The Corporate Evil books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-17

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-17
બીજા દિવસની બપોર થઇ ગઇ હતી. નીલાંગ એનાં પબ્લીશીંગ હાઉસમાં કાંબલે સાથેજ બેઠો હતો. બંન્ને જણાં સવારથી સ્ટ્રેટેજી બનાવી રહેલાં કાંબલેનાં કુશળ ભેજામાં આઇડીયા આવી ગયેલો કે અનુપ ઇન્ડસ્ટ્રીઝનાં અનુપ સર અને એનાં દીકરા અમોલની ખબર કેવી રીતે રાખી શકાય ? જાણકારી મેળવવા માટે શું કરવું ? હજી ઘટનાને બને હજી માંડ 24 કલાક થયાં હતાં. મોટી હસ્તીને ત્યાં આવી દુઃખદ અને શંકાસ્પદ ઘટના થઇ હતી પોલીસ એની દોડધામમાં હશે જ્યાં સુસાઇડ કરેલું છે એ જગ્યા સીલ હશે. હવે આગળ સનસની મચી જાય એવા ન્યુઝ ત્યાંથી લાવવા ?
કાંબલે સાથે ઘણી ચર્ચા પછી લગભગ બધીજ જાતનાં એંગલથી વિચારણા થઇ ગઇ હતી. કાંબલે એ નીલાંગને પોલીસ સાથે કેવી રીતે કામ કઢાવવુ એ ટ્રેઇનીંગ દરમ્યાન તો શીખવ્યુજ હતું અત્યારે પણ તાકીદ કરી હતી.. થોડીવાર નીલાંગ વિચારે બેસી રહ્યો પછી અચાનકજ એ પોતાની સીટ પરથી ઉભો થઇ ગયો અને બોલ્યો "સર મને જવા માટેની પરમીશન આપો હું સ્થળ પર કોઇપણ રીતે પહોંચી જઊં છું અને મને મારી રીતે કામ કરવાની સ્વતંત્રતા આપો હું પ્રોમીસ કરુ છું કે હું ન્યૂઝ એવાં લાવીશ કે મીડીયામાં ખળભળાટ મચી જશે.
પણ એક શરત છે કાંબલે સર.. મારાં પર ભરોસો રાખી મને સ્વતંત્ર પણે હવાલો આપો અને આ વાત આપણાં બે વચ્ચે રહે મને મદદની જરૂર હશે તોજ હું તમારો સંપર્ક કરીશ એ પણ કોઇ રસ્તો નહીં બચે તોજ બાકી હું રીપોર્ટ લઇને તમારી પાસે રૂબરૂ આવીશ.. રાનડે સરને પણ કંઇજ કહેવાનું નથી હમણાં આ મીશન અંગે પ્લીઝ.
ગણેશ કાંબલે નીલાંગને સાંભળી રહ્યાં પછી થોડું વિચારીને કહ્યું "ડન.. તને આપી છૂટ જા તુ તારી રીતે કામ કરી આવ પણ મને રીઝલ્ટ જોઇએ... પ્રોમિસ એમ કહીને પોતાનાં ટેબલ પર હાથ પછાડીને જાણે નિર્ણયને જાહેર કર્યો.
નીલાંગ ખુશ થઇ ગયો. એણે કાંબલે સાથે હાથ મીલાવી થેંક્યુ સર કહ્યું અને બોલ્યો તમારાં મોબાઇલ પર સર તમને મારી બધીજ અપડેટ મળતી રહેશે. કંપનીની રીપોર્ટીંગ એપ પર હું હમણાં કોઇ ઈન્ફોરમેશન કે મેસેજ નહીં મૂકું માત્રને માત્ર તમને જ રીપોર્ટીંગ કરીશ.
કાંબલેએ કહ્યું "ઓકે ડન જા ફતેહ કર દીકરા. કંઇ પણ જરૂર પડે મારો તરત જ સંપર્ક કરજે. ધ્યાન રાખજે આ બધુ જ મોટું માથુ છે. કંઇ પણ કાચુ ના કપાય. ટેઇક કેર એન્ડ ગો અહેડ... કહીને મિલાંગને બેલ્ટ લક કહીને રવાના કર્યો.
નીલાંગે પોતાની ઘડીયાળમાં જોયુ છે સાંજના 5.30 થવા આવ્યાં છે એણે પહેલોજ ફોન આશાતાઇને કર્યો અને કહ્યું "આઇ મને આવતાં મોડું વ્હેલુ થાય ચિંતા ના કરીશ પ્લીઝ હું કામ પતાવીનેજ આવીશ અને આઇ તુઝા આશીર્વાદ દે અને આશાતાઇનાં આશીર્વાદ લીધાં. આઇએ કહ્યું સરસ કામ કરીને આવજે હું તારી રાહ જોતી હોઇશ તું લાવ્યો છે એ ટીવીમાં કંઇને કઇ જોયા કરીશ અને ફોન મૂક્યો.
નીલાંગે નીલાંગીને ફોન કર્યો પહેલીજ રીંગે ફોન એણે ઉપાડ્યો. એય મારી ડાર્લીંગ શું કરે છે ? નીલાંગીએ કહ્યું બસ જો આ ફાઇલોનો અભ્યાસ કરીને બધી પાછી મૂકી હમણાં થોડીવાર પછી બોસ પાસે જવાનુ છે એમની ટ્રેઇનીંગ છે આજે કલાક વધારે રોકવાનુ છે.
નીલું તે મને જે ધ્યાન રાખવાનુ કહ્યું છે ત્યારથી થોડુ ટેન્શન થઇ ગયુ છે કે સર સારાંજ હશેને કોઇ ગરબડ નહીં થાય મારે કેવી રીતે એલર્ટ રહેવાનું કઇ રીતે સાચવવુ ?
નીલાંગે કહ્યું "નીલો.... આવું બધુ તમને સ્ત્રીઓને ઇન બીલ્ટ આવ્યું હોય કંઇ શીખરવાનુ ના હોય તમારી આંખ અને નજર બધુજ તરત સામેવાળાનું પારખીજ લે વાર ના જ લાગે એટલે ચિંતા વિના નિર્દોષભાવથી કામ કર... કોઇ તકલીફ પડે મને ગમે ત્યારે ફોન કરી શકે.
અને નીલો આજે બસ રીપોર્ટીંગ માટે હવે નીકળુ છું પેલાં VIP કેસ માટે તને ફોન કરીને નીકળું ને... આઇ ને જણાવા ફોન કરી દીધો છે કે મોડું વ્હેલું થાય ચિંતા ના કરે.
ઓહ ઓકે નીલુ તારે તો આમે કેસ માટે જવાનું છે ઓહ તને પણ મોડું થશે. ટેઇક કેર નીલુ.. લવ યુ એન્ડ બેસ્ટ લક. ચલ ફોન મૂકું ચાલુ ઓફીસે વધારે વાત નહીં થાય બાય લવ યું.
નીલાંગે કહ્યુ લવ યું નીલો... અને ફોન મૂકીને પોતાના મનમાં જે વિચાર આઇડીયા આવેલાં એ તરફ જવા નીકળ્યો.
નીલાંગે ચર્ચગેટની ફાસ્ટ પકડી અને પારલા વેસ્ટ ઉતરી ગયો ત્યાંથી ઓટો કરીને જૂહૂ 11 મા રસ્તે આવી ગયો. રીક્ષાવાળાને છોડ્યો મુંબઇનાં અતિધનીકોનાં વિસ્તારમાં હતો બધી લેન એનાં નંબરથી ઓળખાતી હતી અહીં અભિતાભ, ધર્મેન્દ્ર બધાનાં બંગલા છે બધાં અહીં રહે છે સાંભળ્યુ હતું 10માં રોડ પર શત્રુધનનો લવકુશ બંગલો મોટાં મોટાં ધનપતિઓ અહીં રહે છે એને 12મી લાઇનમાં જવાનુ હતુ જ્યાં અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળાનો બંગલો હતો.
એની પાસે માહિતી એટલીજ હતી કે 12મી લાઇન પર જ છે એ રોડ પર ક્યાં બંગલો છે એ શોધવાનો હતો. એ ચાલતો ચાલતો બોર્ડ જોતો જઇ રહેલો અને બારમો રસ્તો આવી ગયો ટ્રાફીક ઘણો હતો નજીકમાં કોઇ સ્કૂલ હશે ઘણાં છોકરાઓ પોતાનાં વાહનોમાં જઇ રહેલાં ધીમે ધીમે વિસ્તાર જોતો રસ્તો માપતો આગળ વધી રહેલો.
12માં રસ્તાનાં કોર્નર પર એણે પાનનો ગલ્લો જોયો અને એણે એની સાથે વાત કરવાનાં બહાને ઉભો રહ્યો અને પોતે પીતો ના હોવા છતાં સીગરેટ માંગી પેલાએ કહ્યું "ભાઉ પણ અહીં પાછળ રહીને પીજો નહીંતર મેરી કંમ્પ્લેઇન હો જાયેગાં એટલામાં મોટી કાર આવીને ઉભી રહી. પેલો ગલ્લાવાળો બે સીગરેટનાં પેકેટ લઇને ઉતરીને સીગરેટ આપી આવ્યો પેલાએ 500ની નોટ પકડાવીને ગાડી જતી રહી...
ભૈયાએ નીલાંગને સીગરેટ આપી અને બોલ્યો પી લો સાહબ કોઇ બાત નહી. અને નીલાંગની હિંમત ખૂલી અને એણે સીગરેટ સળગાવી હાથમાં પકડી રાખી પછી બોલ્યા કાફી અમીર ઇલાકા હૈ. વો ક્યા કહેતે હૈ બડે બેડે એક્ટર ઓર ઇન્ડસ્ટ્રીઝ વાલે યહાઁ રહેતે હૈ -
ભૈયાએ નવરાશ હતી સાંજ થવા આવી હતી એ પણ વાતોએ વળગ્યો. અરે ભાઉ બડા અમીર ઘરાનેકે લોગ યહાઁ રહેતે હૈ આગે કે રાસ્તે પર ધર્મેન્દ્ર કા બંગલા હે ઔર.. ગલ્લાવાળો આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું હાં હાં વો અમોલ... ભૈયાએ કહ્યું... અરે બાબુ ધીમે સામને વાલા બંગલા હી ઉનકા હૈ પૂરા કિલ્લા જૈસા હૈ કોઇ પરીન્દા ભી પાવ નહી રખ સકતા ઇતની સખ્ત સીક્યુરિટી હૈ... ઓર ભાભીજી કા.. અને અટક્યો.... નીલાંગે કહ્યું "હાં કુછ સુનાતો હૈ અમોલ કી વાઇફ કા કુછ લફડા હૈ સુસાઇડ કીયા હૈ ન ? મૈં જાનતા હૂં.
પેલો પાનવાળો નીલાંગની સામેજ જોવા માંડ્યો એણે કહ્યું "અરે ભાઉ આપ કૈસે જાનતે હો ? અભી કલતો હુઆ હૈ બડે બડે પોલીસવાલે આતે જાતે હૈ મેરી પૂરી નજર રહેતી હૈ અભી અભી કમીશ્નર આકે ગયા હૈ ઉનકે લીયે સીક્યુરીટી વાલા સીગરેટ લેને ભી આયા થા.
નીલાંગને થયુ આ માણસ બરોબર છે... તાકડે બંગલો પણ મળી ગયો અને અહીં સામેજ. નીલાંગે ઝીણવટથી બધે નજર નાંખી અવલોકન કરવા માંડ્યુ એણે જોયુ બંગલામાં ફર્સ્ટ ફલોર સિવાય બધેજ લાઇટો ચાલુ હતી ગેટ પાસે 3-4 સીક્યુરીટીવાળા ઉભાં હતાં ગેટ ખૂબ મટો ઊંચો હતો અંદરનું કંઇજ દેખાઇ નહોતું રહ્યુ અને ચારેબાજુ એટલાં ઉચાં ઝાડ હતાં કંઇજ દેખાતુ નહોતું.
નીલાંગની ચકોર નજર બીજા પાછળનાં ગેટ તરફ પડી એણે જોયુ કે ત્યાં રીક્ષામાં કંઇ સામાન આવ્યો છે કદાચ કીચન તરફનો ગેટ હતો અને જે માણસ સામાન લાવેલો એ ઊંચકી નહોતો શકતો એણે પાનવાળાને કહ્યું "વો બેંચારા અકેલા આદમી સામાન ઉઠા નહીં શકતા ઉસકો મદદ કરકે આતા હુઁ એમ કહીને બંગલાનાં ગેટ તરફ ગયો. બંગલાનાં ગેટ પર બંગલાનું નામ "અમોલ" લખેલુ હતું.
પેલાએ રીક્ષામાંથી બે ત્રણ થેલા કાઢ્યા પણ એ લઇ જઇ નહોતો શક્તો સીક્યુરીટી આવે તે પહેલાં નીલાંગ એની પાસે પહોચી ગયો. લાવો ભાઉ મેં ઉઠા લેતા હૂઁ... પહેલાં તો પેલો અચકાયો કે આ કોણ છે ? કેમ મદદ માટે આવ્યો ?
નીલાંગ સમજી ગયો એવો ચતુરાઇથી જવાબ આપ્યો ગલ્લો બતાવ્યા કહ્યું ભાઉને ભેજા મદદ કરને કે લીએ. પેલાએ ગલ્લા તરફ જોયુ.. કાયમનો ગલ્લો છે એને ખબર હતી એટલે એણે થેંક્સ કહ્યું અને બોલ્યો થોડી મદદ કરદો અંદર લે જાના હૈ સામાન.. નીલાંગે કહ્યું ચાલો ઇસ લીએ તો આયા હૂઁ...
************
નીલાંગી શ્રોફ સરની ચેમ્બરમાં પહોચી...ચીલ્ડ એસી. ખુશ્બુદાર પરફ્યુમની સુગંધ આવી રહી હતી અને શ્રોફ....
વધુ આવતા અંકે ---પ્રકરણ-18