Life Partner - 16 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 16

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 16

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

ઈશ્વરભાઈએ કહ્યું “દીકરા,મને લાગે એ લોકો આ શહેર માં લગ્ન કરે એવું લાગતું નથી પણ બાજુના શહેર માં પણ આપડે ધ્યાન રાખવું જોઈએ તારું શુ કહેવું છે ?”

આ સાંભળીને સહદેવને એક ઝટકો લાગ્યો પણ હવે વાત એટલી આગળ વધી ગઈ હતી કે સાચુ બોલવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે એ કહે છે “ઠીક છે પપ્પા બાજુ ના શહેર માં હું જતો રહીશ”

આ સાંભળી ને ઈશ્વરભાઈ કંઈક વિચારવા લાગે છે આત્યારે સહદેવ ના હાર્ટબીટ એટલી ગતિ એ વધી ગયા હતા જાણે કોઈ બુલેટ ટ્રેન!! થોડી વાર પછી ઈશ્વરભાઈ કહે છે કે “ઠીક છે તું જા પણ હું એકાદ વાર આવીશ ચક્કર મારવા”

આ સાંભળીને સહદેવ સમજી ન શક્યો તે ખુશ થાય કે ચિંતિત એટલે અનાયાસે જ તેંની ડોક હકાર માં હલી ગઈ અને પગ પોતાના રૂમ તરફ.પણ હવે તેને સચેત રહેવાનું હતું એ નક્કી હતું.

**********

સાંજ ના પાંચ વાગી ચુક્યા હતા અને આ તરફ વાતાવરણ માં પલટો આવવાનું શરૂ થઈ ગયું હતું અને વરસાદ આવવાની તૈયારી થઈ ચૂકી હતી.પવન જોર જોર થી ફૂંકાઈ રહ્યો હતો અને બધા વૃક્ષો તેને સલામી ભરી રહ્યા હતા અને મોસમ એકદમ નશીલું બની ગયું હતું.કોઈ કવિ ની કે લેખકની કલ્પના તેને વર્ણવવા માટે ટુકી હતી.પંખીઓ પોતાનો માળો પકડીને મેઘરાજા ના રથની ભવ્ય સવારી ની રાહ જોઈ રહ્યા હતા અને મોર તો પોતાનું મન મૂકી ને કળા કરી રહ્યા હતા.

આ તરફ પ્રિયાની આંખ ખુલે છે અને તે આ નજારો બારીએ થી જુવે છે અને પ્રકૃતિપ્રેમી પ્રિયાનું મનતો આ જોતાજ એક અલગ દુનિયામાં પહોંચી જાય છે.તે બીજા રૂમ માં સુઈ રહેલા માનવ ને જગાડવા એ તરફ જાય છે.તે તેને જગાડવા જતી હોય છે ત્યાં તેને એક મસ્તી કરવાનું સુજે છે.તે માનવ પાસે જાય છે અને કહે છે કે “માનવ આમ જો કેટલું મસ્ત વાતાવરણ છે વરસાદ આવશે તો ખૂબ મજા આવશે ચાલ જઇયે નાહવા”

આ સાંભળી ને તે ઉભો થઇ જાય છે અને બારી માંથી કાળા ડિબાંગ વાદળ અને મદનમસ્ત વહેતો પવન જોઈ માનવ ના મન માં એક ધ્રુજારી દોડી ગઈ,હરખ ની ધ્રુજારી કદાચ તે મમ્મી-પપ્પા,પ્રિયા,તેના મિત્રો(કદાચ હવે મિત્રો નીકળી ગયા) પછી વરસાદ ને જ સૌથી વધુ પ્રેમ કરતો હતો. તે ઉભો થઇ ને બહાર જાય પહેલા જ પ્રિયા બહાર ચાલી જાય છે અને દરવાજો બહાર થી બંધ કરી દે છે.પહેલા તો માનવ કાઈ સમજી શકતો નથી.પણ પછી તે સમજી જાય જાય છે કે પ્રિયા તેની ફીરકી લેવાના ઈરાદા માં છે આથી તે થોડો ગુસ્સો કરે છે.તે બારીએ થી પ્રિયા ને જોઈ રહ્યો હતો તેનો ચહેરો તેના ખુલ્લા વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા જાણે કોઈ સ્વર્ગની અપ્સરા.

પછી માનવની થોડી અરજ બાદ પ્રિયા દરવાજો ખોલી નાખે છે.થોડી વાર માં વરસાદ શરૂ થાય છે.અને બન્ને પ્રકૃતિ પ્રેમી પ્રેમીઓ વરસાદ ની સાથે તે લોકો પણ પ્રકૃતિમાં રંગાઈ જાય છે.પ્રિયા ના વસ્ત્રો વરસાદ ને લીધે શરીર પર ચોંટી ગયા હતા અને તેના નાજુક અંગોની બનાવટ સ્પષ્ટ દેખાઈ રહી હતી.જે જોઈને માનવને ને એક અલગ જ દુનિયામાં લઈ જતી હતી.જે ચોક્કસ રૂપે હવસ ની નહીં પણ તેની પ્રેયસી સાથે સ્વર્ગ માં રહેવાનું હોય શકે અને તેની સાથે બંને પ્રકૃતિને મન ભરીને માણી રહ્યા હતા.

આ વાતાવરણ જોઈ સુપરસ્ટાર રાજેશ ખન્ના સરનું એક જ ગીત મગજમાં આવી રહ્યું હતું

ये शाम मस्तानी

मदहोश किये जाए

मुझे डोर कोई खींचे

तेरी और लिए जाए

ये शाम मस्तानी

मदहोश किये जाए

मुझे डोर कोई खींचे

तेरी और लिए जाए

दूर रहती है तू

मेरे पास आती नहीं

होठों पे तेरे

कभी प्यास आती नहीं

ऐसा लगे जैसे के तू

हँस के ज़हर कोई पिए जाए

ये शाम मस्तानी

मदहोश किये जाए

मुझे डोर कोई खींचे

तेरी और लिए जाए

હવે એક કલાક જેટલું વરસાદ માં નાહ્યા બાદ બંને ઘરમાં ગયા ત્યાં જઈને માનવ અને પ્રિયા થોડી વાર સેટી પર બેસે છે અને બંને એક જ સેટી બેસે છે.અને એક બીજા ને થોડી વાર જોયા બાદ પ્રિયા ઉભી થાય છે અને કહે છે

“ચાલ હું ચેન્જ કરતી આવું” તે જતી જ હોય છે ત્યાં માનવ તેનો હાથ પકડે છે અને કહે છે કે “બીજા રૂમ માં ક્યાં જવું છે અહીં જ કરી લે ને!”

“ઑય કેવી વાત કરે છે”

“લે તો એમાં આટલી શરમ કેમ અનુભવશ કાલે તો આપડા લગ્ન થવાના છે.”

“તો”

“તો હું તને કહું”આટલું બોલી માનવ પ્રિયા ને તેની તરફ ખેંચી ને સેટી પર પાડી દે છે અને પછી પ્રિયા ખોટો ગુસ્સો કરે છે અને પછી બંને એકબીજા માં સમાઈ જાય છે!!

****************

બીજા દિવસે કોર્ટે જવાનું હોવાથી માનવે પહેલેથી જ એલાર્મ સેટ કરેલુ હતું એટલે તે પોતાના મોબાઈલ માં રિંગ વાગતા જ તે જાગી જાય છે.પણ તે જુવે છે કે પ્રિયા તેની બાજુ માં નથી હોતી અને રસોડા માંથી કઈક અવાજ આવી રહ્યો હતો આથી તે નીચેના માળે રહેલ રસોડા તરફ જુવે છે તો પ્રિયા તેનાથી પણ વહેલી ઉઠી ને ચા બનાવી રહી હતી.

માનવ તેની તરફ આગળ વધે છે સાથે જ કાલ રાત યાદ આવતા જ થોડી ગભરાહટ હોય છે.તે પ્રિયા પાસે જઈને કહે છે “સોરી પ્રિયા એ કાલે જરાક મોસમ નશીલું હતું એટલે હું લાગણીઓ ને કાબુ માં ન કરી શક્યો”

“ઇટ્સ ઓકે માનવ” પ્રિયાએ સ્મિત સાથે કહ્યું

આ સાંભળી ને માનવ પ્રિયા નજીક ગયો અને પોતાના હાથ પ્રિયાના ગળા ફરતે વીંટાળી દીધા.પ્રિયાએ પણ તેનો એક હાથ માનવ ના ગાલ પર મુક્યો.પછી બંને એ એક બીજા ને ગાઢ ચુંબન આપ્યું.

પછી પ્રિયાએ કહ્યું “ચાલ માનવ તું ફ્રેશ થઈ ને આવ ત્યાં સુધી હું નાસ્તો બનાવી નાખું”

“હા હા નહીંતર પછી મોડું થઈ જશે”માનવે રસોડાની બહાર જતા કહ્યું

*************

ઈશ્વરભાઈ ઘરમાં રહેલા હોલમાં દિવાબત્તી કરી રહ્યા હોય છે અને ભગવાન ને અરજ કરી રહ્યા હોય છે “હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે હું જાણું છું કે બધા લોકો સરખા ન હોય પણ આ રાજલ સાથે જે થયું એ હું ભૂલી શકતો નથી આથી માનવ ને તો હું નહી જ અપનાવી શકું” કદાચ આ એક બાપ ની દીકરી પ્રત્યે નો પ્રેમ બોલી રહ્યો હતો.તેમને પોતાને પણ ખબર હતી કે આ વસ્તુ તદ્દન ખોટી છે પણ કયો પિતા એવો હોય જે પોતાની દીકરીની જિંદગી ને જાણી જોઈને જોખમ માં નાખે કેમ કે પેલો બિઝનેસ મેન તો તેમના મગજ માં પોતાના તથા બીજા ઘણાની પ્રત્યે ઘણી ગેરસમજ ઉભી કરતો ગયો આથી જો કોઈ કેસ માં પણ કોઈ વ્યક્તિ એવું કહે કે હું વ્યાપારી છું તો છેલ્લે સુધી તેના પર એક શક રાખતા અને એક અપરાધીની નજરે જોતા એવું કહીએ તો પણ ખોટું તો ન જ કહેવાય તેમને હર એક વ્યાપારીની પત્ની માં એમની રાજલ નજર આવતી.

આ સહદેવ પોતાના બેડરૂમ માં આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો અને તેના પપ્પાના ફ્રી થવાની રાહ જોઈ રહ્યો હતો અને તેને એવું લાગ્યું કે હવે પપ્પા ફ્રી હશે તેથી તે હોલ તરફ જાય છે.

તે ઈશ્વરભાઈની નજીક જઈને કહે છે “ગુડ મોર્નિંગ પપ્પા”

“બેટા આમાં ગુડ જેવું ક્યાં કાઈ રહ્યું છે” ઈશ્વરભાઈએ ઉદાસ અવાજે કહ્યું

“પપ્પા તમે ચિંતા ન કરો જલ્દી આ પરેશાની દૂર થઈ જશે”

“હા એવી જ આશા છે દીકરા”ઈશ્વરભાઈ એ કહ્યું

“હા પપ્પા તો હું નીકળું મારે બાજુ ના શહેર માં જવાનું છે મોડું ન થઈ જાય”સહદેવે ઉત્તમ ઉદાકારી સાથે કહ્યું

“હા તું જા હું પણ ટાઈમ મળે તો હું પણ આવીશ”ઈશ્વરભાઈએ કહ્યું

“હા પપ્પા પણ હું છું તો તમારે આવવાની ક્યાં જરૂર હતી”સહદેવે કહ્યું

“હા ઓકે પણ તું જલ્દી જા” ઈશ્વરભાઈએ કહ્યું

સહદેવ ત્યાંથી નીકળે છે.

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો