riya shyam - 12 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 12

ભાગ - 12
RS, પોલીસ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે પોતાની ગાડી લઈ
પોલીસ ઇન્સપેક્ટર સાહેબની સાથે, ધીરજભાઈ અને પંકજભાઈ ને ઘરે જવા માટે નીકળે છે.
RSએ,
ધીરજભાઈ અને પંકજભાઈનુ ઘર જોયું હોવાથી, પોલીસની ગાડીની આગળ-આગળ RSની ગાડી જઈ રહી છે.
આમ તો પંકજભાઈ અને ધીરજભાઈના ઘર વચ્ચે વધારે અંતર નથી.
પરંતુ, તે બન્નેના ઘર બેંકથી ખાસ્સા દુર કહી શકાય.
લગ-ભગ અડધા કલાકનાં સમય પછી, RSની ગાડી,
સૌ-પ્રથમ આવતા, પંકજભાઈના ઘર પાસે આવીને ઉભી રહે છે.
પાછળ ને પાછળ, પોલીસની ગાડી પણ ઉભી રહે છે.
પરંતુ
અહી બંને ગાડીમાંથી કોઈને નીચે ઊતરવાની જરૂર પડતી નથી.
કેમકે,
પંકજભાઈના ઘરે તાળું મારેલું છે.
પંકજભાઈના ઘરે તાળું જોતા, પોલીસના શકમાં થોડો વધારો થાય છે.
ત્યાંથી તેઓ, ધીરજભાઈના ઘરે જવા નીકળે છે.
પંકજભાઈના ઘરથી થોડા જ અંતરે આવેલ, ધીરજભાઈનું ઘર આવી જતા, ફરી બંને ગાડીઓ ઉભી રહે છે.
પરંતુ,
ધીરજભાઈના ઘરના દરવાજે પણ તાળું લાગેલું જોતા પોલીસનો શક, પાકો થતો જાય છે.
ધીરજભાઈના ઘરે તાળું જોઈ, RS પોલીસ ઇંસ્પેંકટરને જણાવે છે કે,
RS : સાહેબ, અહીં તાળું છે, એનો મતલબ,
બની શકે છે કે, ધીરજભાઈ પોતાની સિક્યુરિટીની ડ્યુટી પર, એટલે કે બેંક પર ગયા હોય, અને એમના પત્ની મારા ઘરનું કામ-કાજ કરે છે, તો તે અત્યારે મારા ઘર પર ગયા હોય.
પોલીસ : હા તો તમે, ધીરજભાઈ ને ફોન કરી ને પૂછી જુઓ,
એ ક્યાં છે ?
RS, ધીરજભાઈને ફોન લગાવે છે.
પરંતુ
ધીરજભાઈનો ફોન, સ્વીચ- ઓફ આવે છે.
RS ફરી, એક-બે વાર ટ્રાય કરે છે.
પરંતુ
ધીરજભાઈનો ફોન સળંગ સ્વીચ ઓફ આવતા,
RSની ચિંતામાં અને પોલીસના શકમાં વધારો થતો જાય છે.
છતા
RS, હમણાંજ હોશમાં આવેલ બેંકના નાઈટ વોચમેનને, ધીરજભાઈ બેંક પર આવ્યા છે કે નહીં, તે જાણવા ફોન લગાવે છે.
તો વોચમેન દ્રારા RSને જાણવા મળે છે કે, ધીરજભાઈ હજી આવ્યા નથી.
પોલીસ RSને ધીરજભાઈના અન્ય કોઈ ફેમીલી મેમ્બર વિશે પૂછે છે.
તો RS, પોલીસને જણાવે છે કે,
ધીરજભાઈનો એક દીકરો છે, વેદ
જેનો કોઈ અકસ્માત થયો છે, અને તે હોસ્પિટલમાં છે.
એવો એક ફોન મને ગઈકાલે રાત્રે આવેલો.
જે ફોન મને વેદના મિત્ર અને પંકજભાઈના દિકરા શ્યામે કર્યો હતો.
એટલે, શ્યામ અને વેદ,
તે બંનેતો અત્યારે હોસ્પિટલમાં છે.
હું પણ આજે સવારે વેદની ખબર કાઢવા માટે હોસ્પિટલ જવાનોજ હતો, પરંતુ બેંક પર આ બનાવ બની જતા, હું અહીં આવ્યો.
પોલીસ RSની વાત સાંભળી કદાચ ત્યાંથી કોઈ માહીતી મળી રહેશે, તેવું વિચારી RSને સાથે લઈને બધા હોસ્પિટલ જવા નીકળે છે.
હોસ્પિટલ પહોઁચતાજ
સૌ પ્રથમ પોલીસ ઇન્સપેક્ટર,
હોસ્પિટલના ડોક્ટરને મળે છે.
Rs પણ તેમની સાથે છે.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પહેલા મોડી રાત્રે,
શ્યામ, વેદને ઘાયલ અવસ્થામાં લઈને હોસ્પિટલ આવેલો.
એ વખતે અમે વેદની પ્રાથમિક સારવાર તો કરી,
પરંતુ
વેદના ગળા પર ગંભીર ઈજા થયેલ હોવાથી, એના ગળાનું ઓપરેશન કરવું પડે એવું હતુ, અને એનાં માટે પાંચ લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં, અમોએ વેદના મિત્ર શ્યામને પૈસા હાથ-પર રાખવા જણાવેલ.
તો શ્યામે, ગઈકાલે રાત્રેજ રૂપિયા પાંચ લાખ રોકડા, હોસ્પિટલમાં જમા કરાવેલ છે.
ડોક્ટર પાસેથી આટલું જાણતાંજ,
પોલીસ ઇન્સપેક્ટર એક્શનમાં આવી જાય છે, અને શ્યામ અને વેદ જે વોર્ડમાં હતા, ડૉક્ટર સાથે તે વોર્ડ તરફ જવા નીકળે છે.
ડોક્ટરની વાત સાંભળી,
RS પણ ચિંતા અને મૂંઝવણ સાથે, પોલીસની સાથે-સાથે શ્યામ અને વેદ હોસ્પિટલની જે રૂમમાં હતા, ત્યાં જાય છે.

વધારે આગળ ભાગ 13