Sakaratmak vichardhara - 3 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 3

સકારાત્મક વિચારધારા _૩
મયંક....,મયંક બેટા ,સ્વાતિ .....સ્વાતિ બેટા ક્યાં ગયા? સાંજે ૭:૩૦ વાગ્યે આવતાવેંત જ પપ્પા બાહર થી જ બોલવા માંડ્યા,ખૂબ ખુશ લાગતા હતા કહેતા હતા કે,તમારા માટે સરપ્રાઈઝ છે. કહો શું હશે?મયંક એ કહ્યું , કંઇક ગિફ્ટ હશે. હસમુખ ભાઈ,મયંક ના પપ્પા એ કહ્યું "ના",ત્યારે સ્વાતિ બોલી,કંઇક મજા ની ખાવાની વસ્તુ હશે! પપ્પા એ કહ્યું "ના" બંને બાળકો કહે તો પછી કહી દો ને .પપ્પા એ કહ્યું ,"બીચ પર ફરવા આવું છે?"સ્વાતિ ના મમ્મી એ કહ્યું,"કંઇ પૂછવાની વાત છે?"અને બાળકો તો સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા ગીતો ગવા માંડ્યા,"ગોવા વાલે બીચ પે....."અને શની _રવી જવાનું નક્કી થયું. આજે હજી મંગળવાર,પણ શનિવાર ની ખુબ આતુરતા થી રાહ જોવાતી હતી.
ખૂબ લાંબા સમય પછી, લોકડાઉન માં ઘરે બેઠા બેઠા કંટાળ્યા તો પપ્પા એ કહ્યું ચાલો ક્યાંક ફરી આવીએ.દીવ નું નામ સાંભળતાં જ જાણે દરેક ના ચહેરા નો રંગ બદલાઇ ગયો .કોરોના કાળ નો આખો કંટાળો જાણે એક જ પળ માં દૂર થઈ ગયો.
કાકા અને અમારું પરિવાર ,એક સાથે નીકળીએ તો બધા ભાઈ બહેનો ને એક સાથે ફરવાની ખૂબ મઝા પડે.શનિવાર આવ્યો ,સવારના ૬:૦૦વાગ્યા ને કાર માં બેઠા સીધી સોમનાથ પર ગાડી રોકી.થોડી વાર પપ્પા ચલાવે તો થોડી વાર મોટા કાકા.સોમનાથ માં હોલ્ટ કરી દર્શન કર્યા બાદ જમવાનું પતાવી દીવ તરફ આગળ વધ્યા.બીચ પર જવા માટે ઘર ના દરેક સભ્ય આતુર હતા.સાંજે ૪:૦૦ વાગ્યે બીચ પર પહોંચ્યા અમે ખૂબ મઝા કરી. રાત્રે ભોજન કરી હોટેલ પર જઈને સૂઈ ગયા.આવતીકાલે રવિવાર એટલે સવારે ફરી બીચ આવવાનો પ્લાન હતો.આમતો દરરોજ નિશાળે સવારે વહેલું જવાનું હોય છે પણ રવિવારે સૂરજ દાદાને પણ અમે રજા આપી દઈએ છીએ.પણ આ રવિવારે તો ક્યાં નિશાળ હતી આજે તો બીચ.....એટલે મજા
રવિવારે સવારે બીચ પર એન્જોય કરી બપોરે ૨:૦૦ સુધી માં નીકળી જવાનું હતું.જેથી રાત્રે ઘરે પહોંચી કાલ સવારે દૈનિક કાર્ય માં જોડાઈ શકીએ એ રીત નું પ્લાન હતું. પણ જેવા રવિવારે બીચ પર પહોચ્યાં કે પપ્પા ની નઝર એક ડૂબતા બાળક પર પડી અને પપ્પા દોડ્યા.કોઈને મદદ કરવા તો પપ્પા પોતાની જાત ને ભૂલી ને પણ પહેલાં પહોંચી જતા.પપ્પા હંમેશા એક જ વાત કહેતા,"આપણું ખરાબ કરેલું માત્ર આપણી પાસે જ રહે છે,પણ આપણા કરેલ સારા કર્મો ફરીને પાછા આપણી પાસે આવે છે અને આપણા થી બનતી મદદ કરવી એ જ સૌથી મોટો માનવતા નો ધર્મ છે ."
પપ્પા એ બાળક ને બચાવવા ગયા અને અમારું રવિવાર પૂરો.બસ ,એ વાતે હું પપ્પા થી રિસાયેલો કે માંડ,માંડ આટલા મહિના પછી ફરવા નીકળ્યા ને આમજ પતી ગયું
પછી પપ્પા એ કહ્યું ,"રીસાઈશ નહિ. આપણે ફરી જશું પણ આજે પેલો કર્તવ્ય એ બાળક ને બચાવવાનો હતો. ત્યારે પપ્પા એ મને સમજાવ્યું કે,એની જગ્યા એ કોઈ આપણું પોતાનું કોઈ મુશ્કેલીમાં હોત તો!અને માણસ માણસ ને કામ ન આવે તો કોણ આવે?આ લાગણી ને લીધે આપણી ગણતરી માણસ માં થાય છે.પણ મયંક બેટા આ વાતો તને મોટો થઈશ ત્યારે સમજાશે."
એક દિવસ મારી સ્કૂલ રિક્ષા ન આવી હોવાને કારણે
મને પપ્પા સ્કૂલ મૂકવા આવેલા રસ્તા માં એક એક્સીડન્ટ થયેલું ત્યાં એક લેડી લોહી લુહાણ થયેલ હતી.મને સ્પેશિયલ ઓટો માં સ્કૂલ મોકલી,તે મહિલા ના સગા સંબંધી ને ફોન કર્યો,પોલીસ ને ફોન કર્યો અને હોસ્પીટલ પહોંચાડી પછી જ કામ ગયા.મને થયું ક્યાં પપ્પા ને લફડા માં પડવાની જરૂર હતી ?આ વિચાર મારા મગજ પર હાવી થઈ ગયો અને આખી નિશાળે મારું મન લાગ્યું જ નહિ અને મારા મન માં બસ એક જ વિચાર ચકડોળે ચડ્યો હતો."કેટલાય લોકો શાંતિ થી ઉભા હતા પણ પપ્પા ને શું એવો ઉમળકો આવ્યો હશે?" હું કશું બોલ્યો નહિ પણ વગર બોલે મારા મન માં ચાલતી ગડમથલ પપ્પા ને સમજાઈ ગઈ અને પપ્પા એ પૂછ્યું કે નિશાળે બરોબર પહોંચી ગયો હતો? મે કહ્યું "હા"
એક દિવસ હું અને મારા મિત્રો ટયૂશને જઈ રહ્યા હતા .વચ રસ્તા માં અમે મિત્રો પાણી પૂરી ખાવા રોકાયા.ત્યાં એક અજાણ્યું ટોળું મારું મોઢું બંધ કરીને મને ખેચીને લઈ જવા માડ્યું અને મારા જેટલા મિત્રો હતા એટલા આઘા ખસી ગયા કે જાણે મને ઓળખતા જ ના હોય બરોબર એ જ સમયે ત્યાં થી એ મહિલા પસાર થઈ કે જેને પપ્પા એ પેલા દિવસ હોસ્પીટલ લઈ જવા માટે મને સ્કૂલે એકલો મૂકી દીધો હતો અને મને મારા પપ્પા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.
એ જ સમયે એ મહિલા એ અપહરણ કરતા ને કહે છે કે, "હું મીડિયા માં કામ કરું છું.આને છોડી દે નહિતર હમણાં તારો લાઈવ કાર્યક્રમ શૂટ કરું છું એટલે તો એ અપહરણ કરતાં મને ત્યાં જ છોડી ને ભાગી ગયા અને હું બચી ગયો. મારા મિત્રો જે મને વર્ષો થી ઓળખતા હતા તે લોકો મને છોડીને ભાગ્યા ત્યારે એવું લાગ્યું કે, સાચે જ પપ્પા કહેતા હતા કે,એની જગ્યાએ કોઈ તેમનું પોતાનું હોત તો,આ મારા પપ્પા ના જ કરેલા સારા કર્મો ,જેને આજે મને બચાવી લીધા,એ આંટી સમયસર ના પહોંચ્યા હોત તો ખબર નહિ હું ક્યાં પહોંચી ગયો હોત.
મયંક થોડો ગભરાઈ ગયો હતો આથી એ આંટી તેને ઘર સુધી મૂકી આવ્યા, રાત્રે જ્યારે પપ્પા ઘરે આવ્યા તેમને વળગી ને પપ્પા ને "સોરી "કહેવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો પપ્પા આજે સમજાયું કે ,"આપણા કરેલ સારા કર્મો આપણી પાસે ફરીને પાછા આવે છે.પણ આપણા કરેલ ખરાબ આપણી પાસે જ રહી જાય છે."
Mahek parwani