Incomplete love-2 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ -૫

મારા પ્રિય વાચકો , આપ ને ભાગ ૪ સુધી વાંચવાની મઝા આવી હશે . તમારા સૂચનો ખુબ જ પ્રેમ સાથે આવકાર્ય છે .

આગળ જોયું તેમ, સિદ્ધાર્થ અને તારા બંને અધૂરી જિંદગી જીવી રહ્યા હતા અને બંને એક બીજા ની આ હકીકત થી અજાણ હતા .તારા ને ફરિયાદ હતી કે સિદ્ધાર્થ પોતાની લાગણી કેમ તારા ની સામે વ્યક્ત નથી કરતો . અને સિદ્ધાર્થ ને એવું હતું કે પોતાની અધૂરપ ની કિંમત તારા પાસેથી ના વસૂલી શકાય . એકલા ,અધૂરા અને એક બીજા ની લાગણી થી અજાણ બંને પોત પોતાની જિંદગી જીવી રહ્યા હતા ..............હવે આગળ .

તારા ના dedication અને મહેનત થી closing નું કામ જે કમલેશ નો portfolio હતો અને તારા એ સંભાળ્યો હતો એ પૂરો થઇ ગયો હતો તારા ના ખૂબ વખાણ થયા હતા . ગઈ કાલ ની lift પછી હવે સિદ્ધાર્થ અને તારા એક બીજા ની સાથે canteen માં કે ઓફિસ માં જ્યાં પણ મળે ત્યાં hi-hello નો શિષ્ટાચાર કરી લેતા હતા . તારા ના બસ માં ચઢતા જ બંને ની નજર મળતી અને એક smile ની આપ લે થઇ જતી .કહો ને હાજરી પુરાઈ જતી પણ આના થી વધારે કઈ નઈ . બંને પોત પોતાની લાચારી , મજબૂરી અને કંઈક અસ્પષ્ટતા માં કેદ હતા . અને એટલે જ અંદર થી બંને ખૂબ બેચેન હતા .

તારા એ સિદ્ધાર્થ ની આંખો માં પોતાના માટે ની વિશેષ લાગણી જોઈ હતી . તે અંદરથી બેબસ થઇ રહી હતી એ જાણવા માટે કે શું એને જે જોયું એ પ્રેમ છે ? એજ પ્રેમ જેના માટે એ આટલા વર્ષો સુધી ઝંખતી રહી ? શું સિદ્ધાર્થ જ એનો રાજકુમાર છે ? પણ સિદ્ધાર્થે એને ક્યાં કશું કહ્યું હતું ? હા પોતે પરિણીત છે , પણ પ્રેમ ને ક્યાં status સાથે લાગે વળગે છે .પ્રેમ થઇ જ ગયો છે તો સ્વીકાર કરવા માં શું વાંધો છે . મર્યાદા માં રહી ને પણ હકીકત તો સ્વીકારી જ શકાય ને !

પછી વિચારતી કે સિદ્ધાર્થ તો ખુશ જ હશે ને એની જિંદગી માં એટલે જ તો આગળ વાત નઈ વધારતો હોય ને!આ હતા તારા ના વિચારો !

આ બાજુ સિદ્ધાર્થ એ રાત થી ખૂબ બેચેન રહેતો હતો . એનું મન તો કરતુ હતું કે તારા ને જઈને કહી દે કે એ તારા ને ખૂબ પ્રેમ કરે , સૌથી વધારે પ્રેમ કરે છે , જો એને કોઈ ને ચાહી હોય તો એ ફક્ત તારા છે પણ તારા નો સિંદૂર વાળો ચેહરો યાદ આવતા એ રોકાઈ જતો. પાછો વિચારતો કે શું તારા ખુશ હશે ? શું એની આંખો માં પણ એવી તડપ નથી જે પોતે આટલા વર્ષો થી અનુભવતો હતો ? પરિણીત તો પોતે પણ છે પણ પ્રેમ ક્યાં વિચારીને કરાય છે એ તો થઇ જાય છે . આવા કેટલાય સવાલો ના જવાબ સિદ્ધાર્થ પાસે ન હતા .

"આંખો ની સંતાકૂકડી બહુ થઇ ,
મન ની ગોષ્ટિ નો હવે વારો . "

આવી હાલત હતી તારા અને સિદ્ધાર્થ ની!

હજી તો એક અઠવાડિયું માંડ થયું હશે એ રાત ને જયારે સિદ્ધાર્થ એ તારા ને એના ઘેર ઉતારી હતી અને પાછો friday આવ્યો . કમલેશ જેનું કામ તારા એ થોડા સમય માટે કર્યું હતું એને તારા ને કહ્યું કે એ આજે મોડે સુધી બેસવાનો છે અને board meeting આવાની છે તો તારા પણ બેસે જેથી એ લોકો કામ discuss કરી શકે . તારા એ પોતે કાર નથી લાઇ એવું કહ્યું . Staff bus એક વાર ૬.૩૦ એ નીકળ્યા પછી late sitting કરવા વાળા એ પોતાના જવાની વ્યવસ્થા જાતે કરવી પડતી . આ રીતે કંપની late sitting ની તરફેણ નહતી કરતી . પણ કમલેશ કહ્યું કે એ તારા ને ઉતારી દેશે .Company Secretary તરીકે board meeting એ તારા ની જ જવાબદારી હતી . એટલે એણે હા કહી અને ઘરે પણ જણાવી દીધું કે પોતે late થશે .

બીજી બાજુ સિદ્ધાર્થ એ બસ માં તારા ને ચઢતી ના જોઈએ એટલે એને આશ્રય થયું . એ જાણતો હતો કે late રોકાવનાર પોતાની ગાડી લઈને આવતા કારણ કે બસ એક જ ફેરો કરતી . વળી સવારે તો તારા બસ માં જ આવી હતી એટલે એની પાસે જવાની વ્યવસ્થા નથી જ . તારા ને closing સિવાય મોડી રોકાતા પણ જોઈ નોહતી .

એ પોતાની રીતે કયો પુરુષ તારા ને કઈ રીતે જુવે છે , એ ધ્યાન રાખતો હતો . એ તારા માટે concern અને possessive હતો . પોતે પોતાના પ્રેમ નો સ્વીકાર તારા સામે ભલે ના કરી શક્યો હોય પણ તારા ને protect તો કરી શકતો જ હતો અને કરતો પણ હતો . કેટલીય વાર canteen માં કે બસ માં કોઈ તારા ને ખરાબ રીતે જોતું ઝડપાય તો સિદ્ધાર્થ એની સાથે કોઇ વિષય પાર વાત કરતો જેથી કરી ને એ પુરુષ તારા ને જોવા નું બંધ કરે . એને તારા ની ચિંતા થઇ .

કોઈ અજાણી પ્રેરણા થી એને એવો વિચાર કર્યો કે હું પણ રોકાઈ જાઉં અને જો તારા હા પાડે તો એને ઘેર ઊતારી દઈશ અથવા એ જેની પણ જોડે જાય , પોતે પાછળ જશે અને એ કાળજી પૂર્વક ઊતરે છે કે નઈ એ ખાતરી કરી ને પછી જ ઘરે જશે . આમ વિચારી એ બસ ઉભી રખાવી ને ઉતરી જાય છે . કાર તો પોતાની પાસે પણ નથી પણ કઈ manage થશે એમ વિચારતો એ office building તરફ ચાલવા લાગ્યો.બસ main gate ની બહાર નીકળી ચૂકી હોય છે એટલે સ્વાભાવિક ૭/૮ મિનિટ લાગે પાછાં આવતા .

શું એની ચિંતાં વ્યાજબી છે ? શું તારા કોઇ મુસીબત માં છે ? શું હવે એ પોતાના પ્રેમ નો સ્વીકાર કરશે તારા સમક્ષ . વાંચો આવતા શુક્રવારે.