Rakt yagn - 15 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 15

આ વાત. થી અજાણ મેના ઝીલ ને જોઈ ને સમજી ગઇ કે ઝીલ ચુડેલો ના સૌથી શક્તિશાળી વંશ સુરુચ ની વંશજ હતી...પહેલા તો તેને આશ્ચર્ય થયુ કે સુરુચ વંશ તો લુપ્ત થઈ ગયો હતો તો પછી આ છોકરી કોણ છે?"ચુડેલો માં માત્ર સુરુચ વંશી જ પાંખો ધરાવતા હોય છે અને તેમની પાંખો માં એટલી તાકાત હોય છે કે તે મીલો સુધી ઉડી શકે અને માત્ર એક વાર પાંખો હલાવી ને મોટા મોટા પર્વત પણ ઊખેડી શકે...કદાચ એ છોકરી ને આ વાત નો અંદાજ નહી હોય..."શેતાન મેના ની સામે જોઈ ને બોલ્યો...

મેના-"ક્યાં થી હોય? તેનો આખો વંશ તો સમાપ્ત થઇ ગયો છે.. આ કોઈ રીતે બચી તો ગઈ પણ પોતાની તાકાતથી અજાણ છે નહીંતર આજે યમે અને હુ આ વિશે વાતચીત કરવા જીવિત થોડા હોત...."
શેતાન-"તો હવે શુ ઈચ્છા છે તારી કારણકે રક્ત યજ્ઞ તો અધુરો જ રહ્યો..."


મેના-"મારી ઇચ્છા ફકત અસીમ શક્તિ પ્રાપ્ત કરવા ની જ છે અને એ હુ કરી ને જ રહીશ...કાળા જાદુ ની મહારાણી તો હુ જ બનીશ ..પછી આ પ્રૃથ્વી પર જેટલી પણ કાળી શક્તિ છે તે બધા મારી આગળ માથુ નમાવશે...ભલે રક્ત યજ્ઞ સફળ ન થયો..પણ પેલી છોકરી તો છે ને...."

1વર્ષ બાદ..


"મેનાઆઆઆઆઆઆ........જગન અને મારા બાળકને મુક્ત કર.....તુ જે કહીશ તે આપીશ...."હમણાં જ પ્રસવ પીડા થી મુક્ત થયેલી ઝીલ લગભગ ઢળી પડતા બોલી....


મેના એક વર્ષ થી ચુપચાપ ઝીલ પર નજર રાખી ને બેઠી હતી..તે એક ખાસ સમય નિ રાહ જોતી હતી....જ્યારે એને ખબર પડી કે ઝીલ મા બનવા ની છે તો તે ખુશી થી નાચી ઉઠી....કેમકે ચુડેલો જ્યારે બાળક ને જન્મ આપે ત્યારે તે 24કલાક કમજોર રહે છે આ સમય નો લાભ ઊઠાવી ને જ્યારે બાળક ના જન્મ બાદ ઝીલ અર્ધ બેભાન હતી ત્યારે મેના તેના બાળક અને જગન ને લઈ ગઈ......
"હા...હા.....હા....છોડી દઈશ.....તારા બાળક અને જગન બન્ને ને....પણ પહેલા તને આમ તડપતા જોવા ની મજા તો લેવા દે...."ઝીલ ની આસપાસ ચકકર લગાવી કુટિલ હાસ્ય સાથે મેના બોલી.....

"બકવાસ બંધ કર અને ચુપચાપ બોલ કે તારે શુ જોઈએ છે....."ઝીલે આગ ઝરતી આંખો થી મેના ને જોઈ ને કહ્યું...





"તારી આ સુંદર પાંખો"ઝીલ ની આગળ બેસી ને મેના બોલી.......
"ઠીક છે...... હુ આપુ છુ પણ મારા પતિ અને બાળક ને મુક્ત કર.... પછી હુ તને પાંખો આપુ...."ઝીલ બોલી....


મેના-"મને નથી લાગતું કે તુ કોઇ પણ શરત કરવા ને લાયક છે..ચુપચાપ પોતાની પાખો આપી દે..."

ઝીલ માટે જગન અને તેમનુ બાળક જ સર્વસ્વ હતા તેણે પાખો કાઢવા લાગી....પોતાના જ શરીર નો એક ભાગ અલગ કરવા માં કેટલુ દર્દ થાય તેનો અંદાજો કોઈ ને પણ આવી ન શકે..ઝીલ દર્દ થી ચીખી રહી હતી પણ તેણે પોતાની પાંખો અલગ કરવા નુ ચાલુ જ રાખ્યુ...
આ એજગુફા હતી જ્યા પેલી સ્ત્રી ના હાડકાં પડ્યા હતા....જ્યારે ઝીલ પાંખો અલગ કરતી હતી ત્યારે તેનુ રક્ત તે હાડકાં પર પડી રહ્યુ હતુ..અને અજામતા જ ઝીલ મેના ના મોત નોબંદોબસ્ત કરી રહીહતી....આ વાત થી ખુદ મેના પણ અજાણ હતી..કે ઝીલ નુ રક્ત પેલી સ્રી ના હાડકાં પર પડવા થી ત્યા એક અસ્ત્ર તૈયાર થઇ રહ્યું હતુ....

ઝીલ પાંખો મેના ને ધરે છે..."મેના...આ લે તે જે કહ્યું એ મે કર્યુ...હવે તો મારા પતિ અને બાળક ને અહીં થી જવા દે...."

"હા હુ એ લોકો ને જરુર મુક્ત કરી દઉ...પણ તુ જ વિચાર,હવે તો તુ મૃત્યુ પામીશ... અને પછી આ તારો પતિ તારા વિયોગમાં ઝુરી ને મરી જશે ..બચ્યુ આ તારુ બાળક એ તો મા બાપ વિના એમપણ મરી જ જશે...એના કરતા હુ તમને ત્રણેય ને એકસાથે જ મૃત્યુ આપુ તો તમે ખુશી ખુશી સાથે તો મરી શકો....."


આટલુ બોલતા માં હજી ઝીલ કશું સમજે એ પહેલા જ મેના એ પોતાનો હાથ જગન ની છાતી માં નાખી તેનુ હૃદય બહાર કાઢી લીધુ.....
"જગન......્્"જોર માં ચિલ્લાતી ઝીલ જમીન પર પડી અને મેના એની હાલત પર હસતી એની નજીક આવી એની પાસે બેસી ને જગન નુ દીલ ત્યા મુક્યુ....જો આતો તારી નજીક આવી ને વધુ જોર થી ધડકે છે....ચાલ તારી પર એક ઉપકાર કરુ તારા બાળક ને તારા પહેલાં નહી મારુ એની તો હુ બલી આપીશ પણ તને હવે હુ વધુ તકલીફમાં નથી જોઈ શકતી..ચાલ તને આ જીવન ના બંધન માં થી મુકિ કરુ...આમ કુટિલતા થી બોલતી મેના એ તેનો હાથ જગન ની જેમ ઝીલ ની છાતી ચીરવા આગળ કર્યો પણ તે અચાનક અટકી ગઈ... અને ઊભી થઈ શેતાન તરફ ફરી..ક.યારનો ચુપચાપ ઊભેલા શેતાને મેના ને પુછવા જ જતો હતો કે તે કેમ અટકી.. પણ ત્યાં જ તેની નજર મેના ના હૃદય માં ખુપેલા ખંજર પર પડી....


"નહી આવુ કેવી રીતે બને... તને તો કોઈ અસ્ત્ર મારી ના શકે તો આ કેમ બન્યું...."મેના ને પડતી રોકી પોતાના ખોળામાં તેનુ મઃથુ લેતા શેતાન બોલ્યો..... હજી કશું સમજે એ પહેલાં જ ઝીલે પોતાની પાંખો યજ્ઞ માં નાખી શક્તિ બલિદાન ના બદલે નર્ક નાદ્વાર ખોલાવી નાખ્યા...અને શેતાન તેમા ખેચાવાલાગ્યો....મેના હજી જીવિત હતી તેને સમજાતુ ન્હોતું કે પાસા અવળા કેવી રીતે પડ્યા...પણ પોતાની જાતને નર્ક થી બચાવવા તે ઢસડાતી ગુફા ના ગુપ્ત ભોયરા માં ચાલી ગઈ ઝીલ આ જોઈ ને બાળક હાથમાં લઈને ગુફા ની બહાર આવી અને પોતાની બચેલી બધી શક્તિ થી ગુફા ને બંધ કરી દીધી.. અને ત્યાં જ તે બેસી પડી અને બાળક ને છાતી એ વળગાડી ને આક્રંદ કરવા લાગી... તેનો શ્વાસ ધીમો થઈ રહ્યો હતો...પણ બાળક ની ચિંતા તેનો જીવ નહોતી છુટવા દેતી...તેના આક્રંદ ને સાભળી ને એક સ્રી ને તેણે પોતાની તરફ આવતા જોઈ તે તેનો ચહેરો તો ન જોઈ શકી પણ પોતાની બાળકી તેના હાથમાં આપી તે મૃત્યુ પામી...

પેલી સ્ત્રી મનસા હતી...જે એક ચુડેલ તો હતી પણ સારી ચુડેલ હતી..તેણે રીતિ રિવાજ સાથે ઝીલ ના અંતિમ સંસ્કાર કર્યા... તેને ઝીલ વિશે તો કશુ જાણવા ન મળ્યું કેમકે બાળકી આપી તે તરત મૃત્યુ પામે છે પણ તેણે તે બાળકી ને પોતાના ઘરે લઇ જવા નો નિશ્ચય કર્યો.....