Sakaratmak vichardhara - 8 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 8

સકારાત્મક વિચારધારા 8

મેઘરાજા ના આગમન ના વધામણાં મિત્રો ને આપતા આ નયનો માં આજે એક ખુશી છલકાતી હતી.મૌસમ નો પહેલો વરસાદ જાણે અવસર.મિત્રો સાથે મૌજ મજા નો અવસર પણ આજે જાણે મન સંતાકૂકડી રમી રહ્યું હતું.
મિત્રો સાથે જે સમય વિતાવ્યો એ હવે ફકત યાદો બનીને રહી જશે.હું યોગેશ સાતમા ધોરણ સુધી ગામડા ની સરકારી શાળા માં ભણેલો,પણ હવે પપ્પા નું પ્રમોશન અને બદલી થતાં અમે શહેર માં જઈ રહ્યા હતા અને ખાનગી શાળા માં એડમિશન લઈ લીધું હતું. તેથી જૂના મિત્રો ને છોડી ને જવાનો વિચાર કરતાં જ હદય ભારે થઈ ગયું હતું પણ છતાંય પપ્પા ની પ્રગતિ તથા ગામડા માંથી શહેર માં જવા માટે ઈશ્વર નો ખુબ ખુબ આભાર માનતા હતા.
બસ, પછી તો શહેર જવાનું થયું ,નવું શહેર,નવું સ્કૂલ ,નવા લોકો,નવું રહેન્ન સહેન્ન લોકો સાથે મુલાકાત થતાં થતાં શાળા માં નવા મિત્રો બની ગયા. એવામાં અમને છ મહીના થવા આવ્યા કે મારી સંસ્કાર સાથે ખૂબ સારી એવી મિત્રતા બંધાઈ ગઈ.સંસ્કાર સાથે મૈત્રી કરતા મને ખ્યાલ આવ્યો કે,સંસ્કાર ના પપ્પા ખૂબ પૈસાવાળા , કોઈ વસ્તુ ની કમી નહોતી.છતાંય સંસ્કાર નો મૂડ નાની નાની વાતે ખરાબ થઈ જતો .દરેક વાત માં નકારત્મક વિચાર, ક્યારેય તેને દિલ થી કુદરત નો પાડ માનતા જોયું જ નહોતું.દરેક વાતે અસંતોષ જ વર્તાતો હતો.

અમને તેમના ઘર ની નજીક જ નાનું એવું ક્વાટર મળેલ. આથી, રહેવાનું નજીક .ક્યારેક રમવાનું પણ સાથે અને જમવાનું પણ.શાળા એ અમે બંને સાથે જતા અને સાથે આવતા.ક્યારેક રેસ લગાવતા આવતા તો ક્યારેક આમ તેમ રખડપટ્ટી કરતાં કરતાં ઘરે આવતા. એવું લાગતું હતું કે જાણે વર્ષો જૂની મૈત્રી ! સંસ્કાર ના સંસ્કારો અને આચાર વિચાર બને ઉચ્ચ કોટિના પરંતુ નાની વાતે ઉદાસ થઈ જતો. ગઈ કાલે તેના પપ્પા મોડા આવ્યા તે વાતે તે દુઃખી થઈ ને બેઠો હતો પણ તેના પપા તેની પસંદ ની શર્ટ શોધવા નીકળ્યા હતા.તેથી મોડું થઈ ગયુ અને તેની માટે શર્ટ લાવ્યા તે વાત નો આભાર વ્યક્ત કરવાનો તો તેને ખ્યાલ જ ન આવ્યો. તે દિવસે મેં સંસ્કાર ને સમજાવ્યું કે, " દુઃખી થવાને બદલે પપ્પા ને થેંક્યું કહેજે મજા આવશે."સાચે જ બીજા દિવસે,આવીને કહ્યું કે,"થેંક્યું" કીધા પછી મન હળવું થઈ ગયું.

એક દિવસ સંસ્કાર ની સાઈકલ પંચર થઈ ગઈ તેમાં પણ દુઃખી થઈ જતો.પણ તેને ક્યારેય ડબલ સવારી ની મજ્જા માણી જ નહોતી.સંસ્કાર ભણવાની સાથે સાથે સ્પોર્ટ્સ માં પણ ખૂબ સારો હતો.તે સ્ટેટ લેવલ રમવા જવાનો હતો ફાઈનલ માટે સિલેકટ થઈ ગયો હતો પણ પ્રેક્ટિસ કરતાં કરતાં બે દિવસ પહેલા જ સ્કૂલ માં જ પડી ગયો અને તેને પગ માં ફ્રેકચર થઈ ગયુ. અને ફરી દુઃખી થઈ ગયો પણ યોગેશ તેને સમજવા લાગ્યો કે દુઃખી ના થઈશ આમાં પણ કુદરત ની પ્લાનિંગ હશે અને કંઇક સારું હશે આપણને નથી ખબર કે ઈશ્વરે આપણને કઈ મુસીબત થી બચાવી લીધું છે? બે દિવસ ફાઈનલ મેચ ના સ્થળે બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યાં હાજર રહેલ 90% લોકો મૃત્યુ પામ્યા, અમુક ઘાયલ થયા. ત્યારે સંસ્કાર પણ ઈશ્વર નો પાડ માનવા માડ્યો અને યોગેશ તેને કહેવા માંડ્યો કે ,"દોસ્ત, વિનાશ માં પણ નવસર્જન હોય છે"

"કુદરત પાસે દરેક કાર્ય નું કારણ અને પરિણામ બંને હોય છે.આથી,જેને આભાર માનવાની કળા શીખી લીધી,તેના માટે આ ધરા સ્વર્ગ છે."


- મહેક પરવાની