rudra.....radhika...pritthi panetar sudhini safar... - 1 books and stories free download online pdf in Gujarati

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 1

સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ😊 આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ.

આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે.

આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો.
પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ નહીં સાથે ક્ષત્રિય સમાજના આગેવાન અને ખુબજ શિસ્તપ્રિય વ્યક્તિ છે. જેને આખું ગામ બાપુ કહીને બોલાવે છે. એમની કહેલી વાત ગામમાં હુકમ બરાબર છે. એમના વિરુદ્ધ જવાની હિંમત ગામમાં કોઈ નથી કરતું. પૃથ્વીપ્રતાપસિંહ રાણા આ ઉંમરે પણ યુવાનોને શરમાવે એવું ખડતલ શરીર અને એક સાથે દસને ધૂળ ચાટતા કરવાની હિંમત અને તાકાત ધરાવે છે. તેઓ ગામના સુખી અને સંપન્ન પરિવાર માંથી આવે છે અને રુદ્રપ્રતાપસિંહ રાણા જે ભાવનગર કોલેજ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે.અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. "


"ચાલો જઈએ રાધિકા સાથે એના ભૂતકાળમાં "


"હીરો હિરોઈન ની love story "

કોલેજના પેહલા જ દિવસે રાધિકા ઉતાવળમાં કલાસ તરફ જતી હતી અને સામેથી એક છોકરો અથડાય છે અને તેના હાથમાંથી બુક્સ પડી જાય છે. સામે જોવે છે તો ઊંચી કદકાઠી, ગોરો વાન, મોટી મોટી કથ્થઈ આંખો, બિયર્ડ લૂક, સ્કાય બ્લુ શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલો યુવાન જેને જોઈને કોઈ પણ છોકરી ભાન ભૂલી જાય. એવો સોહામણો યુવાન એની સામે જોઈ રહ્યો હતો.

રાધિકા બે ઘડી એની મોટી કથ્થાઈ આંખોમાં જોઈ રહી. બેલનો અવાજ આવતા તે સ્વસ્થ થઈને બોલી,

“જોઈને નથી ચલાતું?! દેખાતું ના હોય તો ચશ્મા પહેરવાનું ચાલુ કરો.” કહીને તે ત્યાંથી જતી રહે છે.😡😡😡

રુદ્ર પણ એને જતી જોઈ રહે છે. જાણે બધું બ્લર થઈ ગયું હોય અને એ બ્લૅક ટોપ અને સ્કાય જીન્સ પહેરેલી શ્યામ પણ સુંદર નાક નકશો ધરાવતી યુવતીની મુસ્કાનમાં ખોવાઈ ગયો એને બસ એ જ દેખાતી હતી.

ચાંદ સી મહેબૂબા હો મેરી.....
કબ ઐસા મેને સોચા થા....
હા....તુમ બિલકુલ વેસી હો....
જેસા મેને સોચા થા....

એના ખુલ્લા વાળ જ્યારે બુક્સ લેતા એના ગાલ સુધી આવતા અને તે એને કાન પાછળ લઈ જતા એના સુંદર ચેહરા પર દેખાતા ગુસ્સામાં પણ તેની મુસ્કાનનો અનુભવ કરતો રુદ્ર એનું દિલ હારી બેઠો.

"ભાઈ ભાભી મળી ગયા કે શું?!!😜 રુદ્રનો દોસ્ત શિવ બોલ્યો અને રુદ્ર વાસ્તવિકતામાં આવ્યો.

"ના એલા એવું કંઈ નથી આ તો બસ એમ જ "☺️ રુદ્રના મુખ પર શરમાવાની રેખાઓ દેખાવા લાગી.

"હા હા તમારું એમજ, ખબર છે મને. ચાલ હવે કલાસમાં જઈએ. પેહલા જ દિવસે લેટ નથી થવું!! "

"હા હા ચાલ જઈએ "

બંને કલાસ માં પહોંચે છે અને પ્રોફેસર પણ આવી ગયા હોય છે.

“હેલો સ્ટુડન્ટસ આઈ એમ પ્રોફેસર નવીન અને આજે પહેલો દિવસ છે તો બધા પોતપોતાની ઓળખાણ આપશે.” પ્રોફેસર આવતાની સાથે જ બધા વિદ્યાર્થીઓનુ ઓળખાણ પુછે છે.

બધા એક પછી એક પોતાની ઓળખાણ આપી રહ્યા હતા. બસ એક રુદ્ર જ છે જે અહીંયા હોવા છતાં નહોતો.
પણ ત્યાં જ એક સાથે ૧૦૦ રૂપાની ઘંટડી રણકે અને જે મધુર અવાજ આવે એવો જ એક મધુર અવાજ આવ્યો.

"મે આઈ કમ ઈન સર?? "

"યસ કમ ઈન એન્ડ ઈન્ટ્રો પ્લીઝ "

"thank you સર. આઈ એમ રાધિકા રાઠોડ.” કહીને રુદ્રની આગળની બેન્ચ પર જ બેસે છે.

રુદ્ર તો એ જાણીને ખુબજ ખુશ હતો કે તે જે સ્માઇલિંગ ગર્લના વિચારોમાં ખોવાયેલો હતો તે એના જ કલાસ માં છે. રુદ્ર તેના શમણાંની દુનિયામાં જ વિહાર કરતો હતો,કે પ્રોફેસરનો અવાજ આવતા તે તેના વિચારોમાંથી બહાર આવે છે.

પ્રોફેસર : યોર ઈન્ટ્રો?

રુદ્ર : હેલો સર આઈ એમ રુદ્રપ્રતાપસિંહ રાણા.

રુદ્ર નો અવાજ સાંભળીને રાધિકા તેને જોઈ રહી તે પણ મનોમન ખૂબ જ ખુશ હતી પણ તેણે બતાવા ના દીધું.

"ગુડ!! સો સ્ટુડન્ટસ આજે કોઈ જ લેક્ચર નથી અને શનિ રવિ 2 દિવસ ની રજા છે અને રવિવારે સાંજે ફ્રેશરપાર્ટી અને સોમવાર થી રેગ્યુલર સ્ટુડિસ શરૂ થશે ત્યાં સુધી એન્જોય " આટલું બોલતા જ પ્રોફેસર જતા રહે છે.

બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા હતા. રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે 2 દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે જેને તે હજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.




આગળનો ભાગ આવતા અંકમાં.....




-ભૂમિ ગોહિલ