Incomplete Love books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ -૪.

મીરા અને સિદ્ધાર્થ ના લગ્ન ને ૧૦ વર્ષ થઇ ગયા હતા . મીરા એક સરળ સ્ત્રી હતી અને એ સિદ્ધાર્થ ને ખૂબ પ્રેમ કરતી હતી . એમ ના બંને સમયસર થયેલા બાળકો , મોટું ઘર , મોટી ગાડી આમ તો સિદ્ધાર્થ ને કોઈ તકલીફ નોહતી . પણ સિદ્ધાર્થ અંદર થી એકલો હતો એ મીરા ને પ્રેમ તો કરતો હતો પણ કદાચ એ એની પત્ની હતી એના બાળકો ની માતા હતી માટે . એને પ્રેમ કરતો હતો માટે પત્ની નોહતી . ખૂબ જ સફળ અને મિનિટ માં , complex પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો .

અંદર થી એ અધૂરો હતો , તરસતો હતો એ પ્રેમ માટે જે પ્રેમ થોડી ઈર્ષા ઉત્પન્ન કરે , જેની સાથે હક થી પોતાનું ગમતું કરાવી શકાય , જેનું ગમતું કરવા માટે કૈક પણ કરી છૂટવા મન તૈયાર હોય , જેની સાથે કલાકો ના કલાકો વાત કરી શકાય . રાત્રે જેને આલિંગન માં લેતા જ આખા દિવસ નો થાક દૂર થઇ જાય અને સવારે એને જોતા જ આખા દિવસ ની રઝળ પાટ પછી જલ્દી ઘર આવાનું મન થાય . એની સામે જોતા જ ફરી એક વાર જીવી લેવાનું મન થઇ જાય .

એ હંમેશા વિચારતો કે શું આ બધું સાચ્ચે શક્ય છે ? શું એને રાહ જોઈ હોત તો આવું થઇ શક્યું હોત ? શું મીરા સાથે લગ્ન કરી ને એને ભૂલ કરી છે ? પણ ક્યારેક ઉંઘતી મીરા ને જોતો તો એને લાગતું કે કમ સે કમ મીરા તો ખુશ છે જે પ્રેમ માટે પોતે તડપે છે કદાચ મીરા માટે એ સંપૂણ છે .

પ્રેમ પણ કેટલો વિચિત્ર છે ને . બે માણસ વચ્ચે ના પ્રેમ ની પરિભાષા કેટલી અલગ હોય છે ? કોઈએ કરેલી સમજૂતી સામે વાળા માટે સંપૂર્ણ આશિર્વદ છે .

हर किसी को मुक्क्मल जहा नही मिलता

किसी को ज़मीन तो किसी को आसमा नै मिलता !

આજ ગીત સિદ્ધાર્થ નો જીવન મંત્ર બની ગયો હતો !

આમ ને આમ દિવસો પસાર કરી રહેલા સિદ્ધાર્થ એ જયારે તારા ને જોઈ ત્યારે પેહલી વાર માં જ એને પ્રેમ થઇ ગયો . બસ એ ક્ષણ માં જ એને એમ લાગ્યું કે આ એ જ જિંદગી છે જે એને જોઈએ છે , આ એજ ખુશી છે જેના માટે એ હજી સુધી રાહ જોઈ રહ્યો હતો . હા , આ , આજ એ છોકરી છે . અને એટલેજ એ તારા ને જોતો રહેતો , મન ભરી ને જોતો . તારા ને જેટલી ધરાઈ ને જોઈ લેવાય એટલું જીવી લેવાશે એવું લાગતું સિદ્ધાર્થ ને ! એ તારા ને હસતી જોઈ રહેતો ! એને બોલતી જોઈ રહેતો ! એના બસ માં આવતા જ એક ખુશી થતી સિદ્ધાર્થ ને ! જો એનું ચાલે તો એ બસ તારા ને જોયા જ કરે એકીટસે , મીટ મંડ્યા વગર , આખી જિંદગી ! Week ends પછી ના Monday તો એને એવું લાગતું કે કેટલા વર્ષ વીતી ગયા તારા ને જોયા ને !

પણ ,એને તારા નું સિંદૂર પણ જોયું હતું અને એટલેજ એ પોતાના પ્રેમ નો ઈકરાર નોહતો કરતો . પોતે ના ખુશ હોવા ના કારણે એ તારા ની જિંદગી માં કોઈ તકલીફ પહોંચાડવા માંગતો નોહતો . પણ સિદ્ધાર્થ ને ક્યાં ખબર હતી કે તારા પણ એના જેટલીજ અધૂરી છે.

શું આ બે અધૂરી વ્યક્તિ પોતાનો પ્રેમ પામી શકશે ? કે પછી .... આમ જ અધૂરા રહેશે ? વધુ આવતા શુક્રવારે !