CHECK MATE. - 5 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 5

Checkmate -5

ચેકમેટ પાર્ટ 4 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે કારમાં જ સિમલા જવા નીકળી ગયા હતા મોક્ષા અને મનોજભાઈ... કાર રાજસ્થાન બોર્ડર પાર એક ઢાબા પર ઉભી રહે છે....હવે આગળ...

અંતે સત્યાવીસ કલાકની લાંબી સફર પછી પહોંચી જ ગયા સિમલા....સાથે દિલ્હીથી લીધેલા મહેમાન સાથે..

ત્યાં પહોંચતા જ મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગી..આરતીનો ફોન હતો.રિધમ મહેતાનું સરનામું તેને મોક્ષાને મોકલ્યું હતું તે ચેક કરવા માટે કીધું.ન્યૂ સિમલા જવાનું હતું....ઇન્સ્પેક્ટર રાજપૂત હવે થકી ગયા હશે એવું મનોજભાઈ માની બેઠા હતા.

મિ. રાજપૂત ગૂગલ મેપમાં એડ્રેસ ચેક કરે છે અને થોડાક જ સમયમાં કાર એક વિશાળ બંગલાની બહાર આવીને ઉભી રહી.

મોક્ષાએ રિધમ મહેતાને ફોન કરીને પોતાના સિમલા પહોંચીને ઘરની બહાર જ ઉભા હોવાની જાણ કરી.
પાંચ જ મિનિટમાં રિધમ મહેતા દરવાજે આવી ગયા..
'""મોસ્ટ વેલકમ મનોજભાઈ અને મોક્ષા બેટા.... આવો.. આવો.'" કહીને કારમાંથી સામાન લેવા આગળ નીકળ્યા...ત્યાંતો ""તમે રહેવા દો" કહીને મિ. રાજપૂત સામાનને ડેકીમાંથી બહાર કાઢે છે.

સિમલા શહેરના આલીશાન બંગલાની અંદર આવેલા સ્પેશ્યલ ગેસ્ટ રૂમમાં આવકારો આપે છે...મિસિસ રિધમ મહેતા...પાંચ આલીશાન બેડરૂમ, રસોડુ તથા બહાર સરસ મજાનો આલીશાન બગીચો, એમાં ઇટાલિક મારબલનો ફુવારો....મોક્ષા તો જોઈ જ રહીં આ ગેસ્ટ હાઉસ સામે..

મિ.. રાજપૂત. : ગેસ્ટ રૂમ આવો છે તો બંગલૉ કેવો હશે...નહીં મોક્ષા..શુ કહેવું આપનું? ,કહીને મોક્ષાની સામે જુવે છે.મોક્ષા આંખોથી સંમતિ પુરાવે છે.અને પહેલીવાર તેઓ એક બીજાની સામે પ્રત્યક્ષ રીતે જુવે છે અને સ્માઈલ આપે છે.

મનોજભાઈ અને મહેમાનોને જમવા માટે આમંત્રણ આપી ને ફ્રેશ થવા માટેની તમામ સામગ્રી આપીને મહેતા ફેમિલી બંગલા તરફ જાય છે.અડધા કલાકમાં ચારેય જણ બંગલામાં જાય છે..

મનોજભાઈ માત્ર ચા પીવાનું કહે છે..પરંતુ મોક્ષાનો મિજાજ અલગ જ હોય છે..તે એકદમ જ પૂછી બેસે છે " અંકલ, અહીંથી મોલરોડ કેટલો દૂર?? મારે ત્યાં જવું છે.""
""કેમ?"" ખૂબ જ નવાઈ પામતા રિધમ મહેતા પૂછે છે.

અંકલ આલય છેલ્લે "મોલ રોડ" ફરવા ગયો હતો અને ત્યાંથી એણે મને મેસેજ કર્યો હતો અને ફોટોસ પણ મોકલ્યા હતા..મોક્ષા આલયની વાત કરવાના મૂડમાં હતી તેથી મિ. રાજપૂત એની વાત વચ્ચેથી કાપતા જ બોલે છે '"મોક્ષા કાલે સવારે પોલીસ સ્ટેશન જવાનું જ છે ત્યાંના ઇન્સ્પેક્ટર સાથે વાત થઈ ગઈ છે...પુરી માહિતી લઈ ને પોલીસ સ્ટેશન જવાનું છે.પણ અત્યારે તો જમીને પ્લીઝ સુઈ જાવ.. ખૂબ લાંબી જર્ની હતી.અને ખૂબ જ મોડી રાત છે માટે પ્લીઝ આરામ કરો...અંકલ આપ પણ આરામ કરો...ચાલો આપણા રમ તરફ...આંટી સાથે વાત કરી લો...

રિધમ મહેતા સાથે આલય અંગેની ઔપચારિક વાત પતાવીને જમી પરવારીને પોતાના કોટેજ તરફ જાય છે.ચારેય જણ..
પોતાની કોટેજમાં જતા જ મિ. રાજપૂત થોડા ગુસ્સાવાળા સ્વરે મોક્ષા અને મનોજભાઈને ખીજાય છે..
અંકલ પ્લીઝ, આલયની કોઈ વાત ક્યાંય પણ કોઈ પણ વાત કોઈની સાથે શેર ના કરતા..

રાત્રે મનોજભાઈ સુઈ જાય છે.મોક્ષા આરતી સાથે વાત કરવા ડ્રોઈંગ રૂમમાં આવે છે.સુખરૂપ રિધમ મહેતાને ઘરે પહોંચી ગયા એની વાત કરીને પોતે રૂમમાં પાછી જાય છે.ત્યાં મમ્મીનો કોલ આવ્યો...વનીતાબેન માત્ર સુખરૂપ પહોંચી ગયા એ માટે જ ફોન કરતા હતા.

રાજપૂત સ્મોક કરતા કરતા સોંગ સાંભળતા હોય છે...
""મોક્ષા એક વાત કહું.?"?રાજપૂત એકદમ જ ધીમા અવાજે પૂછે છે.

હા બોલો ને સર""
"આલય મોલ રોડ આ ઘરેથી જ ગયો હતો. એ તમને ખબર છે?
'વ્હોટ , No... મને નથી ખબર" ચીસ પાડે છે મોક્ષા અને રાજપૂત એકદમ ઉભા થઈને એના મોં પર હાથ દબાવીને ચીસ ઢાંકી દે છે
.
આંખોમાં ડર, ફફડાટ અને ભાઈની ચિંતા તથા મિ. રાજપૂતની આટલી નજીદીકી નો પહેલી વખત સામનો કરતી મિશ્ર લાગણીઓ વાળી આંખોમાં રાજપૂત જોઈ રહે છે..મોક્ષા પણ એમણે મો પર દબાવેલા એમના હાથને હટાવ્યા વગર ફફડતી આંખે...રાજપૂત તરફ અનિમેષ જોઈ રહે છે..

વધુ આવતા અંકે...