Sakaratmak vichardhara - 5 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 5

સકારાત્મક વિચારધારા 5
હે ,ઈશ્વર તમારો ખુબ આભાર કે તમે રાત્રિ બનાવી. નહિતર આ રોજિંદી દિનચર્યા માંથી થોડો વિરામ કેવી રીતે મળે?બાકી તો સવાર પડતાં જ બાળકો ની સ્કૂલ,ટિફિન જાણે સૂરજ દાદા ની પરિક્ષા, બસ,બાળકો સ્કૂલ જાય એટલે શાંતિ આવી જ દોડા દોડી માં અચાનક મારો પગ ટેબલ પર થી સરકી ગયો અને બસ,પછી તો ગયો મણકો ખસી ત્રણ મહિના આરામ ડોક્ટરે કહી દીધું પણ આ મારા બાળકો નું હવે કોણ કરશે,અને હવે મમ્મી ને બોલાવી જેમ તેમ કરીને એક મહિનો પસાર કર્યો,પણ છતાંય દુઃખાવા માં કંઇ ફેર દેખાયો નહીં,એક મહિનો સાસુમા ને બોલાવી ત્યારે ખ્યાલ આવ્યો કે આવા આરામ કરવા કરતાં તો કામ કરવું સારું અને એ કોઈ સૂરજ દાદા ની પરિક્ષા ન્હોતી પણ દરેક જીવ ને કર્મ કરવો જ પડે છે.શ્રી કૃષ્ણ પણ કર્મ ના ધર્મ માંથી બાકાત નથી.
બે મહિના પસાર થવા આવ્યા પરંતુ હજુ એકલે હાથે કરવા માં ઘણી તકલીફ પડતી હતી. બરોબર અણી ના સમય જ અમારે ત્યાં નવા પાડોશી રહેવા આવ્યા તેમને એક વૈદ્ય નું સરનામું આપ્યું જેમને આવી જ તકલીફ માંથી એમને પાર પાડ્યા હતા.અમે રાજકોટ ના રહેવાસી અને રાજકોટ પૂરું થતા જ બોર્ડર પર એમનું દવાખાનું.

બે દિવસ પછી એ વૈદ્ય પાસે જવાનું થયું તેમનો મુલાકાત નો સમય સવારે 10.00 થી 12.00 અને સાંજે 4.00 થી 6.00 મુલાકાત બાદ ખ્યાલ આવ્યો કે આ વૈદ્ય નું નામ સંતોષભાઈ પટેલ.તેમના નામ પ્રમાણે ના ગુણ સંતોષ કાકા એકદમ ભગત માણસ.એમનો નિયમ રોજી રોટી નીકળી જાય એટલે ત્યાર બાદ જેટલા પેશન્ટ આવે તેમની પાસે થી પાસે થી કઈ લેવું નહીં.કારણકે માનવીય અવતાર ખૂબ અમૂલ્ય છે .તે ઈશ્વર ની ભક્તિ કરવા માટે મળ્યો છે પણ પેટ ની ખાડો પુરવા,રોજી રોટી પણ આવશ્યક છે એ વિચારસરણી સાથે એ રોજી રોટી નીકળે ત્યાર બાદ જે પેશન્ટ આવે તેમની પાસે થી ક્યારે પણ ફીસ લેતા નહોતા.આ કારણે તેમની પત્ની ને એક જ ચિંતા સતાવતી હતી કે , "આપણી પણ એક દીકરી છે, તેને મોટી કરવાની છે,સાસરે મોકલવાની છે ,આણું કરવાનું છે,કહેવામાં તો નામી વૈદ્ય પણ ના કોઈ બેંક માં ખાતું, ના કોઈ સંપત્તિ"
રામ રોટી ખાવો, હરી કે ગુણ ગાવો. ત્યારે સંતોષભાઈ તેમની પત્ની ને સમજાવે છે કે, આટલી બધી ચિંતા કરવી નહીં. સર્જનહારે એ જ પાલનહાર છે.આવી સંતોષભાઈ ની વિચારસરણી હતી.
બીજા જ દિવસે ધનજીભાઈ વૈધજી પાસે આવે છે ઘણા વર્ષો પહેલા આશરે વીસેક વર્ષ પહેલાં ધનજીભાઈ નિસંતાન દંપતી તરીકે નિરાશા સાથે આવ્યા હતા.પરંતુ વૈદ્યજી પાસે આયુર્વેદિક દવા સ્વરૂપે આશા નું કિરણ લઈ ગયા અને એ આશા એક કિરણ થી તેમના જીવન માં એક નવી જ સવાર લાવી.વર્ષો થી સંતાન માટે તરસતા દંપતી ને સંતાનપ્રાપ્તિ થઈ. સમય જતાં એક દીકરી નો જન્મ થયો.તેમના આનંદ નો પર ન રહ્યો.અને સમય જતાં પરદેશ રહેવા જતા રહ્યા.ત્યાં જ દીકરી નો જન્મ થયો પણ હવે દીકરી મોટી થઈ ,તેમના માટે યોગ્ય વરરાજા શોધવા ની શરૂઆત થઈ.યોગ્ય વરરાજા મળ્યા બાદ દીકરી ને આણા માં આપવા માટે ખરીદી ની શરૂઆત થઈ.કેમ જાણે ધનજીભાઈ જ્યારે ખરીદી કરવા જાય ત્યારે એક વસ્તુ ની ખરીદી કરે તો તેમને એક ને બદલે દરેક વસ્તુ બે નંગ ખરીદી ની ઈચ્છા થઈ જાય.પૈસે ટકે સુખી હતા અને શ્રી કુબેરજી ની અપાર કૃપા હતી અને દરેક ખરીદી વખતે કોણ જાણે કેમ ધનજીભાઈ ને એ વર્ષો પહેલા મળેલા વૈધજી સંતોષભાઇ ને અચાનક યાદ આવતા અને દવાખાના માં આટા મારતી એમને પપ્પા પપ્પા બોલાવતી એ દીકરી નો ચહેરો નજર સમક્ષ આવી રહ્યો હતો.અને કુદરત ના વિધાન અનુસાર તેમને પોતાના વ્યવસાયિક કારણસર રાજકોટ જવાના સંજોગ બની આવ્યા.રાજકોટ જતા જતાં રાજકોટ માં પ્રવેશ કરીએ તે પહેલાં એ વૈદ્યજી નું દવાખાનું આવતું અને સંતાનપ્રાપ્તિ જ તેમને ત્યાંથી જ થઈ હતી.જે ઋણ ક્યારેય ચૂકવી શકાશે નહી. વળી, પાછી તેમણે ફીસ પણ લીધી ન્હોતી.અને અચાનક જ પરદેશ જવાનું થયું તેથી આભાર વ્યક્ત કરવા તો જવાનું જ હતું આથી,તેઓ પોતાની સાથે જે એક ને બદલે બે વસ્તુ લીધી હતી તે તેમની દીકરી માટે લાવ્યા.જાણે આખ્યુય પોતાની દીકરી જેવું જ આણું બનાવી આવ્યા.એને આપણે કુદરત ની કરામત જ કહી શકાય.ખરે સમય ખરીદી કરતી વખતે એમની છોકરી નો ચહેરો યાદ આવવો,રાજકોટ જવાના સંજોગ બનવા એ કોઈ જાદુ નથી પણ કુદરત ની એક કરામત છે.

"જે ચિંતા છોડીને સર્જનહાર માં શ્રદ્ધા રાખે છે કુદરત પણ તેમના માટે ચમત્કાર સર્જે છે.જે ચિંતા છોડી ને તેના ઉપર બધું છોડી દે છે તેને કુદરત એક વાક્ય કહે છે મૈં હું ના."
- મહેક પરવાની