CHECK MATE. - 2 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ પાર્ટ - 2

મિત્રો ચેકમેટના પ્રથમ પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા અલયની કોલેજ જાય છે પ્રિન્સીપાલને મળવા અને ત્યાંથી પોતાની ઓફિસે જઇ લીવ રિપોર્ટ મૂકી ઘરે જાય છે.બીજે દિવસે સિમલા જવાની તૈયારી માં એ નીકળે છે..ત્યાંથી આગળ...

ચાલુ એકટીવાએ મોબાઈલની રિંગ વાગતા મોક્ષા રોડ પર સાઈડમાં ઉભી રહી પર્સમાં મૂકેલો ફોન બહાર કાઢીને જોવે છે તો મનોજભાઈનો ફોન હતો પણ ફોન ઉપાડે એ પહેલાં કપાઈ ગયો.
મોક્ષાએ સામે કોલ કરવાને બદલે સીધા ઘરે જ જવાનું પસંદ કર્યુ.
મોક્ષા મેઈન રોડ પરથી હવે સાંકડી ગલીમાંથી પસાર થઇ રહી હતી.ધીરે ધીરે કોઈક વાહન પસાર થવાનો અણસારો આવતા એકટીવા સાઈડમાં લીધું પણ કોઈ આગળ આવતું નહોતું તેથી કુતૂહલવશ થઈને સાઈડ ગ્લાસમાં જોયું તો એક કાળી કાર તેની પાછળ આવતી હતી,આથી એ જોઈને ધ્રાસકો પડ્યો અને એણે એકટીવાની સ્પીડ વધારી.થોડી વારમાં જ ઘર આવી ગયું.મેઈન ગેટની બાજુનો જ ફ્લેટ હતો .મોક્ષાએ ફટાફટ એકટીવા પાર્ક કર્યું અને પાછળ જોયા વગર એકીશ્વાસે પગથિયાં ચડી ને ઘરે પહોંચી

'કેમ બેટા મોડું થયું'? ગભરાયેલી દીકરીને જોઈને વનીતાબેન બોલી ઉઠ્યા.
"ઓફિસમાં થોડી વાર લાગી મોમ. પપ્પા ક્યાં છે?'
"પપ્પા બહાર ઘરનો સામાન લેવા ગયા છે.હજુ આવ્યા નથી જો ને....."વનીતાબેન કાઈ બોલે એ પહેલાં જ મોક્ષાએ મનોજભાઈને કોલ લગાડ્યો.ફોન રિંગિંગ હતો તેથી એ ગભરાઈ ગઈ.અને એકટીવાની ચાવી લઇને ઘરમાંથી નીકળવાની તૈયારી કરતી ત્યાંજ ડોરબેલ વાગી અને મોક્ષાએ દોડીને દરવાજો ખોલ્યો જોયું તો સામે મનોજભાઈ. ઉભા હતા.

'શું થયું બેટા આમ ગભરાયેલી કેમ છે?'' મનોજભાઈએ ઘરનો સામાન ડાઇનિંગ ટેબલ પર મુકતા પૂછ્યું.
"કાઈ નહીં પપ્પા..ચાલો મસ્ત ચા પીએ સાથે"કહીને વાત વાળી લીધી.
ચા-નાસ્તો કરીને મોક્ષા પોતાના રૂમમાં ગઈ સામાન પેક કરવા. જોયું તો મોટાભાગનો સામાન પેક થઈ ગયો હતો.
વનિતાબેન જાણતા હતા કે મોક્ષા થાકી ગઈ હશે.
મોક્ષા ડબલબેડ પર આડી પડી.માનસિક થાકને લીધે એક સરસ મજાનું ઝોકું ખાવાનું મન થયું અને જેવી આંખ બંધ કરી નજર સામે એ કાળા રંગની ગાડી આવી ગઈ ધ્રાસકો પડ્યો અને ઉભી થઇ.

શું આલય અને આ ગાડીને કોઈ કનેકશન હશે?
શું ગાડીવાળી વ્યક્તિ એનો પીછો કરતી હશે?? એવી કેટલીય અટકળો વચ્ચે મોબાઈલમાં મેસેજનું નોટિફિકેશન આવ્યું .
આરતીનો મેસેજ હતો. રિધમ મહેતાનું સરનામું આવી ગયું
હવે ઇન્સ્પેક્ટર મહેન્દ્ર રાજપૂતને ટ્રેનનો ટાઇમ અને કોચ નંબર મોકલવાનો હતો.
"પપ્પા, કાલની ટ્રેન બરોડાથી જ પકડવાની છે??"મોક્ષાએ મનોજભાઈને પૂછ્યું.
મનોજભાઈ એ બધીજ વિગત મોક્ષા ને આપી.અને વનિતાબેનને પણ મોબાઈલ માં ટિકિટની વિગત આપી.
રાતનો સમય થયો....
મોક્ષા ફાઇનલ પેકિંગ કરીને નવરી પડે છે ત્યાં જ વનિતાબેન બૂમ પાડીને બોલાવે છે અલયના રૂમમાં.
મનોજભાઈ અને મમ્મીને આલયના રૂમમાં જોઈને મોક્ષા ગભરાઈ જાય છે..કારણ કે જો મમ્મી એનો કબાટ ખોલશે તો??આલયની ડાયરી એમાજ હતી.
"મોક્ષા આલયના કોઈ ડોક્યુમેન્ટ્સ સાથે લેવાના છે.??"
શૂન્યતા સાથે વનિતાબેન પૂછે છે.

હા, આધાર કાર્ડ એ લઇ ગયો હતો સિમલા સાથે."મનોજભાઈ બોલ્યા.
પપ્પા આધાર કાર્ડ સિમલાથી આવી ગયું છે.પ્રિન્સિપાલ સાહેબે આપ્યું જેની ઝેરોક્ષ પોલીસ સ્ટેશન આપવાની છે અને ઓરિજિનલ આપણી પાસે રાખો.અને થોડા લેટેસ્ટ ફોટા અને કોલેજ I-Card.

"શું આધાર કાર્ડ પાછું આવ્યું તો આલય ક્યાં છે??"
શું થયું છે એની સાથે કોઈ કહો તો ખરા."
વનિતાબેનને ગળે ડૂમો ભરાઈ ગયો..
ત્યાં ડોરબેલ વાગી.મોક્ષા બારણું ખોલવા ગઈ.જોયું તો સામે કોઈ નહોતું.ગભરાઈ ને બારણેથી થોડી આગળ જાય છે ત્યાંજ....પગમાં કાંઈક અથડાયું નીચે જોતા જ આંખો પહોળી કરીને ચીસ પાડી."પપ્પા..
મનોજભાઈ આવ્યા જોયું તો મોક્ષના હાથમાં એક બોક્સ હતું અડધું ખોલેલું....
મનોજભાઈ બોક્સ હાથમાં લેતા જ ફસડાઈ પડ્યા..
"મોક્ષા આ કપડાં તો..."આગળ ના બોલી શક્યા.
હા પપ્પા ....મોક્ષા એકદમ સ્વસ્થ થઈ ગઈ એને યાદ આવ્યું કે મમ્મીને સાચવી લેવાની છે.
એ એકદમ જ મમ્મી પાસે પહોંચી ગઈ "માં, સાંભળ ને.
થોડી કોફી પીવી છે બનાવી આપીશ."કહીને મમ્મીનું ધ્યાન બીજી બાજુ વાળી લીધું.

વનિતાબેન રસોડામાં ગયા ત્યાં સુધીમાં મનોજભાઈ અને મોક્ષાએ બોક્સ અને આલયની ડાયરી તિજોરીમાં લોક કરીને મૂકી દીધી.

"મોક્ષા,જાગે છે બેટા?? તો એક વાત કહું ??મનોજભાઈએ પૂછ્યું.
મોક્ષા એ આંખોથી મુક સંમતિ આપી.

બેટા, આજે સવારે ઘરેથી બેન્ક જવા નીકળ્યો ત્યારથી એક કાળી કાર મારો પીછો કરતી હતી લગભગ બૅ કલાક મારી પાછળ હતી.મેં તને ફોન કર્યો હતો..પણ પછી કોણ જાણે અચાનક ક્યાં ગાયબ થઇ ગઇ??"મનોજભાઈ ધીમેથી બોલતા હતા.
"પપ્પા પછી મારી પાછળ...મોક્ષાએ ગભરાયેલા પણ મક્કમ અવાજે કહ્યું.મનોજભાઈ ચમકી ગયા અને આંખો સ્થિર થઈ ગઈ મોક્ષા પર....

દોસ્તો આલય ક્યાં છે અને કાળી કારનું કોઈ કનેકશન છે??
એ કાર કેમ પીછો કરે છે...મનોજભાઈ અને મોક્ષાનો??
એ જાણવા વાંચતા રહો....checkmate...
વધુ આવતા અંકે...