Ek aash jindagini - 2 books and stories free download online pdf in Gujarati

એક આશ જિંદગીની - 2

આગળ આપણે જોયું કે રીમા ને સ્કૂલમાં તાવ આવતો હોવાથી અને તેના મેડમ પ્રદીપ રીમા ને લઇ જવાનું કહે છે. પ્રદીપ રીમા ને તેના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે અને ડોક્ટર સંજય શાહ થોડા ઘણા રિપોર્ટ કરાવવાનું કહે છે.બીજા દિવસે રિપોર્ટ ડૉ સંજય પાસે આવી જાય છે પરંતુ ડૉ પ્રદીપ ને એકલો જ પોતાના ક્લિનિક પર રીમા ના રિપોર્ટ વિશે વાત કરવા બોલાવે છે હવે આગળ જોઈશું...

****************************************************
પ્રદીપ જલદી થી ડૉ સંજય શાહ ના ક્લિનિક પર પોહચી જાય છે.ને ત્યાં જઈ ને તરત જ પોતાની દીકરી ના રીપોર્ટસ વિશે પૂછે..

પ્રદીપ:- હા ડૉ બોલો તમારે શું કેવું હતું મને રિપોર્ટ વિશે ? બધું બરાબર તો છે ને રિપોર્ટ માં?

ડૉ સંજય શાહ:- જો પ્રદીપ વાત થોડી ગંભીર છે.તું થોડી હિંમત રાખજે..પણ ભગવાન બધું સારું કરશે..

પ્રદીપ:- શું વાત છે ડૉ તમે જલ્દી કહો મને ચિંતા થાય છે..

ડૉ સંજય શાહ:- જો પ્રદીપ તારી દીકરી ને બ્લડ કૅન્સર છે..

(આટલું સાંભળતા જ પ્રદીપ ને એકદમ ધ્રાસકો લાગે છે.ને એકદમ જ ઉશ્કેરાઈ ને ગુસ્સા થી ડૉ સંજય ને કહે છે.

પ્રદીપ :- શું વાત કરો છો તમે? મારી દીકરી ને બ્લડ કૅન્સર કેવી રીતે થઇ શકે ?તમારી કોઈ ભૂલ થાય છે ડૉ સાહેબ .મારી દીકરી હજી તો 12 વર્ષ ની માસૂમ બાળ છે એને આવો ભયંકર રોગ કેવી રીતે હોઈ શકે.ના ના સાહેબ કાંઈ ભૂલ થાય છે તમારી કે પછી કોઈ મજાક કરો છો તમે મારી સાથે...

ડૉ સંજય શાહ:- પ્રદીપ આવી મજાક હું શું કામ કરું તારી સાથે..હું સમજુ છું તારી વેદના ને પણ આ હકીકત છે તારી દીકરીના રિપોર્ટ માં ચોખું લખ્યું છે કે એને બ્લડ કૅન્સર છે..
પ્રદીપ(એકદમ હતાશ થઈ ને):- ડૉકટર મારી દીકરી બચી તો જશે ને?એને કઈ થશે તો નહિ ને? હું અંજના ને શું કહીશ? અંજના તો આ ખબર સાંભળી ને ભાંગી પડશે ડો સાહેબ તમને તો ખબર જ છે ને રીમા આમારી એક ની એક જ દીકરી છે કેટલી બધી માનતા બાધા કર્યા પછી ૧૦ વરસે અમારી ઘરે પારણું બંધાયું હતું ને રીમા એ આમારા એક માત્ર સંતાન રૂપે જન્મ લીધો. હવે એને કંઈ થઈ જશે તો અમારું કોણ ? પ્લીઝ ડોક્ટર કઈ કરો પણ રીમા ને બચાવી લ્યો... please..

ડૉ સંજય શાહ:- હા પ્રદીપ હું સમજુ છું તું હિંમત રાખ આપણે રીમા ને કઈ જ નહીં થવા દઈએ. આપડે જેમ બને તેમ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ.એના માટે રીમા ને કેન્સર હોસ્પિટલ માં એડમિટ કરવી પડશે જેથી કરીને આપણે બીજા પણ રિપોર્ટ કાઢી શકીએ અને ખબર પડે કે આ કેન્સર કયા સ્ટેજ સુધી પહોંચ્યું છે.જે થી કરી ને આપણે રીમા ની સારવાર જલદી થી ચાલુ કરી શકીએ..

પ્રદીપ:- કૅન્સર હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે!ના ના ડોક્ટર હું મારી રીમા ની ઘરે જ ટ્રીટમેન્ટ કરાવીશ.હું મારી રીમા ની સારવાર કરાવવા માં કોઈ કસર નહિ છોડુ. ડૉ ગમે તેટલા રૂપિયા થઈ જાય હું મારી જાત ને પણ વેચી નાખીશ. પણ મારી દીકરી ને કઈ નહીં થવા દઉં..

ડૉ સંજય શાહ:- હા પ્રદીપ કઈ જ નહીં થાય તારી રીમા ને આપણે બનતા બધા જ પ્રયત્ન કરશું બસ તું થોડી હિંમત રાખજે.ને હા રીમા ની સાથે તારે અંજના ને પણ સંભાળવી પડશે તું તો જાણે જ છે ને કે એક માં નું દિલ કેવું હોઈ છે. પોતાની ફૂલ જેવી દીકરી પર આવો મોટો કાળો કેર એ સહન નઈ કરી શકે.તારે એને આ પડકાર માટે ત્યાર કરવી પડશે. આપણે આપણા બનતા બધા પ્રયત્ન કરીશું પછી આગળ તો બધું કુદરત ના હાથ માં છે.કુદરત ની આગળ આપડી કોઈ હેસિયત નથી કે એના ફેંસલા ને ટાળી શકીએ..

પ્રદીપ:- નાં ના ડોકટર હું મારી દીકરી ને કઈ જ નહીં થવા દઉં. હજી એના માટે એનો બાપ બેઠો છે.હું કઈ પણ કરવા તૈયાર છું મારી દીકરી ની જિંદગી બચાવવા માટે..

ડૉ સંજય શાહ:- હા પ્રદીપ હું સમજુ છું તારી વેદના. પણ હવે આપણે રીમા ને બચવા માટે તેની ટ્રીટમેન્ટ બને એટલી જલ્દી ચાલુ કરી દેવી પડશે.હવે સમય નથી બગાડવો.હું હમણાં જ મારા મિત્ર ને કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ.નીરવ ભટ્ટ ને ફોન પર રીમા ના રિપોર્ટસ ની બધી વિગત કહું છું.ને રીમા ની ટ્રીટમેનટ આપડે ઘરે જ ચાલુ કરી દઈએ.ને હા હું મારા સ્ટાફ માંથી એક નર્સ ને તારા ઘરે 24 કલાક રીમા ની દેખભાળ માટે મોકલી આપીશ.જેથી સમય સર આપડી ટ્રીટમેન્ટ ચાલુ રહે.પણ હા પ્રદીપ એક દિવસ માટે તો તારે રીમા ને કેન્સર હોસ્પિટલ માં દાખલ કરવી જ પડશે જેથી બીજા રીપોર્ટસ કરવી શકી...

પ્રદીપ:-ok ડૉ હું અત્યારે ઘરે જઈ ને અંજના ને વાત કરું છું ને રીમા ને લઇ ને કેન્સર હોસ્પિટલ માં દાખલ કરી દઈશ.પણ બીજી બધી ટ્રીટમેન્ટ તો ઘરે થઈ શકશે ને?..

ડૉ સંજય શાહ:- હા હા પ્રદિપ એ તું મારી પર છોડી દે. હું તારી દીકરી ને બચવાના બધા જ પ્રયત્નો કરીશ.બસ તું ને અંજના થોડી હિંમત રાખજો. સમજો કે આ તમારી જીવન નો સૌથી મોટો પડકાર છે ભગવાન તમારી પરીક્ષા લઇ રહ્યો છે.રીમા ની જિંદગી ની આ લડાઇ માં તમારે બેને ને એને પૂરી હિંમત થી સાથ આપવો પડશે..

પ્રદીપ:- હા ડૉ હું મારી દીકરી ની આ લડાઇ માં એને જીતાવી ને જ રહીશ. એ મારી દીકરી છે. એ હાર નઈ માને..

પ્રદીપ ભારે હૃદય સાથે ડોકટર ની વિદાય લઈ ને ઘરે જવા નીકળે છે.રસ્તા માં તેના મન માં હજારો સવાલો ઘેરી વળે છે.મન માં જાણે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે.કેવી રીતે કહું અંજના ને આ વાત?શું વિતસે અંજના પર?કેવી રીતે એને હું સાંભળીશ?...

ક્રમક્ષ....

પોતાની દીકરી પર આવી પડેલી મુસીબત નો સામનો કાઈ રીતે કરે છે? આ વાત જાણી ને અંજના પર શું વિતસે આપણે જાણીશું આવતા અંક માં..
તમારા કીમતી પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર🙏તમારો કીમતી પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પરી પડે છે...