Ek aash jindagini - 8 - last part in Gujarati Novel Episodes by Meera Soneji books and stories PDF | એક આશ જિંદગીની - 8 - છેલ્લો ભાગ

એક આશ જિંદગીની - 8 - છેલ્લો ભાગ

આપણે આગળ જોયું કે રીમા ને કોમો થેરેપી ના આડઅસર ના કારણે રીમા ના વાળ ખરવા લાગ્યા છે. આ જોઈ ને પ્રદીપ એકદમ હેબતાઈ જાય છે ને પોતાને આપલું વચન યાદ આવે છે હવે આગળ...

**********************************************
બીજે દિવસે સવારે પ્રદીપ પોતાના વચન પ્રમાણે પોતાના વાળ નો ત્યાગ કરીને આવે છે. આ જોઈને અંજના ની આંખો ભરાઈ આવે છે. તેની આંખો માંથી ગંગા જમુના વહેવા લાગે છે. ને વિચારવા લાગે છે કે કેવો અદભૂત છે આ બાપ દીકરી નો પ્રેમ. એક બાપે પોતાના દીકરી પ્રત્યેના દરેક ફરજો નિભાવી છે. તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા લાગી કે "હે વૈષ્ણોદેવી માં આ બાપના પ્રેમ ની લાજ રાખજો માં મારી રીમા ને જલ્દી થી સ્વસ્થ કરી દેજો માં." પ્રદીપ અંજના ને આમ અબોધ હાલતમાં જોઇને તેની પાસે જાય છે અને ખભા પર હાથ મુકતા કહે છે અંજના શું વિચારી રહી છે તું?

અંજના:- (હળવેકથી પોતાના આંસુ લુછતા) બસ કાંઈ નહી તમારા બાપ દીકરી નો પ્રેમ જોઈ રહી છું.

પ્રદીપ:- હા બાપ દીકરી નો પ્રેમ તો સમગ્ર વિશ્વમાં અદભુત છે. દરેક બાપ ને એક દીકરી ના પિતા હોવાનો ગર્વ હોય છે.

અંજના:- પણ તમને રીમા આ હાલત માં જોઈ ને ઘણા સવાલો કરશે. ત્યારે શું કહેશો રીમા ને?.

પ્રદીપ:- જે સત્ય છે એ જ બીજું શું કહેવાનું હોય. એ મારી બહાદુર દીકરી છે. દરેક પરિસ્થિતિ નો એકદમ બહાદુરી થી સામનો કરશે.

એટલું કહેતાં પ્રદીપ રીમાને મળવા એના રૂમ માં જાય છે.રીમા પ્રદીપ ને આમ જોઈ ને એકદમ આશ્ચર્યચકિત નજરે જોઈ રહે છે. અને એકદમ હસવા લાગે છે.ને કહે છે કે પપ્પા આ શું કર્યું તમે કોઈ નવી ફેશન છે કે શું? તમે આવી રીતે નથી સારા લાગતા તમે મારા પેલા hair વાળા પપ્પા જ સારા લાગો છો. એકદમ હીરો જેવા હા હા હા...

પ્રદીપ:- હા બેટા તારી વાત સાચી પણ જો બેટા તને તો ખબર છે ને કે તને કેન્સર છે. અને કેન્સર ની આડઅસર ના કારણે થોડા દિવસ માં તારા વાળ પણ ખરી જશે. અને તને એકલું ના લાગે એટલે મેં મારા વાળ નો ત્યાગ કર્યો છે. પણ તું ચિંતા નહી કરતી ડોક્ટર અંકલ કહેતા હતા કે તારા વાળ જલ્દી પાછા પણ આવી જશે..

આ સાંભળી ને રીમા એકદમ ઉદાસ થઈ જાય છે. ને રડવા લાગે છે. પ્રદીપ તેને સાંત્વના આપે છે. અને પરીઓની કહાની સંભળાવે છે. જોતજોતામાં માં રીમા ને ૩જો કોમો પણ આપવામાં આવે છે. ૩જા કોમો પછી બ્લડ માં રહેલા કીટાણું ની માત્રા ઓછી થતી હોવાથી રીમા ની હાલત માં ઘણો સુધારો આવે છે. પરંતુ કેન્સર ની આડ અસર તેના શરીર પર દેખાતી હોય છે શરીર પર કેટલી જગ્યાએ કાળા ચકામા પડવા, આંખો ઊંડી ઉતરી જવી, ડાર્ક સર્કલ થવા, વાળ ખરી જવા એવી ઘણી બધી ફરિયાદો રીમાના શરીર પર સ્પષ્ટ દેખાય છે.

સારવાર દરમિયાન પ્રદીપ ને અંજના રીમા ને ખુશ રાખવાની ઘણી કોશિશ કરતા. પ્રદીપ રીમા માટે રોજ નવા નવા રમકડાં ને નવી નવી કહાની ની બુક લઈ ને આવતો. રીમા પોતાના મન માં ઉદભવતા અનેક સવાલો પ્રદીપ ને પૂછ્યા કરતી. પ્રદીપ પણ તેના દરેક સવાલ નો જવાબ ખૂબ પ્રેમ થી આપતો. તો ક્યારેક બાપ-દિકરી બન્ને મળીને વીડિયોગેમ્સ રમતા અને જો રીમા વીડિયોગેમ્સ માં હારી જાય તો પ્રદીપ થી રિસાઈ ને બેસી જતી. પ્રદીપ પોતાની હાથે રીમા ને ભાવતા વ્યંજન બનાવી ને મનાવતો. ક્યારેક રીમા ને આખી આખી રાત તાવ રહેતો તો અંજના ને પ્રદીપ આખી રાત દીકરી ની સેવામાં જાગતા રહેતા.

આમને આમ સમય પસાર થઈ રહ્યો હતો ને રીમા ને ચોથો કોમો પણ આપી દેવામાં આવ્યો. રીમા ને હવે પહેલા કરતા ઘણું સારું હતું. પરંતુ કોમોની આડઅસર હજી પણ વર્તાતી. આડઅસર ના કારણે તેનું શરીર ખૂબ જ કમજોર પડી ગયું હતું. એક દિવસ ડો સંજય નો પ્રદીપ પર ફોન આવે છે અને પ્રદીપ અને અંજના ને રીમાને લઈ ને પોતાના ક્લિનિક પર બોલાવે છે. જેથી રીમા ના રિપોર્ટ કરાવી ને હાલ ની પરિસ્થિતિ જાણી શકે.

પ્રદીપ અને અંજના રીમાને લઈને હોસ્પિટલ જાય છે ત્યાં ડોક્ટર સંજય બ્લડ ના સેમ્પલ લઇને રિપોર્ટ કરાવે છે. અને પ્રદીપ અંજના ને પોતાની કેબીનમાં બોલાવે છે. બંને જણા પોતાની દીકરીના સ્વાસ્થ માટે ચિંતિત ચહેરે ડોક્ટર સંજય ના કેબિનમાં પ્રવેશે છે.

ડો સંજય :- રીમાં ની સારવાર માટે થતી બધી જ ટ્રીટમેન્ટ અહી પૂરી કરવામાં આવી છે. અને તમે બંને માટે ખુશી ની એ વાત છે કે હવે રીમાંને કેન્સર બાબતે કોઈ ખતરો નથી. એ બાબતે તમે બેફિકર રહો. તમારી રીમાં હવે પહેલા ની જેમ જ ખેલી કૂદી શકશે. પણ હા કોમો ની આડઅસરો થી થોડી સાવધાની રાખવાની રહશે. રીમા ને ક્યારેક કમજોરી લાગવી, માથું દુખવું એવી ફરિયાદ રહેશે પરંતુ હવે ચિંતા કરવા જેવું નથી.

પ્રદીપ અને અંજના તો જાણે આંખોના આંસુ થી જ ડોક્ટર નો આભાર માનતા હોય એમ બંને ની આંખો માંથી આંસુ વહી રહ્યાં હતાં. બંને જણા એકબીજા ને ભેટી ને રડી પડ્યા. દુઃખ ના આંસુ કરતા આજે સુખ ના આંસુ વધારે વેગ થી વહી રહ્યા હતા. પ્રદીપ માંડ પોતાની ભાવના પર કાબૂ રાખી ડોક્ટર ને આટલું જ કહી શક્યો કે સાહેબ આપનો ખુબ ખુબ આભાર કે અમારી દીકરી ને આપે બચાવી લીધી. હું તમારો આ ઉપકાર ક્યારેય પણ નહિ ભૂલું.

ડો.સંજય:- અરે એમાં ઉપકાર શેનો આ તો અમારી ફરજ હતી. આભાર અમારો ના હોય. ભગવાન નો આભાર માનો કે તમારી પ્રાર્થના એણે પૂરી કરી.

અંજના:- હા ડોક્ટર મારી વૈષ્ણવ દેવીમાં એ મારી પ્રાર્થના સાંભળી લીધી એમને મારી દીકરીને એકદમ સ્વસ્થ કરી દીધી.

પ્રદીપ:- હા ડોક્ટર શું હવે અમે રીમાને વૈષ્ણોદેવી ની યાત્રા પર લઈ જઈ શકીએ. અમારે વૈષ્ણવી દેવી માં નો આભાર માનવા જવું છે.

ડો સંજય:- હા તમે રીમાને લઈ જઈ શકો છો. પરંતુ તમારે એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. એનું શરીર હજી કમજોર છે. એટલે રસ્તા માં કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.

પ્રદીપ:- હા ડોક્ટર એ હવે મારી જવાબદારી છે. હું મારી દીકરીને ઉની આંચ પણ નહી આવવા દઉં.

પ્રદીપ અને અંજના માટે પોતાના દીકરી ના જીવન સામે ની આ લડત ખૂબ જ મુશ્કેલ અને દર્દ ભરેલી હતી. પોતાની દીકરી ની જિંદગી માટે તડપી ઉઠેલા મા બાપ ની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી હતી. મોત સામે એક બાપ નો આપર પ્રેમ અને એક માં ની અખૂટ શ્રદ્ધા જીતી ગઈ હતી. આજે એ લોકો રીમાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ખુશ છે અને વૈષ્ણોદેવીની સુખદ યાત્રા પર નીકળી જાય છે. રીમા ની યોગ્ય સારવાર ના લીધે એ આજે ફરી પેહલા ની જેમ સ્વસ્થ દેખાતી હતી. આજે એ ફરી પહેલાની જેમ તોફાન મસ્તી કરતી હતી.

*********************

સમાપ્ત

આ સાથે મારી આ વાર્તા "એક આશ જિંદગી ની" અહી જ સમાપ્ત થાય છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.🙏આપ સૌના સાથ સહકાર વગર તો આ શક્ય જ ન થયું હોત. આપ સૌ એ મને આ વાર્તા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરી છે.
સ્પેશિયલ આભાર

અહીંયા હું @ પ્રમોદભાઈ સોલંકી નો ખૂબ ખૂબ આભાર માનુ છું કે તેમને મને આ વાર્તા લખવામાં ઘણો સાથ સહકાર આપ્યો છે.

Rate & Review

Krishna Thobhani

Krishna Thobhani 11 months ago

Sudhirbhai Patel
Falguni Patel

Falguni Patel 1 year ago

Jainish Dudhat JD

જીવન પ્રત્યે એક આશ, હંમેશા નવજીવન બક્ષે છે

Prafula Soneji

Prafula Soneji 1 year ago