Incomplete love-1 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ -1

કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા !
બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે !
મને એટલે કે તારા ને આજે પણ યાદ છે , સ્ટાફ બસ માં પેહલી વાર જવું એક મોટી કંપની ની જોબ માટે. કૈક ગભરાયેલી કૈક મુંજાયેલી અને કૈક કરી બતાવાની ધગસ સાથે હું આ કંપની માં જોડાઈ હતી .
અજાણતા જ હું સિદ્ધાર્થ જે સીટ પાર બેસતો હતો એ જગ્યાએ બેસી ગઈ . એનું સ્ટોપ મારા પછી આવતું હતું . મને શુ ખબર કે એની લીધેલી જગ્યા ના બદલે એ કાયમ માટે મારા મન પાર કબ્જો કરી લેશે.
એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો જાણે મેં એની જગ્યા લઈને કોઈક મોટો અપરાધ કરી લીધો હોય પણ એ નજર માં મને કૈક એવું દેખાયું જે હું આજે પણ નથી ભૂલી શકતી . એ મારા માટે છલો છળ પ્રેમ થી ભરેલી આંખો .
બંને ના ડીપાર્ટમેન્ટ અલગ હતા . પણ બસ માં એક બીજા ને જોવાનું ચાલુ રહ્યું .તે બંને વાત નોહતા કરતા પણ તારા સિદ્ધાર્થ ના એને ઘુરી ઘરી ને જોવાના અંદાજ થી થોડીક ચીઢાતી હતી . હવે તારા સિદ્ધાર્થ ની જગ્યાએ જ બેસતી અને સિદ્ધાર્થ એની સામે વાળી સેટ માં બેસતો. બને એક બીજા ને જોતા હતા પણ કોઈ વાત શરુ નોહતી થઇ .
તારા ના તો લગ્ન પણ થોડા વખત પેહલા જ થયા હતા એટલે એ નવું જીવન , નવી ઓફિસે એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી . જયારે સિદ્ધાર્થ ને બે બાળકો હતા . સિદ્ધાર્થ તારા થી ઉંમર માં ૬/૭ વર્ષ તો મોટો હતોજ .
થોડા વખત માં તારા નો birthday આવ્યો . હવે તારા સિદ્ધાર્થ ના પછી ના સ્ટોપ થી બસ માં ચઢતી . જેવી તારા બસ માં આવી કે સિદ્ધાર્થ એ એને wish કરવા પોતાનો હાથ આગળ કર્યો . અને થોડા ઝંખવાતા મને તારા એ પણ સિદ્ધાર્થ ની જોડે હાથ મિલાયો .
તારા થોડી ચીડાયેલી રહેતો જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો . હવે તો તારા ના ડીપાર્ટમેન્ટ માં પણ બધા ને ખબર પડતી કે સિદ્ધાર્થ તારા ને જોયા કરે છે અને એ લોકો એને ચીડવતા પણ હતા . પણ સિદ્ધાર્થ ક્યારેય કોઈ એવી હરકત નોતો કરતો કે તારા ને વાંધો હોય .
સિદ્ધાર્થ ને કદાચ તારા સાથે વાત કરવી હતી પણ એ કૈક અચકાતો હતો . પણ આખરે કૈક એવું થયું કે એમ ને વાત કરવી જ પડી .
સિદ્ધાર્થ અને તારા ની કંપની માંથી એક ટ્રીપ ગોઠવાઈ જેમાં ૩૦ જણા ની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થ નો નંબર એક જ દિવસે આવ્યો .આમ રાત્રે મોડું થાય એવું હતું . તારા ના ડીપાર્ટમેન્ટ માં બધા તારા ને ચીડવવા લાગ્યા કે હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે જ અને એટલે તારા એ ગાડી લઈને જવાની જરૂર નથી .પણ કદાચ એમ ની પેહલી વાત એક ઝગડા રૂપે જ થવાની હતી .

વધુ આવતા અંકે .