Punyfal - 2 books and stories free download online pdf in Gujarati

પુણ્યફળ ભાગ ૨

ભાગ – ૦૨
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”

આપણે અધ્યાય પ્રથમમાં જાણ્યું કે ભોગવિલાસ – દુરાચારી વૃતિને પ્રવૃતિમાંથી જો આપણે મુક્તિ મેળવવી હોય તો નિત્ય સવાર ને સાંજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું પઠન નિત્ય કરવું . જેવી રીતે બ્રાહ્મણ , વેશ્યા , ને પોપટને જીવ મુક્તિ મેળવી તે વૈકુંઠલોક પામ્યા . તેમ આપણે પણ પણ દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પ્રથમ અધ્યાય ના પાઠ થી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી મુક્તિ પામી શક્ય છીએ .

{ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય “ અર્જુન વિષાદયોગ ” નિત્ય પાઠ કરવાથી – ભોગવિલાસ , દુરાચારી વૃતિ પ્રવૃત્તિ માંથી મુક્તિ મળે છે }

હવે આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય બીજા
“ સાંખ્યયોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો
{ “ સાંખ્યયોગ ” }

ભોદ નામના એક ગામમાં હરિશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો . આ બ્રાહ્મણ સાધુ – સંતોની સેવા , અતીથીસ્ત્કાર , પૂજન , હવાન , ભક્તિ , શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવી – દેવતા અને પિતૃઓની સેવા પૂજા કરતો હતો . તો પણ આ બ્રાહ્મણ ના મનને શાંતિ ન હતી . તે મનની શાંતિ માટે તે અલગ અલગ ધાર્મિક જગ્યાએ જતો તો પણ તેનું મન અશાંત રહેતું . તે મન ની શાંતિ માટે પ્રયાગ માં યોજતા કુંભમેળા માં ગયો . ત્યાં એક જગ્યાએ સાધુ- સંતો ના સત્સંગ કરી રહ્યો હતો . ત્યાં તે જઈ પહોચ્યો ને પોતાની મન ની મૂંઝવણ તેમણે સાધુ – સંતોને જણાવી . તેણે કહ્યું પોતે ખરાબ આચરણ કે કામ કરતો નથી છતાં પણ પોતાના મનને શાંતિ કેમ મળતી નથી ?

તેમાંના એક સંતે ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ નિયમિત કર , જેથી તારા મનને શાંતિ અને સુખની અનુભૂતિ મળશે . સંતે આ બાબતમાં તેને એક વાર્તા કહી .

એક વૈભવશાળી નગરમાં અગ્નિશેન નામનો શ્રેષ્ઠ રાજા રહેતો હતો . તેને ત્યાં મંગળદાસ નામે એક બ્રાહ્મણ રહેતો હતો . તે ખુબ જ લાલચી – ને લોભી હતો . રાજા બીજા બ્રાહ્મણો ને અનાજનું દાન આપવાની કામગીરી આ બ્રાહ્મણ ને આપતાને તે બ્રાહ્મણ તે બધુ દાન પોતે જ એકલો હજમ કરી જતો . જેથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં ગયો . ત્યાં કેટલોક સમય નરકયાક્તના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય અવતાર મળ્યો . તેના લગ્ન રેવતી નામની દુરાચારી વ્યભાવ્ચારી ને ભોગ્વીલાશી સ્ત્રી સાથે થયા . આ સ્ત્રી દુષ્ટા હતી . તેણે તેના સુતેલા પતિનું માથું એક મોટા પથ્થર થી ફોળી નાખ્યું . આથી તેનો પતિ પ્રેત બન્યો . અને ત્યાંર બાદ રેવતી મૃત્યુ પામતા તે એક હિરણી બની .
એક દિવસ પ્રેતે જંગલમાં આ હિરણી ને જોઈ ને તેને તેના પૂર્વજન્મ ના હત્યાનો ખ્યાલ આવ્યો . આથી કરીને તે હિરણી ને મારવા માટે તેની પાછળ દોડ્યો , છતાં હિરણી તો ત્યાં જ ઊભી રહી . પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું . આ જગ્યાએ એક સંતની કુટીર હતી . ત્યાં તેઓ ગીતાજીનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા . હિરણી ને પ્રેત બન્ને તે સાંભળતા ત્યાં જ ઊભા રહી ગયા . આ બીજો અધ્યાય સાંભળવાથી તેમનો વેરભાવ નાબુદ થયો . આમ નિયમિત રીતે ગીતાજીનો બીજો અધ્યાય સાંભળતા રહેવાથી હિરણી અને પ્રેત થયેલ પતિ વિષ્ણુલોક ને પામ્યા .

આમ આ વાર્તા કહી સંતે હરિશંકર ને ગીતાજીના બીજા અધ્યાય નો દરરોજ પાઠ કરવાનો આદેશ આપ્યો . રોજ પાઠ કરવાથી હરિશંકર બ્રાહ્મણ ને મનની શાંતિ પામ્યો ને બધા સુખ ભોગવી તે પણ પ્રભુધામ પામ્યો .
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”
( સારાંશ : )
( શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અધ્યાય બીજો “ સાંખ્યયોગ ”
નિયમિત પાઠ કરવાથી “ મનની શાંતિ અને વેરભાવ ભાવના માંથી મુક્તિ ને ઉદ્ધાર થાય છે . )
બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય