Life Partner - 14 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 14

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 14

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

પ્રિયા જેવી જ આગળ વધવા જાય છે ત્યાં પાછળ પ્રિયાનો ભાઈ સહદેવ ઉભો હોય છે આથી તે થોડી ગભરાઈ જાય છે સાથે જ માનવ પણ થોડો આંચકો અનુભવે છે.

સહદેવ ના મુખ પર અત્યારે એક અલગ પ્રકારનો ભાવ હતો એમ પણ સહદેવ એક સૈનિક હતો એટલે પોતાના મનના ભાવ સામે વાળું વ્યક્તિ જાણી ન શકે એ કળા તેને કોઈ યુદ્ધ સમયે કામ આવે એમ હતી એટલે ટ્રેનિંગ માંજ તેને તે આત્મસાદ કરી હતી.સહદેવ આમ તો એક સારો ભાઈ હતો પ્રિયાની દરેક ખુશી માં પોતાની ખુશીને જોતો હતો પણ તેની સાથે તેને ગુસ્સો પણ ખૂબ જલ્દી આવી જતો હતો તેના પર તે કાબુ મેળવવાની ઘણી રીત અપનાવી જોઈ હતી તેમ છતાં તે તેમાં વધારે સફળ થઈ શક્યો હતો આથી તેના ગુસ્સાથી બધા વાકેફ હતા.

પ્રિયાને વધુ તો એ ડર હતો કે કાલે પોતાના લગ્ન હતા અને અત્યારે તે પોતાને અહીં બીજા છોકરા સાથે આમ વાત કરતા અને હગ કરતા જોઈ ગયા હશે તો ખૂબ ગુસ્સો કરશે એ નક્કી હતું અને વાત જો પપ્પા સુધી પહોંચી તો તો પોતાનું આવી જ બનવાનું હતું આ વિચારીને પ્રિયાના મુખ પર પ્રસ્વેદબિદુઓ ઉપસી આવ્યા હતા.

પણ કહેવાય છે ને કે જે વ્યક્તિ બહાર થી જેટલો કઠોર હોય એ વ્યક્તિ અંદરથી એટલોજ કોમળ હોય છે.બન્યું એમ હતું કે જ્યારે પ્રિયા માનવને મળવા સવારે ચાર વાગે આવી રહી હતી ત્યારે છ વાગે જાન આવવાની હતી એટલે સહદેવ તેની તૈયારીમાં કચાશ ન આવે એટલે સાડા ત્રણે જ જાગી ગયો હતો ત્યારે તે પ્રિયાને છુપાતા પગલે બહાર જતા જોવે છે આથી તે તેનો પીછો કરે છે.

સહદેવ માનવની નજીક જાય છે ત્યારે માનવ આગળ શું બનવાનું છે એ વિચારી પોતાની આખો બંધ કરી લે છે અને તેના હાથ આપમેળે જ મો આગળ આવી જાય છે.પણ સહદેવ તેને ભેટી પડે છે અને કહે છે કે “વાહ દોસ્ત આજ સુધી તારા જેવો છોકરો નથી જોયો” આ સાંભળી માનવની આખો ખુલે છે અને માનવ તથા પ્રિયા બંને થોડી હળવાશ અનુભવે છે અને તેની સાથે જ પ્રિયાના મુખેથી નીકળી જાય છે “ભઈલા”

સહદેવ માનવથી અળગો થાય છે અને કહે છે “હા છોટી તું અહીં આવી ત્યારે હું તારી પાછળ પાછળ આવ્યો હતો અને હું અત્યાર સુધી તમારી વાતો સાંભળતો હતો.હા સૌપ્રથમ તો મને ખુબ ગુસ્સો આવેલો પણ આ માનવનો જવાબ સાંભળી ને હું હચમચી ગયો કેમ કે એક છોકરીના સામેથી કહેવા છતાં તારી ઈજ્જત અને આપડા પપ્પા જેમને આને ધક્કા મારીને કાઢી મુક્યો હતો એ એમની ઈજ્જત માટે પોતાની જિંદગીની બધીજ ખુશીઓ કુરબાન કરવા તૈયાર થઈ ગયો આનાથી સારો લાઈફ પાર્ટનર કદાચ તને નહીં મળે માટે મેં એક નિર્ણય લીધો છે”

આ વાક્ય અડધું મૂકીને તેને માનવ અને પ્રિયા બંનેની ઉત્સુકતામાં વધારો કરી દીધો હતો અને તેનો અંત આણવા પ્રિયાએ પૂછ્યું “શો નિર્ણય લીધો છે તમે?” એટલે સહદેવે એક નાનકડું સ્મિત વેરતા કહ્યું કે “ લગ્ન તો તમારા બંનેના જ થશે અને તે પણ મારી મરજીથી જ”

એ સાંભળીને પ્રિયા અને માનવ બન્નેના મુખ પર આંનદના ભાવ ઉપસી આવ્યા કદાચ આંનદ શબ્દ બહુ નાનો છે અને તેથી જ કદાચ પ્રેમને કોઈ પણ ભાવ સાથે મુલવવો અઘરો છે.એટલે જ કહેવાય છે કે પ્રેમને વર્ણવી ન શકાય તેને તો ફક્ત મહેસુસ કરી શકાય કે અનુભવી શકાય.કોઈ તેની વ્યાખ્યા આપી નથી શક્યું.એમ માનવ અને પ્રિયા પણ એકબીજા ને અનુભવી રહ્યા હતા તેની સાથેજ એક પ્રશ્ન એ પણ હતો કે સહદેવ શુ કરવાનો હતો તે પ્રશ્નસુચક નજરને સહદેવ પારખી ગયો.આથી તેને કહ્યું “જો પપ્પા તો કોઈ દિવસ મારી વાત માનશે નહીં એ વાત નક્કી છે પરંતુ તમે બંને ભાગીને લગ્ન કરી લો બાકી હું સંભાળી લઈશ”

સહદેવના આ શબ્દો સાંભળીને પ્રિયા અને માનવના મુખ પર એક અલગજ ઉચાટ હતો તે બંને વિચારી રહ્યા હતા કે આ કઈ રીતે થશે જો કે હજી સહદેવના લગ્ન પણ બાકી હતા પણ પ્રિયાના પપ્પાને પ્રિયાની ચિંતા હતી કે તે માનવ સાથે ભાગીને લગ્ન કરે એ પહેલાં તે જ પ્રિયાના લગ્ન કરી લે.જોકે ઈશ્વરભાઈએ તો એક વાર એમજ મસ્તી માં કહેલું કે હવે પ્રિયા માટે એકાદો મુરતિયો ગોતો એ વાત ને સાચી માની પ્રિયાએ માનવ ને કહ્યું અને એ સાંભળી માનવ ઉતાવળ માં પ્રિયાના પપ્પાને મળવા ગયો આથી જ આ રામાયણ થઈ જોકે વહેલી મોડી એ થવાની જ હતી.

“પણ સહદેવ અમે બંને કઈ રીતે લગ્ન કરીશું જોકે મારા પપ્પા ને તો કોઈ પ્રકારનો વાંધો નથી પણ તારા પપ્પા..?” માનવે વાક્ય અડધું મૂક્યું

“એ બધું થઈ જશે સાંભળો મારો પ્લાન” આટલું કહીને સહદેવે કહેવાનું શરૂ કર્યું “ જો સૌપ્રથમ તમે બંને ભાગી ને લગ્ન કરો છો એ નક્કી છે અને તમારે બંન્ને એ અત્યારે મારા ફ્રેન્ડનો એક બંગલો શહેરની બહાર છે એ એકદમ ખાલી છે અને તમારે ત્યાં જતું રહેવાનું છે અને તે રહેવા લાયક કન્ડિશનમાં પણ છે અને આજે આખો દિવસ તમે આરામ કરશો. હું પપ્પા ને અહીં ઉલજાવી ને રાખીશ અને તે બંગલા સુધી નહીં પહોંચવા દવ. અને કાલે આપડે બાજુના શહેરમાં જઈશું અને ત્યાજ તમારા બને ના કોર્ટ મેરેજ થશે અને તેમાં જે બે સાક્ષી તરીકે હું અને માનવ તારા પપ્પા આવશે ઠીક છે પછી પપ્પાનો ગુસ્સો ઠંડો પડે એટલે ધૂમધામ થી લગ્ન કરશું”

“હા એ તો ઠીક છે પણ ભાગી ને લગ્ન કરવામાં મારુ મન હજી નથી માનતું”માનવે કહ્યું

“જો માનવ તારે લગ્નતો કરવા જ પડશે તને તારી પ્રિયા ની કસમ” સહદેવે કહ્યું કદાચ તારી જાણી જોઈને બોલ્યો પણ હવે માનવ માટે બોલવાનો કોઈ ચાન્સ ન વધ્યો આથી તે હકારમાં માથું ધુણાવી નાખે છે.પછી માનવ તેના પપ્પા ને ફોન કરે છે અને સઘળી વાત કરે છે અને માનવના પપ્પા કાલે જ ઘરે આવવાના હતા પણ ઝઘડો વધે નહીં એ હેતુ થી તેમને ઘરે ન આવતા હોટલમાં રાહેવાનું કહે છે અને લગ્ન દરમિયાન સહી કરવા આવવાનું કહે છે અને તેના બીજા દિવસે તેમને દુબઈ બે મહિના માટે જવાનું હતું એટલે કોઈ ચિંતા ન હતી આથી માનવ જય માતાજી કહી ફોન મુકે છે

સહદેવ નું ધ્યાન ઘડિયાર તરફ જાય છે તેમાં જાડો કાટો પાંચ ને અડવા મથી રહ્યો હતો આથી તે કહે છે “ચાલો હવે વધારે મોડું ન કરવું જોઈએ” આથી માનવ ઘરમાં જઈ ને કોર્ટ મેરેજ માટે જરૂરી ડોક્યુમેન્ટ અંર જરૂરી કપડાં તથા બીજો સમાન લઈ લે છે જ્યારે પ્રિયા તો તૈયારી સાથે જ આવી હતી.

જતી વખતે સહદેવ માનવનો હાથ પકડતા કહ્યું “દોસ્ત આમ તો હવે જીજાજી પ્રિયાનું ધ્યાન રાખજે” આ સાંભળીને માનવે કહ્યું “દોસ્ત પ્રિયા હવે મારી જવાબદારી છે તું બિલકુલ ચિંતા ન કર”

પછી માનવ અને પ્રિયા બંને માનવની ગાડી લઈને નીકળી ગયા અને જ્યાં સુધી ગાડી દેખાઈ ત્યાં સુધી સહદેવ જોતો રહ્યો અને પછી આકાશ તરફ જોયુ અને સ્વગત કહ્યું “હે પ્રભુ મને આ બન્નેને એક કરવામાં મદદ કરજે અને પપ્પાના ગુસ્સાને ઠંડો પાડવામાં મને મદદ કરજે” આટલું કહી તે હસી ને પોતાના બાઈક પર બેસી નીકળી પડ્યો કમીશ્નર બંગલા તરફ..

સહદેવ ઘરે પહોંચ્યો ત્યારે બહાર સિક્યુરિટી સુઈ રહ્યો હતો તેથી તે અંદર ગયો આખું ઘર સજેલું હતું અને બધા જાગવાની તૈયારીમાં જ હતા પણ કોઈને પ્રિયાના ગાયબ થવામાં તેનો હાથ છે એવી ખબર ન પડે એટલા માટે પોતાના રૂમમાં જઈને સુઈ જાય છે.

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો