rudra.....radhika...pritthi panetar sudhini safar... - 3 books and stories free download online pdf in Gujarati

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 3


“અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો??”

"આજે જે કંઈ પણ થયું તેનાથી તને લાગે છે કે હું તેની સાથે દોસ્તી કરીશ?? " રાધિકાના નેણ ઉચા થઈ ગયા.

"બસ લે ઠરી જા હવે!!! " મને ના રમાડ રાધી...તારી આંખો અને તારા શબ્દો મળતા નથી એકબીજા સાથે...માની લે રાધિકા પેહલી નજર નો પ્રેમ થયો છે તને....

"શટઅપ શ્રુતિ તું માર ખાવાની થઈ છે હવે... "

“અને શું ક્યારની બકબક કરે છે!” પ્રેમ..પ્રેમ...પ્રેમ..

"અચ્છા તો હું બક બક કરું છું એમ?? "

"હાસ્તો "

"તો મને એ કે રુદ્રનું નામ સાંભળતા જ તારા ગાલ ગુલાબી કેમ થાય છે,તારી પાંપણો ઢળી કેમ જાય છે?!!! "

"બોલ બોલ!!! "

"શ્રુતિ...મને નથી ખબર પણ હું એને પ્રેમ નથી કરતી બસ.અને મારે ફક્ત ભણવા પર ધ્યાન આપવું છે એવું બધું કરવાનો ના તો મારા પાસે ટાઈમ છે,કે ના તો ઈચ્છા. "😐

"but રાધી તને રુદ્ર ગમે છે એન્ડ im sure એ પણ તને like કરે છે તો તું શુકામ આવું કરે છે અને એ કંઈ નાનો બેબી તો છે નઇ કે તને ભણવા નઇ દે કે તારી બુક્સ ફાડી નાખશે. "😜😜😜😜😁😁😁

"શ્રુતિ એવું નથી મને પણ રુદ્ર ગમે છે પેહલી નજર થી જ પણ હું કેમ માની લવ કે એ બીજા બોયસ જેવો નઇ હોય અને ક્યાં એ ક્યાં હું!!! "

રાધિકાના નાટક ના ચાલતા એને સાચું બોલવું પડ્યું.

"ક્યાં એ ક્યાં હું!! " means???? ઓ હેલ્લો કોલેજ ની કોઈ છોકરી તારા બરાબર નથી સમજી અને તારા માં ખામી શુ છે ???રુદ્ર જેવા સો કુરબાન છે તારા પર!!! "

"બસ લે ઠરી જા હવે!!! "

"હા બાબા સારું બસ હવે જઈએ રુદ્ર શોધતો હશે તને " શ્રુતિ હજુ પણ રાધિકાની ટાંગ ખેચવાનું છોડતી નથી.

"શ્રુતિ.....બહુ મારીશ હો તને હું "😡

બંને આવી જ મસ્તી મજાક કરતા કોલેજ જવા નીકળી પડ્યા. કોલેજ પહોંચીને જોવે છે તો બધા રંગબેરંગી વેસ્ટર્ન કપડામાં દેખાય રહ્યાં હતા. તેઓ પોતે જ બધાથી અલગ તરી આવતા હતા, જાણે આકાશમાં ઝગમગતા તારલાઓની વચ્ચે પુનમની રાતે ખીલેલો ચંદ્ર. થોડે દૂર રુદ્ર પણ પોતાના ગ્રુપ સાથે ઉભો હતો અને એની નજર કોઈને શોધી રહી હતી. એ વાત શિવે નોટિસ કરી,

“શું શોધે છે ભાઈ?!”

“હેં કંઈ નઈ કેમ?” શિવના આવા સવાલથી રુદ્ર ચમકી જાય છે અને કંઈ થયું નથી તેમ વર્તે છે.

“બસ ભાઈ મને ના રમાડ બધી ખબર છે મને અને સામે જો ભાભી આવી ગયા” આખરે શિવ હતો તો તેનો દોસ્ત જ ને. રુદ્રને ચીડવવા એને ગાવાનું શરૂ કર્યું...

“કબ આયેગી વૉહ નૈન લડઈયા જો બોલેગી ઈનકો સૈયા...
તારે ગીન ગીન કર ઇન્તજાર મેં યેહ બૈજુબાવરા બન ગયે રુદ્રભૈયા....”😜😜😜😁😁

“શિવવવવવવ....”🤨 રુદ્ર બહારથી દેખાતો હતો ગુસ્સામાં પણ અંદરથી તે શરમથી લાલ થઈ ગયો હતો.

“હશે ભાઈ હશે”😜

રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ અને તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ જ રહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી.

આ જોઈ શિવથી રહેવાયું નહીં.....

શું લાગે છે મિત્રો શું થશે હવે!???

શું રાધિકા રુદ્ર ને માફ કરશે?!!

આગળ શું થાય તે જાણવા માટે રાહ જુઓ....આગળનો ભાગ આવતા અંકમાં....

#staytuned

#keepsupporting

#thankyou

Share

NEW REALESED