punyfad books and stories free download online pdf in Gujarati

પુણ્યફળ

પુણ્યફળ

શ્રીમદ્ ભગવદ્ ગીતા

અધ્યાયનાં પઠનનું પુણ્યફળ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”


હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય છે. તમેજ પરમકૃપાળુ જગતપિતા ની કૃપા દ્રષ્ટી હમેશા આપણા બની રહે છે.


શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નિત્ય પઠન કરવાથી કયું પુણ્યફળ પ્રાપ્ત થાય તે જોઈએ.

અધ્યાય પ્રથમ

“ અર્જુન વિષાદયોગ ”
એક વિજયરાજ નામનો વેપારી હતો. તે ખુબ જ ભોગવીલાશીને દુરાચારી હતો. તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં પસાર કરતો. એક દિવસ તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો , ત્યારે તેને એક સર્પ કરડે છે અને તે ત્યાં જ મરણ પામે છે. તેણે ઘણા પાપકર્મ કરેલા હોવાથી તે ઘણો સમય નરકમાં દુઃખ ભોગવતો રહ્યો. ત્યાર બાદ તે એક ખેડૂતને ત્યાં બળદરૂપે જન્મ્યો. આ ખેડૂત ખુબ અતિ ગરીબ હોવાથી તે બળદ ને પુરતું ખવડાવી શકતો નહિ. એક દિવસ ભૂખે વલખા મારતો બળદ ચાલતા – ચાલતા રસ્તામાં પડી ગયો તે બેભાન થઈ ગયો. પાપોનો જ્યાં અંત ના આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે ? રસ્તામાં લોકોની ભીડ જામી તેવામાં એક વેશ્યા ત્યાં આવી અને કંઇક કહ્યું જેથી બળદનો જીવ મુક્ત થયો.


તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો.
તેનું નામ હરિદાસ પડ્યું. મોટો થતા તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો , પોતે બળદ હતો ત્યારે એક વેશ્યા એ શું કહ્યું કે જેથી મારો જીવ સરળતાથી છૂટયો ! તે શોધતો – શોધતો વેશ્યાને ત્યાં ગયો તે હવે વૃદ્ધ થઈ ગઈ હતી તેને આ બાબત માં પૂછતાં તેણે ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી જેથી જો એવા કોઈ સારાકર્મ ખાસ કર્યા નથી મેં પણ હા , મારો પોપટ જે બોલતો તે હું મનોમન નિત્ય બોલતી મને છે કે આ પુણ્ય બળે તમારો છુટકારો થયો હશે પોપટ શું બોલતો તેની મને ખબર નથી પોપટને પૂછશો તો સાચી માહિતી મળશે.

હરિદાસ બ્રાહ્મણ પોપટ પાસે જઈ તેને પૂછતાં તેણે જણવ્યું હું એક સંતના આશ્રમ માં રહેતો હતો ત્યાં સંતો તેમના શિષ્યોને દરરોજ ગીતાજીના પ્રથમ અધ્યાય નો પાઠ કરતાં દરરોજ સાંભળવા થી આ બધું મને મોઢે થઈ ગયું હતું. એક દિવસ હું શિકારીની જાળમાં ફસાઈ ગયો . આ શિકારીએ મને આ વેશ્યાને વેચ્યો .હું પાંજરા માં બેઠાબેઠા આ પાઠ બોલતો હતો .

આ પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાજીના પ્રથમ અધ્યાયનું નિત્ય પઠન કરવા લાગ્યો . જેથી બ્રાહ્મણ વેશ્યા ને પોપટ ત્રણે મૃત્યુ પામતા ગીતાજીના પ્રથમ અધ્યાયના પઠનના પુણ્યબળે વૈકુંઠલોક ને પામ્યા.

જો આપણે આપણા જીવન ને પાપ મુક્ત ને સફળ બનાવું જ હોય તો આપણે રોજ સવારે ને સાંજે ગીતાજી નાં અધ્યાય નું પઠન કરતા રહેવું પડશે. તેથી નિત્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું નિયમિત પઠન કરવાથી મનુષ્ય જીવન મરણના ફેરામાંથી મુક્ત થઈ વૈકુંઠલોક ને પામે છે.


“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય બીજાનું પુણ્યફળ .....

આગળ ના ભાગ ૨ માં જોઈશું