A lot if you become a man books and stories free download online pdf in Gujarati

માણસ તું માણસ થાય તો ઘણું

૫-૧-૨૦૧૯ ની ઘટના (માણસની માણસાઇ પર નો સવાલ)


ઘરે થી નવ વાગે નીકળી... 9:30 વાગે job પર સ્કૂલ પહોંચવાની ઉતાવળમાં... 10 મિનિટના રસ્તા પછી ગલુડિયા નું એકસીડન્ટ હતું, એકસીડન્ટ તો ન જોયેલું.. પણ એ ફોરવીલ વાળા માણસ* એના પર પાણી નાખીને રસ્તાની સાઈડ પર મુકતા હતા.. હું આગળ નીકળી ગઈ .. just because I am already late.. પણ મારી માણસાઈ* જાગી અને હું રીટન આવી..

૯:૧૬ કલાકે મે જીવદયા ટ્રસ્ટ ઉપર કોલ કરયો, તો તેમણે કહ્યું આ નંબર પર કોલ કરો પેલા નંબર પર કોલ કરો.. બધુ ટ્રાય કરીને એક કલાક સુધી કઈ રીઝલ્ટ ન મળ્યા પછી literary I feel like crying and almost cried 😞😟 but someone always there for you anywhere anytime..all thanks to અલ્પેશભાઈ પીપળીયા 😇 આજે પણ કઈ બીજો option આપીને મદદ કરી.. પછી જે પણ ત્રણ ચાર વ્યક્તિના કોલ આવ્યા અને જે મદદ કરી એ માટે ધન્યવાદ..

એક-દોઢ કલાક ની રાહ જોયા પછી માણસ એવું કહે છે કે આ એરિયા અમારી હદમાં નથી આવતો we can't come અને પછી આ વ્યક્તિઓની માણસ થવાની સાબિતી પૂરી પાડતી એમની મદદ ના લીધે ૧.૩૦ કલાક પછી ડોક્ટર આવી ગયા અને એ બચ્ચાને બહાર કાઢ્યું...એ દોઢ કલાકમાં રસ્તા પરથી નીચે ઘસડાતા પહોંચી ગયેલું એ જોવું પણ sad હતું.. એના માટે કેટલું પીડાદાયક હશે એ વિચારીને મારા માટે બે મિનિટ આંખનું પાણી અને બોલવાની ક્ષમતા જવાબ આપતું હતું .. મને ખબર નથી કે કેમ દુઃખ થતું હશે😭 ડોક્ટરે ચેક કર્યું એની ચીસ એનું દુઃખ બયાન કરતું હતું... પાછળના પગ થી એ ચાલી નહોતું શકતું એ જોયેલું.. ચેક કર્યા પછી ખબર પડી કે એક પગ જ તુટી ગયેલો છે.. ડોક્ટરએ ઇન્જેક્શન આપીને એક safe જગ્યા પર મુક્યું...

મને નથી ખબર કે એ સંપૂર્ણ પણે ઠીક થશે કે કેમ but બે કલાકની અકળામણ પછી મનમાં એક શાંતિ હતી.. અને ડોક્ટર પાસે એ વ્યથાને વ્યક્ત કરતાં એમનો જવાબ સાંભળીને થોડી પાછી શાંતિ મળી .. કાલે આવીને ડોક્ટર જો જશે અને રિકવરી આવી જ જશે એમ તો એવું કહ્યું..11 વાગ્યે ત્યાંથી નીકળ્યા પછી મનમાં એ સવાલ થયો કે માણસની માણસાઈ ક્યાં છે..?મોટી ગાડીમાં બેસીને શુ બુદ્ધિ નાની થતી જાય છે?😞 બધાને જલ્દી છે પણ કોઈની કરતાં વધારે જરૂરી તો કંઈ નથી ને..માણસ* જ જીવ છે? ના બોલી શકનારનું શું ?? માણસ થવા પર દયા આવે છે.. ભગવાને જેને સમજણ આપી છે એ જ નાસમજ બનીને જીવે છે..God is there only that feeling can helps you no one else...😇

સાંજે ઘરે પાછા ફરતા ૬.૩૦-૭ વાગી ગયેલા તો એ બચ્ચા ને જોવા ઊભી રહી તો ખબર પડી કે એ રસ્તાની સામે નાં ખેતર માં છે... તો મે સવારે મળવાનું વિચાર્યું અંધારા ના લીધે..

બીજા દિવસે સવારે નોકરી પર જતા ખેતર માં જોવા ગઈ , તો ત્યાં રહેતા મજૂરો એ કહ્યું કે એ કાલે રાતે જ મૃત્યુ પામ્યું.. જે સાંભળી ને બોઉ દુઃખ થયું અને મારી આંખ માં પાણી આવી ગયું કે કોઈ ની જિંદગી આમ માણસની ગાડીઓની સ્પીડ નાં આધારે નક્કી થતી હશે?? ભગવાન સામે એક સવાલ થયો કે માણસ ની માણસાઈ આ જ છે?? શું એની જિંદગી કિંમતી નથી? આજની ઘણી એવી ઘટનાઓ જોઈ ને માણસ માટે એક જ વાક્ય યાદ આવે છે " માણસ તું માણસ થાય તો ઘણું ..."