CHECK MATE. - 3 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 3

Check mate 3

આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા ઘરનું બારણું ખોલે છે. અને પગમાં કાંઈક અથડાય છે.જેમાં આલયના કપડાં અને સાથે બીજી વસ્તુ હોય છે.મનોજભાઈ અને મોક્ષા કાળા રંગની ગાડી વિશે વાત કરીને છુટા પડે છે...હવે આગળ,

બીજે દિવસે સવારે મોક્ષા સૂતી હોય છે ત્યાં રિંગ વાગે છે.ઇન્સ્પેક્ટર રાજપૂતનો ફોન જોઈને સફાળી બેઠી થઈ જાય છે.
ઇન્સ્પેક્ટર રાજપૂત: મોક્ષા 9.30 વાગે તૈયાર રહેજો .બપોર સુધીમાં બરોડા પહોંચી જવાનું છે.તમારા પપ્પાને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી.માટે તૈયાર રહેજો હું આવું છુ". કહીને સામે છેડેથી ફોન કપાઈ ગયો.
મોક્ષાએ જોયું તો સવારના 6.30 થઈ ગયા હતા.એ ફટાફટ ડ્રોઈંગરૂમમાં ગઈ જોયું તો મનોજભાઈ બેસીને ચા પીતા હતા.
મોક્ષા : પપ્પા, સુતા નહોતા કેમ આટલા વહેલા ઉઠી ગયા?
ડાઇનિંગ ટેબલ પર ખુરશી પર બેસીને થર્મોસમાં મમ્મીએ ભરેલી ચા કાઢતા એમ જ પૂછી લીધું.
બેટા પછી મોડું થઈ જશે..ઇન્સ્પેક્ટર ખૂબ જ કડક અને શિસ્તપ્રિય માણસ છે...ચાલ ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈ જા.

મોક્ષા અને મનોજભાઈ પોતપોતાના રૂમમાંથી તૈયાર થઈને 8.45 સુધીમાં ફરીથી ડ્રોઈંગરૂમમાં આવી ગયા.
વનિતાબેન બહાર સોફા પર બેઠા હતા.
મોક્ષા : મમ્મી આ પૈસા લઇ લે..બધા બિલ ચૂકવવાના બાકી છે અને હા, આરતી આવશે સાંજે તને મળવા અને આ અમારી ટ્રેનની બધી વિગતો છે એ ઉપરાંત ઈન્સ્પેક્ટરનો નંબર તારા મોબાઈલમાં સેવ કર્યો છે...
લગભગ 9.25 થઈ હશે અને મનોજભાઈના મોબાઈલમાં રિંગ વાગી.
મનોજભાઈ ; ચાલ વનિતા, ધ્યાન રાખજે, ફોન કરતો રહીશ.કહીને નીકળવા જાય છે ત્યાં લેન્ડલાઈન નંબર પર રિંગ વાગી...

મોક્ષા : હેલો, હેલો...
ત્રણ ચાર વાર બોલી પરંતુ સામેથી માત્ર હવાનો અને શ્વાસનો જ અવાજ આવતો હતો.રોંગ નંબર માનીને એ નીકળવા ગઈ..ત્યાં ફરીથી એક રિંગ વાગીને બંધ થઈ ગઈ..
મોક્ષા : મમ્મી તું ઘર લોક કરીને બેસ અને સાંજે માસીને બે ત્રણ દિવસ રહેવા બોલાવી લેજે.
ધબકતા હૈયે મોક્ષા અને મનોજભાઈ નીચે ઉતરે છે.ઇન્સ્પેક્ટર પોતાની કાર લઈને નીચે જ મળી જાય છે...
મોક્ષા જોઈ જ રહી ...છ ફૂટ ઊંચાઈ, કદાવર શરીર અને રાજપૂતને છાજે એવી મૂછો...

પપ્પા આ પોલીસ વાળો છે.મને તો WWF વાળો લાગે છે.
એ હસતો કેમ નથી??એની સાથે કામ કેમ કરવાનું...
રાજપૂત : મનોજ અંકલ સાંજે બરોડાથી કાલકા એક્સપ્રેસમાં જવાનું છે?
જવાબમાં મનોજભાઈએ ઇશારાથી હા પાડી અને ગાડીમાં ગોઠવાઈ ગયા.
કાર સડસડાટ સરદાર પટેલ રિંગ રોડ પરથી બરોડા તરફ ચાલવા લાગી.

મોક્ષા એ ડ્રાઇવર સાઈડના ગ્લાસ માંથી ઇન્સ્પેક્ટર સામું જોયું..અને મનમાં જ બોલી...કેટલો અડિયલ માણસ છે આ..છેલ્લે ક્યારે હસ્યો હશે કોણ જાણે..એવું વિચારીને હેડ ફોન ભરાવીને સોન્ગ સાંભળવા લાગી..એને ઝોકું આવી ગયું.
"શુ થયું વનિતા...બોલ તો ખરી...???
ક્યારે?? પછી કેટલી વાર ફોન આવ્યા.....

મનોજભાઈએ ગભરાઈને પૂછ્યું અને મોક્ષા ઉઠી ગઈ.
પપ્પા શું થયું ?? મોક્ષાએ ગભરાઈને પૂછ્યું ....ઇન્સ્પેક્ટર રાજપૂત મનોજભાઈનો ફોન હાથમાંથી લઇ લે છે અને ભારે અવાજમા વનિતા બેન સાથે વાતચીત ચાલુ કરે છે.
"આંટી, પ્લીઝ જેટલા પણ ફોન આવે છે આવવા દો...હું નંબર ટ્રેસ કરાવું છું...ડોન્ટ વરી... કોઈને ઘરે રહેવા માટે બોલાવી દો.

અમે બરોડા પહોંચીને ફોન કરીશું."એક વિશ્વસનીય શબ્દોનો માલિક એવો મહેન્દ્ર રાજપૂત તરત જ તેની ટીમને થોડી માહિતી આપ્યા બાદ કાર ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
થોડી વારમાં જ કાર બરોડા શહેરમાં પ્રવેશે છે.
અંકલ મારે એરપોર્ટ રોડ પર થોડું કામ છે એ પતાવાનું છે.આપ પણ ત્યાં ચાલો..રસ્તામાં હનુમાન મંદિર આવે છે.લોકો કહે છે કે ત્યાંની બાધા ફળે છે..જો આસ્થા રાખતા હો તો દર્શન પણ કરી લઇએ.પણ સૌથી પહેલા ચા -નાસ્તો કરી લઈએ.

ટ્રેન છેક સાંજે છે.તો ઘણો સમય છે આપણી પાસે...તમારી દીકરી સવારથી મારી સામે કોઈ પ્રશ્નાર્થ રૂપે જુવે છે."કહીને થોડું સ્માઈલ આપીને ફ્રન્ટ મીરરમાંથી મોક્ષા સામું જુવે છે.
મિ.રાજપૂત કારને એક સરસ રેસ્ટોરન્ટ પાસે ઉભી રાખે છે.
મોક્ષા આટલી વાત સાંભળ્યા પછી એટલું સમજી ગઈ હતી કે બહારથી આટલો ભારે ભારે લાગતો માણસ અંદરથી તો સાધારણ વ્યક્તિ જેવું જ અસ્તિત્વ ધરાવે છે.
મનોજભાઈ અને મોક્ષા તથા મિ. રાજપૂત કારમાંથી નીચે ઉતરે છે.અને રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે..

ચા નાસ્તો કરતા કરતા અચાનક એની નજર મિ. રાજપૂતની કાર પર જાય છે.અત્યાર સુધી પોતાને કેમ વિચાર જ ના આવ્યો.
ધ્યાન બહાર કેમ ગયું..??
"પપ્પા, જુવો તો....બહાર...',મોક્ષાએ ગભરાઈને કહ્યું.
મનોજભાઈ એ બહાર જોયું તો મિ. રાજપૂતની કારનો કલર કાળો હતો....
મનોજભાઈએ પરિસ્થિતિ સંભાળી લેતા કહ્યું" ચાલ મોક્ષા બેટા નાસ્તો કરી લે.મોડું થશે."
પણ મોક્ષાનો જીવ અધ્ધર થઈ ગયો...
"મોક્ષા ચા પી લો.ગાડીનો કલર પછી જોજો."મિ. રાજપૂત મોબાઈલમાં whatsapp કરતા કરતા બોલ્યા.

આ સાંભળીને મોક્ષા અને મનોજભાઈ ચમકી ગયા....જાણે એક ધબકારો ચૂકી ગયા..
શું અમદાવાદમાં પીછો કરતી કાર અને મિ. રાજપૂતની કારને કોઈ કનેકશન હશે??
ઈન્સ્પેક્ટરને કાળા રંગની ગાડીની કેવી રીતે ખબર??
આવા અનેક પ્રશ્નો સાથે...આવતા અંકે.
વાંચતા રહો...CHECK MATE....

Urmi bhatt@Feelings.