આ stranger boy books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો છોકરો

અમિષા એક ઇન્ટરવ્યૂ માટે જતી હતી. રેડી થઇને ઘરેથી નીકળી ગયી હતી, અને હવે એડ્રેસ પરથી જોબ લોકેશન શોધવાનું હતું. સ્ફુટી પર બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરીને ગોગલ્સ લગાવીને રસ્તા પર પસાર થઈ રહી હતી. હવે મેઇનરોડ પર આવીને કોલ કરવાનું વિચાર્યુ, એક સાઈડ સ્ફુટી ઉભી રાખીને પર્સમાંથી મોબાઇલ ફોન લઈને લોક ખોલી જોયું.

ઓહ.. શીટ બે મિસ-કોલ જોઈને સામે કોલબેક કર્યો.
પણ આ શું..?

ઓહ..યાર.. આ આજે જ રિચાર્જ ખતમ થવાનું હતું.
"સવાર સવારમાં તને એટલું પણ જોવાની ફુરસદ નહોતી..!"પોતાને જ અમિષા કોસવા લાગી..

"ઓહ ..! યાર હવે રિચાર્જ સેન્ટર પણ ક્યાંય દેખાતું નથી." એ મનોમન બોલી.

બે ત્રણ મોબાઇલની દુકાન પર પૂછપરછ કરી, એમણે કહ્યું આ બાજુ તો કોઈ રિચાર્જ દુકાન નથી તમે થોડા આગળ તપાસ કરો, એને સ્ફુટી આગળ ધપાવ્યું, પણ ક્યાંય દેખાઈ નહિ.

આમતેમ નજર નાખી ફરી ત્યાંથી પાછી ફરી ત્યાં એક જગ્યાએ લખેલું, " આઈડિયા રીચાર્જ " અને એ ખુશ થઈને સ્ફુટી ત્યાં પાર્ક કરીને ગઈ.

હજુ અંદર પ્રવેશે એ પહેલાંજ એક ઊંચો, સપ્રમાણ બાંધો, અને ગોરો વાન ધરાવતો છોકરો એક ભાઈ સાથે વાત કરતા કરતા બહાર આવ્યો .

અમિષા અંદર ગઈ પણ આ શું..? એના આશ્ચર્ય વચ્ચે અંદર જોયું તો " એટીએમ " હતું.

એ તુરંત બહાર આવીને પેલા ભાઈને પૂછવા લાગી.. "હેલો", આ આઈડિયા રિચાર્જ લખ્યું છે, તો અંદર એટીએમ કેમ નીકળ્યું.?

એ છોકરો બોલ્યો, "મેડમ એટીએમમાંથી પણ રિચાર્જ થાય છે હવે, તો તમે પણ કરી લ્યો.

અમિષાએ એ વાત નવી સાંભળી હતી. એણે કહ્યું; "મેં પહેલીવાર આ સાંભળ્યું છે...! મને એટીએમમાંથી રિચાર્જ કરવાનું નથી આવડતું."

થોડીવાર એ છોકરો અમિષાને જોઈ રહ્યો અમિષાએ ચહેરા પર દુપટ્ટો ઢાંકેલો હતો, બ્લુ જિન્સ બ્લેક ટીશર્ટમાં નમણું એવું અતિમોહક એનું ફિગર લાગતું હતું. ગોગલ્સ પણ એમજ હતા. એમાંથી એની આંખોને જોવાની કોશિશ કરી અને પછી એમનો મોબાઈલ હાથમાં લઈને પૂછ્યું, "બોલો , કેટલાનું કરવું છે.. ?

અમિષાએ કહ્યું; "હાલતો એક મહિનાની વેલીડિટી વાળું કરી આપો."
અને તરત ઉમેરતાં એ બોલી, " મારામાં જો કોઈનું વાઇફાઇ મળી જાય તો હું પણ જાતે મારા ફોનપે એકાઉન્ટ દ્વારા કરી લઉ."

અને એ ભલા છોકરાએ વાઇફાઇ હોટસ્પોટ કરી આપ્યું, અમિષાએ તરતજ કનેક્ટ થઈને રિચાર્જ કરી લીધું અને થેંક્યું કહ્યું, એ છોકરાએ પણ સ્માઈલ આપીને પછી ધીરેથી કહ્યું; "તમારો મોબાઈલ નંબર આપી શકશો?

અને અમિષાએ થોડીવાર વિચારીને સોરી કહ્યું.
અને નીકળી ગયી..

પણ મનમાં બોલી, "એ છોકરો મારા મન પર ઘેરી છાપ પાડી ગયો છે, એણે તો તારી મદદ કરીને બદલામાં ખાલી નંબર માંગ્યોતોને..? અને મેં સાવ ધરાર "ના " કહીને ના આપ્યો. એનું દિલ તૂટી ગયું એ અહેસાસ એને થયો. "

"કેવું નહીં ..! છોકરાઓ હમેશાં છોકરીને મદદ કરેછે અને છોકરીઓ આમ દિલ તોડીને જતી રહે છે." એને મનોમંથન કર્યું અને પછી એની બેસ્ટી ને તરત સઘળું કહ્યું, અને પુછ્યું; શું મેં યોગ્ય કર્યું?

મને મનમાં દુઃખ થાય છે કે મેં એની મદદને બદલે આમ વ્યવહાર કર્યો!😢

પણ મને જરા એ પણ બીક હતી કે ક્યાંક એ મારા નંબર નો મિસયુઝ ન કરે આમ એક અજાણ્યાં પર કેવી રિતે વિશ્વાસ કરું..?

અને એની બેસ્ટી એ કહ્યું; "તે યોગ્ય જ કર્યું છે , એ છોકરો ભલે સારો હોય તો એ સમજી જ ગયો હશે તારી વાત કે સારી છોકરી છે એટલે ચિંતા હશે એટલે ના પાડ્યું એમ, અને સંકોચને પણ સમજ્યો હશે તારા, પણ જો એ સારો ન હોયતો..? એના કેટલાંક ભયસ્થાનો પણ હતા અજાણ્યા પર જલ્દી વિશ્વાસ ન મુકાયને..!
એમાં તારે માઠું ન લગાડવું ડિયર. એને એક મીઠી યાદ સમજીને ભૂલી જવું..!

અમિષા વ્યથિત થઈ ગયેલી, પણ હવે બેસ્ટી સાથે વાત કરીને હળવી થઈ ગયી.

પણ મનમાં બોલી જ ઉઠી, " ખરેખર! એ બહુ સારો છોકરો હતો." અને એના ચહેરા પર હળવી સ્માઈલ આવી જાય છે.

સમાપ્ત..
આભાર મિત્રો..