Sakaratmak vichardhara - 11 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 11

સકારાત્મક વિચારધારા -11

સૂર અને સ્વર બહુ જ સારા નાનપણ ના મિત્રો હતા.બંને એક બીજા વિના રહી ના શકે પણ બનેનું વ્યક્તિત્વ જુદું .સ્વર કાયમ કામ ની પાછળ જ ભાગ્યા કરે જેના માટે જીવન નું બીજું નામ જ કામ કામ અને કામ પૂરું કરવાનું હતું.ત્યારે સૂર તેને એક જ વાત સમજાવ્યા કરતો મિત્ર જીવન કામ માટે નહી પણ જીવન માટે કામ હોય છે.

સૂર એક પ્રાઇવેટ બેંક માં કર્મચારી હતો. જ્યારે સ્વર એક કોલેજ માં પ્રોફેસર હતો.એક દિવસ કામ કરતા સ્વર નું લેપટોપ બગડી ગયું ત્યારે તેને જોતા એવું લાગતું હતું કે જાણે તેનું લેપટોપ નહી પણ તેની જ બેટરી પત્તી ગઈ હોય છે. સ્વર એક જીવતી જાગતી લાશ બની ગયો હતો પણ એક લેપટોપ ની પાછળ જીવન ની અમૂલ્ય ક્ષણો ની આટલી બધી ચિંતા માં ચિતા બાળવી શું એ યોગ્ય છે ? આ વાત સૂર ની સમજ બહાર છે.આથી ,સૂર સ્વર ને સમજાવવાનો પ્રયત્ન કરે છે . એક સરસ ઉદારણ દ્વારા તે સ્વર ને સમજાવે છે જ્યારે દર વેકેશન માં પોતાના દાદાજી ના ઘરે ગામડા માં જતો તેને ત્યાં ખૂબ મજા પડતી અને દાદાજી ના એક પાડોશી ને ત્યાં તો ખૂબ વધારે મજા પડતી. ત્યારે તેમના પાડોશી ની વાત કરે છે સ્વર કહે છે કે,તેઓ હંમેશા ખુશ જ રહે છે જ્યારે પણ જોઈએ અને તેમની પાસે આવક ના સાધન માટે માત્ર એક ગાય જ છે અને તેનું જ દૂધ તે પણ પીએ છે અને રોજી રોટી તરીકે ઉપયોગ માં લે છે. વર્ષો થી આ રીત થી ફળાહાર પર જ જીવે છે પણ એક દિવસ અચાનક જ તેમની ગાય મૃત્યુ પામે છે એમના માટે પણ તે ગાય નું એટલું જ મહત્વ હતું જેટલું તારા માટે તારા લેપટોપ નું મહત્વ છે પણ તેમના ચહેરા પર ઉદાસી જરા પણ દેખાતી નથી. તેમણે તો તરત જ તેમના મિત્ર ને કહ્યું ચાલ ,દોસ્ત આજે તારી સાથે શાક રોટલી ખાઈશ. કેટલાય વર્ષો થી અન્ન ગ્રહણ નથી કર્યું.ત્યારે જ તેમનો મિત્ર તેમને એકીટશે જોવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, તારો તો આધાર જ આ ગાય હતી છતાંય તું આટલી સરળતા થી કેવી રીતે રહી શકે છે ?
ત્યારે તે ગામડા નો માણસ જે જવાબ આપે છે તે ખૂબ જ સરસ હતો તેને કહ્યું કે,"જો દોસ્ત પરિવર્તન સંસાર નો નિયમ છે અને આ દુનિયા માં કશું શાશ્વત નથી તો પછી અફસોસ શાનો? જીવન માં જે રીતે પ્રેમ કરીએ છીએ તે જ રીતે આ સત્ય નો સ્વીકાર કરતા પણ શીખવું જોઈએ અને જીવન નો આનંદ લેતા શીખવું જોઈએ. અંતે તેમણે કહ્યું ગૌ રહે કે નહી આપણે તો આનંદ લેવાનું જ છે ."

જ્યારે માણસ ચિંતા ને છોડી સત્ય નો સ્વીકાર કરી આગળ વધવાની શરૂ કરે છે ત્યારે જીવન પણ સંગીતમય બની જાય .જ્યાં સુર અને સ્વર નો સંગમ થાય છે અને દિલ ગાય છે.

"આ શ્વાસો ના વહેણ ને,
મૃત્યુ નો બન્ધ બાંધી લેશે.

તું પ્રેમ નો દરિયો વહેવા દેજે.
તું જીવન ને લહેરવા દેજે.
તું મોજ નો અર્થવિસ્તાર
કહેવા દેજે.
તું આ બાળપણ ને જીવવા દેજે.
તું આ મસ્તી નું ઓઢણ
ઓઢવા દેજે.
બસ,દિલ ની વાત કહેવા દેજે,
તું વ્હાલ નો દરિયો વહેવા દેજે.
તું આ મન નું કરવા દેજે, ની
તું આકાશ માં ઉડવા દેજે.

આ શ્વાસો માં જીંદાદીલી નો
પ્રવાહ વહેવા દેજે.

- મહેક પરવાની