પણ.
હવે સંધ્યા પણ પોતાને મળેલી જિંદગી થી સઁતુષ્ટ છે અને તેનું દાંપત્ય જીવન પણ સુખમય છે.
નાના મોટા ખાડા તો દરેક સફર માં રહેવાના.પડી જવાના ડર થી ડ્રાઇવિંગ છોડવાની જરૂર નથી,ડ્રાઇવિંગ ને વધુ સારી રીતે શીખવાની જરૂર છે.
"પરિન્દે ગીરને કે ડર સે કભી ઉડાન ભરના નહીં છોડતે."
- મહેક પરવાની